બાઈબલમાં મોટાભાગે "સમય" શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતે કરવામાં આવ્યો છે જ્યારે ઋતુ અથવા અમુક સમયના સમયગાળામાં ચોક્કસ ઘટનાઓ બની હતી. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ"ની સમાન છે.
* "સમય"નો અર્થ શબ્દસમૂહ "ત્રીજી વખત"માં "પ્રસંગ" હોઈ શકે. "ઘણી વખત" શબ્દસમૂહનો અર્થ "ઘણા પ્રસંગોએ" થઇ શકે.
* સંદર્ભને આધારે, "સમય" શબ્દનું "મોસમ" અથવા "સમયગાળો" અથવા "ક્ષણ" અથવા "ઘટના" અથવા "પ્રસંગ" તરીકે ભાષાંતર કરી શકાય છે.
* “વખત અને ઋતુઓ" શબ્દસમૂહ એવી અલંકારિક અભિવ્યક્તિ છે જે સમાન વિચારને બે વાર જણાવે છે. આનું ભાષાંતર "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ" તરીકે પણ કરી શકાય.