132 KiB
132 KiB
1 | Reference | ID | Tags | SupportReference | Quote | Occurrence | Note |
---|---|---|---|---|---|---|---|
2 | front:intro | xh5n | 0 | # યહૂદાના પત્રનો પરિચય\n\n## ભાગ ૧: સર્વસાધારણ પરિચય\n\n### યહૂદાના પત્રની રૂપરેખા\n\n૧. પરિચય (૧:૧-૨)\n૨. ખોટા ઉપદેશકોની વિરુધ્ધ ચેતવણી (૧:૩-૪) \n૩. જૂનો કરારનાં દાખલાઓની સાથે ખોટા ઉપદેશકોની સરખામણી (૧:૫-૧૬)\n૪. પ્રતિભાવમાં ઈશ્વરમય જીવનો જીવવા સલાહ (૧:૧૭-૨૩)\n૫. ઈશ્વરનાં યશોગાન(૧:૨૪-૨૫)\n\n### યહૂદાનો પત્ર કોણે લખ્યો ?\n\nલેખક પોતાની ઓળખ યાકૂબના ભાઈ યહૂદા તરીકેની આપે છે. યહૂદા અને યાકૂબ બંને ઈસુના સાવકા ભાઈઓ હતા. આ પત્ર કોઈ એક ખાસ મંડળીને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો હતો કે નહિ તેનાં વિષે પૂરતી જાણકારી નથી.\n\n### યહૂદાના પત્રનો મુખ્ય વિષય કયો છે ?\n\nખોટા ઉપદેશકોની વિરુધ્ધ વિશ્વાસીઓને ચેતવણી આપવા માટે યહૂદાએ આ પત્ર લખ્યો હતો. યહૂદા વારંવાર જૂનો કરારનો ઉલ્લેખ કરે છે. તે સંકેત આપી શકે છે કે કદાચ યહૂદા એક યહૂદી ખ્રિસ્તી સમુદાયને આ પત્ર લખી રહ્યો છે.આ પત્ર અને ૨ પિતરનાં વિષયોમાં ઘણી સામ્યતા છે. તેઓ બંને દૂતો, સદોમ અને ગમોરા, અને ખોટા ઉપદેશકોનાં વિષયમાં બોલે છે.\n\n### આ પત્રનાં શીર્ષકનો અનુવાદ કઈ રીતે કરવો જોઈએ ?\n\nઅનુવાદકો આ પત્રને તેના પરંપરાગત શીર્ષકનું નામ આપી શકે, “યહૂદા.” અથવા તેઓ એક સ્પષ્ટ શીર્ષકની પસંદગી કરી શકે, જેમ કે “યહૂદા તરફથી પત્ર” કે “યહૂદાએ લખેલ પત્ર.” (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])\n\n## ભાગ ૨: મહત્વનાં ધાર્મિક અને સાંસ્કૃતિક સંકલ્પનાઓ\n\n### કયા લોકોની વિરુધ્ધમાં યહૂદા બોલે છે ?\n\n એ શક્ય છે કે જે લોકોની વિરુધ્ધમાં યહૂદા બોલે છે તેઓ ભવિષ્યમાં જ્ઞાનવાદીઓ તરીકે જાણીતા થનાર હતા. આ ઉપદેશકો તેઓના પોતાના લાભ માટે શાસ્ત્રવચનનાં ઉપદેશકોને વિકૃત કરી નાખતા હતા. તેઓ અનૈતિક માર્ગોમાં ચાલતા અને તેવું કરવા તેઓ બીજાઓને પણ શીખવતા હતા.\n\n## ભાગ ૩: અનુવાદની મહત્વની સમસ્યાઓ\n\n### “તમે”નું એકવચન અને બહુવચન\n\nઆ પત્રમાં, “હું”શબ્દ યહૂદાનો ઉલ્લેખ કરે છે. તદુપરાંત, “તમે” શબ્દ સતત બહુવચનમાં રહેશે અને તે યહૂદાના શ્રોતાઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]] અને [[rc://gu/ta/man/translate/figs-you]])\n\n### ૨ પિતરનાં પાઠમાં મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે ?\n\n નિન્મલિખિત કલમ માટે કેટલીક પ્રાચીન હસ્તપ્રતો વચ્ચે અંતર જોવા મળે છે. મહદઅંશે જ્ઞાનીઓ જેઓને અસલ ગણે છે તેનું અનુકરણ ULT કરે છે અને બાકીના લેખોને તે પાદટીપમાં મૂકે છે. પ્રદેશમાં પ્રચલિત બહોળા પ્રમાણની વાતચીત માટેની ભાષામાં જો બાઈબલનો અનુવાદ અસ્તિત્વમાં હોય તો તે આવૃત્તિમાં જોવા મળતા વાંચનનો ઉપયોગ અનુવાદકો જો કરવાની ઈચ્છા રાખતા હોય તો તેઓને તેને માટે છૂટ છે. પરંતુ જો નથી, તો અનુવાદકોને ULTમાંનાં વાંચનનું અનુકરણ કરવા સૂચન આપવામાં આવે છે.\n\n* “કે મિસર દેશમાંથી લોકોનો બચાવ કર્યા પછી ઇસુએ” [(ક.૫)] (../૦૧/૦૫.md). કેટલીક હસ્તપ્રતોમાં આ મુજબ છે, “કે મિસર દેશમાંથી લોકોનો બચાવ કર્યા પછી પ્રભુએ.” (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-textvariants]]) | |||
3 | 1:1 | ek3q | rc://*/ta/man/translate/figs-123person | Ἰούδας | 1 | આ સંસ્કૃતિમાં, પત્રનાં લેખકો તેઓના નામો સૌથી પહેલા લખતા હતા, અને તેઓ પોતાને ત્રીજા પુરુષનાં સર્વનામ તરીકે પોતાનો ઉલ્લેખ કરતા. જો તે બાબત તમારી ભાષામાં મૂંઝવણ ઊભી કરનાર થતી હોય તો, તમે પ્રથમ પુરુષનાં સર્વનામનો ઉપયોગ કરી શકો છો. પત્રના લેખકનો પરિચય કરાવવા માટે જો તમારી ભાષામાં બીજી કોઈ ચોક્કસ રીત હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હું, યહૂદા, આ પત્ર લખી રહ્યો છું” કે “યહૂદા તરફથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-123person]]) | |
4 | 1:1 | npc3 | rc://*/ta/man/translate/translate-names | Ἰούδας | 1 | **યહૂદા**યાકૂબના ભાઈ એવા એક પુરુષનું નામ છે. યહૂદાના પત્રનાં પરિચયનાં ભાગ ૧ માં તેના વિષેની માહિતીને જુઓ. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]]) | |
5 | 1:1 | zov5 | rc://*/ta/man/translate/figs-distinguish | Ἰησοῦ Χριστοῦ δοῦλος, ἀδελφὸς δὲ Ἰακώβου | 1 | આ શબ્દસમૂહો યહૂદા વિષેની વધારાની માહિતી પૂરી પાડે છે. તે તેમના પોતાના વિષયમાં વર્ણન કરતા જણાવે છે કે તે **ઇસુ ખ્રિસ્તનો સેવક** તથા “યાકૂબનો ભાઈ** છે. તેને લીધે જેનો અંગ્રજી આવૃતિઓમાં મોટેભાગે “જુડાસ”તરીકેનાં નામો વડે અનુવાદિત કરવામાં આવ્યા છે એવા નવો કરારમાં જોવા મળતા બીજા બે પુરુષોને યહૂદાથી અલગ તારવવામાં આવ્યા છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-distinguish]]) | |
6 | 1:1 | m3v1 | rc://*/ta/man/translate/figs-explicit | ἀδελφὸς & Ἰακώβου | 1 | **યાકૂબ**અને યહૂદા ઈસુના સાવકા ભાઈઓ હતા. યૂસફ તેઓનો શારીરિક પિતા હતા, પરંતુ તે ઇસુનો શારીરિક પિતા નહોતો. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં નિરૂપણ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈસુના બંને સાવકા ભાઈઓ એવા યાકૂબનાં એક ભાઈ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) | |
7 | 1:1 | p5yl | rc://*/ta/man/translate/figs-123person | τοῖς & κλητοῖς | 1 | આ સંસ્કૃતિમાં, તેઓના પોતાના નામો આપ્યા પછી, પત્રના લેખકો તેઓ જેઓને પત્ર લખતા તે લોકોના નામોને ત્રીજા પુરુષનાં સર્વનામમાં સંબોધિત કરતા. જો તે તમારી ભાષામાં મૂંઝવણ ઊભી કરનાર થતું હોય તો, તમે તેને બીજા પુરુષનાં સર્વનામોમાં ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેઓને પસંદ કરવામાં આવ્યા છે તેઓને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-123person]]) | |
8 | 1:1 | din3 | rc://*/ta/man/translate/figs-explicit | τοῖς & κλητοῖς | 1 | આ લોકો **તેડાયેલા**છે તે સંકેત આપે છે કે તેઓને ઈશ્વરે તેડયા અને તેઓનું તારણ કર્યું છે. વૈકલ્પિક અનુવાદ: “જેઓને તેડીને ઈશ્વરે જેઓનું તારણ કર્યું છે એવા લોકોને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) | |
9 | 1:1 | gorg | rc://*/ta/man/translate/figs-activepassive | ἐν Θεῷ Πατρὶ ἠγαπημένοις | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેઓને ઈશ્વર પિતા પ્રેમ કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) | |
10 | 1:1 | rih9 | rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples | Θεῷ Πατρὶ | 1 | **પિતા**શબ્દ ઈશ્વર માટેનું એક મહત્વનું બિરુદ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/guidelines-sonofgodprinciples]]) | |
11 | 1:1 | s3oh | rc://*/ta/man/translate/figs-activepassive | Ἰησοῦ Χριστῷ τετηρημένοις | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેઓને ઇસુ ખ્રિસ્ત રાખી મૂકે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) | |
12 | 1:2 | wjsn | rc://*/ta/man/translate/translate-blessing | ἔλεος ὑμῖν, καὶ εἰρήνη, καὶ ἀγάπη πληθυνθείη. | 1 | આ સંસ્કૃતિમાં, પત્રના લેખકો પત્રના મુખ્ય વિષયમાં પ્રવેશ કરે તે પહેલા તેઓના શ્રોતાઓને શુભેચ્છા પાઠવતા હતા. તમારી ભાષામાં કોઈ એક એવા રૂપનો ઉપયોગ કરો કે જે બતાવતું હોય કે આ એક શુભેચ્છા અને આશીર્વચન છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તમારા પ્રત્યે તેમની દયા અને શાંતિ અને પ્રેમનો વધારો કરતા રહો” (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-blessing]]) | |
13 | 1:2 | r5ae | rc://*/ta/man/translate/figs-abstractnouns | ἔλεος ὑμῖν, καὶ εἰρήνη, καὶ ἀγάπη πληθυνθείη | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાઓ **દયા**, **શાંતિ** અને **પ્રેમ**ની પાછળ રહેલા વિચારોને તમે સમાનાર્થી અભિવ્યક્તિઓ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તમારા પ્રત્યે તેમના દયાનાં કૃત્યોમાં વધારો કરો અને હજુ વધારે શાંત આત્મા આપો અને તમને વધારે ને વધારે પ્રેમ વરસાવતા રહો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
14 | 1:2 | q2qo | rc://*/ta/man/translate/figs-metaphor | ἔλεος & καὶ εἰρήνη, καὶ ἀγάπη πληθυνθείη. | 1 | યહૂદા **દયા અને શાંતિ અને પ્રેમ**વિષે એ રીતે બોલે છે કે જાણે તેઓ એવી વસ્તુઓ હોય જેઓ કદ કે સંખ્યાઓમાં વધતી જતી હોય. જો તે તમારી ભાષામાં મૂંઝવણ ઊભી કરનારું હોય તો તમે અન્ય કોઈ અલગ રૂપકનો ઉપયોગ કરી શકો કે જેનો અર્થ તેઓનો વધારો થતો હોય એવો થઇ શકે અથવા તો તમે તેને સરળ ભાષામાં જ રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તેમની દયા અને શાંતિ અને પ્રેમમાં વધારો કરતા જાઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
15 | 1:2 | etoo | rc://*/ta/man/translate/figs-you | ὑμῖν | 1 | આ પત્રમાં**તમારા**શબ્દ યહૂદા જેઓને લખી રહ્યો છે તેઓનો ઉલ્લેખ કરે છે અને હંમેશા બહુવચનમાં ઉપયોગ કરાયો છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-you]]) | |
16 | 1:3 | htjd | rc://*/ta/man/translate/figs-exclusive | ἀγαπητοί | 1 | **વહાલાઓ**શબ્દ યહૂદા જેઓને લખી રહ્યો છે એવા લોકોનો ઉલ્લેખ કરે છે; તેનો વિસ્તાર સર્વ વિશ્વાસીઓ સુધી પહોંચી શકે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “વહાલા સાથી વિશ્વાસીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]]) | |
17 | 1:3 | yfa8 | πᾶσαν σπουδὴν ποιούμενος γράφειν ὑμῖν | 1 | આ ઉપવાક્ય ઉલ્લેખ કરી શકે: (૧) આ પત્ર જેના વિષયમાં છે તેના કરતા અલગ કોઈ બીજી બાબત વિષે યહૂદાએ લખવાનો ઈરાદો રાખ્યો હતો તેની હકીકત. વૈકલ્પિક અનુવાદ: “તમને લખવાનો મેં હરેક રીતે પ્રયાસ કર્યો હોવા છતાં” (૨) યહૂદા લખી રહ્યો હતો તે સમય. વૈકલ્પિક અનુવાદ: “તમને લખવાનો હું હરેક રીતે પ્રયાસ કરતો હતો તે દરમિયાન” | ||
18 | 1:3 | mi3w | περὶ τῆς κοινῆς ἡμῶν σωτηρίας | 1 | વૈકલ્પિક અનુવાદ: “આપણા સર્વસામાન્ય તારણ વિષે” | ||
19 | 1:3 | kvkg | rc://*/ta/man/translate/figs-abstractnouns | περὶ τῆς κοινῆς ἡμῶν σωτηρίας | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા**તારણ**ની પાછળ રહેલા વિચારને એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણ બધાનું તારણ ઈશ્વરે કઈ રીતે કર્યું તેના વિષે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
20 | 1:3 | kjk6 | rc://*/ta/man/translate/figs-exclusive | ἡμῶν | 1 | અહીં, **આપણા**શબ્દ વડે યહૂદા અને તેના શ્રોતાઓ, સાથી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરેલ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]]) | |
21 | 1:3 | si1u | rc://*/ta/man/translate/figs-abstractnouns | ἀνάγκην ἔσχον γράψαι | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા **અગત્ય**ની પાછળ રહેલા વિચારને તમે તેના સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “મારે લખવાની અગત્ય હતી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
22 | 1:3 | yyf4 | rc://*/ta/man/translate/grammar-connect-logic-goal | παρακαλῶν ἐπαγωνίζεσθαι τῇ & πίστει | 1 | આ હેતુલક્ષી ઉપવાક્ય છે. પત્ર લખવા માટેના હેતુને યહૂદા દર્શાવે છે. તમારા અનુવાદમાં, હેતુલક્ષી ઉપવાક્યો માટે તમારી ભાષાનાં સંવાદોનું અનુકરણ કરો. વૈકલ્પિક અનુવાદ (અલ્પવિરામ વિના): “વિશ્વાસ માટે ખંતથી પ્રયત્નશીલ રહેવા માટે પ્રોત્સાહન આપવાના હેતુથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-goal]]) | |
23 | 1:3 | ls3z | rc://*/ta/man/translate/figs-ellipsis | παρακαλῶν ἐπαγωνίζεσθαι τῇ & πίστει | 1 | એક સંપૂર્ણ વાક્યને તૈયાર કરવા માટે કેટલીક ભાષાઓમાં જરૂર પડે એવા એક શબ્દને યહૂદા છોડી મૂકે છે. અગાઉના ઉપવાક્યમાંથી આ શબ્દની ખાલી જગ્યા પૂરી કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “વિશ્વાસને માટે ખંતથી પ્રયત્નશીલ રહેવા તમને પ્રોત્સાહન આપવા માટે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]]) | |
24 | 1:3 | pvyp | rc://*/ta/man/translate/figs-activepassive | τῇ ἅπαξ παραδοθείσῃ τοῖς ἁγίοις πίστει | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો, અને કોણે ક્રિયા કરી તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જે વિશ્વાસ સંતોને એક જ વાર આપવામાં આવેલો હતો તે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) | |
25 | 1:3 | j67u | ἅπαξ | 1 | અહીં, **એક જ વાર**શબ્દ કોઈ એક બાબત માત્ર એક જ વાર કરવામાં આવી અને ફરીથી કદી નહિ તે વિચારને રજુ કરવા માટેની બાબતને અભિવ્યક્ત કરે છે. **એક જ વાર**નો અર્થ “સર્વ વખતોમાં એક જ વાર” થાય છે. તેનો અર્થ “સર્વ લોકોના માટે” થતો નથી. | ||
26 | 1:4 | he1b | rc://*/ta/man/translate/grammar-connect-logic-result | γάρ | 1 | અહીં, “વિશ્વાસને માટે ખંતથી પ્રયત્નશીલ રહેવા” યહૂદા તેના વાંચકોને અગાઉની કલમમાં કેમ કહે છે તેના માટેનું કારણ**કેમ કે**શબ્દ સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: “તમે આ કરો એવી હું ઈચ્છા રાખું છું કેમ કે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) | |
27 | 1:4 | v94i | παρεισέδυσαν γάρ τινες ἄνθρωποι | 1 | વૈકલ્પિક અનુવાદ: “કેમ કે ધ્યાનમાં ન આવે એ રીતે કેટલાંક લોકોએ અંદર ઘૂસપેઠ કરી છે” અથવા “કેમ કે જેઓ પર ધ્યાન ન જાય એવી રીતે કેટલાંક લોકો અંદર આવી ગયા છે” | ||
28 | 1:4 | qevn | rc://*/ta/man/translate/figs-ellipsis | παρεισέδυσαν γάρ τινες ἄνθρωποι | 1 | આ શબ્દસમૂહમાં, યહૂદા આ વાક્યમાંનાં શબ્દોને છોડી મૂકે છે કે જેઓની જરૂરત કેટલીક ભાષાઓમાં વાક્યની સંપૂર્ણ રચના કરવા માટે જરૂર પડી શકે છે. જો તમારી ભાષામાં આ શબ્દસમૂહની જરૂરત ઊભી થાય છે તો તેને [૧૨] (../૦૧/૧૨.md)માંથી લાવીને તેની ખાલી જગ્યા પૂરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તમારા પ્રેમભોજનોમાં કેટલાંક લોકો ગુપ્ત રીતે પ્રવેશ્યાં છે” અથવા “તમારી સંગતિઓમાં કેટલાંક લોકો ગુપ્ત રીતે પ્રવેશ્યાં છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]]) | |
29 | 1:4 | wwz3 | rc://*/ta/man/translate/figs-activepassive | οἱ πάλαι προγεγραμμένοι εἰς τοῦτο τὸ κρίμα | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો અને કોણે ક્રિયા કરી તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ દંડાજ્ઞાને સારુ અગાઉથી લાંબા સમય પહેલા ઈશ્વરે નિર્માણ કર્યા હતા એવા લોકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) | |
30 | 1:4 | c7a6 | rc://*/ta/man/translate/figs-abstractnouns | εἰς τοῦτο τὸ κρίμα | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો,ભાવવાચક સંજ્ઞા **દંડાજ્ઞા**ની પાછળ રહેલા વિચારને તમે તેના સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “દંડ પામવા માટે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
31 | 1:4 | u2oj | rc://*/ta/man/translate/figs-explicit | ἀσεβεῖς | 1 | અહીં, **અધર્મીઓ**શબ્દ કલમની શરૂઆતમાં વર્ણન કરવામાં આવેલ “કેટલાએક લોકો”નો ઉલ્લેખ કરે છે. જેઓના વિષે યહૂદા તેના વાંચકોને ચેતવે છે તે ખોટા ઉપદેશકો તેઓ છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી ખોટા ઉપદેશકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) | |
32 | 1:4 | c642 | rc://*/ta/man/translate/figs-metaphor | τὴν τοῦ Θεοῦ ἡμῶν χάριτα μετατιθέντες εἰς ἀσέλγειαν | 1 | અહીં, અલંકારિક રૂપમાં ઈશ્વરની **કૃપા**નાં વિષયમાં એવી રીતે જણાવવામાં આવ્યું છે કે તે જાણે કોઈ એવી વસ્તુ હોય જે પામમય અવસ્થામાં રૂપાંતરિત થઇ શકે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક બિન અલંકારિક રૂપમાં અનુવાદ કરી શકો છો. ખોટા ઉપદેશકો માનતા હતા કે વિશ્વાસીઓ જાતીય રીતે અનૈતિક કૃત્યો કરી શકે છે કેમ કે ઈશ્વરની કૃપા તેની અનુમતિ આપે છે. આ પ્રકારના ખોટા શિક્ષણને પ્રત્યુતર આપવા માટે પાઉલે જ્યારે પત્ર લખ્યો ત્યારે રોમન ૬:૧-૨અ માં તે વિષે ઉલ્લેખ કર્યો છે: “કૃપામાં વૃધ્ધિ થતી રહે તેના માટે શું આપણે પાપમાં જીવવાનું ચાલુ જ રાખીએ ? એવું કદાપિ ના થાઓ !” વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરની કૃપા લંપટતાની અનુમતિ આપે છે એવી માન્યતા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
33 | 1:4 | g35s | rc://*/ta/man/translate/figs-exclusive | ἡμῶν & ἡμῶν | 1 | આ કલમમાં **આપણા**શબ્દપ્રયોગો સઘળા વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]]) | |
34 | 1:4 | esef | rc://*/ta/man/translate/figs-abstractnouns | τὴν τοῦ Θεοῦ ἡμῶν χάριτα | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા **કૃપા**ની પાછળ રહેલા વિચારને તેના સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા ઈશ્વરના ભલા કામો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
35 | 1:4 | tmju | rc://*/ta/man/translate/figs-abstractnouns | εἰς ἀσέλγειαν | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા **લંપટ**ની પાછળ રહેલા વિચારને એક ક્રિયા વિશેષણનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “લંપટ આચરણમાં” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
36 | 1:4 | ws1b | τὸν μόνον Δεσπότην καὶ Κύριον ἡμῶν, Ἰησοῦν Χριστὸν, ἀρνούμενοι | 1 | વૈકલ્પિક અનુવાદ: “ઇસુ ખ્રિસ્ત આપણા સ્વામી તથા પ્રભુ નથી એવી માન્યતા” | ||
37 | 1:4 | p7g6 | rc://*/ta/man/translate/figs-possession | τὸν μόνον Δεσπότην καὶ Κύριον ἡμῶν | 1 | અહીં, **આપણા પ્રભુ**નો અર્થ “આપણા પર જે વ્યક્તિ સ્વામી છે તે” અથવા “આપણા પર જે રાજ કરે છે તે વ્યક્તિ.” **અને**સંયોજક સૂચવે છે કે **આપણા**શબ્દ **એકલો સ્વામી**નાં લાગુકરણને પણ સૂચવે છે, અર્થાત “એવી વ્યક્તિ જે આપણા પર માલિકી ધરાવે છે.” વૈકલ્પિક અનુવાદ: “આપણી માલિકી ધરાવનાર અને આપણા પર જે રાજ કરે છે તે એકમાત્ર વ્યક્તિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]]) | |
38 | 1:5 | pg0e | rc://*/ta/man/translate/figs-infostructure | ὑπομνῆσαι & ὑμᾶς βούλομαι, εἰδότας ὑμᾶς ἅπαξ πάντα | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, પ્રથમ બે ઉપવાક્યોનાં ક્રમને તમે ઉલટાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હવે તમે સઘળી બાબતો હંમેશાને માટે જાણી ચૂક્યા છો, તેથી હું તમને યાદ દેવડાવવા ચાહું છું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-infostructure]]) | |
39 | 1:5 | fa5e | rc://*/ta/man/translate/figs-explicit | πάντα | 1 | અહીં, **સઘળી બાબતો**ખાસ કરીને સઘળી માહિતીનો ઉલ્લેખ કરે છે જેના વિષે યહૂદા તેના વાંચકોને યાદ દેવડાવનાર છે. તેનો અર્થ ઈશ્વર વિષે જાણવાની સઘળી બાબતો કે સામાન્ય જ્ઞાનની સઘળી બાબતો થતો નથી. જો તે તમારા વાંચકો માટે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હું તમને જેના વિષે યાદ દેવડાવી રહ્યો છું તે સઘળી બાબતોને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) | |
40 | 1:5 | xiss | rc://*/ta/man/translate/translate-textvariants | ὅτι Ἰησοῦς | 1 | અહીં, કેટલીક હસ્તપ્રતોમાં “કે પ્રભુએ” લખ્યું છે. તમારા અનુવાદમાં કયા શબ્દસમૂહનો ઉપયોગ કરવો તે નક્કી કરવા માટે યહૂદાનાં પત્રનાં પરિચયનાં અંતે આપવામાં આવેલ પાઠયક્રમની સમસ્યાઓને તપાસો. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-textvariants]]) | |
41 | 1:5 | z1h9 | λαὸν ἐκ γῆς Αἰγύπτου σώσας | 1 | તેનો અર્થ થઇ શકે: (૧) આ ઉપવાક્યમાં વર્ણન કરવામાં આવેલ ઘટનાનાં સમયને યહૂદા સૂચવી રહ્યો છે, જેમાં આગલા ઉપવાક્યમાં “તે પછી” શબ્દનો ઉપયોગ કરીને તે કેસમાં સમયને સ્પષ્ટ કરવામાં આવેલ છે. (૨) ઇસુએ આ ઉપવાક્યમાં જે કર્યું તેની સાથે અને આગલા ઉપવાક્યમાં તેમણે જે કર્યું તેની સાથે યહૂદા એક વિરોધભાસ આપી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: “મિસર દેશમાંથી તેમણે લોકોને બચાવ્યા પછી પણ” | ||
42 | 1:5 | f4mm | rc://*/ta/man/translate/figs-explicit | λαὸν ἐκ γῆς Αἰγύπτου σώσας | 1 | જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તેમણે જે લોકોને **બચાવ્યા** તેઓ કોણ હતા તેના વિષે તમે સ્પષ્ટતાથી જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “મિસર દેશમાંથી બહાર કાઢીને ઇઝરાયેલનાં લોકોને બચાવીને” અથવા “મિસર દેશમાંથી ઇઝરાયેલીઓને બહાર કાઢીને બચાવ્યા પછી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) | |
43 | 1:6 | g5ld | rc://*/ta/man/translate/figs-distinguish | τοὺς μὴ τηρήσαντας τὴν ἑαυτῶν ἀρχὴν | 1 | ઈશ્વરે દંડ આપવા માટે જે **દૂતો**ને રાખી મૂક્યા હતા તેઓમાં અને જેઓને તેને માટે રાખી મૂક્યા નહોતા તેઓમાં અંતર દર્શાવવા યહૂદા અહીં એક શબ્દસમૂહનો ઉપયોગ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-distinguish]]) | |
44 | 1:6 | pt1k | τὴν ἑαυτῶν ἀρχὴν | 1 | અહીં,**પદવી**શબ્દ વ્યક્તિના પ્રભાવી ક્ષેત્રનો કે પોતાના અધિકારના ક્ષેત્રનાં સ્થાનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓનો નિયુક્ત પ્રભાવી વિસ્તાર” કે “તેઓના પોતાના અધિકારનું ક્ષેત્ર” | ||
45 | 1:6 | s3cn | rc://*/ta/man/translate/writing-pronouns | δεσμοῖς ἀϊδίοις ὑπὸ ζόφον τετήρηκεν | 1 | અહીં, **તેણે**શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે અંધકારમાંના સનાતન બંધનોમાં રાખ્યા” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) | |
46 | 1:6 | c8gf | δεσμοῖς ἀϊδίοις ὑπὸ ζόφον τετήρηκεν | 1 | અહીં, **સનાતન બંધનોમાં રાખ્યા**શબ્દ એવા બંધનનો ઉલ્લેખ કરે છે જે સદાકાલિક છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમારા અનુવાદમાં બંદીવાસના વિચારને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “સનાતનકાળ માટે ઈશ્વરે અંધકાર હેઠળ બંધનમાં રાખ્યા છે” | ||
47 | 1:6 | s1j9 | rc://*/ta/man/translate/figs-metonymy | ὑπὸ ζόφον | 1 | અહીં, **અંધકાર**શબ્દ વક્રોક્તિ અલંકાર છે જે મરેલાંઓના સ્થાનને કે નરકને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “નરકનાં ભયાનક અંધકારમાં” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]]) | |
48 | 1:6 | jzdj | rc://*/ta/man/translate/grammar-connect-logic-goal | εἰς κρίσιν μεγάλης ἡμέρας | 1 | દૂતોને જેના માટે બંધનમાં રાખવામાં આવ્યા છે તે હેતુ કે લક્ષ્યને આ શબ્દસમૂહ દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “મહાન દિવસના ન્યાયકરણનાં હેતુ માટે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-goal]]) | |
49 | 1:6 | k1c6 | rc://*/ta/man/translate/figs-abstractnouns | εἰς κρίσιν μεγάλης ἡμέρας | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા **ન્યાયકરણ**ની પાછળ રહેલા વિચારને તમે તેના સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર જયારે ન્યાય કરશે તે મહાન દિવસને માટે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
50 | 1:6 | ccz6 | rc://*/ta/man/translate/figs-explicit | μεγάλης ἡμέρας | 1 | અહીં, **મહાન દિવસ** “પ્રભુના દિવસ”નો ઉલ્લેખ કરે છે જે ઈશ્વર દરેકનો ન્યાય કરશે તે સમયનો અને ઇસુ ધરતી પર પાછા આવશે તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/kt/dayofthelord]]) જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુનો મહાન દિવસ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) | |
51 | 1:7 | yn36 | rc://*/ta/man/translate/figs-metonymy | Σόδομα καὶ Γόμορρα, καὶ αἱ περὶ αὐτὰς πόλεις | 1 | અહીં, **સદોમ**અને **ગમોરા**, અને **શહેરો**એ તમામ શબ્દો તે શહેરોમાં વસવાટ કરનાર લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તે પ્રદેશમાંના લોકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]]) | |
52 | 1:7 | r3e9 | rc://*/ta/man/translate/writing-pronouns | τὸν ὅμοιον τρόπον τούτοις ἐκπορνεύσασαι | 1 | અહીં, **આ**શબ્દ અગાઉની કલમમાં વર્ણન કરેલ દૂતોનો ઉલ્લેખ કરે છે. દૂતોનાં દુષ્ટ માર્ગોની માફક જ એકસમાન પરિણામ લાવનાર સદોમ અને ગમોરાહનાં જાતીય પાપો હતા. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ દુષ્ટ દૂતોની માફક જ જાતીય રીતે અનૈતિકતા આચરીને” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) | |
53 | 1:7 | tr3y | rc://*/ta/man/translate/figs-abstractnouns | τὸν ὅμοιον τρόπον τούτοις ἐκπορνεύσασαι, | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા **જાતીય અનૈતિકતા**ની પાછળ રહેલા વિચારને તમે તેના સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જાતીય રીતે અનૈતિક કૃત્યો આચરીને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
54 | 1:7 | q9jk | rc://*/ta/man/translate/figs-metaphor | καὶ ἀπελθοῦσαι ὀπίσω σαρκὸς ἑτέρας | 1 | **ની પાછળ વંઠી જઈને**શબ્દસમૂહનો ઉપયોગ કરીને કોઈ એક સુયોગ્ય પ્રવૃત્તિમાં સામેલ થવાને બદલે દુરાચારી પ્રવૃત્તિમાં સામેલ થવાનો ઉલ્લેખ કરવા યહૂદા અલંકારિક રૂપનો ઉપયોગ કરે છે. ખોટા દેવતાઓની ઉપાસના કરનાર કે જાતીય રીતે અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ લોકોનો ઉલ્લેખ કરવા માટે બાઈબલ વારંવાર આ શબ્દનો પ્રયોગ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેનો શબ્દશઃ અર્થ રજુ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “અને પારકા દેહની સાથે જાતીય અનૈતિકતાનાં આચરણ કરવામાં પ્રવૃત્ત” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
55 | 1:7 | wp6v | σαρκὸς ἑτέρας | 1 | અહીં, **પારકા દેહ**નો અર્થ થઇ શકે: (૧) અગાઉના ઉપવાક્યમાં વર્ણન કરવામાં આવેલ જાતીય અનૈતિકતા. વૈકલ્પિક અનુવાદ: “અનુચિત જાતીય સંબંધો” (૨) અન્ય પ્રજાતિઓનો દેહ, આ કેસમાં સદોમ અને ગમોરાહનાં લોકો જેઓની સાથે જાતીય સંબંધો રાખવાની ઈચ્છા રાખે છે તે દૂતોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “અલગ પ્રકારનો દેહ” | ||
56 | 1:7 | pi4t | rc://*/ta/man/translate/figs-explicit | πρόκεινται δεῖγμα | 1 | જેઓ ઈશ્વરનો નકાર કરે છે તેઓનું શું થાય છે તે દર્શાવનાર **દાખલો**સદોમ અને ગમોરાનાં વિનાશનો દાખલો છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેઓ ઈશ્વરનો નકાર કરે છે તેઓને માટે એક ઉદાહરણ તરીકે પ્રગટ કરવામાં આવ્યા છે.” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) | |
57 | 1:7 | jhdl | rc://*/ta/man/translate/figs-abstractnouns | πυρὸς αἰωνίου δίκην ὑπέχουσαι | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **દંડ**ની પાછળ રહેલા વિચારને રજુ કરવા માટે તમે ક્રિયાપદનાં એક શબ્દસમૂહનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અનંત અગ્નિથી જયારે ઈશ્વર તેઓને દંડ કરશે ત્યારનું દુઃખ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
58 | 1:8 | p12m | rc://*/ta/man/translate/figs-explicit | ὁμοίως μέντοι | 1 | અહીં, **એ જ રીતે**શબ્દસમૂહ અગાઉની કલમમાં ઉલ્લેખ કરવામાં આવેલ સદોમ અને ગમોરાનાં લોકોના જાતીય અનૈતિક કૃત્યોનો ઉલ્લેખ કરે છે, અને બની શકે ત્યાં સુધી સંભવ છે કે [૬] (../૦૧/૦૬.md) માં ઉલ્લેખ કરવામાં આવેલ દૂતોના અનુચિત આચરણનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો હોય. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેમ છતાં જાતીય રીતે અનૈતિક લોકોની માફક તેઓ પણ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) | |
59 | 1:8 | ujs2 | rc://*/ta/man/translate/writing-pronouns | οὗτοι ἐνυπνιαζόμενοι | 1 | અહીં, **આ તરંગીઓ**[૪] (../૦૧/૦૪.md) ની કલમમાં પરિચય આપવામાં આવેલ ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ સ્વપ્નખોર ખોટા ઉપદેશકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) | |
60 | 1:8 | ez4l | rc://*/ta/man/translate/figs-metonymy | σάρκα μὲν μιαίνουσιν | 1 | અહીં, **દેહ**શબ્દ આ ખોટા ઉપદેશકોનાં શરીરોનો ઉલ્લેખ કરે છે. ૧ કરિંથી ૬:૧૮માં જે વાત પાઉલ કહે છે કે જાતીય અનૈતિકતા વ્યક્તિના પોતાના શરીરની વિરુધ્ધમાં છે તેની સાથે તે વિચાર સહમત થાય છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “બીજી બાજુએ તેઓના શરીરોને તેઓ અશુધ્ધ કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]]) | |
61 | 1:8 | q9ct | κυριότητα & ἀθετοῦσιν | 1 | અહીં, **પ્રભુતા**નો અર્થ થઇ શકે: (૧) ઈસુની પ્રભુતા. વૈકલ્પિક અનુવાદ: “ઇસુનો રાજ કરવાનો અધિકાર” (૨) ઈશ્વરની પ્રભુતા. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરનો રાજ કરવાનો અધિકાર” | ||
62 | 1:8 | qvhs | rc://*/ta/man/translate/figs-abstractnouns | κυριότητα & ἀθετοῦσιν | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા **પ્રભુતા**ને સાથે તેના સમાનાર્થી અભિવ્યક્તિ વડે તેની પાછળ રહેલા વિચારને પ્રગટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઇસુ જે આજ્ઞા આપે છે તેનો નકાર કરે છે” અથવા “ઈશ્વર જે આજ્ઞા આપે છે તેનો નકાર કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
63 | 1:8 | pn3j | δόξας | 1 | અહીં, **મહિમાવંતો**શબ્દ દૂતો જેવા આત્મિક જનો માટે વાપરવામાં આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: “મહિમાવંત આત્મિક જનો” | ||
64 | 1:9 | uzj1 | rc://*/ta/man/translate/figs-metaphor | κρίσιν ἐπενεγκεῖν βλασφημίας | 1 | અહીં **દોષારોપણ**શબ્દને યહૂદા અલંકારિક શૈલીમાં બોલે છે કે જાણે તે કોઈ એવી બાબત હોય જેને કોઈ વ્યક્તિ એક સ્થળેથી બીજે સ્થળે લઇ જાય શકે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેમની વિરુધ્ધ નિંદાત્મક દોષારોપણ કરીને બોલે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
65 | 1:9 | v9fh | rc://*/ta/man/translate/figs-abstractnouns | κρίσιν ἐπενεγκεῖν βλασφημίας | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા **દોષારોપણ**ને સ્થાને તેના સમાનાર્થી અભિવ્યક્તિ વડે તેની પાછળ રહેલા વિચારને પ્રગટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “બદનક્ષી કરીને તહોમત કરવું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
66 | 1:9 | lxf3 | rc://*/ta/man/translate/figs-possession | κρίσιν ἐπενεγκεῖν βλασφημίας | 1 | **બદનક્ષી**નાં લક્ષણ ધરાવનાર **દોષારોપણ**નો ઉલ્લેખ કરવા માટે યહૂદા માલિકીદર્શક રૂપનો ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે સ્પષ્ટ નથી તો તેનો ખુલાસો કરવા તમે શબ્દસમૂહનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેમની વિરુધ્ધ બદનક્ષીપૂર્વક દોષારોપણ કરવા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]]) | |
67 | 1:10 | h6sq | rc://*/ta/man/translate/writing-pronouns | οὗτοι | 1 | અહીં, **આ તરંગીઓ**[૪] (../૦૧/૦૪.md) ની કલમમાં પરિચય આપવામાં આવેલ ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) | |
68 | 1:10 | fjm5 | ὅσα & οὐκ οἴδασιν | 1 | આનો અર્થ થઇ શકે: (૧) અગાઉની કલમમાં ઉલ્લેખ કરવામાં આવેલ આત્મિક ક્ષેત્ર અંગેની ખોટા ઉપદેશકોની અજ્ઞાનતા. વૈકલ્પિક અનુવાદ: “આત્મિક ક્ષેત્ર, જેના વિષે તેઓને કોઈ સમજ નથી” (૨) [૮] (../૦૧/૦૮.md) ની કલમમાં ઉલ્લેખ કરવામાં આવેલ મહિમાવંતો વિષેની ખોટા ઉપદેશકોની અજ્ઞાનતા. વૈકલ્પિક અનુવાદ: “મહિમાવંતો, જેઓને તેઓ સમજી શકતા નથી” | ||
69 | 1:10 | q640 | rc://*/ta/man/translate/figs-simile | ὅσα & φυσικῶς ὡς τὰ ἄλογα ζῷα ἐπίστανται | 2 | પશુઓની માફક, તેઓની પોતાની કુદરતી જાતીય ઈચ્છાઓ અનુસાર વિચાર કર્યા વિના જેઓ જીવે છે એવા ખોટા પ્રબોધકોની જાતીય અનૈતિકતાનો ઉલ્લેખ આ ઉપવાક્ય કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ઉપમાને એક બિન અલંકારિક રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ જે કુદરતી રીતે સમજે છે, તેઓમાં તેઓ પોતાને જાતીય દુર્વાસનાઓ વડે મલીન કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-simile]]) | |
70 | 1:10 | x35l | rc://*/ta/man/translate/writing-pronouns | ἐν τούτοις | 1 | અહીં, **આ બાબતો** શબ્દ “તેઓ જે કુદરતી રીતે સમજે છે” એટલે કે જાતીય અનૈતિક કૃત્યોનો ઉલ્લેખ કરે છે. જો તે તમારા વાંચકો માટે સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ જાતીય અનૈતિક કૃત્યો વડે” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) | |
71 | 1:10 | z0n7 | rc://*/ta/man/translate/figs-activepassive | ἐν τούτοις φθείρονται | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ બાબતો તેઓનો વિનાશ કરી રહી છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) | |
72 | 1:11 | b33e | rc://*/ta/man/translate/figs-idiom | οὐαὶ αὐτοῖς | 1 | **તેઓને અફસોસ** શબ્દસમૂહ “તમને ધન્ય છે”નો વિરુધ્ધનો છે. તેનો અર્થ થાય છે કે જેઓના વિષે સંવાદ ચાલી રહ્યો છે તેઓ પર હાનિકારક બાબતો આવી પડનાર છે કેમ કે તેઓએ ઈશ્વરને નાખુશ કર્યા છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓને માટે કેવું ભયાનક રહેશે” અથવા “તેઓ પર સમસ્યા આવી પડશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]]) | |
73 | 1:11 | j3g9 | rc://*/ta/man/translate/figs-metaphor | τῇ ὁδῷ τοῦ Κάϊν ἐπορεύθησαν | 1 | અહીં,**ને માર્ગે ચાલ્યા**રૂપક “નાં જેવું જ જીવ્યા” અર્થ થાય છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કાઈન જે રીતે જીવ્યો તે જ રીતે તેઓ પણ જીવે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
74 | 1:11 | yg9b | rc://*/ta/man/translate/figs-explicit | τῇ ὁδῷ τοῦ Κάϊν | 1 | અહીં યહૂદા ખોટા ઉપદેશકોને **કાઈન**ની સાથે સરખાવે છે. યહૂદા અનુમાન કરે છે કે તે જૂનો કરારનાં પુસ્તક ઉત્પત્તિમાં નોંધવામાં આવેલ એક વાર્તાનો ઉલ્લેખ કરી રહ્યો છે તે તેના વાંચકો જાણી જશે. તે વાર્તામાં, કાઈને ઈશ્વરને અમાન્ય એવું અર્પણ આપ્યું હતું, તેને લીધે ઈશ્વરે તેના અર્પણને સ્વીકાર્યું નહિ. તેના પરિણામે તે ક્રોધે ભરાયો અને તેના ભાઈ હાબેલની તેને ઈર્ષ્યા આવી કેમ કે ઈશ્વરે હાબેલનાં અર્પણને માન્ય કર્યું હતું. કાઈનનાં ક્રોધ અને ઈર્ષ્યાએ તેના ભાઈનું ખૂન કરવા માટે તેને ધકેલી દીધો. ભૂમિમાં ખેતી કરવા માટે તેનાં પર પ્રતિબંધ લગાવીને ઈશ્વરે તેને શિક્ષા કરી. તે ઉપરાંત, યહૂદાએ જયારે આ પત્ર લખ્યો તે જમાનામાં જેઓ લોકોને પાપ કરવાનું શીખવતા હતા તેઓ માટે યહૂદીઓ કાઈનનો દાખલો ઉપયોગમાં લેતા હતા, અને એના જેવું જ કામ આ ખોટા ઉપદેશકો કરી રહ્યા હતા. જો તમારા વાંચકો માટે તે ઉપયોગી થતું હોય તો, તમે તેમાંની કેટલીક બાબતો સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો, વિશેષ કરીને જો તેઓ આ વાર્તા જાણતા ન હોય તો. વૈકલ્પિક અનુવાદ, એક વિધાન વાક્ય તરીકે: “કાઈનનાં માર્ગમાં, કે જેણે તેના ભાઈનું ખૂન કર્યું હતું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) | |
75 | 1:11 | zsdw | ἐξεχύθησαν | 1 | વૈકલ્પિક અનુવાદ: “તેઓએ પોતાને સંપૂર્ણપણે સમર્પિત કર્યા છે” | ||
76 | 1:11 | tmf2 | rc://*/ta/man/translate/figs-explicit | τῇ πλάνῃ τοῦ Βαλαὰμ μισθοῦ | 1 | અહીં યહૂદા ખોટા ઉપદેશકોની સરખામણી **બલામ**સાથે કરે છે. યહૂદા અનુમાન કરે છે કે તે જૂનો કરારનાં પુસ્તક ગણનામાં નોંધવામાં આવેલ એક વાર્તાનો ઉલ્લેખ કરી રહ્યો છે તે તેના વાંચકો જાણી જશે. આ વાર્તામાં, ઇઝરાયેલીઓને શાપ આપવા માટે દુષ્ટ રાજાઓએ બલામને ભાડે રાખ્યો હતો. જયારે એવું કૃત્ય કરવા માટેની અનુમતી ઈશ્વરે તેને આપી નહિ ત્યારે તેઓનાં આજ્ઞાભંગને લીધે ઈશ્વર તેઓને દંડ આપે એ માટે બલામે ઇઝરાયેલીઓને જાતીય અનૈતિકતામાં અને મૂર્તિપૂજામાં ફોસલાવવા માટે દુષ્ટ સ્ત્રીઓનો ઉપયોગ કર્યો. દુષ્ટ રાજાઓ વડે તેને મોટું ઇનામ મળે એ માટે બલામે આ દુષ્ટ કૃત્ય કર્યું હતું, પરંતુ સમય જતા જયારે ઇઝરાયેલીઓએ કનાન દેશનો કબજો કરી લીધો ત્યારે તેને તેઓએ મારી નાંખ્યો. જો તમારા વાંચકો માટે તે ઉપયોગી થતું હોય તો, તમે તેમાંની કેટલીક બાબતો સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો, વિશેષ કરીને જો તેઓ આ વાર્તા જાણતા ન હોય તો. વૈકલ્પિક અનુવાદ, એક વિધાન વાક્ય તરીકે: “બલામની ભૂલમાં, જેણે પૈસા માટે ઇઝરાયેલીઓને અનૈતિકતામાં ધકેલી દીધા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) | |
77 | 1:11 | qlof | rc://*/ta/man/translate/figs-explicit | τῇ ἀντιλογίᾳ τοῦ Κόρε | 1 | અહીં યહૂદા ખોટા ઉપદેશકોની સરખામણી **કોરાહ**સાથે કરે છે. યહૂદા અનુમાન કરે છે કે તે જૂનો કરારનાં પુસ્તક ગણનામાં નોંધવામાં આવેલ એક વાર્તાનો ઉલ્લેખ કરી રહ્યો છે તે તેના વાંચકો જાણી જશે. તે વાર્તામાં, ઈશ્વરે જેઓને નિયુક્ત કર્યા હતા એવા મૂસા અને હારુનની આગેવાનીની વિરુધ્ધમાં બળવો કરવા માટે ઇઝરાયેલીઓને દોરી જનાર કોરાહ નામનાં એક પુરુષની વાત કરવામાં આવી છે. ઈશ્વરે તેને અને તેની સાથેનાં જેઓએ બળવો કર્યો હતો તેઓમાંના કેટલાંકને આગથી બાળી નાખીને અને બાકીનાંઓને ધરતી તેના મુખને ખોલીને ગળી જાય એવું કરીને નાશ કર્યા. જો તમારા વાંચકો માટે તે ઉપયોગી થતું હોય તો, તમે તેમાંની કેટલીક બાબતો સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો, વિશેષ કરીને જો તેઓ આ વાર્તા જાણતા ન હોય તો. વૈકલ્પિક અનુવાદ, એક વિધાન વાક્ય તરીકે: “કોરાહનાં બંડમાં, જેણે ઈશ્વરના નિયુક્ત આગેવાનોની વિરુધ્ધમાં બંડ પોકાર્યું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) | |
78 | 1:11 | tspu | rc://*/ta/man/translate/figs-pastforfuture | ἀπώλοντο | 1 | ભવિષ્યમાં જે થનાર છે તે કોઈક બાબતનો ઉલ્લેખ કરવા માટે યહૂદા અલંકારિક રૂપમાં ભૂતકાળનો ઉપયોગ કરી રહ્યો છે. તે આવું એટલા માટે કરે છે કે જેથી તે બતાવી શકે કે તે ઘટના ચોકકસપણે થનાર છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ નથી, તો તમે ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ ચોક્કસપણે નાશ થશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-pastforfuture]]) | |
79 | 1:12 | r875 | rc://*/ta/man/translate/writing-pronouns | οὗτοί | 1 | અહીં, **આ** શબ્દ [૪] (../૦૧/૦૪.md) ની કલમમાં પરિચય આપવામાં આવેલ ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) | |
80 | 1:12 | e25d | rc://*/ta/man/translate/figs-metaphor | σπιλάδες | 1 | અહીં, **અહીં, **ખડકની કરાડો**વિશાળ ખડકોનો ઉલ્લેખ કરે છે કે જેઓ સમુદ્રમાં પાણીની ઉપલી સપાટીની ઘણા નજીક હોય છે. ખલાસીઓ તેઓને જોઈ શકતા નથી તેથી તેઓ ઘણા જોખમી હોય છે. આ ખડકોની સાથે જો તેઓ અથડાઈ તો વહાણો બહુ ભયાનક રીતે નાશ પામી શકે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક ઉપમાનાં રૂપમાં કે બિન અલંકારિક રીતમાં અભિવ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ અદ્રશ્ય ખડકોની કરાડો છે” કે “તેઓ જવલ્લે જ નજરે ચઢનારા હોવા છતાં તેઓ અતિશય જોખમી છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
81 | 1:12 | aq79 | rc://*/ta/man/translate/translate-unknown | ταῖς ἀγάπαις | 1 | અહીં, **પ્રેમભોજનો**શબ્દ ખ્રિસ્તી લોકોનાં સભાસ્થાનોનો ઉલ્લેખ કરે છે જ્યાં તેઓ સાથે મળીને ભોજન ખાય છે. આ **મિજબાનીઓ**આરંભની મંડળીમાં થતી હતી અને ખાસ કરીને ૧ કરિંથી ૧૧:૨૦ માં પાઉલ જેને “પ્રભુ ભોજન” કહે છે તેમાં ઈસુના મૃત્યુને યાદ કરવા માટે રોટલી તથા દ્રાક્ષારસનો સમાવેશ કરાતો હતો. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે આ માહિતી સ્પષ્ટ શબ્દોમાં આપી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “સાથી વિશ્વાસીઓ સાથે સામુદાયિક ભોજનો” (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-unknown]]) | |
82 | 1:12 | emua | rc://*/ta/man/translate/figs-metaphor | ἑαυτοὺς ποιμαίνοντες | 1 | અહીં તેઓની પોતાની જરૂરતોની સ્વાર્થીભાવે કાળજી રાખનારાં ખોટા ઉપદેશકો અંગે યહૂદા અલંકારિક રૂપમાં બોલતા જણાવે છે કે જાણે તેઓ એવા ભરવાડો છે જેઓ તેઓના ટોળાને બદલે તેઓનું પોતાનું પોષણ અને કાળજી કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક ઉપમાનાં રૂપમાં કે બિન અલંકારિક રીતમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓના ટોળાઓને બદલે પોતાનું પોષણ કરનાર ભરવાડોની માફક” અથવા “માટે પોતાની કાળજી લેનારાઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
83 | 1:12 | s2st | rc://*/ta/man/translate/figs-metaphor | νεφέλαι ἄνυδροι ὑπὸ ἀνέμων παραφερόμεναι | 1 | તેઓની નિરુપયોગીતાને દર્શાવવા માટે ખોટા ઉપદેશકો વિષે યહૂદા અલંકારિક રીતે બોલે છે. ફસલને ઉગાવવા માટે લોકો વાદળાઓ પાસેથી પાણી પૂરું પાડવાની અપેક્ષા રાખે છે, પરંતુ **પાણી વગરનાં વાદળાં**ખેડૂતોને નિરાશ કરી દે છે. એ જ પ્રમાણે, ખોટા ઉપદેશકો, આમ તો તેઓ અનેક વાયદાઓ કરતા હોય છે તોપણ, તેઓ જેનો વાયદો આપે છે તે પૂર્ણ કરવા સમર્થ નથી. જો તે તમારા વાંચકો માટે એકદમ સ્પષ્ટ થતું હોય, તો તમે તેને એક બિન અલંકારિક રૂપમાં અનુવાદ કરી શકો છો અથવા રૂપકને તમે ઉપમામાં પરિવર્તિત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો તેઓ પોતે જેનો વાયદો આપે છે તે કદી પૂરો કરતા નથી” અથવા “પાણી વગરના વાદળાંઓની માફક આ ખોટા ઉપદેશકો નિરાશ કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
84 | 1:12 | diqd | rc://*/ta/man/translate/figs-activepassive | νεφέλαι ἄνυδροι ὑπὸ ἀνέμων παραφερόμεναι | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પાણી વગરના વાદળાઓ, જેઓને પવન હડસેલી જાય છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) | |
85 | 1:12 | gs99 | rc://*/ta/man/translate/figs-metaphor | δένδρα φθινοπωρινὰ ἄκαρπα | 1 | તેઓની નિરુપયોગીતાને દર્શાવવા માટે ખોટા ઉપદેશકો વિષે યહૂદા અલંકારિક રીતે બોલે છે. શરદઋતુમાં લોકો ઝાડ ફળ આપે એવી અપેક્ષા રાખે છે, પરંતુ **શરદઋતુનાં ફળરહિત ઝાડો**તેઓને નિરાશ કરી મૂકે છે. એ જ પ્રમાણે, ખોટા ઉપદેશકો, આમ તો તેઓ અનેક વાયદાઓ કરતા હોય છે તોપણ, તેઓ જેનો વાયદો આપે છે તે પૂર્ણ કરવા સમર્થ નથી. જો તે તમારા વાંચકો માટે એકદમ સ્પષ્ટ થતું હોય, તો તમે તેને એક બિન અલંકારિક રૂપમાં અનુવાદ કરી શકો છો અથવા રૂપકને તમે ઉપમામાં પરિવર્તિત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ જેનો વાયદો કરે છે તે કદી આપતા નથી” કે “વાંઝિયા ફળવૃક્ષોની માફક” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
86 | 1:12 | doxh | rc://*/ta/man/translate/figs-pastforfuture | δὶς ἀποθανόντα ἐκριζωθέντα | 1 | ભવિષ્યમાં જે થનાર છે તે કોઈક બાબતનો ઉલ્લેખ કરવા માટે યહૂદા અલંકારિક રૂપમાં ભૂતકાળનો ઉપયોગ કરી રહ્યો છે. તે આવું એટલા માટે કરે છે કે જેથી તે બતાવી શકે કે તે ઘટના ચોકકસપણે થનાર છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ નથી, તો તમે ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ ચોક્કસપણે બેવાર મરણ પામશે, તેઓને ચોક્કસપણે મૂળીયાસહીત ઊખેડી નાખવામાં આવશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-pastforfuture]]) | |
87 | 1:12 | zk57 | δὶς ἀποθανόντα ἐκριζωθέντα | 1 | અહીં, **બેવાર મરેલાં**શબ્દનો અર્થ થઇ શકે: (૧) ઝાડ જો ફળ ઉત્પન્ન કરતું નથી તો તેઓને પહેલીવાર મરેલાં ગણવામાં આવે છે પરંતુ તેઓની પાસે ફળ વગરની પ્રકૃતિ હોવાને લીધે તેઓને જયારે ઉખેડી નાખવામાં આવે ત્યારે તેઓ બીજીવાર મરેલાં ગણવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: “ફળવગરનાં અને ઉખેડી નાખવામાં આવ્યા હોઈને બેવાર મરેલાં” (૨) ખોટા ઉપદેશકોને દર્શાવનાર ઝાડો, આત્મિક રીતે મરેલાં તો છે જ પરંતુ જયારે ઈશ્વર તેઓને મારી નાખશે ત્યારે તેઓ શારીરિક રીતે પણ મરણ પામશે. “આત્મિક રીતે મરેલાં અને પછી જયારે તેઓને ઉખેડી નાખવામાં આવશે ત્યારે શારીરિક રીતે મરેલાં” | ||
88 | 1:12 | g76g | rc://*/ta/man/translate/figs-activepassive | ἐκριζωθέντα | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો અને કોણે ક્રિયા કરી તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે તેઓને ઉખેડી નાખ્યાં” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) | |
89 | 1:12 | t28p | rc://*/ta/man/translate/figs-metaphor | ἐκριζωθέντα | 1 | આ ખોટા ઉપદેશકોનો ઈશ્વર જે ન્યાયદંડ કરનાર છે તેનું યહૂદા અલંકારિક રૂપમાં એવી રીતે ઉલ્લેખ કરે છે કે જાણે ઝાડોને તેઓના મૂળીયાંઓસહિત ભૂમિમાંથી સંપૂર્ણપણે ઉખેડી નાખવામાં આવ્યા હોય. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “નાશ પામેલાં હોઈને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
90 | 1:13 | e4rm | rc://*/ta/man/translate/figs-metaphor | κύματα ἄγρια θαλάσσης | 1 | તેઓના અનિયંત્રિત અને નિરંકુશ આચરણનો ઉલ્લેખ કરવા માટે અહીં યહૂદા ખોટા ઉપદેશકોનાં વિષે અલંકારિક રૂપમાં બોલે છે. **સમુદ્રનાં વિકરાળ મોજાંઓ**જેઓ નિરંકુશ અવસ્થામાં ઝોલાં ખાતાં હોય છે તેઓની માફક તેઓ છે એવી રીતે તે તેઓનું વર્ણન કરે છે. જો તે તમારા વાંચકો માટે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક બિન અલંકારિક રૂપમાં અનુવાદ કરી શકો છો અથવા તે રૂપકને તમે એક ઉપમામાં પરિવર્તિત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ અનિયંત્રિતપણે આચરણ કરતા હોય છે” અથવા “મહાકાય મોજાંઓની માફક તેઓ અનિયંત્રિત છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
91 | 1:13 | fgr9 | rc://*/ta/man/translate/figs-metaphor | ἐπαφρίζοντα τὰς ἑαυτῶν αἰσχύνας | 1 | અહીં યહૂદા અગાઉના શબ્દસમૂહમાંના મોજાંનાં રૂપકનો વધારે વિસ્તારથી ખુલાસો આપે છે, જેમાં તે ખોટા ઉપદેશકોનાં **શરમજનક કૃત્યો**અંગે અલંકારિક રૂપમાં બોલે છે. મોજાંઓ જે રીતે દરેક માણસ જોઈ શકે એવી રીતે ગંદા ફીણને કિનારે છોડી મૂકીને જાય છે, તે જ રીતે ખોટા ઉપદેશકો અન્ય લોકોની નજરમાં જે શરમજનક છે તે સતત કરતા રહે છે. જો તે તમારા વાંચકો માટે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક બિન અલંકારિક રીતે અનુવાદ કરી શકો અથવા રૂપકને તમે ઉપમામાં પરિવર્તિત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ તેઓના શરમજનક કૃત્યોને દરેકની નજરની સામે પ્રગટ કરે છે” અથવા “જે રીતે મોજાંઓ ફીણને બહાર કાઢી મૂકે છે તેમ તેઓ તેઓના શરમજનક કૃત્યોને પ્રગટ કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
92 | 1:13 | r6rj | rc://*/ta/man/translate/figs-metaphor | ἀστέρες πλανῆται | 1 | અહીં, **ભટકતા તારાઓ**તેઓના સામાન્ય પરિક્રમણમાંથી ભટકી જઈને ફરનારા **તારાઓ**નો ઉલ્લેખ કરે છે. ખોટા ઉપદેશકોનો અલંકારિક રૂપમાં ઉલ્લેખ કરવા માટે યહૂદા આ અભિવ્યક્તિનો ઉપયોગ કરતા જણાવે છે કે તેઓ એવા લોકો છે જેઓએ પ્રભુને પસંદ પડતું જે છે તે કરવાનું છોડી મૂક્યું છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં કે ઉપમાનાં રૂપમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હવે ન્યાયી જીવન જીવતા નથી” અથવા “પોતાની નિશ્ચિત ધરી પરથી ભટકી ગયેલાં તારાઓની માફક” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
93 | 1:13 | djm4 | rc://*/ta/man/translate/figs-activepassive | οἷς ὁ ζόφος τοῦ σκότους εἰς αἰῶνα τετήρηται | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો, અને કોણે ક્રિયા કરી તે જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેઓને માટે ઈશ્વરે ઘોર અંધકાર સર્વકાળ રાખી મૂકેલો છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) | |
94 | 1:13 | n4oc | rc://*/ta/man/translate/writing-pronouns | οἷς | 1 | અહીં, **જેઓને**શબ્દ અગાઉની કલમમાં યહૂદા જેઓને “ભટકતાં તારાઓ” કહે છે એવા ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે સ્પષ્ટતાથી સૂચવી શકો છો કે તે ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ખોટા ઉપદેશકો જેઓને સારુ” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) | |
95 | 1:13 | iast | ὁ ζόφος τοῦ σκότους | 1 | અહીં, **ઘોર અંધકાર**નો અર્થ થઇ શકે: (૧) ઘોર શબ્દની સાથે અંધકાર શબ્દ સંકળાયેલ છે. વૈકલ્પિક અનુવાદ: “અતિ ઘોર” (૨) ઘોર શબ્દની ઓળખ અંધકાર સાથે છે. વૈકલ્પિક અનુવાદ: “ઘોર, જે અંધકાર છે.” | ||
96 | 1:13 | oey6 | rc://*/ta/man/translate/figs-metaphor | ὁ ζόφος τοῦ σκότους | 1 | અહીં, યહૂદા **ઘોર** અને **અંધકાર**નો અલંકારિક રૂપમાં નરકનો ઉલ્લેખ કરવા માટે ઉપયોગ કરે છે. જો તે તમારા વાંચકો માટે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને પ્રત્યક્ષપણે બોલી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેઓને માટે ઈશ્વરે નરકનો ઘોર અંધકાર રાખી મૂક્યો છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
97 | 1:14 | crwg | rc://*/ta/man/translate/translate-names | Ἑνὼχ | 1 | **હનોખ**એક પુરુષનું નામ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]]) | |
98 | 1:14 | e5wv | ἕβδομος ἀπὸ Ἀδὰμ | 1 | **આદમ**ને મનુષ્યજાતિમાં પ્રથમ પેઢી ગણવામાં આવે છે તે હિસાબે હનોખ સાતમી પેઢીમાં આવશે. | ||
99 | 1:14 | br8e | rc://*/ta/man/translate/translate-names | Ἀδὰμ | 1 | **આદમ** એક પુરુષનું નામ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]]) | |
100 | 1:14 | marg | rc://*/ta/man/translate/writing-pronouns | τούτοις | 1 | અહીં, **તેઓ**શબ્દ ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો વિષે” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) | |
101 | 1:14 | yenq | rc://*/ta/man/translate/writing-quotations | ἐπροφήτευσεν & λέγων | 1 | તમારી ભાષાના પ્રત્યક્ષ અવતરણોનો પરિચય આપવા પ્રાકૃતિક રીતોને ધ્યાનમાં લો.વૈકલ્પિક અનુવાદ: “ભવિષ્યવાણી કરીને... તેણે કહ્યું હતું” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-quotations]]) | |
102 | 1:14 | lu2y | rc://*/ta/man/translate/figs-metaphor | ἰδοὺ | 1 | **જુઓ**શબ્દ વક્તા કે લેખક હવે પછી જે બોલનાર છે તેના પર સાંભળનારનું કે વાંચકનું ધ્યાન ખેંચવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તે શબ્દનો શાબ્દિક અર્થ “જુઓ” કે “જો” થાય છે પરંતુ તેનો અલંકારિક ઉપયોગ કરતા ધ્યાન આપવા અને નિરીક્ષણ કરવાનો પણ અર્થ થઇ શકે, અને તેથી જ યહૂદા તેનો અહીં ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: “મારે જે કહેવાનું છે તેના પર ધ્યાન આપો !” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
103 | 1:14 | acin | rc://*/ta/man/translate/figs-pastforfuture | ἦλθεν Κύριος | 1 | ભવિષ્યમાં જે થનાર છે તે કોઈક બાબતનો ઉલ્લેખ કરવા માટે યહૂદા અલંકારિક રૂપમાં ભૂતકાળનો ઉપયોગ કરી રહ્યો છે. તે આવું એટલા માટે કરે છે કે જેથી તે બતાવી શકે કે તે ઘટના ચોકકસપણે થનાર છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ નથી, તો તમે ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુ ચોકકસપણે આવશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-pastforfuture]]) | |
104 | 1:14 | pylm | ἦλθεν Κύριος | 1 | અહીં, **પ્રભુ**નો અર્થ થઇ શકે: (૧) ઇસુ. વૈકલ્પિક અનુવાદ, જેમ USTમાં છે તેમ: “પ્રભુ ઇસુ આવ્યા” (૨) ઈશ્વર. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુ ઈશ્વર આવ્યા” | ||
105 | 1:14 | tyf8 | rc://*/ta/man/translate/translate-unknown | μυριάσιν | 1 | **મિરીયાડ્સ**શબ્દ ગ્રીક ભાષાનાં “મિરીયાડ”શબ્દનો બહુચન છે જેનો અર્થ દસ હજાર થાય છે પરંતુ તેનો અમુકવાર એક મોટી સંખ્યાનો ઉલ્લેખ કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. તમે આ સંખ્યાને તમારી ભાષામાં એકદમ પ્રાકૃતિક લાગે એવી રીતે અભિવ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હજારોહજાર” (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-unknown]]) | |
106 | 1:14 | ljm1 | ἁγίαις | 1 | અહીં,**પવિત્રો**નો અર્થ થઇ શકે: (૧) માથ્થી ૨૪:૩૧, ૨૫:૩૧, માર્ક ૮:૩૮, અને ૨ થેસ્સાલોનિકી૧:૭ માં જે એકસમાન વાક્યોમાં દૂતોની ઉપસ્થિતિ અંગેનું સૂચન આપવામાં આવ્યું છે તેમ દૂતો. વૈકલ્પિક અનુવાદ, UST માં જેમ છે તેમ: “તેમના પવિત્ર દૂતો” (૨) વિશ્વાસીઓ. વૈકલ્પિક અનુવાદ: “તેમના પવિત્ર વિશ્વાસીઓ” કે “તેમના સંતો” | ||
107 | 1:15 | moys | rc://*/ta/man/translate/grammar-connect-logic-goal | ποιῆσαι κρίσιν & καὶ ἐλέγξαι | 1 | અહીં બંને પ્રસંગોમાં **તે વિષે**શબ્દ પ્રભુ તેમના પવિત્રોની સાથે જે હેતુ માટે આવશે તેને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: “ન્યાય કરવાના હેતુ માટે... અને ધપકો આપવા” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-goal]]) | |
108 | 1:15 | bl4q | rc://*/ta/man/translate/figs-abstractnouns | ποιῆσαι κρίσιν κατὰ | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા **ન્યાય**ને સ્થાને એક ક્રિયાપદનાં શબ્દસમૂહની પાછળ રહેલા વિચારને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ન્યાય કરવા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
109 | 1:15 | qeei | rc://*/ta/man/translate/figs-synecdoche | πᾶσαν ψυχὴν | 1 | અહીં, **પ્રાણ**શબ્દ એક વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “દરેક વ્યક્તિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-synecdoche]]) | |
110 | 1:15 | twxy | rc://*/ta/man/translate/figs-possession | τῶν ἔργων ἀσεβείας αὐτῶν | 1 | **અધર્મીપણા**નાં લક્ષણો ધરાવનાર **કામો**નો ઉલ્લેખ કરવા માટે અહીં યહૂદા માલિકીદર્શક રૂપનો ઉપયોગ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ નથી તો, તેનો ખુલાસો કરવા માટે તમે એક શબ્દસમૂહનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી કામો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]]) | |
111 | 1:15 | y4y5 | τῶν σκληρῶν | 1 | અહીં, **કઠણ બાબતો**શબ્દ પ્રભુની વિરુધ્ધમાં બદનક્ષીનાં ઇરાદાપૂર્વક પાપીઓએ કહેલાં કઠણ કથનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “કઠણ શબ્દો” અથવા “નારાજગી ઉત્પન્ન કરનાર કથનો” | ||
112 | 1:15 | d6hy | rc://*/ta/man/translate/writing-pronouns | κατ’ αὐτοῦ | 1 | અહીં **તેમની**સર્વનામનો અર્થ થઇ શકે: (૧) ઇસુ. વૈકલ્પિક અનુવાદ, USTમાં જેમ છે તેમ: “ઈસુની વિરુધ્ધ” (૨) ઈશ્વર. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરની વિરુધ્ધ”. જે વિકલ્પની પસંદગી તમે કરો છો તે અગાઉની કલમમાં આવેલ “પ્રભુ” શબ્દના અર્થ સાથે બંધબેસતું હોવું જોઈએ. (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) | |
113 | 1:16 | a4le | rc://*/ta/man/translate/writing-pronouns | οὗτοί | 1 | અહીં, **આ**શબ્દ [૪](../૦૧/૦૪.md)ની કલમમાં પહેલા યહૂદાએ પરિચય કરાવેલ અને સમગ્ર પત્રમાં જેની ચર્ચા કરવામાં આવી છે એવા ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જે સઘળાં લોકો દુષ્ટ કામો કરે છે તેઓનો ન્યાય થવા અંગેની વાતોનું વર્ણન કરવામાં યહૂદાએ વિષયને બદલ્યો હોઈને તમારા વાંચકોને માહિતી આપવી સહાયક નીવડશે કે આ કલમ ફરીથી ખોટા ઉપદેશકોનાં વિષયમાં વાતચીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) | |
114 | 1:16 | zs28 | οὗτοί εἰσιν γογγυσταί μεμψίμοιροι | 1 | અહીં, **બડબડ કરનારા**અને **ફરિયાદ કરનારા**શબ્દો અસંતોષ કે નાખુશી દર્શાવનાર બે અલગ અલગ રીતોનો ઉલ્લેખ કરે છે. **બડબડ કરનારા**એવા લોકો હોય છે જેઓ પોતાની ફરિયાદો ગુપચુપ રીતે બોલતા હોય છે, જયારે **ફરિયાદ કરનારાઓ**બેફામપણે બોલતા હોય છે. મિસરનો ત્યાગ કર્યા પછી જયારે ઇઝરાયેલીઓ અરણ્યમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમની અને તેઓના આગેવાનોની વિરુધ્ધ બડબડ કરવાને લીધે અને ફરિયાદો કરવાને લીધે ઈશ્વરે તેઓને વારંવાર દંડ કર્યો હતો, અને યહૂદાના જમાનાનાં ખોટા ઉપદેશકો તેઓની માફક જ કામો કરી રહ્યા હતા તે દેખીતું હતું. વૈકલ્પિક અનુવાદ: “તેઓ ગુપચુપ અંદરોઅંદર બડબડ કરે છે અને જાહેરમાં ફરિયાદો માંડે છે” | ||
115 | 1:16 | z5bn | rc://*/ta/man/translate/figs-metaphor | κατὰ τὰς ἐπιθυμίας αὐτῶν πορευόμενοι | 1 | અહીં યહૂદા **રત રહ્યા**શબ્દ અલંકારિક રૂપમાં કોઈ બાબતને ટેવનાં રૂપમાં કર્યા કરવું થાય છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે શાબ્દિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓની દુર્વાસનાઓ મુજબ જેઓ જીવે છે એવા લોકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
116 | 1:16 | jhrq | κατὰ τὰς ἐπιθυμίας αὐτῶν πορευόμενοι | 1 | અહીં, **દુર્વાસના**શબ્દ ઈશ્વરની ઈચ્છાનો પ્રતિકાર કરનાર પાપમય ઈચ્છાઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓની પાપમય ઈચ્છાઓની પાછળ વંઠી ગયેલ” | ||
117 | 1:16 | xum2 | τὸ στόμα αὐτῶν λαλεῖ | 1 | અહીં યહૂદા એકવચનનું શબ્દ **મોઢે**ને વહેંચણીદર્શક રીતમાં વાપરે છે. જો તે તમારી ભાષામાં મૂંઝવણ ઊભી કરનારું હોય તો તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો અથવા તો તમે તેના માટે બહુવચનની સંજ્ઞાનો અને ક્રિયાપદનો ઉપયોગ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “તેઓમાંના દરેકનું મોઢું બોલે છે” અથવા “તેઓનું મુખ બોલે છે” | ||
118 | 1:16 | xuf0 | rc://*/ta/man/translate/figs-metonymy | τὸ στόμα αὐτῶν λαλεῖ | 1 | અહીં, **મુખ**શબ્દ બોલનાર વ્યક્તિને પ્રગટ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ બોલે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]]) | |
119 | 1:16 | eaf2 | λαλεῖ ὑπέρογκα | 1 | અહીં, **ગર્વિષ્ઠ બાબતો**આ ખોટા ઉપદેશકો તેઓના પોતાના વિષે જે અહંકારી વાક્યો બોલતા હતા તેઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓના વિષે બડાઈ મારે છે” કે “બડાઈભરેલી વાતો બોલે છે” | ||
120 | 1:16 | w3ma | rc://*/ta/man/translate/figs-idiom | θαυμάζοντες πρόσωπα | 1 | આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ કોઈના પ્રત્યે પક્ષપાત દર્શાવવો કે ચાપલૂશી કરવી થાય છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સમાનાર્થી રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી શકો અથવા તો તમે સરળ ભાષાનો ઉપયોગ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “લોકોનો પક્ષ લેવો” અથવા “લોકોની ખુશામત કરવી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]]) | |
121 | 1:16 | j8rh | rc://*/ta/man/translate/figs-metonymy | θαυμάζοντες πρόσωπα | 1 | અહીં, **મોઢાઓ** શબ્દ જેઓની તેઓ ખુશામત કરે છે તે લોકોનો ઉલ્લેખ કરે છે” વૈકલ્પિક અનુવાદ: લોકોની પ્રશંસા કરવી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]]) | |
122 | 1:17 | vpgz | rc://*/ta/man/translate/figs-explicit | ἀγαπητοί | 1 | અહીં, **વહાલાઓ**શબ્દ યહૂદા જેઓને આ પત્ર લખે છે તેઓનો ઉલ્લેખ કરે છે, જેનો વિસ્તાર સર્વ વિશ્વાસીઓ સુધી ફેલાઈ શકે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. [૩] (../૦૧/૦૩.md)માં તમે કઈ રીતે તેનો અનુવાદ કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “વહાલા સાથી વિશ્વાસીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) | |
123 | 1:17 | eqko | rc://*/ta/man/translate/figs-metonymy | τῶν ῥημάτων | 1 | અહીં, શબ્દોનો ઉપયોગ કરીને રજુ કરવામાં આવેલ પ્રેરિતોનાં ઉપદેશોનો ઉલ્લેખ કરવા માટે યહૂદા **વચનો**શબ્દનો ઉલ્લેખ કરે છે. જે વિશેષ ઉપદેશોનો ઉલ્લેખ યહૂદા અહીં કરે છે તે આગલી કલમમાં વર્ણન કરવામાં આવેલ છે. વૈકલ્પિક અનુવાદ: “ઉપદેશો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]]) | |
124 | 1:17 | nyja | rc://*/ta/man/translate/figs-possession | τοῦ Κυρίου ἡμῶν | 1 | અહીં, **આપણા પ્રભુ**નો અર્થ “આપણા પર જે ધણીપણું કરે છે તે વ્યક્તિ” કે “આપણા પર જે રાજ કરે છે તે વ્યક્તિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]]) | |
125 | 1:17 | qjsf | rc://*/ta/man/translate/figs-exclusive | τοῦ Κυρίου ἡμῶν | 1 | અહીં, **આપણા**શબ્દ સઘળાં વિશ્વાસીઓને લાગુ પડે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]]) | |
126 | 1:18 | toms | ὅτι ἔλεγον ὑμῖν | 1 | જેનો ઉલ્લેખ અગાઉની કલમમાં યહૂદાએ કર્યો છે, તે પ્રેરિતોની મારફતે કહેવામાં આવેલ “શબ્દો”નાં વિષયને આ કલમ સંગ્રહ કરે છે એવું સૂચન આ શબ્દસમૂહ આપે છે. | ||
127 | 1:18 | nlh9 | rc://*/ta/man/translate/figs-idiom | ἐπ’ ἐσχάτου χρόνου | 1 | અહીં, **છેલ્લા કાળમાં**એક રૂઢિપ્રયોગ છે જે ઈસુના બીજા આગમન પહેલાનાં સમયનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈસુના બીજા આગમનનાં થોડા સમય પહેલાં” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]]) | |
128 | 1:18 | w1mx | rc://*/ta/man/translate/figs-metaphor | κατὰ τὰς ἑαυτῶν ἐπιθυμίας πορευόμενοι τῶν ἀσεβειῶν | 1 | અહીં યહૂદા **રત રહ્યા**શબ્દ અલંકારિક રૂપમાં કોઈ બાબતને ટેવનાં રૂપમાં કર્યા કરવું થાય છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે શાબ્દિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓની પોતાની દુર્વાસનાઓ મુજબ જેઓ જીવે છે એવા લોકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
129 | 1:18 | j5m4 | κατὰ τὰς ἑαυτῶν ἐπιθυμίας πορευόμενοι τῶν ἀσεβειῶν | 1 | અહીં, **દુર્વાસના**શબ્દ ઈશ્વરની ઈચ્છાનો પ્રતિકાર કરનાર પાપમય ઈચ્છાઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓની પાપમય અને અધર્મી ઈચ્છાઓની પાછળ વંઠી ગયેલ” | ||
130 | 1:19 | r28j | rc://*/ta/man/translate/writing-pronouns | οὗτοί | 1 | અહીં, **આ** શબ્દ અગાઉની કલમમાં યહૂદા જે મશ્કરી કરનારાઓનો ઉલ્લેખ કરે છે તેનો ઉલ્લેખ કરે છે. જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ, USTમાં જેમ છે તેમ: “આ મશ્કરી કરનારાઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) | |
131 | 1:19 | l568 | rc://*/ta/man/translate/figs-abstractnouns | οἱ ἀποδιορίζοντες | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા **ભાગલાઓ**ની પાછળ રહેલા વિચારને તેના એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “એકબીજાની વિરુધ્ધ એકબીજાને વિભાજીત કરનારાઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
132 | 1:19 | jwyt | rc://*/ta/man/translate/figs-explicit | Πνεῦμα μὴ ἔχοντες | 1 | અહીં, **આત્મા**શબ્દ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે. તે માનવીય આત્મા કે દુષ્ટ આત્માનો ઉલ્લેખ કરતું નથી. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ, UST માં જેમ છે તેમ: “ની પાસે પવિત્ર આત્મા નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) | |
133 | 1:19 | ba6u | rc://*/ta/man/translate/figs-metonymy | ψυχικοί | 1 | યહૂદા અલંકારિક રૂપમાં માનવજાતિનાં એક ભાગ, પ્રાણનો તેનાથી વિપરીત અન્ય એક ભાગ, આત્માનો “આત્મિક નથી” તે દર્શાવવાનાં અર્થમાં ઉપયોગ કરી રહ્યો છે. **દૈહિક**શબ્દ ઈશ્વરના વચન અને આત્મા અનુસાર જીવવાને બદલે તેઓની કુદરતી જ્ઞાનેન્દ્રિયો મુજબ જીવન જીવનાર વ્યક્તિનું વર્ણન કરે છે. તે હકીકતમાં વિશ્વાસીઓ નથી તેવા લોકોનો ઉલ્લેખ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: “આત્મિક નથી” અથવા “દુન્યવી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]]) | |
134 | 1:19 | qn4p | rc://*/ta/man/translate/figs-metaphor | Πνεῦμα μὴ ἔχοντες | 1 | પવિત્ર **આત્મા**નાં વિષયમાં અલંકારિક રૂપમાં એવી રીતે જણાવવામાં આવ્યું છે કે જાણે તે કોઈ એવી બાબત હોય જેની માલિકી લોકો પાસે હોઈ. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓની અંદર આત્મા નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
135 | 1:20 | xm93 | rc://*/ta/man/translate/figs-explicit | ἀγαπητοί | 1 | અહીં, **વહાલાઓ**શબ્દ યહૂદા જેઓને આ પત્ર લખે છે તેઓનો ઉલ્લેખ કરે છે, જેનો વિસ્તાર સર્વ વિશ્વાસીઓ સુધી ફેલાઈ શકે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. [૩] (../૦૧/૦૩.md)માં તમે કઈ રીતે તેનો અનુવાદ કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “વહાલા સાથી વિશ્વાસીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) | |
136 | 1:20 | cc68 | rc://*/ta/man/translate/figs-metaphor | ἐποικοδομοῦντες ἑαυτοὺς τῇ ἁγιωτάτῃ ὑμῶν πίστει | 1 | ઈશ્વરમાં ભરોસો કરવામાં વૃધ્ધિ કરવા માટે યહૂદા અહીં અલંકારિક રૂપમાં એવી રીતે બોલે છે કે જાણે તે કોઈ એક ઈમારત બાંધવાની પ્રક્રિયા હોય. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક બિન અલંકારિક રૂપમાં રજુ કરી શકો કે એક ઉપમાનો ઉપયોગ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરમાં ભરોસો કરવા તમારી પોતાની જાતોને વૃધ્ધિ કરવા દઈને” અથવા “કોઈ વ્યક્તિ એક ઈમારત બનાવતો હોય તેની માફક ભરોસો રાખવામાં પોતાની વૃધ્ધિ કરતા જાઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
137 | 1:20 | c2o9 | ἐποικοδομοῦντες ἑαυτοὺς | 1 | આ ઉપવાક્ય પ્રથમ માધ્યમનો ઉલ્લેખ કરે છે જેમાં યહૂદાનાં વાંચકો પોતાને ઈશ્વરના પ્રેમમાં સંભાળી રાખવા માટે આજ્ઞાનું પાલન કરી શકે છે, જે તે આગલી કલમમાં બનાવે છે. જો તે તમારી ભાષામાં સહાયક થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પોતાની વૃધ્ધિ કરતા જઈને” | ||
138 | 1:20 | uyfx | rc://*/ta/man/translate/figs-abstractnouns | τῇ ἁγιωτάτῃ ὑμῶν πίστει | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા **વિશ્વાસ**ને સ્થાને એક ક્રિયાપદ જેમ કે “ભરોસો કરવો” કે “વિશ્વાસ કરવું” વડે તેની પાછળ રહેલા વિચારને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે જેમાં વિશ્વાસ કરો છો તે જે પરમ પવિત્ર છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
139 | 1:20 | m3rg | ἐν Πνεύματι Ἁγίῳ προσευχόμενοι | 1 | આ ઉપવાક્ય બીજા માધ્યમનો ઉલ્લેખ કરે છે જેમાં યહૂદાનાં વાંચકો પોતાને ઈશ્વરના પ્રેમમાં સંભાળી રાખવા માટે આજ્ઞાનું પાલન કરી શકે છે, જે તે આગલી કલમમાં બનાવે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પવિત્ર આત્મામાં પ્રાર્થના કરવાના માધ્યમથી” | ||
140 | 1:20 | wiyg | ἐν Πνεύματι Ἁγίῳ προσευχόμενοι | 1 | અહીં, **વડે** શબ્દ જેના વડે પ્રાર્થના કરવામાં આવે છે તેને દર્શાવે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પવિત્ર આત્માના માધ્યમથી પ્રાર્થના કરીને” | ||
141 | 1:21 | j9su | rc://*/ta/man/translate/translate-versebridge | ἑαυτοὺς ἐν ἀγάπῃ Θεοῦ τηρήσατε | 1 | જો તમારી ભાષા વાક્યની શરૂઆતે અને અન્ય વિશ્લેષક ઉપવાક્યોની આગળ આજ્ઞાને મૂકતી હોય તો પછી આ ઉપવાક્યને અગાઉની કલમમાં લઇ જઈને કલમ સેતુનું સર્જન કરી શકો છો જેને તમે “તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને”ની પહેલા જ મૂકી શકો છો. તમારે ૨૦-૨૧ તરીકે સંયોજક કલમોને પ્રદર્શિત કરવાની જરૂરત પડશે. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-versebridge]]) | |
142 | 1:21 | zd2c | rc://*/ta/man/translate/figs-metaphor | ἑαυτοὺς ἐν ἀγάπῃ Θεοῦ τηρήσατε | 1 | **ઈશ્વરના પ્રેમ**ને ગ્રહણ કરવા માટે સક્ષમ થવા માટે યહૂદા અલંકારિક રૂપમાં એવી રીતે બોલે છે કે જાણે એક વ્યક્તિ પોતાને અમુક ચોક્કસ સ્થાનમાં મૂકી રાખતો હોય. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
143 | 1:21 | s6w6 | προσδεχόμενοι τὸ ἔλεος τοῦ Κυρίου ἡμῶν | 1 | આ ઉપવાક્ય તેની આગળનાં ઉપવાક્યની શરૂઆત થાય તે જ ઘડીએ આવે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુની દયા માટે રાહ જોતા રહીને” અથવા “આપણા પ્રભુની દયાની અપેક્ષા રાખીને” | ||
144 | 1:21 | p3bw | rc://*/ta/man/translate/figs-abstractnouns | τὸ ἔλεος τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ | 1 | અહીં, **દયા**નો અર્થ થઇ શકે: (૧) આ ધરતી પર તે પાછા ફરશે તે સમયે જે દયા ઇસુ વિશ્વાસીઓ પ્રત્યે દેખાડશે તે. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્તનાં પુનરાગમનના સમયે અને દયા કરવાનાં સમયે” (૨) સામાન્ય રીતે વિશ્વાસીઓ પ્રત્યે ઈસુનાં નિરંતર દયાનાં કૃત્યો.વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્તનાં દયાથી કામ કરવાના સમયે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
145 | 1:21 | mzqu | rc://*/ta/man/translate/figs-possession | τοῦ Κυρίου ἡμῶν | 1 | અહીં, **આપણા પ્રભુ**નો અર્થ “આપણા પર જે ધણીપણું કરે છે તે વ્યક્તિ” કે “આપણા પર જે રાજ કરે છે તે વ્યક્તિ.” આ કલમને તમે [૧૭] (../૦૧/૧૭.md) માં કઈ રીતે અનુવાદ કર્યો હતો તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પર રાજ કરનાર વ્યક્તિના” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]]) | |
146 | 1:21 | okfy | rc://*/ta/man/translate/figs-exclusive | ἡμῶν | 1 | અહીં, **આપણા**સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]]) | |
147 | 1:21 | qb29 | rc://*/ta/man/translate/grammar-connect-logic-result | τὸ ἔλεος τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, εἰς ζωὴν αἰώνιον | 1 | યહૂદા**અર્થે** શબ્દનો ઉપયોગ **દયા**નાં પરિણામનો પરિચય આપવા માટે કરે છે. જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્તની દયા, જે અનંત જીવન લાવે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) | |
148 | 1:22 | ynz1 | rc://*/ta/man/translate/figs-abstractnouns | ἐλεᾶτε | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા **દયા**ની પાછળ રહેલા વિચારને તેના સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પ્રત્યે દયાથી વર્તીને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
149 | 1:22 | wbr5 | οὓς & διακρινομένους | 1 | **કેટલાંક જેઓ શંકા કરે છે** શબ્દસમૂહ ખોટા ઉપદેશકોના ઉપદેશો અને આચરણોને લીધે જેઓ મૂંઝવણમાં આવી પડયા છે તેઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “શું વિશ્વાસ કરવો તેના વિષે જેઓ અચોક્કસ છે તેવા કેટલાંક” | ||
150 | 1:23 | gx9t | ἐκ πυρὸς ἁρπάζοντες | 1 | લોકોના અમુક ચોક્કસ સમુદાયને બચાવવા તેના શ્રોતાઓ જેનો ઉપયોગ કરે એવા માધ્યમનો યહૂદા આ ઉપવાક્ય વડે સંકેત આપે છે. જો તે તમારા વાંચકો માટે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આગમાંથી બહાર ખેંચી કાઢીને” | ||
151 | 1:23 | wkj9 | rc://*/ta/man/translate/figs-metaphor | ἐκ πυρὸς ἁρπάζοντες | 1 | અહીં યહૂદા કેટલાંક લોકોને નરકમાં જતાં તાત્કાલિક રીતે બચાવવાનાં વિષયમાં એવી રીતે બોલે છે કે જાણે તેઓ બળવાની શરૂઆત કરે તે પહેલાં લોકોને **આગ**માંથી બહાર ખેંચી કાઢવામાં આવે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક બિન અલંકારિક રૂપમાં જણાવી શકો કે એક ઉપમાનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓને નરકમાં જતા કોઇપણ હિસાબે બચાવવા” કે “તેઓને બચાવવા આપણે જે કંઈ કરવું પડે તે કરવું, જાણે તેઓને આગમાંથી ખેંચી કાઢવામાં આવે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
152 | 1:23 | ign7 | rc://*/ta/man/translate/figs-abstractnouns | ἐλεᾶτε | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા **દયા**ની પાછળ રહેલા વિચારને એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પ્રત્યે દયાથી વર્તો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
153 | 1:23 | uavk | ἐν φόβῳ | 1 | લોકોના એક ચોક્કસ સમુદાય પ્રત્યે દયા દેખાડવા તેના વાંચકો પાસેથી યહૂદા જે પ્રકારની રીતની અપેક્ષા રાખે છે તેની આ ઉપવાક્ય સૂચન આપે છે. વૈકલ્પિક અનુવાદ: “સાવધ રહીને” | ||
154 | 1:23 | u4px | rc://*/ta/man/translate/figs-hyperbole | μισοῦντες καὶ τὸν ἀπὸ τῆς σαρκὸς ἐσπιλωμένον χιτῶνα | 1 | યહૂદા તેના વાંચકોને ચેતવણી આપવા માટે અતિશયોક્તિપૂર્ણ વાત કરતા કહે છે કે તેઓની દશા તે પાપીઓ જેવી થઇ શકે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓના વસ્ત્રોને સ્પર્શ કરવાને લીધે પાપનાં દોષી તમે થઇ શકો એવી રીતે વ્યવહાર કરીને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hyperbole]]) | |
155 | 1:23 | sexc | rc://*/ta/man/translate/figs-metaphor | τῆς σαρκὸς | 1 | અહીં, **દેહ**શબ્દ વ્યક્તિના પાપમય સ્વભાવનો અલંકારિક રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જો તે તમારા વાંચકો માટે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે શાબ્દિક રીતે અભિવ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓનો પાપમય સ્વભાવ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
156 | 1:24 | r3jx | rc://*/ta/man/translate/figs-explicit | τῷ δὲ δυναμένῳ φυλάξαι ὑμᾶς ἀπταίστους | 1 | અહીં, **જે**શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરને જે તમને ઠોકર ખાતાં બચાવવા સક્ષમ છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) | |
157 | 1:24 | jvpm | rc://*/ta/man/translate/figs-metaphor | φυλάξαι ὑμᾶς ἀπταίστους | 1 | અહીં યહૂદા **ઠોકર**શબ્દનો અલંકારિક રૂપમાં ટેવરૂપ પાપની પાસે ફરી ચાલ્યા જવાનાં વિષયમાં એવી રીતે બોલે છે કે જાણે કોઈ એક વ્યક્તિ કોઈ બાબતને લીધે ઠોકરાઈ છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ હોય તો, તેને તમે બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પાપમય ટેવોમાં ફરીથી ચાલ્યા જવાથી તમને રોકવા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) | |
158 | 1:24 | w1dc | rc://*/ta/man/translate/figs-abstractnouns | στῆσαι κατενώπιον τῆς δόξης αὐτοῦ | 1 | અહીં, **મહિમા**શબ્દ ઈશ્વરની ઉપસ્થિતિને જે ઘેરી વળે છે તે તેજસ્વી પ્રકાશનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે આ ભાવવાચક સંજ્ઞાને સ્થાને એક વિશેષણનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેમની મહિમાવંત ઉપસ્થિતિ સમક્ષ તમને ઊભા રાખવા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
159 | 1:24 | gq9e | ἐν ἀγαλλιάσει | 1 | ઈશ્વરની ઉપસ્થિતિમાં વિશ્વાસીઓ કઈ રીતે ઊભા રહેશે તેનું વર્ણન આ શબ્દસમૂહ કરે છે. વૈકલ્પિક અનુવાદ, UST માં જેમ છે તેમ: “પરમાનંદસહિત” | ||
160 | 1:25 | a3ua | μόνῳ Θεῷ Σωτῆρι ἡμῶν | 1 | અહીં, **આપણા તારનાર**શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. તે ઇસુનો ઉલ્લેખ કરતું નથી. આ શબ્દસમૂહ ભારપૂર્વક જણાવે છે કે ઈશ્વર પિતા, પુત્રની સાથે સાથે, તારનાર છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “એકમાત્ર ઈશ્વરને, જે એકલા જ તારનાર છે” | ||
161 | 1:25 | m1g8 | rc://*/ta/man/translate/figs-abstractnouns | Σωτῆρι ἡμῶν | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા **તારનાર**ની પાછળ રહેલા વિચારને એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તારણ કરનાર વ્યક્તિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
162 | 1:25 | db0v | rc://*/ta/man/translate/figs-abstractnouns | τοῦ Κυρίου ἡμῶν, | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા **પ્રભુ**ની પાછળ રહેલા વિચારને એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ રાજય કરનાર વ્યક્તિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
163 | 1:25 | kql5 | rc://*/ta/man/translate/figs-abstractnouns | μόνῳ Θεῷ & δόξα, μεγαλωσύνη, κράτος, καὶ ἐξουσία | 1 | જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞાઓ **મહિમા, મહત્વ, પરાક્રમ** અને **અધિકાર**ને સ્થાને વિશેષણનાં શબ્દસમૂહો વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ એકમાત્ર ઈશ્વર...મહિમાવંત, મહત્વ ધરાવનાર, પરાક્રમી અને અધિકૃત ગણાઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) | |
164 | 1:25 | dya1 | rc://*/ta/man/translate/figs-idiom | πρὸ παντὸς τοῦ αἰῶνος | 1 | આ એક રૂઢિપ્રયોગ છે જે ભૂતકાળનાં અનંતકાળનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેનો સમાનાર્થી રૂઢિપ્રયોગ ઉપયોગ કરી શકો છો અથવા તમે એક સરળ ભાષાનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ભૂતકાળની અનંતતામાં” અથવા “સઘળાની પૂર્વે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]]) | |
165 | 1:25 | kof4 | rc://*/ta/man/translate/figs-idiom | εἰς πάντας τοὺς αἰῶνας | 1 | આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ “સદાકાળ” થાય છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેનો સમાનાર્થી રૂઢિપ્રયોગ ઉપયોગ કરી શકો છો અથવા તમે એક સરળ ભાષાનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અનંતકાળ સુધી” અથવા “સદાકાળ સુધી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]]) |