translationCore-Create-BCS_.../tq_2CO.tsv

57 KiB

1ReferenceIDTagsQuoteOccurrenceQuestionResponse
21:1krioઆ પત્ર કોણે લખ્યો?પાઉલ અને તિમોથીએ આ પત્ર લખ્યો.
31:1nkj4આ પત્ર કોને લખવામાં આવ્યો હતો? તે કરિંથમાં જે ઈશ્વરની મંડળી હતી તેને અને આખા અખાયામાંના સર્વ સંતોને લખવામાં આવ્યો હતો
41:3zfqyપાઉલ કેવી રીતે ઈશ્વરને વર્ણવે છે?પાઉલ ઈશ્વરને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા તરીકે, કરુણાના પિતા તરીકે અને સર્વ દિલાસાના ઈશ્વર તરીકે વર્ણવે છે.
51:4yoz4ઈશ્વર કેમ આપણને આપણી વિપત્તિમાં દિલાસો આપે છે? તેઓ આપણને દિલાસો આપે છે કે જેથી ઈશ્વરના જે દિલાસા દ્વારા આપણે દિલાસો પામ્યા છે તેજ દિલાસા દ્વારા જેઓ વિપત્તિમાં હોય તેમને આપણે દિલાસો આપી શકીએ.
61:8-9khhrપાઉલ અને તેના સાથીઓને આસિયામાં કઈ વિપત્તિ પડી? તે વિપત્તિ તેઓ સહન કરી શકે તે કરતાં ભારે હતી, કે જેથી તેમણે મરવાની અપેક્ષા રાખી હતી.
71:9cz6yકયા કારણોસર પાઉલ અને તેના સાથીઓને મોતની સજા ફટકારવામાં આવી હતી?મૃત્યુની સજાએ તેમને પોતાના પર ભરોસો રાખવાનું નહિ પણ ઈશ્વર પર ભરોસો રાખતા શીખવ્યું.
81:11jd06પાઉલ કઈ રીતે કહી શક્યો કે કરિંથની મંડળી તેને મદદ કરી શકી? પાઉલે કહ્યું કે કરિંથની મંડળીએ તેને તેમની પ્રાર્થનાઓ દ્વારા મદદ કરી.
91:12yux4 તેને અને તેના સાથીઓને શાના વિષે અભિમાન હતું તે વિષે પાઉલે શું કહે છે? તેમને તેમની પ્રેરકબુધ્ધિ વિષે અભિમાન હતું, જે એ છે જેના વડે તેઓ આ જગતમાં વર્ત્યા હતા-અને ખાસ કરીને કરિંથની મંડળી સાથે-પવિત્રતાથી અને નિષ્કપટ ભાવથી કે જે ઈશ્વર તરફથી આવે છે, સાંસારિક જ્ઞાનથી નહીં પણ ઈશ્વરની કૃપાથી. \r\n\r\n \r\n\n
101:14ikctપ્રભુ ઈસુના દહાડે શું બનશે તે વિષે પાઉલને કયો દૃઢ વિશ્વાસ હતો?પાઉલને દૃઢ વિશ્વાસ હતો કે તે દિવસે પાઉલ અને તેના સાથીઓ કરિંથના સંતોને માટે અભિમાનનું કારણ બનશે.\n\n
111:15hzbmકેટલી વાર પાઉલે કરિંથના સંતોની મુલાકાત લેવાની યોજના કરી હતી? તેણે તેમની મુલાકાત લેવાની બે વાર યોજના કરી હતી.
121:22t3mtશું કારણ છે કે ખ્રિસ્તે આપણાં હૃદયોમાં પવિત્ર આત્મા આપ્યો છે?તેમને આપણને તેઓ પછીથી જે આપવાના છે તેના બાના અથવા ખાતરી તરીકે પવિત્ર આત્મા આપ્યો છે.
131:23ycflપાઉલ કેમ કરિંથ આવ્યો નહીં?પાઉલ કરિંથ આવ્યો નહીં કે જેથી તે તેમના પર દયા રાખે.
141:24ove4તે અને તિમોથી કરિંથની મંડળી સાથે શું કરી રહ્યા હતા અને શું કરી રહ્યા નહોતા તે વિષે પાઉલ શું કહે છે?પાઉલે કહ્યું કે તેઓ તેમના વિશ્વાસ પર અધિકાર ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા નહોતા, પણ તેઓ કરિંથની મંડળી સાથે તેમના આનંદને માટે કામ કરી રહ્યા હતા.
152:1tl9bપાઉલ કરિંથની મંડળી પાસે નહીં આવીને તેમને કયા સંજોગોથી દૂર રાખવાનો પ્રયત્ન કરતો હતો?પાઉલ ખેદમાં કરિંથની મંડળી પાસે આવવાનું ટાળતો હતો.
162:3k6hkપાઉલે જેમ કરિંથની મંડળીને પહેલા જે પત્ર લખ્યો હતો તે રીતે તેણે કેમ લખ્યું?તેણે એ પ્રમાણે લખ્યું હતું કે જેથી જ્યારે તે તેમની પાસે આવે ત્યારે જેઓથી તેને હર્ષ પામવો ઘટે છે તેઓથી તેને ખેદ ના થાય.
172:4c81qજ્યારે પાઉલે પહેલા કરિંથીઓને લખ્યું, ત્યારે તેના મનની સ્થિતિ કેવી હતી.?તે ઘણી વિપત્તિમાં અને અંત::કરણની વેદનામાં હતો.
182:4gclmપાઉલે આ પત્ર કરિંથની મંડળીને કેમ લખ્યો? તેણે તેમને લખ્યું કે જેથી તેઓ તેમના પર તેની જે પ્રીતિ હતી તેના વિષે ઊંડાણને જાણે.
192:6-7xw3lકરિંથના સંતોએ જેને શિક્ષા કરી હતી તેને માટે તેમણે શું કરવું જોઈએ તે વિષે પાઉલે શું કહ્યું?પાઉલે કહ્યું કે તેમણે તે માણસને માફ કરીને તેને દિલાસો આપવો જોઈએ.
202:7jbk8પાઉલે કેમ કહ્યું કે કરિંથના સંતોએ જેને શિક્ષા કરી તેને માફ કરીને તેને દિલાસો આપવો જોઈએ? આ એ માટે હતું કે જેથી જેને તેમણે શિક્ષા કરી તે તેના અતિશય ખેદમાં ગરક ના થઈ જાય.
212:9acybપાઉલનું કરિંથની મંડળીને લખવાનું બીજું કારણ શું હતું? પાઉલે તેમની પરીક્ષા કરવા અને શું તેઓ સર્વ વાતે આજ્ઞાકારી છે તે શોધી કાઢવા તેમને લખ્યું હતું.
222:11ronoકરિંથની મંડળી માટે એ જાણવું કે જેને તેમણે માફ કર્યો હતો તેને પાઉલ દ્વારા ખ્રિસ્તની સમક્ષ માફ કરવામાં આવ્યો હતો એ કેમ મહત્વનું હતું? આ એટલા માટે હતું કે જેથી શેતાન તેમના પર ફાવી ના જાય.
232:13cosqજ્યારે પાઉલ ત્રોઆસ ગયો ત્યારે તેના આત્માને કેમ શાંતિ ન હતી?તેના આત્માને શાંતિ ન હતી કારણકે તેને તેનો ભાઈ તિતસ ત્રોઆસમાં મળ્યો નહીં.
242:14-15h163ઈશ્વરે પાઉલ અને તેના સાથીઓ મારફતે શું કર્યું?પાઉલ અને તેના સાથીઓ મારફતે ઈશ્વરે ખ્રિસ્તના જ્ઞાનની મધુર સુવાસ સર્વત્ર ફેલાવી.
252:17x0a7પાઉલે કેવી રીતે કહ્યું કે તે અને તેના સાથીઓ ઘણા લોકો કરતાં અલગ છે કે જેઓ ઈશ્વરના વચનો લાભ માટે વેચતા હતા?પાઉલ અને તેના સાથીઓ, જેમ ઈશ્વર દ્વારા મોકલવામાં આવ્યા હોય તેમ, શુદ્ધ અંત:કરણથી બોલવામાં, ઈશ્વરની સમક્ષ ખ્રિસ્તમાં બોલવામાં અલગ હતા.
263:2fzs6પાઉલ અને તેના સાથીઓ પાસે કયો ભલામણપત્ર હતો? કરિંથમાના સંતો તેમનો ભલામણ પત્ર હતા, જે લોકોના જાણવામાં અને વાંચવામાં આવે છે.
273:4-5fwm9પાઉલ અને તેના સાથીઓને ખ્રિસ્તદ્વારા ઈશ્વર પર કયો ભરોસો હતો? તેમનો ભરોસો તેમની પોતાની યોગ્યતા પર નહીં, પણ ઈશ્વરે તેમને આપેલા પુરતાપણા પર હતો.
283:6q5ydનવા કરારનો કયો પાયો હતો જેના સેવક થવા માટે ઈશ્વરે પાઉલ અને તેના સાથીઓને યોગ્ય કર્યા હતા?નવો કરાર પવિત્ર આત્મા પર આધારિત હતો, જે જીવન આપે છે, અક્ષર નહીં, જે મારી નાંખે છે.
293:7sbazઇઝરાયેલી લોકો પ્રત્યક્ષ રીતે કેમ મૂસાના મુખ જોઈ ના શક્યા? તેઓ તેના મુખના તેજને કારણે કારણે તેના મુખ પર જોઈ શક્યા નહીં, એ તેજ જે ટળી જનારું હતું.
303:9ov3qદંડાજ્ઞાની ધર્મસંસ્થા કે ન્યાયપણાની ધર્મસંસ્થા આ બંનેમાં કયું ગૌરવમાં અધિક છે,?ન્યાયપણાની ધર્મસંસ્થા ગૌરવમાં અધિક છે.
313:14t89rઇઝરાએલના મન કેવી રીતે ખોલી શકાય અને તેમના હૃદય પરથી મુખપટ કઈ રીતે દૂર કરી શકાય?ફક્ત જ્યારે ઈઝરાએલ પ્રભુ ખ્રિસ્ત તરફ ફરે ત્યારેજ તેમના મન ખૂલી શકે અને તે મુખપટ દૂર થઈ શકે.
323:15zb0nજ્યારે મૂસાનો જૂનો કરાર વાંચવામાં આવે છે ત્યારે ઈઝરાએલના લોકો માટે આજે પણ કઈ સમસ્યા રહેલી છે?તેમની સમસ્યા એ છે કે તેમના મન કઠણ થયા છે અને તેમના હૃદય પર મુખપટ રહેલો છે.
333:16h66qકઈ રીતે ઈઝરાએલના મન ખોલી શકાય અને તેમના હૃદય પરથી મુખપટ દૂર કરી શકાય? ફક્ત જ્યારે ઈઝરાએલ પ્રભુ ખ્રિસ્ત તરફ વળે ત્યારે તેમના મન ખોલી શકાય અને મુખપટ દૂર કરી શકાય.
343:17islcપ્રભુના આત્મા સાથે શું હાજર રહેલું છે? જ્યાં પ્રભુનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે.
353:18el3xજેઓ પ્રભુનો મહિમા જુએ છે તેઑ શામાં રૂપાંતર પામે છે? તેઓ એજ મહિમાવાન સ્વરૂપમાં મહિમાના એક તબક્કામાંથી બીજા તબક્કામાં રૂપાંતર પામે છે.
364:1zdylપાઉલ અને તેના સાથીઓ કેમ નાહિંમત થયા નહીં?તેમને જે ધર્મસેવા સોંપેલી હતી તેથી અને તેમના પર જે દયા થઈ હતી તેથી તેઓ નાહિંમત થયા નહીં.
374:2agprપાઉલ અને તેના સાથીઓએ કઈ રીતો પડતી મૂકી હતી?તેમણે જે શરમભરેલી અને ગુપ્ત રીતો હતી તે પડતી મૂકી હતી. તેઓ કાવતરાથી જીવતા નહોતા અને ઈશ્વરની વાત પ્રગટ કરવામાં ઠગાઇ કરતા નહોતા.
384:2ksfpકેવી રીતે પાઉલ અને જેઓ તેના જેવા હતા તેમણે ઈશ્વરની આગળ તેમના પોતાના વિષે માણસોના અંત:કરણમાં ખાતરી કરાવી આપી? તેમણે સત્ય પ્રગટ કરીને આ કર્યું.
394:3wn02સુવાર્તા કોના માટે ગુપ્ત રખાયેલી છે? તે નાશ પામનારાઓ માટે ગુપ્ત રખાયેલી છે.
404:4eo9qજેઓ નાશ પામનારા છે તેમના માટે સુવાર્તા કેમ ગુપ્ત રખાયેલી છે? તે ગુપ્ત રખાયેલી છે કારણ કે આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે જેથી સુવાર્તાના પ્રકાશનો ઉદય તેમના પર ના થાય.
414:5up8pપાઉલ અને તેના સાથીઓ ઈસુ વિષે અને તેમના પોતાના વિષે શું પ્રગટ કરતા હતા?તેઓ ખ્રિસ્ત ઈસુને પ્રભુ તરીકે અને તેમને પોતાને ઈસુના લીધે કરિંથની મંડળીના સેવકો તરીકે પ્રગટ કરતા હતા.
424:7hiqnઆ ખજાનો પાઉલ અને તેના સાથીઓ પાસે કેમ માટીના પાત્રોમાં રહેલો હતો? તેમની પાસે આ ખજાનો માટીના પાત્રોમાં રહેલો હતો કે જેથી તે સ્પષ્ટ થાય કે પરાક્રમની અધિકતા ઈશ્વર તરફથી છે અને તેમના તરફથી નથી.
434:10x6tqપાઉલ અને તેના સાથીઓ તેમના શરીરમાં ઈસુનું મરણ લઈને કેમ ફરતા હતા? તેઓ તેમના શરીરમાં ઈસુનું મરણ લઈને ફરતા હતા કે જેથી ઈસુનું જીવન પણ તેમના શરીરોમાં જોવામાં આવે.
444:14uaivકોને ઉઠાડવામાં આવશે અને જેમણે પ્રભુ ઈસુને ઉઠાડયા તેની સમક્ષ રજૂ કરવામાં આવશે? પાઉલ અને તેના સાથીઓને અને કરિંથમાનાં સંતોને જેમણે પ્રભુ ઈસુને ઉઠાડયા તેમની સમક્ષ લાવવામાં આવશે.
454:15gi5uઘણા લોકો મારફત જે કૃપા ફેલાઈ તેના પરિણામે શું થશે? જ્યારે કે ઘણા લોકો મારફત કૃપા પ્રસરે છે, ઈશ્વરના મહિમાને અર્થે આભારસ્તુતિ વિશેષ થશે.
464:16nnhvપાઉલ અને તેના સાથીઓ માટે નાહિંમત થવાનું કારણ કેમ હતું? તેમની પાસે નાહિંમત થવાનું કારણ હતું કારણ કે, બાહ્ય રીતે, તેઓ ક્ષય પામતા હતા.
474:16-18f2sjપાઉલ અને તેના સાથીઓ કેમ નાહિંમત થયા નહીં?તેઓ નાહિંમત થયા નહીં કારણકે આંતરિક રીતે તેઓ દરરોજ નવા બની રહ્યા હતા. સાથે સાથે, તેમની ક્ષણિક, જૂજ વિપત્તિ તેમને અનંતકાલિક ભારે મહિમા માટે તૈયાર કરતી હતી જે બધા પરિમાણોથી વધારે છે. છેલ્લે, તેઓ અદ્રશ્ય અનંતકાલિક બાબતોની રાહ જોતા હતા.
485:1i3trજો આપણું પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નષ્ટ થાય તો પણ આપણી પાસે શું હશે તે વિષે પાઉલે શું કહ્યું?પાઉલે કહ્યું કે આપણી પાસે ઈશ્વરે રચેલું ઘર છ જે માણસોના હાથે બાંધેલું નહીં, પણ એક અનંતકાલિક ઘર, જે સ્વર્ગમાં છે.
495:4kz4mજ્યારે આપણે આ તંબુમાં છીએ આપણે નિસાસા નાંખીએ છીએ એવું પાઉલે કેમ કહ્યું? પાઉલે આ કહ્યું કારણ કે જ્યારે આપણે આ તંબુમાં છીએ, આપણે બોજા હેઠળ છીએ અને આપણે વેષ્ટિત થવા ચાહી છીએ કે જેથી મરણ જીવનમાં ગરક થઈ જાય.
505:5tqpuઈશ્વરે આપણને જે થવાનું છે તેના બાના તરીકે શું આપ્યું? જે થવાનું છે તેના બાના તરીકે ઈશ્વરે આપણને તેમનો પવિત્રઆત્મા આપ્યો.
515:8lyorપાઉલને શરીરમાં રહેવું કે પ્રભુ પાસે વાસો કરવો તેમાંથી શું પસંદ છે? પાઉલે કહ્યું, “શરીરથી વિયોગી થવું અને પ્રભુ સાથે વાસો કરવો તે અમને વધારે પસંદ છે.”
525:9dei6પાઉલનો ધ્યેય શું હતો? પ્રભુને પ્રસન્ન કરવો એ પાઉલનો ધ્યેય હતો.
535:10jo62પાઉલે પ્રભુને પ્રસન્ન કરવાને પોતાનો ધ્યેય કેમ બનાવ્યો? પાઉલે આને તેનો ધ્યેય બનાવ્યો કારણકે આપણે દરેકે શરીરમાં રહીને જે જે ભલું કે ભૂંડું કર્યું હશે, તે પ્રમાણે ફળ પામવાને આપણે ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે.
545:11xb3xપાઉલ અને તેના સાથીઓ લોકોને કેમ સમજાવતા હતા? તેઓ લોકોને સમજાવતા હતા કારણકે તેઓ દેવનું ભય જાણતા હતા.
555:12tyx7પાઉલે કહ્યું કે તેઓ ફરીથી કરિંથીઓ આગળ પોતાના વખાણ કરતા નહોતા. તેઓ શું કરતા હતા? તેઓ કરિંથીઓને તેઓને માટે અભિમાન કરવાનું કારણ આપતા હતા, કે જેથી કરિંથી સંતો પાસે જેઓ હૃદયમાં નહીં પણ બહારનો ડોળ રાખીને અભિમાન કરે છે તેઓને ઉત્તર આપવાનું સાધન હોય.
565:15tm1rજો ખ્રિસ્ત બધાને માટે મર્યા તો જેઓ જીવે છે તેમણે શું કરવું જોઈએ? તેમણે હવેથી પોતાના માટે જીવવું ના જોઈએ, પણ જે મર્યા અને જે પાછા ઉઠ્યા તેમના માટે જીવવું જોઈએ.
575:16wb64સંતોએ હવેથી કોઈને કયા ધોરણથી ઓળખવા ના જોઈએ? સંતોએ કોઈને પણ હવેથી માનવીય ધોરણો પ્રમાણે ઓળખવા ના જોઈએ.
585:17fjw3જે કોઈ ખ્રિસ્તમાં છે તેનું શું થાય છે? તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે જતું રહ્યું છે; તે નવું થયું છે.
595:19epiwજ્યારે ઈશ્વર લોકોનું ખ્રિસ્તની મારફતે પોતાની સાથે સમાધાન કરાવે છે, ઈશ્વર તેમને માટે શું કરે છે?ઈશ્વર તેઓના પાપમય અપરાધ તેઓને લેખે ગણતા નથી, તે તેમને સમાધાનનો સંદેશો સોંપે છે.
605:20plr8ખ્રિસ્તના એલચીઓ તરીકે, પાઉલ અને તેના સાથીઓની કરિંથીઓને શું આજીજી હતી? તેમની કરિંથીઓને આજીજી હતી કે ખ્રિસ્તને ખાતર ઈશ્વર સાથે સમાધાન કરો.
615:21n2e0ઈશ્વરે કેમ ખ્રિસ્તને આપણા પાપ માટે બલિદાન બનવા દીધા? ઈશ્વરે આમ કર્યું કે જેથી ખ્રિસ્તમાં આપણે ઈશ્વરનું ન્યાયીપણુ બની શકીએ.
626:1j8xgપાઉલ અને તેના સાથીઓએ કરિંથીઓને શું ના કરવા માટે વિનંતી કરી? તેઓએ કરિંથીઓને ઈશ્વરની કૃપાનો અવરથા અંગીકાર ના કરવા માટે વિનંતી કરી.
636:2dczoક્યારે માન્ય કાળ છે? ક્યારે તારણનો દિવસ છે? હાલ જ માન્ય કાળ છે. હાલ જ તારણ નો દિવસ છે.
646:3kyu3પાઉલ અને તેના સાથીઓ કોઈને ઠોકર ખાવાનું કારણ કેમ આપતા નહોતા? તેઓ કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નહોતા, કારણ કે તેઓ તેમની સેવામાં દોષ કાઢવામાં આવે તેવું ઇચ્છતા નહોતા.
656:4e2c5પાઉલ અને તેના સાથીઓના કાર્યોએ શું સાબિત કર્યું? તેઓના કાર્યોએ સાબિત કર્યું કે તેઓ ઈશ્વરના સેવકો હતા.
666:4-5q45mકઈ બાબતો છે કે જે પાઉલ અને તેના સાથીઓએ સહન કરી?તેમણે વિપત્તિ, તંગી, સંકટ, કોરડાનો માર, કેદ, દંગાઓ, સખત મહેનત, ઊંઘ વગરની રાતો, અને ભૂખ સહન કર્યા.
676:8ik7gપાઉલ અને તેના સાથીઓ સાચા હતા છતાંપણ તેમના પર કયા દોષ મૂકવામાં આવ્યા? તેમના પર ઠગ હોવાનો દોષ મૂકવામાં આવ્યો.
686:11zq4xપાઉલ કરિંથીઓ સાથે કયો વિનિમય કરવા માંગે છે? પાઉલે કહ્યું કે તેનું હૃદય કરિંથી માટે ખુલ્લુ હતુ અને, તેના યોગ્ય બદલામાં, પાઉલ કરિંથના સંતો પાસેથી ઇચ્છતો હતો કે તેમના હૃદય પાઉલ અને તેના સાથીઓ માટે ખુલ્લા થાય.
696:13hzouપાઉલ કોરીંથીઓ સાથે શું વિનિમય કરવા માંગે છે?પાઉલે કહ્યું કે તેમના હૃદયો કરિંથીઓ માટે ખુલ્લા હતા અને તેના યોગ્ય બદલામાં પાઉલ કરિંથના સંતો પાસેથી ઇચ્છતો હતો કે તેમના હૃદયો પણ પાઉલ અને તેના સાથીઓ માટે ખુલ્લા થાય.
706:14-16x642પાઉલ કયા કારણો આપે છે કે કરિંથના સંતોએ અવિશ્વાસીઓ સાથે કેમ અઘટિત સંબંધો ના રાખવા જોઈએ? પાઉલ નીચેના કારણો આપે છે. ન્યાયીપણાને અન્યાયીપણા સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધકારની સાથે શી સંગત હોય? ખ્રિસ્તને બલિયાલની સાથે શો મિલાપ હોય? વિશ્વાસીને અવિશ્વાસી સાથે શો ભાગ હોય? ખ્રિસ્તના મંદિરને મૂર્તિઓ સાથે શો મેળ હોય?
716:17-18u5tiઈશ્વર શું કહે છે કે તે જેઓ, “ તેઓમાંથી નીકળી આવશે અને અલગ થશે, અને કોઈ મલિન વસ્તુને અડશે નહીં,” તેઓ માટે શું કરશે? ઈશ્વર કહે છે કે તેઓ તેમનો અંગીકાર કરશે. તે તેમના પિતા થશે અને તેઓ તેમના દીકરાદીકરીઓ થશે.
727:1yeyhઆપણે આપણી જાતને શાનાથી શુધ્ધ રાખવાની છે તે વિષે પાઉલ શું કહે છે? આપણે એ દરેક બાબતોથી આપણી જાતને શુધ્ધ રાખવાની છે કે જે આપણને શરીરમાં અને આત્મામાં અશુધ્ધ કરે છે.
737:2ax17કરિંથીઓ પાઉલના પોતાના માટે અને તેના સાથીઓ માટે શું કરે તે વિષે પાઉલ ઇચ્છતો હતો? પાઉલ તેમની પાસેથી ઇચ્છતો હતો કે, “અમારો અંગીકાર કરો!”
747:3-4kc7wપાઉલ પાસે કરિંથના સંતો માટે ઉત્તેજનના કયા શબ્દો હતા? પાઉલે કરિંથના સંતોને કહ્યું કે તેઓ તેના અને તેમના સાથીઓના હૃદયોમાં, સાથે મરવાને અને સાથે જીવવાને હતા. પાઉલે તેમણે એ પણ કહ્યું કે તેને તેમનામાં બહુ ભરોસો હતો અને તે તેમના માટે અભિમાન કરતો હતો.
757:6-7uwbvઈશ્વરે પાઉલ અને તેના સાથીઓને જ્યારે તેઓ મક્દોનિયા આવ્યા અને તેમના પર ચારે બાજુથી વિપત્તિઓ હતી-બહાર લડાઇઓ હતી અને અંદર ઘણી જાતની બીક હતી ત્યારે કયો દિલાસો આપ્યો? ઈશ્વરે તેમને તિતસના આવ્યાથી, તિતસે કરિંથમાનાં સંતો પાસેથી દિલાસાની જે ખબર મેળવી હતી તેનાથી, અને કરિંથીઓની મહાન અભિલાષા, તેમનો શોક અને પાઉલ માટેની તેમની ઝંખનાથી દિલાસો આપ્યો.
767:8-9esxjપાઉલના પહેલા પત્રએ કરિંથના સંતોમાં શું ઉત્પન્ન કર્યું? કરિંથના સંતોએ પાઉલના પહેલા પત્રના જવાબમાં ખેદનો અનુભવ કર્યો જે પસ્તાવા તરફ લઈ જાય છે.
777:9ygq7કરિંથના સંતોમાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થતા ખેદે શું ઉત્પન્ન કર્યું? ખેદ થવાથી તેમનામાં પસ્તાવો ઉત્પન થયો.
787:12m7z2પાઉલે કરિંથના સંતોને પહેલો પત્ર કેમ લખ્યો હતો તે વિષે શું કહ્યું? પાઉલે કહ્યું કે તેણે લખ્યું કે જેથી કરિંથના સંતોની પાઉલ અને તેના સાથીઓ માટે જે લાગણી હતી તે ઈશ્વરની આગળ તેમને પ્રગટ થાય.
797:13k2omતિતસને કેમ આનંદ થયો? તે આનંદિત હતો કારણકે કરિંથના સર્વ સંતોથી તેનો આત્મા વિસામો પામ્યો હતો.
807:15mitfતિતસની કરિંથના સંતો માટેની મમતા કેમ પુષ્કળ થઈ?તિતસની કરિંથના સંતો માટેની મમતા પુષ્કળ થઈ કારણકે તેને જ્યારે કરિંથના સંતોએ તેનો ભય અને કંપારી સહિત સ્વીકાર કર્યો હતો તેનું સ્મરણ થયું.
818:1r2aiપાઉલ કરિંથના ભાઈઓ અને બહેનો શું જાણે એવું ઇચ્છતો હતો? પાઉલ ઇચ્છતો હતો કે તેઓ મકદોનિયાની મંડળીઓ પર થયેલી ઈશ્વરની કૃપા વિષે જાણે.
828:2lruiમકદોનિયાની મંડળીઓએ તેઓની વિપત્તિથી ભારે કસોટી દરમિયાન અને તેઓ ખૂબ જ ગરીબ હતા ત્યારે શું કર્યું? તેઓએ ઉદારતારૂપી સમૃદ્ધિ દર્શાવી.
838:6nvfqપાઉલે તિતસને શું કરવા વિનંતી કરી? પાઉલે તિતસને કરિંથના સંતોમાં આ ઉદારતાનું કાર્ય સંપૂર્ણ કરવા વિનંતી કરી.
848:7nsw3કરિંથના વિશ્વાસીઓ બીજી કઈ બાબતમાં વધ્યા? તેઓ વિશ્વાસમાં, વાકચાતુર્યમાં, જ્ઞાનમાં, ભારે ઉત્કંઠામાં અને પાઉલ માટેના તેમના પ્રેમમાં વધ્યા.
858:12ek7vશું સારું અને માન્ય છે તે વિષે પાઉલ શું કહે છે?પાઉલ કહે છે કે કરિંથના સંતો માટે તે કામ કરવાની તૈયારી (તીવ્ર ઈચ્છા) એ સારી અને માન્ય છે.
868:13-14ghbzશું પાઉલ આ કામ કરાવવા માંગતો હતો કે જેથી બીજાઓને આરામ થાય અને કરિંથના સંતોને સંકટ થાય? ના. પાઉલે કહ્યું કે કરિંથીઓની પુષ્કળતા તે સમયે તેઓની (બીજા સંતોની) જરૂરિયાતો પૂરી પાડે, અને જેથી તેમની પુષ્કળતા કરિંથના સંતોની જરૂરિયાતો પૂરી પાડે, કે જેથી સમાનતા થાય.
878:16-17ouflઈશ્વરે તિતસના હૃદયમાં પાઉલને કરિંથના સંતો માટે જેવી કાળજી હતી તેવી આતુર કાળજી ઉત્પન્ન કરી પછી તિતસે શું કર્યું? તિતસે પાઉલની વિનંતી સ્વીકારી, અને તેના વિષે ખૂબ આતુર હોવાથી, તે પોતાની ખુશીથી કરિંથના સંતો પાસે આવ્યો.
888:20pf1hપાઉલે તેના ઉદારતાના કાર્યના સંબંધમાં કઈ બાબતને ટાળવાની સંભાળ લીધી? પાઉલે કોઈને તેના કાર્ય વિશે કોઈને દોષ મૂકવાનું કારણ આપવાનું ટાળવાની સંભાળ લીધી.
898:24vglqબીજી મંડળીઓ દ્વારા મોકલવામાં આવેલા ભાઈઓના સબંધી કરિંથના સંતોને પાઉલે શું કરવા કહ્યું?\n\nપાઉલે કરિંથની મંડળીને તેમણે તેમનો પ્રેમ બતાવવા કહ્યું અને તે દર્શાવવા કહ્યું કે પાઉલે બીજી મંડળીઓમાં કરિંથની મંડળી વિષે કેમ અભિમાન કર્યું હતું.
909:1o3waશાના વિષે પાઉલે કહ્યું કે કરિંથના સંતોને તેના વિષે લખવાની અગત્ય નથી? પાઉલે કહ્યું કે સંતોની સેવા બજાવવા વિષે તેમણે લખવાની અગત્ય નથી.
919:3bjarપાઉલે ભાઈઓને કરિંથ કેમ મોકલ્યા? પાઉલે ભાઈઓને મોકલ્યા કે જેથી તેનું કરિંથના સંતો વિષેનું અભિમાન વ્યર્થ ના જાય, અને તેથી કરિંથના સંતો, જેમ પાઉલે કહ્યું તેમ, તૈયાર થાય.
929:4-5tumgપાઉલને ભાઈઓને કરિંથના સંતો પાસે જવાની વિનંતી કરવાની અને કરિંથીઓએ જે દાન આપવાનું વચન આપ્યું હતું તેની વ્યવસ્થા કરવાની અગત્ય કેમ જણાઈ? પાઉલને તેની અગત્ય જણાઈ કે જેથી પાઉલ અને તેના સાથીઓએ શરમાવવું ના પડે રખેને મકદોનિયાના કોઈ માણસો પાઉલ સાથે આવે અને કરિંથીઓને તૈયાર નહીં થયેલા જુએ. પાઉલ ઈચ્છતો હતો કે કરિંથીઓ જાણે કોઈ ઉદારતાથી આપતું હોય તેમ તેમના દાનો સાથે તૈયાર રહે એમ નહીં કે જાણે કે કરિંથીઓને આપવા માટે જબરદસ્તી કરવામાં આવી હોય.
939:6rbsaતેમના આપવાનો મુખ્ય મુદ્દો કયો છે તે વિષે પાઉલે શું કહે છે?પાઉલ કહે છે કે મુદ્દો આ છે: “જે કૃપણતાથી વાવે છે, તે લણશે પણ કૃપણતાથી; અને જે ઉદારતાથી વાવે છે, તે લણશે પણ ઉદારતાથી.”
949:7clv5દરેકે કેવી રીતે આપવાનું છે? દરેકે પોતાના હૃદયમાં ઠરાવ્યું છે તેમ તેણે આપવું-ફરજિયાત નહીં કે જ્યારે તે આપે ત્યારે ખેદથી નહીં.
959:10-11n3diજે વાવનારને સારું બી તથા ખોરાકને સારું રોટલી પૂરાં પાડે છે તે કરિંથના સંતો માટે શું કરશે? તે તેમનું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તેમના ન્યાયપણાના ફળની વૃધ્ધિ કરશે. તેઓ સર્વ પ્રકારે ધનવાન થશે જેથી તેઓ ઉદાર થાય.
969:13bh3fકરિંથના સંતોએ કઈ રીતે ઈશ્વરને મહિમાવાન કર્યા? તેઓએ તેમની ખ્રિસ્તની સુવાર્તા પ્રત્યેની કબૂલાતને આધીન થઈને અને તેમના દાનો ની ઉદારતાથી ઈશ્વરને મહિમાવાન કર્યા.
979:14b12zબીજા સંતો કેમ કરિંથના સંતો માટે પ્રાર્થના કરીને તેઓ પર મમતા રાખતા હતા? તેઓ ઈશ્વરની ઘણી કૃપા જે કરિંથીઓ પર હતી તેને લીધે તેમના પર મમતા રાખતા હતા.
9810:2v5cqપાઉલ કરિંથીઓને શું આજીજી કરે છે? પાઉલ તેમને આજીજી કરે છે કે જ્યારે તે તેમની સાથે હાજર હોય, ત્યારે તેણે નિશ્ચયતાથી હિંમતવાન ના થવું પડે.
9910:2v6f7પાઉલ કયા પ્રસંગ માટે નિશ્ચયતાથી હિંમતવાન થવાનું વિચારતો હતો? પાઉલે વિચાર્યું કે તેણે નિશ્ચયતાથી હિંમતવાન થવું પડશે જ્યારે તે એવા લોકોનો સામનો કરે જેઓ એવું માનતા હતા કે પાઉલ અને તેના સાથીઓ દેહ પ્રમાણે ચાલતા હતા.
10010:4v4scજ્યારે પાઉલ અને તેના સાથીઓ લડાઈ કરતા હતા, ત્યારે કયા પ્રકારના હથિયારોનો તેઓ ઉપયોગ કરતા નહોતા? પાઉલ અને તેના સાથીઓ જ્યારે લડાઈ કરતા ત્યારે સાંસારિક હથિયારોનો ઉપયોગ નહોતા કરતા.
10110:4f5m5પાઉલ જે હથિયારોનો ઉપયોગ કરતો હતો તેમાં શું કરવાનું સામર્થ્ય હતું? જે હથિયારોનો પાઉલ ઉપયોગ કરતો હતો તેમાં કિલ્લાઓને તોડી પાડવાનું ઈશ્વરીય સામર્થ્ય હતું.
10210:8gvuyકયા કારણથી પ્રભુએ પાઉલ અને તેના સાથીઓને અધિકાર આપ્યો હતો? પ્રભુએ પાઉલ અને તેના સાથીઓને અધિકાર આપ્યો જેથી તેઓ કરિંથીઓની ઉન્નતિ કરે અને તેમનો નાશ ના કરે.
10310:10x852કેટલાક લોકો પાઉલ અને તેના પત્રો વિષે શું કહેતા હતા? કેટલાક લોકો કહેતા હતા કે પાઉલના પત્રો વજનદાર તથા સબળ છે, પણ તે પોતે શરીરે નબળો અને તેનું બોલવું દમ વગરનું છે.
10410:11o9m6પાઉલે એ લોકોને શું કહ્યું જેઓ એવું વિચારતા હતા કે તે તેના પત્રો જે દર્શાવે છે તેના કરતા રૂબરૂમાં ઘણો અલગ હતો? પાઉલે કહ્યું કે તે દૂર હોવા છતાં પત્રોમાં લખેલી બાબતથી જેવો દેખાય છે તેવો જ તે જ્યારે કરિંથના સંતો સાથે હશે ત્યારે દેખાશે.
10510:12qkvyજેઓ પોતાના વખાણ કરતા હતા છે તેઓ તેમના પોતાનામાં બુદ્ધિ નથી તેવું બતાવવા માટે શું કરતા હતા?તેઓ બતાવતા હતા કે તેઓમાં બુદ્ધિ નથી કારણકે તેઓ પોતાને એકબીજાથી માપતા હતા અને પોતાની એકબીજા સાથે સરખામણી કરતા હતા.
10610:13gpywપાઉલના અભિમાનની હદ કઈ હતી? પાઉલે કહ્યું કે તેનું અભિમાન જે હદ ઈશ્વરે તેમને ઠરાવી આપી હતી તેમાં જ રહેશે, જે કરિંથીઓ સુધી પહોંચતી હતી. પાઉલે કહ્યું કે તેઓ બીજાઓની મહેનત પર, જે કામ બીજાઓના વિસ્તારમાં થઈ રહ્યું હોય, અભિમાન કરશે નહીં.
10710:15-16afkvપાઉલ ના અભિમાનની ચોક્કસ હદ કઈ હતી? પાઉલે કહ્યું કે તેમનું અભિમાન જે હદ ઈશ્વરે તેમને ઠરાવી આપી હતી તેમાં જ રહેશે, જે કરિંથીઓ સુધી પણ પહોંચતી હતી. પાઉલે કહ્યું કે તેઓ બીજાઓની મહેનત પર, જે કામ બીજાઓના વિસ્તારમાં થઈ રહ્યું હોય, અભિમાન કરશે નહીં.
10810:18vgxfએ કોણ છે જે માન્ય થાય છે? જેના વખાણ પ્રભુ કરે છે તે માન્ય થાય છે.
10911:2qdgpપાઉલને કરિંથના સંતો માટે કેમ ઈશ્વરીય ચિંતા છે? તે તેમના માટે ચિંતાતુર હતો કારણ કે તેણે તેમનો એક પતિની સાથે, તેમને ખ્રિસ્ત માટે પવિત્ર કુમારિકા જેવા રજુ કરવા, વિવાહ કર્યો હતો.
11011:3bociકરિંથના સંતો અંગે પાઉલને કયો ભય હતો? પાઉલને ભય હતો કે તેમના વિચારો ખ્રિસ્ત પ્રત્યેના નિષ્કપટ અને પવિત્ર ભક્તિભાવથી ભટકી જાય.
11111:4dh9xકરિંથના સંતોએ શું સહન કર્યું? તેમણે કોઈને આવતા અને બીજા ખ્રિસ્તને પ્રગટ કરતાં, પાઉલ અને તેના સાથીઓએ જે સુવાર્તા પ્રગટ કરી હતી તેના કરતા જુદી સુવાર્તા પ્રગટ કરતાં સહન કર્યો.
11211:7xbygપાઉલે કરિંથીઓને કેવી રીતે સુવાર્તા પ્રગટ કરી?પાઉલે કરિંથીઓને સુવાર્તા મફત પ્રગટ કરી.
11311:8zb8yપાઉલે બીજી મંડળીઓને કેવી રીતે “લૂંટી”?તેમણે તેમની પાસેથી નાણાં લઈને તેમને લૂંટયા જેથી તે કરિંથીઓની સેવા બજાવી શકે.
11411:13temxપાઉલ કઈ રીતે એ લોકોને વર્ણવે છે કે જેઑ પાઉલ અને તેના સાથીઓ સાથે તેઓ જે બાબતમાં અભિમાન કરે છે તેમાં તેમના જેવા જ જણાય? પાઉલ આવા લોકોને જુઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, અને ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા તરીકે વર્ણવે છે.
11511:14mzrhશેતાન કોનો વેશ લે છે? શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે.
11611:16s9lmપાઉલ કેમ કરિંથના સંતોને તેનો એક મૂર્ખ તરીકે અંગીકાર કરવાનું કહે છે? પાઉલ તેમને તેનો એક મૂર્ખ તરીકે અંગીકાર કરવાનું કહે છે જેથી તે થોડુંએક અભિમાન કરે.
11711:19-20go6fકરિંથના સંતો ખુશીથી કોનું સહન કરે છે તે વિષે પાઉલ શું કહે છે? પાઉલે કહ્યું કે તેઓ મુર્ખોનું, જેઓ તેમને ગુલામ બનાવે, જેઓ તેમને સપડાવે, જેઓ તેમનું સર્વસ્વ ખાઈ જાય, જેઓ પોતાને મોટા મનાવે, અથવા તેમને તેમના મોં પર મારે તેમનું સહન કરશે.
11811:22-23y0t3પાઉલના એ લોકો સાથે જેઓ પાઉલ સાથે સરખા થવાની ઈચ્છા રાખતા હતા, જેઓ તેની સાથે પોતાની જાતની સરખામણી કરતા જેમાં અભિમાન કરે છે, તે અભિમાન કયા હતા ?પાઉલ અભિમાન કરતો હતો કે તે હિબ્રૂ હતો, એક ઇઝરાએલી હતો, અને જેઑ તેના સરખા થવાની ઈચ્છા રાખતા હતા તેમના જેવો જ તે ઇબ્રાહિમનો વંશજ હતો. પાઉલે કહ્યું કે તે તેઓ હતા તેના કરતા તે વધારે ખ્રિસ્તનો સેવક હતો-તેણે વધારે મહેનત કરી હતી, વધારે વખત કેદખાનામાં પડ્યો હતો. હદબહાર ફટકા ખાધા હતા, વારંવાર મોતના પંજામાં આવ્યો હતો.
11911:24-26r6hwપાઉલે કયા કેટલાક ચોક્કસ જોખમો સહન કર્યા? પાઉલે યહૂદીઓ તરફથી પાંચ વખત ઓગણચાલીસ ફટકા ખાધા. ત્રણ વાર તેણે સોટીઓનો માર ખાધો. એક વાર પથ્થરનો માર ખાધો. ત્રણ વાર તેનું વહાણ ભાંગી ગયું. એક રાત દહાડો તે સમુદ્રમાં પડી રહ્યો. તે નદીઓના, લૂંટારાઓના, તેના પોતાના લોકોના, વિદેશીઓના, જોખમમાં હતો. તે શહેરમાંના, અરણ્યમાંના,સમુદ્રમાના, અને ડોળઘાલુ ભાઈઓના જોખમમાં હતો.
12011:29sbczપાઉલના મંતવ્ય મુજબ, તેનું હૃદય કઈ બાબતને કારણે બળતું હતું? એક વ્યક્તિ બીજા વ્યક્તિને પાપમાં પાડે તેથી પાઉલનું હૃદય બળતું હતું.
12111:30s4trજો અભિમાન કરવું પડે તો તે શાના માટે અભિમાન કરશે તે વિષે પાઉલે શું કહ્યું? પાઉલે કહ્યું કે અભિમાન કરવું પડે તો તે જે બાબતમાં નિર્બળ છે તેમાં અભિમાન કરશે.
12211:32xdhiપાઉલને દમસ્કસમાં કયું જોખમ સતાવતું હતું?દમસ્કનો સૂબો પાઉલને પકડવા માટે શહેર પર ચોકી બેસાડતો હતો.
12312:1c7uxપાઉલ હવે કોના વિષે અભિમાન કરવાનો હતો તે વિષે શું કહ્યું? પાઉલે કહ્યું કે તે પ્રભુ તરફથી મળેલા દર્શન અને પ્રકટીકરણ વિષે અભિમાન કરશે.
12412:2pc03ખ્રિસ્તમાં એક માણસનું ૧૪ વર્ષ પહેલાં શું થયું? તેને ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો.
12512:6j4owપાઉલ કેમ કહે છે કે જો તે અભિમાન કરે તો તે મૂર્ખ ઠરે નહીં?પાઉલે કહ્યું કે તે અભિમાન કરે તો તે મૂર્ખ ઠરે નહીં કારણકે તે સાચું બોલતો હતો.
12612:7qkhcપાઉલને તે અતિશય વડાઈ કરવાથી દૂર રહે માટે શું થયું?પાઉલને તેના દેહમાં, શેતાનના દૂત તરીકે તેને હેરાન કરવા, કાંટો આપવામાં આવ્યો.
12712:9qb1lWhat did the Lord tell Paul after Paul asked the Lord to remove his thorn in the flesh?The Lord told Paul, “My grace is enough for you, for power is made perfect in weakness.”
12812:9aey9Why did Paul say it was preferable to boast about his weakness?Paul said it was preferable so that the power of Christ might reside in him.
12912:12s3fjWhat was performed among the Corinthians with all patience?Signs wonders and mighty deeds, the true signs of an apostle, were performed among them with all patience.
13012:14wcanWhy did Paul tell the Corinthians he would not be a burden to them?Paul told them this to show them that he did not want what was theirs. He wanted them.
13112:15gfv8What did Paul say he would most gladly do for the Corinthian saints?Paul said he would most gladly spend and be spent for their souls.
13212:19xz62For what purpose did Paul say all these things to the Corinthian saints?Paul said all these things to build up the Corinthian saints.
13312:20ihutWhat was Paul afraid he might find when he went back to the Corinthian saints?Paul was afraid that among them he would find arguments, jealousy, outbursts of anger, selfish ambition, gossip, pride, and disorder.
13412:21rfkdWhat was Paul afraid that God might do to him?Paul was afraid God might humble Paul before the Corinthian saints.
13512:21tdhbFor what reason does Paul think he might mourn for many of the Corinthian saints who previously sinned?Paul was afraid they might not have repented of the impurity and sexual immorality and lustful indulgence which they previously practiced.
13613:1-2cf6kHow many times had Paul already come to the Corinthian saints at the time 2 Corinthians was written?Paul had already come to them twice at the time 2 Corinthians was written.
13713:3v2d0Why did Paul tell the Corinthians saints who had sinned and all the rest that if he came again, he would not spare them?Paul told them this because the Corinthian saints were seeking evidence that Christ was speaking through Paul.
13813:5oyi5For what did Paul tell the Corinthian saints to examine and test themselves?Paul told them to examine and test themselves to see if they were in the faith.
13913:6tpmeWhat was Paul confident the Corinthian saints would find concerning Paul and his companions?Paul was confident the Corinthian saints would find that they were not unapproved, but approved by God.
14013:8x6m8What did Paul say that he and his companions were not able to do?Paul said they were not able to do anything against the truth.
14113:10m3b8Why did Paul write these things to the Corinthian saints while he was away from them?Paul did this so that when he was with them, he would not have to act harshly toward them.
14213:10qgbuHow did Paul want to use the authority the Lord gave him with regard to the Corinthian saints?Paul wanted to use his authority to build up the Corinthian saints and not tear them down.
14313:11-12qz8oIn concluding, what did Paul want the Corinthians to do?Paul wanted them to rejoice, to work for restoration, to agree with one another, to live in peace, and to greet each other with a holy kiss.
14413:14jbtvWhat did Paul want all the Corinthian saints to have with them?Paul wanted them all to have the grace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit.