translationCore-Create-BCS_.../Stage 3/gu_tn_54-2TH.tsv

117 lines
55 KiB
Plaintext

Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
2TH front intro krd6 0 "# ૨ થેસ્સલોનિકાના પત્રની પ્રસ્તાવના
## ભાગ ૧ : સામાન્ય પરિચય

### ૨ થેસ્સલોનિકાના પત્રની રૂપરેખા

૧. શુભેચ્છા અને આભારવિધિ (૧: ૧-૩-3)
૧. સતાવણીથી પીડાતા ખ્રિસ્તીઓ
- તેઓ ઈશ્વરના રાજ્ય માટે અને સતામણીમાંથી છુટકારાના ઈશ્વરીય વચન માટે યોગ્ય છે(૧: ૪-૭)
જેઓ ઈશ્વરના લોકોને સતાવે છે તેઓનો ન્યાય થશે ( ૧:૮-૧૨ )
1 ઘણા વિશ્વાસીઓ ઈસુના બીજા આગમન વિષે ગેરસમજ ધરાવે છે.
- ખ્રિસ્તનું બીજું આગમન હજી થયું નથી. (2: 1-2)
- ખ્રિસ્તના બીજા આગમન પહેલા થનારી બિનાઓ (2: 3-12)
1પાઉલને ખાતરી છે કે ઈશ્વર થેસ્સલોનિકાના વિશ્વાસીઓને બચાવશે-
“તેઓ તેમના તેડાંને વળગી રહે” માટે પાઉલ દ્વારા આહવાન (2: 13-15)
- તેની પ્રાર્થના છે કે ઈશ્વર તેમને દિલાસો આપશે (2: 16-17)
1. પાઉલ થેસ્સલોનિકાના વિશ્વાસીઓને વિનંતી કરે છે કે તેઓ તેના માટે પ્રાર્થના કરે . (3: 1-5)
1. પાઉલ આળસુ વિશ્વાસીઓ વિશે આદેશ આપે છે (3: 6-15)
1 સમાપન (3: 16-17)

### 2 થેસ્સલોનિકીઓને પત્ર કોણ લખ્યો?

પાઉલે ૨ થેસ્સલોનિકીઓનો પત્ર લખ્યો. તે તાર્સસ શહેરથી હતો. તેના આગલા જીવનમાં તે શાઉલ તરીકે જાણીતો હતો. ખ્રિસ્તી બન્યા પહેલા, પાઉલ એક ફરોશી હતો, તેણે ખ્રિસ્તીઓને સતાવ્યા હતા. ખ્રિસ્તી બન્યા પછી, તેણે ઘણી વાર રોમન સામ્રાજ્યમાં મુસાફરી કરીને ત્યાં વસતા લોકોને ઈસુ વિશે જણાવ્યું હતું.

પાઉલે કરિંથ શહેરમાંથી આ પત્ર લખ્યો હતો.

### ૨ થેસ્સલોનિકાના પત્ર વિશે શું જાણવા મળે છે?

પાઉલે આ પત્ર થેસ્સલોનિકા શહેરના વિશ્વાસીઓને લખ્યો હતો. તેણે વિશ્વાસીઓને પ્રોત્સાહન આપ્યું કારણ કે તેઓની સતાવણી થઈ રહી હતી. પાઉલે વિશ્વાસીઓને ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવા માર્ગદર્શન આપ્યું હતું. અને તે તેઓને ખ્રિસ્તના બીજા આગમન વિશે ફરીથી શીખવવા માંગતો હતો.

### આ પત્રના શીર્ષકનું ભાષાંતર કેવી રીતે થવું જોઈએ?

અનુવાદકો આ પત્રને તેના પરંપરાગત શીર્ષક, "" ૨ થેસ્સલોનિકા "" અથવા ""બીજો થેસ્સલોનિકીઓ "" તરીકે પસંદ કરી શકે છે. અથવા તેઓ એક સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમકે "" થેસ્સલોનિકાની મંડળીને પાઉલનો બીજો પત્ર,"" અથવા ""પાઉલનો થેસ્સલોનિકામાંના ખ્રિસ્તીઓનો બીજો પત્ર."" (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])

## ભાગ ૨: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારો

### ઈસુનું ""બીજું આગમન"" શું છે?

પાઉલે ઈસુના પૃથ્વી પરના આખરી આગમન વિશે આ પત્રમાં ઘણું લખ્યું છે. જ્યારે ઈસુનું આગમન થશે ત્યારે તે સર્વ માનવજાતનો ન્યાય કરશે. તે જગત ઉપર પણ અધિકાર ચલાવશે. અને ત્યાં સર્વત્ર શાંતિ રહેશે. પાઉલે સમજાવ્યું કે ખ્રિસ્તના આગમન પહેલાં ""અન્યાયી માણસ/પાપના માણસ""નું આવવું થશે. આ વ્યક્તિ શેતાનની આજ્ઞા માનશે અને ઘણા લોકોને ઈશ્વરનો વિરોધ કરવાનું કહેશે. પરંતુ જ્યારે ઈસુ પાછા આવશે ત્યારે તેઆ આ વ્યક્તિનો નાશ કરશે.

## ભાગ ૩: અનુવાદના મુખ્ય મુદ્દાઓ

### ""ખ્રિસ્તમાં"" અથવા ""પ્રભુમાં"" એ વિશે પાઉલનો કહેવાનો અર્થ શું છે, વિગેરે…?

પાઉલનો કહેવાનો અર્થ ખ્રિસ્ત અને વિશ્વાસીઓ સાથેના ખૂબ જ નજીકના સબંધ વ્યક્ત કરે છે. કૃપા કરીને આ પ્રકારની અભિવ્યક્તિ વિશે વધુ વિગતો માટે રોમનોને પત્રની પ્રસ્તાવના જુઓ.

### ૨ થેસ્સલોનિકીઓના પત્રના લખાણમાં કયા મુખ્ય મુદ્દાઓ છે?

નીચેની કલમો માટે, બાઇબલની આધુનિક આવૃત્તિઓ જૂની આવૃત્તિઓથી અલગ પડે છે. યુએલટી લખાણ તે આધુનિક વાંચન છે અને જૂનું વાંચન ફૂટનોટમાં(નીમ્ન્લેખિત નોંધમાં) મૂકે છે. જો સામાન્ય ક્ષેત્રમાં (વાચકોના વિસ્તારમાં) બાઈબલનું ભાષાંતર ઉપલબ્ધ હોય તો ભાષાંતરકારોએ તે આવૃત્તિના વાંચનનો ઉપયોગ કરવો જોઈએ. જો નહીં, તો અનુવાદકોને આધુનિક વાંચનને અનુસરવાની સલાહ આપવામાં આવે છે.

*યુ.એલ.ટી, યુ.એસ.ટી. અને મોટા ભાગની આધુનિક આવૃત્તિઓમાં ""અન્યાયી માણસ પ્રગટ થશે” (૨:૩)., આ રીતે વાંચે છે. જૂની આવૃત્તિઓમાં ""અને પાપી માણસ પ્રગટ થશે.”
* ""ઈશ્વરે તમને તારણના પ્રથમ ફળ તરીકે પસંદ કર્યા છે"" (૨:૧૩) યુએલટી, યુએસટી અને કેટલીક અન્ય આવૃત્તિઓ આ રીતે વાંચે છે. અન્ય આવૃત્તિઓમાં, ""ઈશ્વરે તમને તારણને માટે પ્રથમ પસંદ કર્યા છે.""

(જુઓ: [[rc://gu/ta/man/translate/translate-textvariants]])

2TH 1 intro m987 0 "# ૨ થેસ્સલોનીકા ૦૧ સામાન્ય નોંધ
## માળખુ અને વ્યવસ્થા

કલમ ૧-૨ આ પત્રને ઔપચારિક રીતે રજૂ કરે છે. પ્રાચીન સમયોમાં પૂર્વ વિસ્તારના પત્રોમાં સામાન્ય રીતે આ પ્રકારની પ્રસ્તાવના જોવા મળતી હતી.

## આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

### વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું વિધાન છે કે જે કંઈક અશક્યનું વર્ણન કરે છે. ૪-૫ કલમ વિરોધાભાસ દર્શાવે છે: ""તમારી બધી સતાવણીમાં તમારી સહનશીલતા અને વિશ્વાસ તથા જે ધીરજ તમે દર્શાવો છો તે વિશે અમે વાત કરીએ છીએ. આ ઈશ્વરના ન્યાયી ચુકાદાનો સંકેત છે."" સામાન્ય રીતે લોકો એવું માનતા નથી કે ઈશ્વરમાં વિશ્વાસ કરનારની સતાવણી થાય તે ઈશ્વરના ન્યાયી ચુકાદાનો સંકેત છે. પરંતુ કલમ ૫-૧૦માં, પાઉલે સમજાવ્યું છે કે ઈશ્વર પર વિશ્વાસ કરનારાઓને ઈશ્વર કેવી રીતે બદલો આપશે અને જે લોકો તેમને સતાવશે તેઓનો ન્યાયકેવી રીતે કરશે. ([૨ થેસ્સલોનિકીઓ ૧:૪-૫] (./ ૦૪.એમડી))"
2TH 1 1 b6vf figs-exclusive 0 General Information: "પાઉલ આ પત્રનો લેખક છે, પરંતુ તે સિલ્વાનુસ અને તિમોથીને પણ પત્ર મોકલનાર તરીકે વર્ણવે છે. તે થેસ્સલોનિકાની મંડળીને શુભેચ્છા પાઠવીને પત્રની શરૂઆત કરે છે. અન્ય રીતે અલગ સ્થાને નોંધવામાં આવ્યું હોય તે સિવાય અહીં ""અમે"" અને ""અમારો"" આ શબ્દો પાઉલ, સિલ્વાનુસ અને તિમોથીનો ઉલ્લેખ કરે છે. ઉપરાંત, શબ્દ ""તમે"" બહુવચન છે અને થેસ્સલોનિકાની મંડળીમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]] અને[[rc://gu/ta/man/translate/figs-you]])"
2TH 1 1 hm3e Σιλουανὸς 1 Silvanus આ “સિલાસ”નું લેટિન ઉચ્ચારણ છે. પાઉલના સાથી મુસાફર તરીકે પ્રેરિતોનાં કૃત્યોમાં જેનો ઉલ્લેખ છે, આ તે જ સિલ્વાનુસ છે.
2TH 1 2 g6rb χάρις ὑμῖν 1 Grace to you પાઉલ સામાન્ય રીતે આ પ્રકારની શુભેચ્છાનો ઉપયોગ કરે છે.
2TH 1 3 m6z5 0 General Information: પાઉલ થેસ્સલોનિકાના વિશ્વાસીઓનો આભાર માને છે.
2TH 1 3 ea59 figs-hyperbole εὐχαριστεῖν ὀφείλομεν τῷ Θεῷ πάντοτε 1 We should always give thanks to God "પાઉલે ""હંમેશાં"" શબ્દનો અર્થ સામાન્ય રીતે ""વારંવાર"" અથવા ""નિયમિત""તરીકે કર્યો છે. આ વાક્ય થેસ્સલોનિકાના વિશ્વાસીઓના જીવનમાં ઈશ્વર જે કાર્ય કરે છે તેની મહાનતા પર વધારે ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે નિત્ય ઈશ્વરનો આભાર માનવો જોઈએ"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hyperbole]])"
2TH 1 3 h6t9 figs-gendernotations ἀδελφοί 1 brothers "અહીં ""ભાઈઓ"" એટલે સ્ત્રી અને પુરુષો, બંન્નેના સમાવેશ સાથે સાથી ખ્રિસ્તીઓ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-gendernotations]])"
2TH 1 3 u3m8 καθὼς ἄξιόν ἐστιν 1 This is appropriate એ કરવું સારું છે અથવા “તે સારું છે”
2TH 1 3 xy7k πλεονάζει ἡ ἀγάπη ἑνὸς ἑκάστου, πάντων ὑμῶν, εἰς ἀλλήλου 1 the love each of you has for one another increases તમે અંતઃકરણપૂર્વક એકબીજા પર પ્રેમ રાખો.
2TH 1 3 bmn6 ἀλλήλους 1 one another અહિયાં “એકબીજા” ”શબ્દ, સાથી ખ્રિસ્તીઓને દર્શાવે છે.
2TH 1 4 kx1n figs-rpronouns αὐτοὺς ἡμᾶς 1 we ourselves અહિયાં આપવામાં આવેલ શબ્દ “અમે” પાઉલ તેઓ સબંધી ગર્વ અનુભવે છે તે બાબત પર ભાર મૂકે છે. (જુઑ:[[rc://gu/ta/man/translate/figs-rpronouns]])
2TH 1 5 dad9 figs-activepassive καταξιωθῆναι ὑμᾶς τῆς Βασιλείας τοῦ Θεοῦ 1 You will be considered worthy of the kingdom of God "આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાયછે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમને તેમના રાજ્યમાં દાખલ કરવાને યોગ્ય ગણશે.” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])"
2TH 1 6 wrg2 0 Connecting Statement: પાઉલ સતત ઈશ્વરના ન્યાયી હોવા વિશે વાત કરે છે.
2TH 1 6 cxx1 εἴπερ δίκαιον παρὰ Θεῷ 1 it is righteous for God ઈશ્વર સત્ય છે અથવા “ઈશ્વર ન્યાયી છે”
2TH 1 6 id3i figs-metaphor παρὰ Θεῷ, ἀνταποδοῦναι τοῖς θλίβουσιν ὑμᾶς θλῖψιν 1 for God to return affliction to those who afflict you "અહીં ""બદલો વાળી આપવો” એ રૂપક છે જેનો અર્થ એ થાય છે કે કોઈને તે જ બાબતનો અનુભવ આપવો જે તેઓએ બીજા સાથે કર્યું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો તમને દુઃખ પહોંચાડે છે તેઓને ઈશ્વર દુઃખ પહોંચાડશે"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])"
2TH 1 7 hxy2 figs-metaphor καὶ ὑμῖν ... ἄνεσιν 1 and relief to you "(કલમ ૬) મુજબ ઈશ્વર ન્યાયી છે, લોકોને “બદલો વાળી આપવા”, આ શબ્દસમૂહનો ઉલ્લેખ પાઉલ સતત કરે છે. આ એક રૂપક છે જેનો અર્થ એ થાય કે કોઈને તે જ બાબતનો અનુભવ આપવો જે તેઓએ બીજા સાથે કર્યું હોય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વિસામો આપશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])"
2TH 1 7 lu43 figs-ellipsis ὑμῖν ... ἄνεσιν 1 relief to you "તમે સ્પષ્ટ કરી શકો છો કે ઈશ્વર વિસામો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમને વિસામો આપવા માગે છે"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]])"
2TH 1 7 yix7 ἀγγέλων δυνάμεως αὐτοῦ 1 the angels of his power તેના સામર્થ્યવાન દૂતો
2TH 1 8 y3uv ἐν πυρὶ φλογός διδόντος ἐκδίκησιν τοῖς μὴ εἰδόσι Θεὸν, καὶ τοῖς 1 In flaming fire he will take vengeance on those who do not know God and on those who જેઓ ઈશ્વરને ઓળખતા નથી તેઓને તેઓ અગ્નિની જ્વાળામાં સજા કરશે અને જેઓ અથવા “જેઓ ઈશ્વરને નથી ઓળખાતા તેઓને અગ્નિની જ્વાળામાં સજા કરશે”
2TH 1 9 plw5 figs-activepassive οἵτινες δίκην τίσουσιν 1 They will be punished "અહીં ""તેઓ"" એ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ સુવાર્તાનું પાલન કરતા નથી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પ્રભુ તેઓને સજા કરશે"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])"
2TH 1 10 ugk9 ὅταν ἔλθῃ ... ἐν τῇ ἡμέρᾳ ἐκείνῃ 1 when he comes on that day અહિયાં “તે દિવસ” એ દિવસ છે કે જયારે ઈસુ પૃથ્વી પર પાછા આવશે. .
2TH 1 10 bi2u figs-activepassive ἐνδοξασθῆναι ἐν τοῖς ἁγίοις αὐτοῦ, καὶ θαυμασθῆναι ἐν πᾶσιν τοῖς πιστεύσασιν 1 to be glorified by his people and to be marveled at by all those who believed "આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તેમના લોકો તેમને મહિમા આપશે અને લોકો કે જેઓ તેમનામાં વિશ્વાસ કરે છે તેઓ તેમના સન્માનમાં ઊભા રહેશે"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])"
2TH 1 11 ik19 καὶ προσευχόμεθα πάντοτε περὶ ὑμῶν 1 we also pray continually for you પાઉલ તેઓ માટે કેટલીવાર પ્રાર્થના કરે છે તેના પર તે ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: અમે પણ નિત્ય તમારા માટે પ્રાર્થના કરીએ છીએ” અથવા “અમે તમારા માટે નિત્ય પ્રાર્થના કરીએ છીએ”
2TH 1 11 hiv9 τῆς κλήσεως 1 calling "અહીં ""તેડું/બોલાવવું"" એ ઈશ્વરની લોકોની નિમણૂક અથવા તેમના બાળકો અને સેવકો તરીકે લોકોને પસંદ કરવાને દર્શાવે છે અને ઈસુ મારફતે મુક્તિનો સંદેશ પ્રગટ કરવો તે બાબત દર્શાવે છે."
2TH 1 11 r8gk πληρώσῃ πᾶσαν εὐδοκίαν ἀγαθωσύνης 1 fulfill every desire of goodness તમારી ઈચ્છા પ્રમાણે સર્વ રીતે સારું કરવાને તમને સક્ષમ બનાવે છે.
2TH 1 12 q994 figs-activepassive ὅπως ἐνδοξασθῇ τὸ ὄνομα τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ, ἐν ὑμῖν 1 that the name of our Lord Jesus may be glorified by you "આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી તમે આપણા પ્રભુ ઈસુના નામનો મહિમા કરી શકો"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])"
2TH 1 12 pg2i figs-activepassive καὶ ὑμεῖς ἐν αὐτῷ 1 you will be glorified by him આ સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ તમને મહિમાવાન કરશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
2TH 1 12 z8k9 κατὰ τὴν χάριν τοῦ Θεοῦ ἡμῶν 1 because of the grace of our God ઈશ્વરની કૃપાને કારણે
2TH 2 intro jq9r 0 "# ૨ થેસ્સલોનિકા ૦૨ સામાન્ય નોંધો
## આ અધ્યાયમાં વિશિષ્ટ વિચારો

### ""તેમની સાથે રહેવા માટે ભેગા થવું""

આભાગ એવા સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે ઈસુ તેમના પર વિશ્વાસ કરનારા લોકોને તેમની પાસે બોલાવશે. . અહીં ખ્રિસ્તના અંતિમ મહિમાવંત આગમનનો ઉલ્લેખ કરાયો છે કે કેમ? તે વિશે વિદ્વાનો ભિન્ન ભિન્ન મત ધરાવે છે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/kt/believe]])

### પાપનો માણસ
આ અધ્યાયમાં ""વિનાશનો પુત્ર"" અને ""પાપનો માણસ” એ બન્ને સમાન છે. પાઉલ તેને જગતમાંના શેતાનના સક્રિય કાર્ય સાથે જોડે છે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/kt/antichrist]])

### ઈશ્વરના મંદિરમાં બેસવું
આ પત્ર લખ્યાના કેટલાક વર્ષો પછી રોમન લોકોએ યરૂશાલેમના મંદિરનો નાશ કર્યો, કદાચ તેનો ઉલ્લેખ પાઉલ કરી રહ્યો છે. અથવા તે ભવિષ્યના ભૌતિક મંદિરનો ઉલ્લેખ કરી રહ્યો છે, અથવા તો કદાચ ઈશ્વરના લોકો/મંડળી કે જે ઈશ્વરનું આત્મિક મંદિર છે તેનો ઉલ્લેખ કરી રહ્યો છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])

2TH 2 1 r36t 0 General Information: પાઉલ વિશ્વાસીઓને સલાહ આપે છે કે ઈસુના આગમનના દિવસ વિષે છેતરાશો નહિ.
2TH 2 1 q1uq δὲ 1 Now """હવે"" શબ્દ એ પાઉલના વિષય ફેરફારને દર્શાવે છે."
2TH 2 1 cvg5 figs-gendernotations ἀδελφοί 1 brothers "અહીં ""ભાઈઓ"" એટલે ભાઈઓ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"". (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-gendernotations]])"
2TH 2 2 b8b2 εἰς τὸ μὴ ταχέως σαλευθῆναι ὑμᾶς ... μηδὲ θροεῖσθαι 1 that you not be easily disturbed or troubled કે તમે સહેજે તમારા મનને ચલિત થવા દેશો નહીં.
2TH 2 2 d334 διὰ πνεύματος, μήτε διὰ λόγου, μήτε δι’ ἐπιστολῆς, ὡς δι’ ἡμῶν 1 by a message, or by a letter that seems to be coming from us શાબ્દિક કે લેખિત પત્ર જે પાઉલ અને સાથીઓ તરફથી આવ્યો હોય, તેનું સૂચન કરે છે.
2TH 2 2 k4dk ὡς ὅτι 1 to the effect that કહે છે કે
2TH 2 2 ib6m ἡ ἡμέρα τοῦ Κυρίου 1 the day of the Lord આ તે સમયનો ઉલ્લેખ કરે છે કે જ્યારે ઈસુ બધા વિશ્વાસીઓ માટે ફરીથી જગતમાં આગમન કરશે.
2TH 2 3 l9c5 0 General Information: પાઉલ, નિયમ વિહોણા/પાપના માણસ વિશે શીખવે છે.
2TH 2 3 ej66 μὴ ἔλθῃ 1 it will not come તેના આગમન પહેલાં પ્રભુનો દિવસ આવશે નહિ.
2TH 2 3 y7ch ἡ ἀποστασία 1 the falling away આ ભવિષ્યના એ સમયને દર્શાવે છે કે જ્યારે ઘણા લોકો ઈશ્વરથી દૂર ચાલ્યા જશે/ધર્મત્યાગ કરશે.
2TH 2 3 e86v figs-activepassive ἀποκαλυφθῇ ὁ ἄνθρωπος τῆς ἀνομίας 1 the man of lawlessness is revealed "આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર નિયમ વિહોણાને/પાપના માણસને જાહેર કરશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])"
2TH 2 3 tkg9 figs-metaphor ὁ υἱὸς τῆς ἀπωλείας 1 the son of destruction "વિનાશ જાણે કે એક વ્યક્તિ હોય જેણે એક પુત્રને જન્મ આપ્યો હોય, જેનો ધ્યેય સમ્પૂર્ણ વિનાશનો હોય તે રીતે વાત પાઉલ અહીં કરે છે વૈકલ્પિક ભાષાંતર: ""એક કે જે બધું નાશ કરે છે તે"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])"
2TH 2 4 t485 figs-activepassive πάντα λεγόμενον θεὸν ἢ σέβασμα 1 all that is called God or that is worshiped "આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો સર્વ બાબતોને ઈશ્વર તરીકે માને છે અથવા તે સઘળું કે જેની લોકો પૂજા કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])"
2TH 2 4 wj33 ἀποδεικνύντα ἑαυτὸν ὅτι ἔστιν Θεός 1 exhibits himself as God પોતાને ઈશ્વર તરીકે બતાવે છે.
2TH 2 5 rsz1 figs-rquestion οὐ μνημονεύετε ... ταῦτα 1 Do you not remember ... these things? "પાઉલ અગાઉ તેમની સાથે હતો ત્યારે તેણે જે શિક્ષણ આપ્યું હતું તે તેઓને યાદ કરાવવા તે અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ એક નિવેદન/વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મને ખાતરી છે કે તમને એ બાબતો યાદ છે"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-rquestion]])"
2TH 2 5 lkk7 ταῦτα 1 these things આ ઈસુના બીજા આગમનના દિવસનો ઉલ્લેખ કરે છે, જે પ્રભુનો દિવસ અને અન્યાયી (નિયમવિહિન/પાપના માણસનો) ઉલ્લેખ કરે છે.
2TH 2 6 ask4 figs-activepassive τὸ ἀποκαλυφθῆναι αὐτὸν ἐν τῷ αὐτοῦ καιρῷ 1 he will be revealed only at the right time "આ સક્રિય સ્વરૂપમાંરજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે ખરો સમય હશે ત્યારે/નિર્માણ થયેલ સમયે ઈશ્વર અન્યાયી માણસને જાહેર કરશે"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])"
2TH 2 7 si9i μυστήριον ... τῆς ἀνομίας 1 mystery of lawlessness આ એક પવિત્ર રહસ્ય છે જે ફક્ત ઈશ્વર જાણે છે.
2TH 2 7 fcu7 ὁ κατέχων 1 who restrains him કોઈને અટકાવવું એટલે તેમને નિયંત્રણમાં રાખવા અથવા તેઓ જે કરવા માંગે છે તે કરવાથી તેમને દૂર રાખવા.
2TH 2 8 hn67 figs-activepassive καὶ τότε ἀποκαλυφθήσεται ὁ ἄνομος 1 Then the lawless one will be revealed "આ સક્રિય સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ત્યાર પછી ઈશ્વર તે અધર્મીને/પાપના માણસને પ્રગટ થવા દેશે"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])"
2TH 2 8 vay9 figs-metonymy τῷ πνεύματι τοῦ στόματος αὐτοῦ 1 with the breath of his mouth "અહીં ""શ્વાસ"" ઈશ્વરના સામર્થ્યને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના બોલાયેલા શબ્દના સામર્થ્ય દ્વારા"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])"
2TH 2 8 hy3y καὶ καταργήσει τῇ ἐπιφανείᾳ τῆς παρουσίας αὐτοῦ 1 bring him to nothing by the revelation of his coming જ્યારે ઈસુનું પૃથ્વીમાં પુનરાગમન થશે અને તેઓ પોતાને પ્રગટ કરશે ત્યારે તેઓ આ અન્યાયીને હરાવશે.
2TH 2 9 bd5m ἐν πάσῃ δυνάμει, καὶ σημείοις, καὶ τέρασιν ψεύδους 1 with all power, signs, and false wonders સર્વ સામર્થ્ય, ચમત્કાર અને જુઠા ચિહ્નોના પ્રકાર
2TH 2 10 tf75 ἐν πάσῃ ἀπάτῃ ἀδικίας 1 with all deceit of unrighteousness આ પ્રકારનો વ્યક્તિ દરેક પ્રકારની દુષ્ટતાનો ઉપયોગ કરીને લોકોને ઈશ્વરના બદલે પોતાના પર વિશ્વાસ કરવા ભરમાવશે..
2TH 2 10 v366 τοῖς ἀπολλυμένοις 1 These things will be for those who are perishing આ માણસ જેને શેતાન તરફથી સર્વ સત્તા આપવામાં આવી છે તે દરેક જે ઈસુ પર વિશ્વાસ કરતાં નથી તેમને ભૂલવાશે.
2TH 2 10 pf48 ἀπολλυμένοις 1 who are perishing અહિયાં “નાશ”એ સર્વકાળ અને અનંતકાળનો નાશ દર્શાવે છે.
2TH 2 11 sj1v διὰ τοῦτο 1 For this reason કારણ કે લોકો સત્યને પ્રેમ કરતાં નથી.
2TH 2 11 en8e figs-metaphor πέμπει αὐτοῖς ὁ Θεὸς ἐνέργειαν πλάνης, εἰς τὸ πιστεῦσαι αὐτοὺς τῷ ψεύδει 1 God is sending them a work of error so that they would believe a lie "પાઉલ એ બાબત રજૂ કરે છે કે ઈશ્વર લોકોને તેમ થવા દેશે જેમ કે તેઓ જાણે લોકોને કંઇક મોકલતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર અન્યાયી માણસને લોકોને ભૂલાવામાં નાખવા પરવાનગી આપશે."" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])"
2TH 2 12 d63e figs-activepassive κριθῶσιν πάντες 1 they will all be judged આ સક્રિય રૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર એ સર્વનો ન્યાય કરશે. (જુઓ:[[rc://gu/ta/man/translate/figs-activepassive]])
2TH 2 12 pkw8 οἱ μὴ πιστεύσαντες τῇ ἀληθείᾳ, ἀλλὰ εὐδοκήσαντες τῇ ἀδικίᾳ 1 those who did not believe the truth but instead took pleasure in unrighteousness જેઓએ સત્યમાં વિશ્વાસ ન કરતા અન્યાયમાં આનંદ માણ્યો છે
2TH 2 13 w83a 0 General Information: પાઉલ વિશ્વાસીઓને માટે ઈશ્વરનો આભાર માને છે અને તેઓને ઉત્તેજન આપે છે.
2TH 2 13 bcd5 0 Connecting Statement: હવે પાઉલ વિષયો બદલે છે.
2TH 2 13 b3hh δὲ 1 But પાઉલ અહિયાં આ શબ્દનો ઉપયોગ કરીને વિષયમાં ફેરફાર કરે છે.
2TH 2 13 dze5 figs-hyperbole ἡμεῖς ... ὀφείλομεν εὐχαριστεῖν ... πάντοτε 1 we should always give thanks """હંમેશાં"" શબ્દ એક સામાન્યીકરણ છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે નિત્ય આભાર માનવો. જોઈએ"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hyperbole]])"
2TH 2 13 m418 ἡμεῖς ... ὀφείλομεν 1 we should અહિયાં અમે”પાઉલ, સિલ્વાનુસ અને તિમોથીને દર્શાવે છે.
2TH 2 13 ia4x figs-activepassive ἀδελφοὶ ἠγαπημένοι ὑπὸ Κυρίου 1 brothers loved by the Lord આ સક્રિય રૂપમાં રજૂ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: કેમ કે ભાઈઓ, પ્રભુ તમને પ્રેમ કરે છે.
2TH 2 13 v15j figs-gendernotations ἀδελφοὶ 1 brothers "અહીં ""ભાઈઓ"" એટલે ભાઈ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓનો અર્થ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-gendernotations]])"
2TH 2 13 l7a8 figs-metaphor ἀπαρχὴν εἰς σωτηρίαν ἐν ἁγιασμῷ Πνεύματος καὶ πίστει ἀληθείας 1 as the firstfruits for salvation in sanctification of the Spirit and belief in the truth "અહીં ""પ્રથમફળ"" એટલે, થેસ્સલોનિકાના લોકો તારણ પામનારાઓમાં પ્રથમલોકો હોય તે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમૂર્ત/ગૂઢ સંજ્ઞાઓ/નામોને દૂર કરવા માટે પણ આનો ઉપયોગ કરી શકાય. ""તારણ/મુક્તિ,"" ""પવિત્રીકરણ,” ""માન્યતા,"" અને ""સત્ય"". વૈકલ્પિક ભાષાંતર: ""જે સત્ય છે તેમાં વિશ્વાસ કરનારા પ્રથમ લોકો, અને જેઓને ઈશ્વરે પોતાના આત્મા મારફતે બચાવીને અલગ કર્યા છે"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]] અને[[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])"
2TH 2 15 u9ss ἄρα οὖν, ἀδελφοί, στήκετε 1 So then, brothers, stand firm પાઉલ વિશ્વાસીઓને તેમના ઈસુ પરના વિશ્વાસને વળગી રહેવા પ્રોત્સાહન આપે છે..
2TH 2 15 l4vr figs-metaphor κρατεῖτε τὰς παραδόσεις 1 hold tightly to the traditions "અહીં ""પરંપરાઓ"" ખ્રિસ્તના સત્યને દર્શાવે છે કે જે વિશે પાઉલ અને બીજા પ્રેરિતોએ શીખવ્યું હતું. પાઉલ તે શિક્ષણ વિશે એ રીતે વાત કરે છે જેમ કે તેના વાંચકો તેને તેમના હાથથી પકડી રાખી શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""પરંપરાઓને યાદ રાખો"" અથવા ""સત્યો પર વિશ્વાસ કરો"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])"
2TH 2 15 whp8 figs-activepassive ἐδιδάχθητε 1 you were taught તેને સક્રિય રૂપમાં રજૂ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “અમે તમને શીખવ્યું છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
2TH 2 15 z2vs figs-explicit εἴτε διὰ λόγου, εἴτε δι’ ἐπιστολῆς ἡμῶν 1 whether by word or by our letter "અહીં આ શબ્દ, “સૂચનાઓ દ્વારા” અથવા “ઉપદેશો દ્વારા”નું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ માહિતી અસ્પષ્ટ હોય તો તમે તેનું સ્પસ્ટીકરણ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કાં તો અમે તમને વ્યક્તિગત રીતે જે શીખવ્યું તે દ્વારા અથવા પત્ર મારફતે તમને જે લખ્યું તે દ્વારા"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]] અને[[rc://gu/ta/man/translate/figs-synecdoche]])"
2TH 2 16 njk1 0 Connecting Statement: પાઉલ ઈશ્વરના આશિષ વચન સાથે પત્રનું સમાપન કરે છે.
2TH 2 16 g8m1 δὲ 1 Now પાઉલ અહીંયા વિષયમાં ફેરફાર કરવા માટે આ શબ્દનો ઉપયોગ કરે છે.
2TH 2 16 yge9 figs-inclusive δὲ ὁ Κύριος ἡμῶν ... ὁ ἀγαπήσας ἡμᾶς καὶ δοὺς 1 may our Lord ... who loved us and gave us “આપણા” અને “આપણને” શબ્દો સર્વ વિશ્વાસીઓને આલેખે છે.
2TH 2 16 cm54 figs-rpronouns αὐτὸς ... ὁ Κύριος ... Ἰησοῦς Χριστὸς 1 Lord Jesus Christ himself અહિયાં “સ્વયં/પોતે” શબ્દ “પ્રભુ ઈસુ ખ્રિસ્ત” પર વધુ ભાર મૂકે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-rpronouns]])
2TH 2 17 x3rr figs-metonymy παρακαλέσαι ὑμῶν τὰς καρδίας, καὶ στηρίξαι ἐν 1 comfort and establish your hearts in "અહીં ""હૃદયો” લાગણીઓને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને દિલાસો આપો અને તમને બળવાન કરો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])"
2TH 2 17 yw5f παντὶ ἔργῳ καὶ λόγῳ ἀγαθῷ 1 every good work and word સર્વ સારી બાબતો જે તમે કહો અને કરો
2TH 3 intro b8hk 0 # ૨ થેસ્સલોનિકા ૦૩ સામાન્યનોંધો
## આ અધ્યાયમાંના વિશેષ વિચારો

### આળસુ વ્યક્તિઓ
થેસ્સાલોનીકામાં, મંડળીમાં દેખીતી સમસ્યા એ હતી કે જે લોકો કામ કરી શકે તેમ હતા છતાં પણ તેઓ કામનો નકાર કરતા હતા. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])

### જો તમારો ભાઈ પાપ કરે તો તમારે શું કરવું જોઈએ?

આ પત્રમાં, પાઉલ શિક્ષણ આપે છે કે ખ્રિસ્તીઓએ ઈશ્વરને પસંદ પડે તેવું જીવન જીવવું જોઈએ. ખ્રિસ્તીઓએ એકબીજાને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેઓ જે કરે છે તેના માટે તેઓએ એકબીજાનેજવાબદાર રહેવું જોઈએ. જો વિશ્વાસીઓ પાપ કરે તો તેઓને પસ્તાવો કરવા માટે ઉત્તેજન આપવાની જવાબદારી, મંડળીએ પણ લેવી જોઈએ. (જુઓ: [[rc://gu/tw/dict/bible/kt/repent]] અને[[rc://gu/tw/dict/bible/kt/sin]])

2TH 3 1 k33i 0 General Information: પાઉલ વિશ્વાસીઓને તેના માટે અને તેના સાથી કાર્યકરો માટે પ્રાર્થના કરવા કહે છે.
2TH 3 1 jy75 τὸ λοιπὸν 1 Now પાઉલ “હમણાં” શબ્દનો ઉપયોગ કરીને વિષયસૂચિ બદલે છે.
2TH 3 1 m1s5 figs-gendernotations ἀδελφοί 1 brothers "અહીં ""ભાઈઓ""નો અર્થ ભાઈ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓ. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-gendernotations]])"
2TH 3 1 r54v figs-metaphor ἵνα ὁ λόγος τοῦ Κυρίου τρέχῃ καὶ δοξάζηται, καθὼς καὶ πρὸς ὑμᾶς 1 that the word of the Lord may rush and be glorified, as it also is with you "પાઉલ ઈશ્વરના વચનોનો ફેલાવો એકસ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાની વાત કરે છે. તેને સક્રિય સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ તમારી સાથે થયું તેમ લોકો વધારે ને વધારે આપણા પ્રભુ ઈસુ વિશેનો સંદેશ સાંભળે અને તેને માન આપે,"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]] અને[[rc://gu/ta/man/translate/figs-activepassive]])"
2TH 3 2 xg2h figs-activepassive ῥυσθῶμεν 1 that we may be delivered "આ સક્રિય સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર અમારો બચાવ કરશે"" અથવા ""ઈશ્વર અમને બચાવશે"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])"
2TH 3 2 p1ct οὐ γὰρ πάντων ἡ πίστις 1 for not all have faith કેમ કે ઘણા લોકો ઈસુમાં વિશ્વાસ કરતાં નથી
2TH 3 3 yx9g ὃς στηρίξει ὑμᾶς 1 who will establish you તમને કોણ બળવાન કરશે.
2TH 3 3 p91k τοῦ πονηροῦ 1 the evil one શેતાન
2TH 3 4 xk85 πεποίθαμεν 1 We have confidence આપણને વિશ્વાસ છે અથવા “આપણે વિશ્વાસ કરીએ છીએ”
2TH 3 5 giz4 figs-metonymy κατευθύναι ὑμῶν τὰς καρδίας 1 direct your hearts "અહીં ""હૃદય"" એ વ્યક્તિના વિચારો અથવા મન માટે એક ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને સમજાવવા કારણભૂત છે."" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])"
2TH 3 5 wre3 figs-metaphor εἰς τὴν ἀγάπην τοῦ Θεοῦ, καὶ εἰς τὴν ὑπομονὴν τοῦ Χριστοῦ 1 to the love of God and to the endurance of Christ "પાઉલ ઈશ્વરના પ્રેમ અને ખ્રિસ્તની સહનશીલતા વિષે એ રીતે કહે છે જેમ કે તે મુસાફરીના અંતિમ મુકામો હતા. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તમને કેટલો બધો પ્રેમ કર્યો છે અને ખ્રિસ્તે તમારા માટે કેટલુ સહન કર્યું છે"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])"
2TH 3 6 mst3 0 General Information: પાઉલ વિશ્વાસીઓને કાર્યરત રહેવું અને આળસુ ન થવું તે વિશેના કેટલાક આખરી સૂચનો આપે છે.
2TH 3 6 v33v δὲ 1 Now પાઉલ આ રીતે શબ્દપ્રયોગ કરી વિષયને બદલે છે.
2TH 3 6 x9l8 figs-gendernotations ἀδελφοί 1 brothers "અહીં ""ભાઈઓ"" એટલે ભાઈ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓનો અર્થ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-gendernotations]])"
2TH 3 6 y4a9 figs-metonymy ἐν ὀνόματι τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ 1 in the name of our Lord Jesus Christ "અહીં નામ એ ઈસુ ખ્રિસ્તનું નામછે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે સ્વયં બોલતા હોય.” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])"
2TH 3 6 jvw1 figs-inclusive τοῦ Κυρίου ἡμῶν 1 our Lord અહિયાં “આપણા” એ સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.
2TH 3 7 h222 μιμεῖσθαι ἡμᾶς 1 to imitate us જેમ હું અને મારા સાથી સેવકો વર્ત્યા એ પ્રમાણે વર્તન કરો.
2TH 3 7 b1i1 figs-doublenegatives οὐκ ἠτακτήσαμεν ἐν ὑμῖν 1 We did not live among you as those who had no discipline "પાઉલ હકારાત્મક પર ભાર મૂકવા માટે બમણાં નકારાત્મકનો શબ્દપ્રયોગ કરે છે. આ હકારાત્મક રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ ખૂબ શિસ્તબદ્ધ હોય તેઓની જેમ અમે તમારી મધ્યે રહ્યા હતા.” (જુઓ: )"
2TH 3 8 d9h1 figs-merism νυκτὸς καὶ ἡμέρας ἐργαζόμενοι 1 we worked night and day "અમે રાત અને દિવસ સેવા કરી હતી. અહીં ""રાત"" અને ""દિવસ"" એ એક માર્મિક અર્થ ""સર્વસમય""માટે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે સર્વ સમયે સેવા કરી હતી"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-merism]])"
2TH 3 8 w8fq figs-doublet ἐν κόπῳ καὶ μόχθῳ 1 in difficult labor and hardship "તેના સંજોગો કેટલા કઠિન હતા તે પર પાઉલ ભાર મૂકે છે. કષ્ટથી કાર્ય કરવું તે સહન કરવામાં આવેલ દુઃખ અને પીડાને સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખૂબ મુશ્કેલ સંજોગોમાં” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]])"
2TH 3 9 sn3k figs-doublenegatives οὐχ ὅτι οὐκ ἔχομεν ἐξουσίαν, ἀλλ’ 1 We did this not because we have no authority. Instead, we did "પાઉલ બમણાં નકારાત્મક શબ્દપ્રયોગ કરીને હકારાત્મક ઉલ્લેખ કરે છે. આ હકારાત્મક રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી પાસેથી અન્ન મેળવવાનો અમને ચોક્કસપણે અધિકાર હોવા છતાં અમે પોતે અમારા અન્ન માટે કાર્ય કર્યું હતું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublenegatives]])"
2TH 3 10 c652 figs-doublenegatives τις οὐ θέλει ἐργάζεσθαι, μηδὲ ἐσθιέτω 1 The one who is unwilling to work must not eat આ હકારાત્મક રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર:“જો વ્યક્તિએ ખાવું છે તો તેણે કામ પણ કરવું પડે.” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublenegatives]])
2TH 3 11 ey6c figs-metaphor τινας περιπατοῦντας ... ἀτάκτως 1 some walk idly અહિયાં “ચાલવું” એ જીવનના વર્તન વિશેનો ઉલ્લેખ છે. વૈકલ્પિક ભાષાંતર: “ઘણા લોકો આળસુ જીવન જીવે છે” અથવા “ઘણા સુસ્ત છે.”(જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
2TH 3 11 iv1z ἀλλὰ περιεργαζομένους 1 but are instead meddlers ઘાલમેલ કરનાર એવા લોકો છે કે જેઓ મદદ માંગી ન હોવા છતાં બીજાઓની બાબતોમાં હસ્તક્ષેપ કરે છે.
2TH 3 12 bm6z μετὰ ἡσυχίας 1 with quietness શાંત, શાંતિપૂર્ણ અને નમ્ર પ્રમાણમાં. પાઉલ અન્ય લોકોના કામમાં હસ્તક્ષેપ કરતા લોકોને તેમ ના કરવા માટે પ્રોત્સાહન આપે છે.
2TH 3 13 jx8t δέ 1 But પાઉલ આળસુ વિશ્વાસીઓના અને મહેનતુ વિશ્વાસીઓના તફાવતને રજૂ કરવા આ શબ્દનો ઉપયોગ કરે છે.
2TH 3 13 e59v figs-you ὑμεῖς ... ἀδελφοί 1 you, brothers “તમે” શબ્દ થેસ્સલોનિકાના સર્વ વિશ્વાસીઓને આલેખે છે.
2TH 3 13 usu9 figs-gendernotations ἀδελφοί 1 brothers "અહીં ""ભાઈઓ"" એટલે ભાઈ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓનો અર્થ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-gendernotations]])"
2TH 3 14 mzs4 εἰ ... τις οὐχ ὑπακούει τῷ λόγῳ ἡμῶν 1 if anyone does not obey our word જે કોઈ અમારા માર્ગદર્શનનું અનુકરણ કરતાં નથી
2TH 3 14 nv3v figs-idiom τοῦτον σημειοῦσθε 1 take note of him તે કોણ છે તેની નોંધ કરો. વૈકલ્પિક ભાષાંતર: “તે વ્યક્તિને જાહેરમાં ખુલ્લો પાડો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])
2TH 3 14 y552 ἵνα ἐντραπῇ 1 so that he may be ashamed પાઉલ વિશ્વાસીઓને શીખવે છે કે શિસ્તના પગલાં તરીકે તેઓએ આળસુ વિશ્વાસી સાથે વ્યવહાર ન રાખવો.
2TH 3 16 nef4 0 General Information: થેસ્સલોનિકા લોકો માટે પાઉલ અંતિમ સમાપન સૂચન કરે છે.
2TH 3 16 whb9 figs-explicit αὐτὸς ... ὁ Κύριος τῆς εἰρήνης, δῴη ὑμῖν 1 may the Lord of peace himself give you "અહિયાં સ્પષ્ટ થાય છે કે આ થેસ્સલોનિકાના લોકો માટે પાઉલની પ્રાર્થના છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું પ્રાર્થના કરું છું કે શાંતિનો પ્રભુ પોતે તમને શાંતિ આપે"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])"
2TH 3 16 zl1s figs-rpronouns αὐτὸς ... ὁ Κύριος τῆς εἰρήνης 1 the Lord of peace himself "અહીં ""પોતે"" શબ્દ એ દર્શાવે છે કે પ્રભુ પોતે વ્યક્તિગત રીતે સર્વ વિશ્વાસીઓને શાંતિ આપશે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-rpronouns]])"
2TH 3 17 c2cb ὁ ἀσπασμὸς τῇ ἐμῇ χειρὶ, Παύλου, ὅ ἐστιν σημεῖον ἐν πάσῃ ἐπιστολῇ, οὕτως γράφ 1 This is my greeting, Paul, with my own hand, which is the sign in every letter હું, પાઉલ, આ શુભેચ્છાને મારા પોતાના હાથથી લખું છું, જેમ હું દરેક પત્રમાં કરું છું તેમ, એક ચિહ્ન તરીકે કે ખરા અર્થમાં આ પત્ર મારા તરફથી છે
2TH 3 17 wg3f οὕτως γράφω 1 This is how I write પાઉલ સ્પષ્ટ કરે છે કે આ પત્ર તેના પોતા તરફથી છે, કોઈ બનાવટી પત્ર નથી.