137 KiB
137 KiB
1 | Reference | ID | Tags | Quote | Occurrence | Question | Response |
---|---|---|---|---|---|---|---|
2 | 1:2 | kowp | \# લૂક જે “નજરે જોનારાઓનો” ઉલ્લેખ કર્યો તે કોણ હતા? | “નજરે જોનારાઓ” એ લોકો હતા જેઓ ઈસુના સેવાકાર્યની શરૂઆતથી પ્રેરિતો સાથે હતા. | |||
3 | 1:2 | gjx5 | \# ઈસુએ જે કર્યું તે જોયા પછી કેટલાક નજરે જોનારાઓએ શું કર્યું? | તેઓએ ઈસુએ જે કર્યું તેનું વર્ણન અથવા વાત લખી. | |||
4 | 1:4 | b5g8 | \# ઈસુએ જે કહ્યું અને કર્યું તેને વિગતવાર લખવાનું લૂકે પોતે શા માટે નક્કી કર્યું? | તે ચાહતો હતો કે થિયોફિલ તેને જે શીખવવામાં આવ્યું હતું તે સબંધીની ચોક્કસતા જાણે. | |||
5 | 1:6 | ykne | \# ઈશ્વરે શા માટે ઝખાર્યા અને એલિસાબેતને ન્યાયી ગણ્યા? | ઈશ્વરે તેઓને ન્યાયી ગણ્યા કેમ કે તેઓ તેમની આજ્ઞાઓમાં નિર્દોષ રીતે ચાલ્યા હતા. | |||
6 | 1:7 | lyss | \# શા માટે ઝખાર્યા અને એલિસાબેતને કોઈ બાળક ન હતું? | તેઓને બાળક ન હતું કેમ કે એલિસાબેત બાળકને જન્મ આપવા અસમર્થ હતી. હવે, તે અને ઝખાર્યા ઘણા વૃદ્ધ હતા. | |||
7 | 1:8 | ndy2 | \# ઈશ્વર આગળ ઝખાર્યા શું કામ કરતો હતો? | ઝખાર્યા એક યાજક તરીકે સેવા કરી રહ્યો હતો. | |||
8 | 1:9 | am5d | \# ઝખાર્યાએ ભક્તિસ્થાનમાં શું કર્યું? | તેણે ઈશ્વર આગળ ધૂપ સળગાવ્યું. | |||
9 | 1:10 | i1yp | \# જ્યારે ઝખાર્યા ભક્તિસ્થાનમાં હતો, ત્યારે લોકોએ શું કર્યું? | લોકો ભક્તિસ્થાનની બહાર ઊભા રહ્યા અને પ્રાર્થના કરી રહ્યા હતા. | |||
10 | 1:11 | aeen | \# જ્યારે ઝખાર્યા ભક્તિસ્થાનમાં હતો, ત્યારે તેને કોણ દેખાયું? | ઝખાર્યાને ભક્તિસ્થાનમાં પ્રભુનો દૂત દેખાયો. | |||
11 | 1:12 | x8vw | \# જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો, ત્યારે તેણે કેવો વ્યવહાર કર્યો? | જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો, ત્યારે તે ગભરાયો અને ઘણો ડરી ગયો હતો. | |||
12 | 1:13 | di28 | \# દૂતે ઝખાર્યાને શું કહ્યું? | દૂતે ઝખાર્યાને ભયભીત ન થવા અને એમ કહ્યું કે તેની પત્ની એલિસાબેતને દીકરો થશે. તેના દીકરાનું નામ યોહાન હશે. | |||
13 | 1:16 | uvx1 | \# યોહાન ઈઝરાયેલના સંતાનો માટે શું કરશે, દૂતે શું કહ્યું? | દૂતે કહ્યું કે યોહાન ઈઝરાયેલના સંતાનોને તેમના ઈશ્વર પ્રભુ તરફ ફેરવશે. | |||
14 | 1:17 | itoe | \# યોહાનના કૃત્યો લોકોને શેની માટે તૈયાર કરશે? | યોહાનના કૃત્યો લોકોને પ્રભુ માટે તૈયાર કરશે. | |||
15 | 1:19 | nsxz | \# દૂતનું નામ શું હતું અને સામાન્ય રીતે તે ક્યાં રહે છે? | દૂતનું નામ ગાબ્રિયેલ હતું અને સામાન્ય રીતે તે ઈશ્વરની હાજરીમાં ઊભો રહેતો હતો. | |||
16 | 1:20 | go3k | \# ઝખાર્યાએ દૂતના શબ્દો પર વિશ્વાસ ન કર્યો માટે દૂતે શું કહ્યું કે તેને થશે? | જ્યાં સુધી બાળકનો જન્મ નહિ થાય ત્યાં સુધી ઝખાર્યા બોલી શકશે નહિ. | |||
17 | 1:27 | sls7 | \# એલિસાબેતના ગર્ભધારણના છ મહિના પછી ઈશ્વર દ્વારા ગાબ્રિયેલને કોની મુલાકાત લેવા મોકલવામાં આવ્યો હતો? | તેને મરિયમ નામની એક કુંવારી કે જેની દાઉદના વંશજ યૂસફ સાથે સગાઈ થઈ હતી, તેની પાસે મોકલવામાં આવ્યો હતો. | |||
18 | 1:31 | mv8j | \# દૂતે શું કહ્યું કે મરિયમને થશે? | દૂતે કહ્યું કે મરિયમ ગર્ભવતી થશે અને તેને દીકરો થશે, જેનું નામ તે ઈસુ પાડશે. | |||
19 | 1:33 | c31e | \# તે બાળક શું કરશે? | તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ. | |||
20 | 1:35 | gpsc | \# મરિયમ કુંવારી હતી, તો આમ કેવી રીતે બનશે એ વિષે દૂતે શું કહ્યું? | દૂતે કહ્યું કે પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. | |||
21 | 1:35 | jxtb | \# દૂતે કહ્યું કે આ પવિત્ર બાળક કોનો દીકરો કહેવાશે? | દૂતે કહ્યું કે બાળક ઈશ્વરનો દીકરો કહેવાશે. | |||
22 | 1:37 | muvo | \# દૂતે શું કહ્યું કે જે ઈશ્વર માટે અશક્ય નથી? | ઈશ્વર માટે કશું જ અશક્ય નથી. | |||
23 | 1:41 | ln0x | \# જ્યારે મરિયમે એલિસાબેતને સલામ પાઠવી, ત્યારે એલિસાબેતના બાળકે શું કર્યું? | બાળક આનંદથી તેના પેટમાં કૂદ્યું. | |||
24 | 1:42 | nyxb | \# એલિસાબેતે કોને આશીર્વાદિત કહ્યાં? | એલિસાબેતે કહ્યું કે મરિયમ અને તેનું બાળક આશીર્વાદિત છે. | |||
25 | 1:54 | bf4d | \# ઈશ્વરે શા માટે તેમના સેવક ઈઝરાયેલને સહાય કરી? | ઈશ્વરે તેમની દયાને યાદ કરી. | |||
26 | 1:59 | so1w | \# સુન્નતના દિવસે તેઓ સામાન્ય રીતે એલિસાબેતના દીકરાનું શું નામ પાડવાના હતા? | સામાન્ય રીતે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવાના હતા. | |||
27 | 1:63 | opls | \# બાળકનું નામ શું હોવું જોઈએ એમ જ્યારે ઝખાર્યાને પુછવામાં આવ્યું, ત્યારે તેણે શું લખ્યું? | ઝખાર્યાએ લખ્યું “તેનું નામ યોહાન છે.” | |||
28 | 1:64 | yzdk | \# જ્યારે ઝખાર્યાએ બાળકનું નામ લખ્યું ત્યારબાદ તરત જ તેને શું થયું? | જ્યારે ઝખાર્યાએ બાળકનું નામ લખ્યું ત્યારબાદ તરત જ તે બોલ્યો અને ઈશ્વરની સ્તુતિ કરી. | |||
29 | 1:66 | hn4h | \# આ સર્વ બનાવોને કારણે, બાળક વિષે દરેકને શું સમજાયું? | તેઓને સમજાયું કે પ્રભુનો હાથ તેના પર હતો.. | |||
30 | 1:68 | hv8v | \# હવે ઈશ્વરે શું સિદ્ધ કર્યું છે કે જે ઝખાર્યાની ઈશ્વરની સ્તુતિ કરવા પાછળ કારણભૂત હતું? | ઈશ્વરે હવે તેમના લોકોને માટે ઉદ્ધાર સિદ્ધ કર્યો હતો. | |||
31 | 1:77 | der1 | \# ઝખાર્યાએ પ્રબોધ કર્યો કે તેનો દીકરો યોહાન લોકોને જાણવા સહાય કરશે, તે શું હતું? | લોકો કેવી રીતે પોતાના પાપોની માફી દ્વારા તારણ પામી શકે એ જાણવા યોહાન લોકોને સહાય કરશે. | |||
32 | 1:80 | jswc | \# યોહાન જાહેર રીતે દેખાયો ત્યાં સુધી તે ક્યાં રહેતો હતો? | યોહાન અરણ્યમાં મોટો થયો અને રહ્યો. | |||
33 | 2:3 | fd0v | \# વસ્તીગણતરી માટે સર્વ લોકો નામ નોંધાવવા ક્યાં ગયા? | લોકો નામ નોંધાવવા માટે પોતપોતાના નગરમાં ગયા. | |||
34 | 2:4 | o7h3 | \# શા માટે યૂસફ મરિયમ સાથે નામ નોંધાવવા બેથલેહેમ ગયો? | યૂસફ અને મરિયમ નામ નોંધાવવા બેથલેહેમ ગયા કેમ કે યૂસફ દાઉદનો વંશજ હતો. | |||
35 | 2:7 | bzmx | \# જ્યારે મરિયમે દીકરાને જન્મ આપ્યો, ત્યારે તેણે તેને ક્યાં મૂક્યો? | જ્યારે બાળક જનમ્યું, ત્યારે મરિયમે તેને ગભાણમાં મૂક્યો હતો. | |||
36 | 2:8 | euif | \# ઘેટાંપાળકો એ રાત્રીએ શું કરતાં હતા? | તેઓ ખેતરમાં રહીને પોતાનાં ઘેટાંને સાચવતા હતા. | |||
37 | 2:9 | e8sp | \# જ્યારે ઘેટાંપાળકોએ દૂતને જોયો, ત્યારે તેઓએ કેવો પ્રતિભાવ આપ્યો? | ઘેટાંપાળકો ખૂબ ગભરાઈ ગયા હતા. | |||
38 | 2:11 | vzkf | \# દૂતે ઘેટાંપાળકોને કયો શુભ સંદેશ આપ્યો? | દૂતે ઘેટાંપાળકોને કહ્યું કે એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનમ્યાં છે. | |||
39 | 2:15 | kpya | \# દૂતના ગયા પછી ઘેટાંપાળકોએ શું કરવાનું નક્કી કર્યું? | ઘેટાંપાળકોએ જન્મેલ બાળકને જોવા બેથલેહેમ જવાનું નક્કી કર્યું. | |||
40 | 2:16 | lk05 | \# ઘેટાંપાળકોએ બેથલેહેમમાં શું જોયું? | ઘેટાંપાળકોએ મરિયમ અને યૂસફ, તથા બાળકને ગભાણમાં સૂતેલું જોયું. | |||
41 | 2:21 | kk9x | \# ઈસુની સુન્નત ક્યારે કરવામાં આવી? | ઈસુની સુન્નત તેમના જન્મના આઠ દિવસ બાદ કરવામાં આવી. | |||
42 | 2:22 | rp5d | \# શા માટે યૂસફ અને મરિયમ બાળક ઈસુને યરૂશાલેમના ભક્તિસ્થાનમાં લઈ ગયા? | પ્રભુ સમક્ષ રજૂ કરવાને તથા મુસાના નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે બલિદાન કરવા તેઓ તેને ભક્તિસ્થાનમાં લઈ ગયા હતા. | |||
43 | 2:26 | eh4j | \# પવિત્ર આત્માએ શિમયોનને શું પ્રગટ કર્યું હતું? | પવિત્ર આત્માએ શિમયોનને એ પ્રગટ કર્યું હતું કે તે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલા મરણ પામશે નહિ. | |||
44 | 2:32 | ssnc | \# ઈસુની મા હોવાને કારણે મરિયમને શું થશે, શિમયોને શું કહ્યું? | શિમયોને કહ્યું કે ઈસુ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે. | |||
45 | 2:35 | t21p | \# ઈસુની મા હોવાને કારણે મરિયમને શું થશે, શિમયોને શું કહ્યું? | શિમયોને કહ્યું કે તેના પોતાના જીવને તલવાર વીંધી નાખશે. | |||
46 | 2:38 | c215 | \# જ્યારે હાન્ના પ્રબોધિકા મરિયમ, યૂસફ અને ઈસુ પાસે આવી, ત્યારે તેણે શું કર્યું? | હાન્ના એ ઈશ્વરનો આભાર માન્યો અને સર્વને બાળક વિષે કહ્યું. | |||
47 | 2:40 | spq8 | \# બાળ ઈસુ જ્યારે નાસરેથ પરત આવ્યા, તારે તેમને શું થયું? | ઈસુ મોટા થયા, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયા, અને ઈશ્વરની કૃપા તેમના પર હતી. | |||
48 | 2:44 | twwk | \# યરૂશાલેમમાં પાસ્ખાપર્વ દરમિયાન શા માટે ઈસુના માતા-પિતાને તેઓ પાછળ રહી ગયા તેની ખબર ન પડી? | તેઓને ખબર ન પડી કેમ કે તેઓને લાગ્યું કે જે જુથ તેઓ સાથે મુસાફરી કરી રહ્યું હતું, તેમાં જ તેઓ હતા. | |||
49 | 2:46 | umuq | \# ઈસુના માતા-પિતાને ઈસુ ક્યાં મળ્યા અને તેઓ ત્યાં શું કરી રહ્યા હતા? | તેમના માતા-પિતાએ તેમને ભક્તિસ્થાનમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતાં તથા તેઓને સવાલો પૂછતાં જોયા. | |||
50 | 2:49 | cp88 | \# જ્યારે મરિયમે તેમને કહ્યું કે તેઓએ દુ:ખી થઈને તેમની શોધ કરી, ત્યારે ઈસુએ શો જવાબ આપ્યો? | “શું તમે જાણતા નહોતાં કે મારે મારા પિતાના ઘરમાં હોવું જોઈએ?” | |||
51 | 2:51 | n2aw | \# જ્યારે તેઓ નાસરેથ પરત ફર્યા ત્યારપછી ઈસુનું તેમના માતા-પિતા તરફ કેવું વલણ હતું? | તેઓ માતા\-પિતાને આધીન રહ્યા. | |||
52 | 2:52 | zo9z | \# ઈસુ વૃદ્ધિ પામ્યા તો કેવા પ્રકારના તેઓ હતા? | તેઓ જ્ઞાનમાં તથા કદમાં, ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામતા ગયા. | |||
53 | 3:3 | ccc7 | \# યોહાને યર્દનની આસપાસના સઘળા પ્રદેશમાં કયો ઉપદેશ કર્યો? | યોહાને પાપોની માફીને સારુ પસ્તાવાના બાપ્તિસ્માનો ઉપદેશ કર્યો. | |||
54 | 3:4 | ep3t | \# કોના માટે યોહાને કહ્યું કે તે માર્ગ તૈયાર કરી રહ્યો હતો? | યોહાને કહ્યું કે તે પ્રભુને માટે માર્ગ તૈયાર કરી રહ્યો હતો. | |||
55 | 3:8 | hnfb | \# યોહાને લોકોને ઇબ્રાહિમ તેમના પિતા હતા તે વાસ્તવિક્તા પર વિશ્વાસ કરવાને બદલે શું કરવાનું કહ્યું? | યોહાને તેઓને પસ્તાવો કરવાથી જે ફળ ઉત્પન્ન થાય છે તે ઉપજાવવા કહ્યું. | |||
56 | 3:9 | az6s | \# જે વૃક્ષ સારા ફળ આપતું નથી તેનું શું થાય છે તે વિષે યોહાને શું કહ્યું? | યોહાને કહ્યું કે તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. | |||
57 | 3:13 | r6m1 | \# ખરો પસ્તાવો દર્શાવવા દાણીઓએ શું કરવું જોઈએ, તે વિષે યોહાને શું કહ્યું? | યોહાને કહ્યું કે તેઓએ નિયત કરાયેલા નાણાં કરતાં વધારે ન લેવા જોઈએ. | |||
58 | 3:16 | nu5n | \# યોહાને લોકોને કહ્યું કે તેણે પાણીથી બાપ્તિસ્મા કર્યું. જે આવનાર છે તે શેના વડે બાપ્તિસ્મા કરશે, તે વિષે યોહાને શું કહ્યું? | યોહાને કહ્યું કોઈક આવનાર છે જે પવિત્ર આત્મા તથા અગ્નિથી બાપ્તિસ્મા કરશે. | |||
59 | 3:19 | qu43 | \# યોહાને શા માટે હેરોદને ઠપકો આપ્યો? | યોહાને હેરોદને ઠપકો આપ્યો કેમ કે હેરોદે તેના ભાઈની પત્ની સાથે લગ્ન કર્યા હતા અને બીજા ઘણાં દુષ્ટ કામો કર્યા હતા. | |||
60 | 3:20 | cblf | \# યોહાનને જેલમાં કોણે પૂર્યો? | હેરોદે યોહાનને જેલમાં પૂર્યો હતો. | |||
61 | 3:21 | t9le | \# યોહાને ઈસુનું બાપ્તિસ્મા કર્યું પછી તરત શું થયું? | યોહાને ઈસુનું બાપ્તિસ્મા કર્યું ત્યારપછી સ્વર્ગ ખૂલી ગયું. | |||
62 | 3:22 | ppto | \# યોહાને ઈસુનું બાપ્તિસ્મા કર્યું ત્યારપછી સ્વર્ગમાંથી કોણ ઉતર્યું? | પવિત્ર આત્મા ઈસુ પર કબૂતરના રૂપે ઉતર્યો. | |||
63 | 3:22 | izpa | \# આકાશમાંથી જે વાણી થઈ તે શી હતી? | આકાશમાંથી એવી વાણી થઈ, “તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.” | |||
64 | 3:23 | ndmr | \# ઈસુએ જ્યારે બોધ કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓ કેટલી ઉંમરના હતા? | ઈસુ પોતે બોધ કરવા લાગ્યા, ત્યારે તે આશરે 30 વર્ષની ઉંમરના હતા. | |||
65 | 4:1 | ti9c | \# ઈસુને અરણ્યમાં કોણ દોરી ગયું? | પવિત્ર આત્મા ઈસુને અરણ્યમાં દોરી ગયા. | |||
66 | 4:2 | qzua | \# શેતાને અરણ્યમાં ઈસુનું કેટલા દિવસ પરીક્ષણ કર્યું? | શેતાને અરણ્યમાં ઈસુનું 40 દિવસ પરીક્ષણ કર્યું. | |||
67 | 4:3 | jpbn | \# જમીન પર પડેલા પથ્થર વિષે શેતાને ઈસુને શું પડકાર આપ્યો? | પથ્થરને રોટલીમાં બદલવાનું શેતાને ઈસુને કહ્યું. | |||
68 | 4:4 | ojkz | \# ઈસુનો શેતાનને શો પ્રતિભાવ હતો? | ઈસુએ કહ્યું કે, એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ. | |||
69 | 4:5 | oi56 | \# શેતાને ઊંચી જગ્યાએથી ઈસુને શું બતાવ્યું? | શેતાને ઈસુને દુનિયાના બધાં રાજ્યો બતાવ્યા. | |||
70 | 4:7 | t1ax | \# શેતાન શું ચાહતો હતો કે ઈસુ કરે? | શેતાન ચાહતો હતો કે ઈસુ તેની આગળ નમે. | |||
71 | 4:8 | j69z | \# ઈસુનો શેતાનને શો પ્રતિભાવ હતો? | ઈસુએ કહ્યું કે, એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું અને એકલા તેમની જ સેવા કરવી. | |||
72 | 4:9 | plz7 | \# જ્યારે શેતાન ઈસુને ભક્તિસ્થાનના શિખર પર લઈ ગયો, ત્યારે તેણે તેમને શું કરવા કહ્યું? | તેણે ઈસુને ત્યાંથી નીચે પડી જવા કહ્યું. | |||
73 | 4:12 | jttf | \# ઈસુનો શેતાનને શો પ્રતિભાવ હતો? | ઈસુએ કહ્યું કે, એમ લખેલું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી ન કરવી. | |||
74 | 4:13 | aupr | \# જ્યારે ઈસુએ ભક્તિસ્થાન પરથી પડી જવાની મના કરી, ત્યારે શેતાને શું કર્યું? | શેતાન બીજા સમય સુધી ઈસુ પાસેથી ગયો. | |||
75 | 4:17 | wnko | \# જ્યારે ઈસુ સભાસ્થાનમાં ઊભા થયા, ત્યારે તેમણે શાસ્ત્રના કયા પુસ્તકમાંથી વાંચન કર્યું? | ઈસુએ યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી વાંચન કર્યું. | |||
76 | 4:21 | r497 | \# ઈસુએ શું કહ્યું જે એ દિવસે પૂર્ણ થયું હતું? | ઈસુએ કહ્યું કે જે વચન તેમણે યશાયામાંથી વાંચ્યું તે એ દિવસે પૂરું થયું હતું. | |||
77 | 4:24 | wikq | \# કેવા પ્રકારનું સ્વાગત ઈસુએ કહ્યું બોધક તેના પોતાના દેશમાં પ્રાપ્ત કરે છે? | ઈસુએ કહ્યું કે કોઈપણ પ્રબોધક તેના પોતાના દેશમાં સ્વીકાર્ય નથી. | |||
78 | 4:26 | pdoq | સભાસ્થાનમાં લોકો મધ્યે ઈસુના પ્રથમ ઉદાહરણમાં ઈશ્વરે કોને સહાય કરવા એલિયાને ક્યાં મોકલ્યો હતો? | ઈશ્વરે એલિયાને સિદોન શહેર નજીક સારફાથમાં એક વિધવા સ્ત્રીને સહાય કરવા મોકલ્યો હતો. | |||
79 | 4:27 | ntoc | \# સભાસ્થાનમાં લોકો મધ્યે ઈસુના બીજા ઉદાહરણમાં તે વ્યક્તિ કયા દેશનો હતો જેને એલિશા સહાય કરે એવું ઈશ્વર ચાહતા હતા? | ઈશ્વર ચાહતા હતા કે એલિશા નામાન કે જે અરામ દેશનો હતો તેને સહાય કરે. | |||
80 | 4:28 | ny7z | # જ્યારે ઈસુ પાસેથી આ ઉદાહરણો સાંભળ્યા ત્યારે સભાસ્થાનના લોકોએ કેવો પ્રતિભાવ આપ્યો? | તેઓ ગુસ્સાથી ભરાઈ ગયા. | |||
81 | 4:29 | x7xq | \# સભાસ્થાનમાંના લોકોએ કેવી રીતે ઈસુને મારી નાખવાનો પ્રયત્ન કર્યો? | જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું ત્યાંથી તેમને નીચે પાડી નાખવાનું તેઓએ આયોજન કર્યું. | |||
82 | 4:30 | twbl | \# સભાસ્થાનના લોકો દ્વારા ઈસુએ કેવી રીતે મરવાનું ટાળ્યું? | ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા. | |||
83 | 4:34 | dz1m | \# સભાસ્થાનમાં માણસ દ્વારા બોલતા દુષ્ટાત્માને ઈસુ વિષે શું જાણ હતી? | દુષ્ટાત્માએ કહ્યું કે તે જાણે છે કે ઈસુ ઈશ્વરના પવિત્ર વ્યક્તિ છે. | |||
84 | 4:36 | f7m7 | \# ઈસુએ દુષ્ટાત્માને કાઢ્યો ત્યારપછી લોકોએ કેવો પ્રતિભાવ આપ્યો? | બધાને આશ્ચર્ય લાગ્યું, અને તેઓ એકબીજા સાથે એ સબંધી વાત કરી રહ્યાં હતા. | |||
85 | 4:40 | r8mt | \# ઈસુ પાસે રોગોથી પીડાતા જે લોકોને લાવવામાં આવ્યા તેઓ માટે તેમણે શું કર્યું? | ઈસુએ તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં. | |||
86 | 4:41 | xytr | \# જ્યારે દુષ્ટાત્માઓને કાઢવામાં આવ્યા, ત્યારે તેઓ શું બોલતા હતા, અને શા માટે ઈસુએ તેઓને બોલવા ન દીધા? | દુષ્ટાત્માઓ બોલતા હતા કે ઈસુ ઈશ્વરના દીકરા છે, અને ઈસુએ તેઓને બોલવા ન દીધા કેમ કે તેઓ જાણતા હતા કે તે ખ્રિસ્ત છે. | |||
87 | 4:43 | qj8p | \# ઈસુને મોકલવામાં આવ્યા તે કારણ વિષે ઈસુએ શું કહ્યું? | ઈસુએ કહ્યું તેઓને ઘણાં શહેરોમાં ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવા મોકલવામાં આવ્યા હતા. | |||
88 | 5:4 | efbb | \# લોકોને ઉપદેશ આપવાના સ્થાન તરીકે સિમોનની હોડીનો ઉપયોગ કર્યા બાદ ઈસુએ સિમોનને તેની હોડી વડે શું કરવાનું કહ્યું? | હોડીને ઊંડા પાણીમાં જવા દે, અને માછલાં પકડવા સારુ જાળો નાખ. | |||
89 | 5:5 | tae9 | \# પિતરે આગલી રાત્રીએ કશું જ ન પકડ્યું હોવા છતાં તેણે શું કર્યું? | તે આધીન થયો અને જાળો નાખી. | |||
90 | 5:6 | wnvw | \# જ્યારે તેમણે જ્યારે જાળો નાખી, ત્યારે શું થયું? | તેઓએ એટલો માછલાંનો જથ્થો પકડ્યો કે તેઓની જાળ તૂટવા લાગી | |||
91 | 5:8 | inzb | \# સિમોન ત્યારબાદ શું ઈચ્છતો હતો કે ઈસુ કરે? | સિમોન ચાહતો હતો કે ઈસુ તેનાથી દૂર જતાં રહે કેમ કે સિમોન જાણતો હતો કે તે (સિમોન) પાપી માણસ હતો. | |||
92 | 5:10 | m4zr | \# ઈસુએ સિમોનને તેના ભવિષ્યના કાર્ય વિષે શું કહ્યું? | ઈસુએ કહ્યું કે સિમોન હવેથી માણસોનો પકડનાર બનશે. | |||
93 | 5:15 | fsjg | \# આ સમયે, ઈસુનો ઉપદેશ સાંભળવા તથા રોગોમાંથી સાજા થવા કોણ આવી રહ્યું હતું? | ઈસુ પાસે લોકોનું મોટું ટોળું આવી રહ્યું હતું. | |||
94 | 5:20 | rbbe | \# લકવાગ્રસ્ત માણસ કે જેના મિત્રોએ તેને છાપરા પરથી ઉતાર્યો હતો તેને ઈસુએ શું કહ્યું? | ઈસુએ તેને કહ્યું કે તેના પાપો તેને માફ કરવામાં આવ્યા છે. | |||
95 | 5:21 | ykea | \# શા માટે શાસ્ત્રીઓ અને ફરોશીઓ એવું વિચારતા હતા કે એ વિધાન દુર્ભાષણ હતું? | તેઓએ કહ્યું ઈસુના શબ્દો દુર્ભાષણ હતા કેમ કે ઈશ્વર એકલા જ પાપો માફ કરી શકે છે. | |||
96 | 5:24 | cf3m | \# ઈસુ પાસે પૃથ્વી પર કયો અધિકાર હતો જે તેમણે જ્યારે લકવાગ્રસ્ત માણસને આ રીતે સાજો કર્યો, ત્યારે દર્શાવ્યો? | ઈસુએ માણસને સાજો કર્યો કે તેઓ જાણે કે તેઓને પૃથ્વી પર પાપો માફ કરવાનો અધિકાર હતો. | |||
97 | 5:32 | g2e5 | \# જ્યારે ઈસુ દાણીના ઘરે ખાતા-પીતા હતા, ત્યારે ઈસુએ શું કહ્યું કે તે કરવા આવ્યા છે? | તેઓ પાપીઓને પસ્તાવાને સારું બોલાવવા આવ્યા છે. | |||
98 | 5:35 | a1ts | \# ઈસુએ ક્યારે કહ્યું કે તેમના શિષ્યો ઉપવાસ કરશે? | ઈસુએ કહ્યું તેમના શિષ્યો ઈસુને તેમની પાસેથી લઈ લેવાશે ત્યારે ઉપવાસ કરશે. | |||
99 | 5:36 | qa45 | \# ઈસુના દ્રષ્ટાંતમાં, જો નવા વસ્ત્રમાંથી કટકો ફાડીને જૂના વસ્ત્રને થીગડું મારવાના ઉપયોગમાં લેવામાં આવે, તો શું થશે? | નવું ફાટી જશે, અને નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવે. | |||
100 | 5:37 | w21b | \# ઈસુના બીજા દ્રષ્ટાંતમાં, જો નવો દ્રાક્ષારસ જૂના દ્રાક્ષારસની મશકોમાં ભરવામાં આવે, તો શું થશે? | નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખશે, અને તે ઢળી જશે અને મશકોનો નાશ થશે. | |||
101 | 5:38 | wc0p | \# ઈસુએ શું કહ્યું નવા દ્રાક્ષારસને યોગ્ય રીતે રાખવા શું કરવું જોઈએ? | નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ. | |||
102 | 6:1 | eiyn | \# ઈસુના શિષ્યો વિશ્રામવારે શું કરી રહ્યાં હતા જે વિષે ફરોશીઓએ કહ્યું કે નિયમશાસ્ત્ર વિરુદ્ધ છે? | તેઓ ઘઉંના કણસલાં તોડીને હાથમાં મસળીને ખાતા હતા. | |||
103 | 6:5 | j2t9 | \# ઈસુએ પોતાને માટે કયા શીર્ષકનો દાવો કર્યો જેણે તેમને વિશ્રામવારે શું કરવું નિયમસર છે તે કહેવાનો અધિકાર આપ્યો હતો? | વિશ્રામવારના પ્રભુ, એ શીર્ષકનો દાવો ઈસુએ કર્યો. | |||
104 | 6:11 | hmcc | \# જ્યારે ઈસુએ વિશ્રામવારે સુકાઈ ગયેલા હાથવાળા વ્યક્તિને સાજો કર્યો, ત્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓએ કેવો પ્રતિભાવ આપ્યો? | તેઓ ક્રોધે ભરાયા અને ઈસુ વિષે શું કરી શકાય એ વિષે વાતો કરવા લાગ્યા | |||
105 | 6:13 | zr2s | \# જે 12 માણસોને ઈસુએ પહાડ પર પસંદ કર્યા, તેઓને તેમણે કયું નામ આપ્યું? | ઈસુએ તેઓને “પ્રેરિતો” કહ્યાં. | |||
106 | 6:20 | a30a | \# ઈસુ કયા પ્રકારના લોકોને ધન્ય કહે છે? | જેઓ નિર્ધન છે તેઓ ધન્ય છે. | |||
107 | 6:21 | fjad | \# ઈસુ કયા પ્રકારના લોકોને ધન્ય કહે છે? | જેઓ રડનારાઓ છે તેઓ ધન્ય છે. | |||
108 | 6:22 | q4f9 | \# ઈસુ કયા પ્રકારના લોકોને ધન્ય કહે છે? | જેઓને ધિક્કારવામાં આવે છે, અપમાન થાય છે અને માણસના દીકરાને કારણે નકારવામાં આવે છે તેઓ ધન્ય છે. | |||
109 | 6:23 | sugy | \# શા માટે આ પ્રકારના લોકોએ ઈસુ અનુસાર આનંદ કરવો જોઈએ અને ખુશીથી કૂદવું જોઈએ? | તેઓએ આનંદ કરવો જોઈએ કેમ કે સ્વર્ગમાં તેમનો બદલો મોટો છે. | |||
110 | 6:27 | dyy2 | \# ઈસુના શિષ્યોએ કેવી રીતે તેમના શત્રુઓ અને જેઓ તેમને ધિક્કારે છે તેઓ સાથે વ્યવહાર કરવો જોઈએ એ વિષે ઈસુએ શું કહ્યું? | તેઓએ તેમના શત્રુ પર પ્રેમ કરવો જોઈએ અને જેઓ તેમને ધિક્કારે છે તેમનું ભલું કરવું જોઈએ. | |||
111 | 6:35 | lx9x | \# પરાત્પરના પિતાનું વલણ અનુપકારીઓ અને પાપીઓ પ્રત્યે કેવું છે? | તેઓ તેમના પ્રત્યે દયાળુ તથા માયાળુ છે. | |||
112 | 6:42 | jam3 | \# પોતાના ભાઈની આંખમાંથી ભારોટિયો કાઢતા પહેલા, ઈસુએ શું કહ્યું જે આપણે કરવું જોઈએ? | પહેલાં આપણે પોતાની આંખમાંથી ભારોટીયો કાઢવો જોઈએ કે જેથી આપણે પોતાના ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખી શકીએ. | |||
113 | 6:45 | qxfm | \# સારા માણસના હ્રદયમાંના સારા ભંડારમાંથી શું આવે છે? | સારા માણસના હ્રદયમાંના સારા ભંડારમાંથી સારું આવે છે. | |||
114 | 6:45 | lk20 | \# દુષ્ટ માણસ શું ઉત્પન્ન કરે છે? | દુષ્ટ માણસ દુષ્ટતા ઉત્પન્ન કરે છે. | |||
115 | 6:47 | se5n | \# ઈસુના શબ્દો જે સાંભળે અને પાળે છે તે માણસ કોના જેવો છે, ઈસુ શું કહે છે? | તે એ વ્યક્તિ જેવો છે જે મજબૂત ખડક પર ઘર બાંધે છે કે જેથી તેનું ઘર પૂરની સામે ટકી રહે છે. | |||
116 | 6:49 | i6u0 | \# ઈસુના શબ્દો જે સાંભળે અને પાળતો નથી તે માણસ કોના જેવો છે? | તે એ વ્યક્તિ જેવો છે જે પાયા વિના ઘર બાંધે છે કે જેથી જ્યારે પૂર આવે, ત્યારે તે નાશ પામે છે. | |||
117 | 7:3 | elok | \# જ્યારે સૂબેદારે યહૂદી વડીલોને ઈસુ પાસે મોકલ્યા, ત્યારે તેણે પ્રથમ ઈસુને શું કરવા કહ્યું? | તેણે ઈસુને આવવા અને ચાકરને સાજો કરવા કહ્યું. | |||
118 | 7:6 | pqmt | \# શા માટે સૂબેદારે ત્યારપછી ઈસુ પાસે મિત્રોને એ કહેવા મોકલ્યા કે તેમણે ઘરે આવવું જોઈએ નહિ? | સૂબેદારે કહ્યું કે ઈસુ તેના ઘરે આવે એવો તે યોગ્ય નથી. | |||
119 | 7:7 | bsmv | \# ત્યારબાદ સૂબેદાર કેવી રીતે ઈચ્છતો હતો કે ઈસુ ચાકરને સાજો કરે? | ત્યારબાદ સૂબેદાર ઈચ્છતો હતો કે ઈસુ ચાકરને કેવળ શબ્દ બોલીને સાજો કરે. | |||
120 | 7:9 | qlsd | \# સૂબેદારના વિશ્વાસ વિષે ઈસુએ શું કહ્યું? | ઈસુએ કહ્યું કે ઈઝરાયેલમાં પણ તેમણે આવો વિશ્વાસ કરતાં કોઈને જોયો નથી. | |||
121 | 7:13 | r92j | \# જે વિધવાનો એકનોએક દીકરો મરણ પામ્યો હતો તેના પ્રત્યે ઈસુનું વલણ કેવું હતું? | ઈસુ અનુકંપાથી ભરાઈ ગયા હતા. | |||
122 | 7:16 | ab9a | \# ઈસુએ વિધવાના દીકરાને મરણમાંથી સજીવન કર્યો ત્યારપછી લોકોએ ઈસુ વિષે શું કહ્યું? | તેઓએ કહ્યું કે એક મોટો પ્રબોધક તેમનામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકોની મુલાકાત લીધી છે. | |||
123 | 7:22 | vhdw | \# ઈસુએ કેવી રીતે યોહાનના શિષ્યોને દર્શાવ્યું કે તેઓ જે આવનાર હતા તે જ હતા? | ઈસુએ અંધજનોને, અપંગને, રક્તપિત્તીઓને અને બધીરોને સાજા કર્યા, અને તેમણે મૂએલાઓને સજીવન કર્યા. | |||
124 | 7:26 | tixf | \# ઈસુએ શું કહ્યું યોહાન કોણ હતો? | ઈસુએ કહ્યું યોહાન એક પ્રબોધક કરતાં વિશેષ હતો. | |||
125 | 7:30 | fkr1 | \# જ્યારે ફરોશીઓ અને શાસ્ત્રીઓએ યોહાન દ્વારા બાપ્તિસ્મા પામવાનો નકાર કર્યો, ત્યારે તેઓએ પોતાને માટે શું કર્યું? | તેઓએ પોતાને માટે ઈશ્વરના ઈરાદાઓને નકાર્યા. | |||
126 | 7:33 | k4yg | \# યોહાન બાપ્તિસ્ત રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો ન હતો માટે તેની વિરુદ્ધ કયો આરોપ મૂકવામાં આવ્યો હતો? | તેઓએ કહ્યું, “તેને દુષ્ટાત્મા વળગ્યો છે.” | |||
127 | 7:34 | jkzs | \# ઈસુ ખાતા પીતા આવ્યા માટે તેમની વિરુદ્ધ કયો આરોપ મૂકવામાં આવ્યો હતો? | ‘તેઓએ કહ્યું, “તે ખાઉધરો અને દારૂબાજ માણસ છે.” | |||
128 | 7:38 | xjeo | \# ફરોશીના ઘરે શહેરની સ્ત્રીએ ઈસુને શું કર્યું? | તેણે પોતાનાં આંસુઓથી ઈસુના પગ પલાળવા તથા પોતાના માથાના વાળથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યાં, તેમના પગને અત્તરથી અભિષિક્ત કર્યા. | |||
129 | 7:47 | yz8l | \# ઈસુએ કયા કારણોસર કહ્યું કે સ્ત્રીએ ઘણો પ્રેમ રાખ્યો? | તેણે ઘણો પ્રેમ રાખ્યો કેમ કે તેના પાપો જે ઘણા હતા તે માફ થયા છે. | |||
130 | 7:49 | zj8i | \# જ્યારે ઈસુએ સ્ત્રીને કહ્યું કે તેના પાપો માફ કરવામાં આવ્યા છે, ત્યારે જેઓ તેમની સાથે મેજ પર બેઠેલા હતા તેઓએ કેવો પ્રતિભાવ આપ્યો? | તેઓએ કહ્યું, “આ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?” | |||
131 | 8:3 | txmu | \# ઈસુ અને તેમના શિષ્યો માટે સ્ત્રીઓના મોટા ટોળાંએ શું કર્યું? | સ્ત્રીઓએ પોતાના નાણાં વાપરીને તેઓની સેવા કરી. | |||
132 | 8:11 | ubfy | \# ઈસુના દ્રષ્ટાંતમાં, વાવવામાં આવેલ બીજ શું છે? | બીજ એ ઈશ્વરનું વચન છે. | |||
133 | 8:12 | ieeb | \# રસ્તાની કોરે પડેલા બીજ કોણ છે, અને તેઓ સાથે શું થાય છે? | તે એવા લોકો છે જેઓ વચન સાંભળે છે, પરંતુ પછી શેતાન આવીને તેઓનાં મનમાંથી સંદેશ લઈ જાય છે, એ માટે કે તેઓ વિશ્વાસ ન કરે અને ઉદ્ધાર ન પામે. | |||
134 | 8:13 | i5xv | \# પથ્થર પર પડેલા બીજ કોણ છે, અને તેઓ સાથે શું થાય છે? | તે એવા લોકો છે જેઓ આનંદથી વચન માની લે છે, પરંતુ પછી પરીક્ષણના સમય દરમિયાન પડી જાય છે. | |||
135 | 8:14 | xpgl | \# કાંટાઓમાં પડેલા બીજ કોણ છે, અને તેઓ સાથે શું થાય છે? | તે એવા લોકો છે જેઓ વચન સાંભળે છે, પણ પછી ભૌતિક જગતની ચિંતાઓ તથા દ્રવ્ય તથા વિલાસથી તે દબાઈ જાય છે, અને તેઓ પાકું ફળ ઉપજાવતા નથી. | |||
136 | 8:15 | tpqt | \# સારી ભોંય પર પડેલા બીજ કોણ છે, અને તેઓ સાથે શું થાય છે? | તેઓ એવા લોકો છે જેઓ વચન સાંભળે છે, અને તેને પકડી રાખે છે અને ધીરજથી ફળ ઉપજાવે છે. | |||
137 | 8:21 | cx2n | \# કોને ઈસુએ પોતાના મા તથા ભાઈઓ કહ્યાં? | ઈસુએ કહ્યું કે જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે, તેઓ તેમના મા તથા ભાઈઓ છે. | |||
138 | 8:25 | pa23 | \# જ્યારે ઈસુએ પવન અને પાણીને શાંત કર્યું, ત્યારે શિષ્યોએ શું કહ્યું? | તેઓએ કહ્યું, “આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે અને તે તેમનું માને છે?” | |||
139 | 8:29 | av16 | \# દુષ્ટાત્માઓ ગેરાસાનીઓના પ્રદેશના માણસ પાસે શું કરાવતા હતા? | તેઓ તેને કબરોમા વસ્ત્રો વિના રહેવા, સાંકડો અને બેડીઓ તોડી નાખવા, અને વારંવાર જંગલમા લઈ જતાં હતા. | |||
140 | 8:33 | i745 | \# ઈસુએ દુષ્ટાત્માઓને તે માણસમાથી નીકળવા હુકમ કર્યો ત્યારપછી તેઓ ક્યાં ગયા? | દુષ્ટાત્માઓ ભૂંડોના ટોળાંમા પ્રવેશ્યા, જે સમુદ્રમાં ડૂબી ગયું અને ડૂબી મર્યું. | |||
141 | 8:39 | z7k5 | \# ઈસુએ માણસને ક્યાં જવા અને શું કરવા કહ્યું? | ઈસુએ તેને તેના ઘરે જવા અને ઈશ્વરે તેના માટે જે સઘળું કર્યું તે જણાવવા કહ્યું. | |||
142 | 8:48 | p21r | \# ઈસુ અનુસાર લોહીવાવાળી સ્ત્રીના સાજાપણાનું કારણ શું હતું? | તે ઈસુ પરના તેના વિશ્વાસને કારણે સાજી થઈ હતી. | |||
143 | 8:55 | jgt8 | \# યાઈરના ઘરે ઈસુએ શું કર્યું? | ઈસુએ યાઈરની દીકરીને મરણમાંથી સજીવન કરી. | |||
144 | 9:2 | u637 | \# ઈસુએ શિષ્યોને બહાર શું કરવા મોકલ્યા? | ઈસુએ તેઓને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા તથા માંદાઓને સાજા કરવા મોકલ્યા. | |||
145 | 9:7 | icz0 | \# જ્યારે હેરોદે જે બની રહ્યું હતું એ વિષે સાંભળ્યું, ત્યારે તે કેમ મૂંઝાયો હતો? | તે મૂંઝાયો કેમ કે કેટલાક એમ કહેતાં હતા કે, મૃત્યુ પામેલો યોહાન સજીવન થયો છે. | |||
146 | 9:8 | mtis | \# જે બની રહ્યું હતું તેને માટે બીજા કોણ કારણભૂત હતા એ વિષે લોકો શું વિચારતા હતા? | કેટલાકે કહ્યું એલિયા પ્રગટ થયો છે અને બીજાઓએ કહ્યું પ્રાચીન પ્રબોધકોમાંનો એક પાછો ઊઠ્યો છે. | |||
147 | 9:13 | l3uk | \# ટોળાંને ખવડાવવા માટે શિષ્યો પાસે કયો ખોરાક હતો? | તેઓ પાસે પાંચ રોટલી અને બે માછલી હતી. | |||
148 | 9:14 | nid6 | \# ટોળાંમાં કેટલા પુરુષો ઈસુને અનુસરી રહ્યાં હતા કે જેઓ અરણ્યમાં હતા? | લગભગ 5000 પુરુષો ટોળાંમાં હતા. | |||
149 | 9:16 | eg5d | \# ઈસુએ પાંચ રોટલી તથા બે માછલી સાથે શું કર્યું? | તેમણે સ્વર્ગ તરફ જોયું, તેઓને માટે ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડાં કરીને ટોળાંને પીરસવા માટે શિષ્યોને આપી. | |||
150 | 9:17 | k35i | \# ત્યાં વધેલા ખોરાકની કેટલી ટોપલીઓ હતી? | ત્યાં વધેલા ખોરાકની 12 ટોપલીઓ હતી. | |||
151 | 9:20 | r6in | \# જ્યારે ઈસુએ શિષ્યોને તેઓ કોણ છે એમ પૂછ્યું, ત્યારે પિત્તરે શો જવાબ આપ્યો? | તેણે કહ્યું, “ઈશ્વરનો ખ્રિસ્ત.” | |||
152 | 9:23 | zvgf | \# ઈસુએ કહ્યું કે જો કોઈ તેમની પાછળ આવવા ચાહે, તો તેણે શું કરવું જોઈએ? | તેણે પોતાનો નકાર કરવો, પોતાનો વધસ્તંભ દરરોજ ઊંચકવો અને ઈસુને અનુસરવું જોઈએ. | |||
153 | 9:29 | agyq | \# પર્વત પર ઈસુના દેખાવને શું થયું? | તેમના ચહેરાનો દેખાવ જુદો થઈ ગયો, અને તેમના વસ્ત્ર ઊજળાં તથા ચળકતાં થયાં. | |||
154 | 9:30 | wo95 | \# ઈસુ સાથે કોણ દેખાયું? | ઈસુ સાથે મૂસા તથા એલિયા દેખાયા. | |||
155 | 9:35 | w8ap | \# વાદળું કે જેણે તેઓ પર છાંયા કરી તેમાંથી શી વાણી થઈ? | વાણીએ કહ્યું, “આ મારો પસંદ કરેલો દીકરો છે; તેનું સાંભળો.” | |||
156 | 9:39 | dl2i | \# ઈસુએ દુષ્ટાત્માને કાઢ્યો તે પહેલા, તે એ માણસના દીકરા પાસે શું કરાવતો હતો? | દુષ્ટાત્મા તેને બૂમ પડાવતો અને તેને એવો મરડતો કે તેને ફીણ આવે. | |||
157 | 9:44 | n9w8 | \# ઈસુએ શિષ્યોને એવું કયું વિધાન કહ્યું કે તેઓ સમજી શક્યા નહિ? | તેમણે કહ્યું, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.” | |||
158 | 9:48 | nspo | \# ઈસુ કોને કહ્યું તે શિષ્યોમાં મહાન છે? | તેમનામાં જે વ્યક્તિ નાનામાં નાનો છે એ સૌથી મહાન છે. | |||
159 | 9:51 | e4t5 | \# ઈસુ સ્વર્ગમાં જાય એ દિવસો નજીક આવી રહ્યાં હતા, ત્યારે તેમણે શું કર્યું? | તેમણે યરુશાલેમ જવાનો મક્કમ નિર્ણય કર્યો. | |||
160 | 9:62 | szmh | \# ઈશ્વરના રાજ્યને યોગ્ય થવા માટે એકવાર “હળ પર હાથ દીધા પછી,” વ્યક્તિએ શું ન કરવું જોઈએ? | તે વ્યક્તિએ પાછળ જોવું જોઈએ નહિ. | |||
161 | 10:4 | fmh0 | \# ઈસુએ 70 ને તેમની સાથે શું ન લઈ જવા કહ્યું? | તેમણે પૈસાની થેલી, ઝોળી કે ચંપલ ન લઈ જવા તેઓને કહ્યું. | |||
162 | 10:9 | iuct | \# ઈસુએ 70 ને દરેક શહેરમાં શું કરવા જણાવ્યું? | તેમણે તેઓને બીમારને સાજાં કરવા, અને લોકોને કહેવા કે, ‘‘ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે” એ કહેવા જણાવ્યું. | |||
163 | 10:12 | op7j | \# જો કોઈ શહેર જેમને ઈસુએ તેમની પાસે મોકલ્યા છે તેઓને ન આવકારે, તો તે શહેરનો ન્યાય કોના જેવો થશે? | તે તેમના માટે સદોમના ન્યાય કરતાં બદતર થશે. | |||
164 | 10:20 | ziwo | \# જ્યારે 70 પરત ફર્યા અને આનંદથી જણાવ્યું કે તેઓ દુષ્ટાત્માઓને કાઢવા સક્ષમ હતા, ત્યારે ઈસુએ તેઓને શું કહ્યું? | તેમણે કહ્યું, “સ્વર્ગમાં તમારા નામ લખવામાં આવ્યા છે માટે હરખાઓ.” | |||
165 | 10:21 | fjku | \# ઈસુ કોના માટે જણાવે છે કે ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરવું પિતાને સારું લાગ્યું? | જેઓ ન શિખેલા બાળક જેવા છે તેઓને ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરવું પિતાને સારું લાગ્યું. | |||
166 | 10:27 | w64k | \# ઈસુ અનુસાર, યહૂદી નિયમશાસ્ત્ર શું કહે છે જે અનંતજીવનનો વારસો પ્રાપ્ત કરવા વ્યક્તિએ કરવું જોઈએ? | તમારા ઈશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી તથા પૂરા મનથી પ્રેમ રાખવો અને જેવા પોતાના પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખવો. | |||
167 | 10:31 | x812 | \# ઈસુના દ્રષ્ટાંતમાં જ્યારે યાજકે અધમૂએલા માણસને રસ્તા પર જોયો, ત્યારે તેણે શું કર્યું? | તે રસ્તાની બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો. | |||
168 | 10:32 | t8ik | \# જ્યારે લેવીએ માણસને જોયો, ત્યારે તેણે શું કર્યું? | તે રસ્તાની બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો. | |||
169 | 10:34 | czk3 | \# જ્યારે સમરૂનીએ માણસને જોયો, ત્યારે તેણે શું કર્યું? | તેણે તેના ઘા પર પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને તેને સરાઈમાં લઈ ગયો, અને તેની સારવાર કરી. | |||
170 | 10:37 | ab3v | \# દ્રષ્ટાંત કીધા પછી, ઈસુએ યહૂદી નિયમશાસ્ત્રના શિક્ષકને જઈને શું કરવા કહ્યું? | જા અને દ્રષ્ટાંતમાંના સમરૂનીની જેમ દયા દર્શાવ. | |||
171 | 10:39 | ejbf | \# એ જ સમયે મરિયમ શું કર્યું? | તે ઈસુના ચરણો પાસે બેઠી અને તેમનું સાંભળી રહી હતી. | |||
172 | 10:40 | njpz | \# જ્યારે ઈસુ માર્થાના ઘરે આવ્યા ત્યારે તે કેવી રીતે વર્તી? | તે કામ ઘણું હોવાથી વિચલિત થઈ હતી. | |||
173 | 10:42 | gnoc | \# કોના માટે ઈસુએ કહ્યું કે કરવા માટેની શ્રેષ્ઠ બાબત તેણે પસંદ કરી છે? | તેમણે કહ્યું કે મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે જે તેની પાસેથી લઈ લેવાશે નહિ. | |||
174 | 11:3 | x3s1 | \# ઈસુ શું ચાહતા હતા તેમના શિષ્યો પિતાના નામે પ્રાર્થના કરે? | તે ચાહતા હતા કે તેઓ પ્રાર્થના કરે કે પિતાનું નામ પવિત્ર મનાય. | |||
175 | 11:4 | nxgh | \# જેમ આપણે ઈશ્વરને આપણાં પાપો માફ કરવા વિનંતી કરીએ છીએ, તેમ આપણે જેઓ આપણી વિરુદ્ધ પાપ કરે છે તેઓ વિષે શું કરવું જોઈએ? | જે રીતે ઈશ્વરે આપણને માફ કર્યા છે તેમ આપણે તેઓને માફ કરવું જોઈએ. | |||
176 | 11:8 | u5vi | \# ઈસુના દ્રષ્ટાંતમાં, શા માટે તે માણસ મધરાતે પોતાના મિત્રને ઊઠીને રોટલી આપશે? | તેના મિત્રના આગ્રહને કારણે. | |||
177 | 11:13 | zda1 | \# સ્વર્ગમાંના પિતા જેઓ તેમની પાસે માંગે છે તેઓને શું આપશે? | તેઓ તેમને પવિત્ર આત્મા આપશે. | |||
178 | 11:15 | vyas | \# જ્યારે તેઓએ તેમને દુષ્ટાત્મા કાઢતા જોયા, ત્યારે કેટલાકે ઈસુ પર શું કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો? | દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલની મદદથી તે દુષ્ટાત્માને કાઢે છે એવો તેઓએ આરોપ મૂક્યો. | |||
179 | 11:20 | kpkl | \# ઈસુએ જવાબ આપ્યો કે તે કયા પરાક્રમ વડે દુષ્ટાત્માઓ કાઢતા હતા? | તેમણે કહ્યું તે ઈશ્વરની આંગળી વડે દુષ્ટાત્માઓ કાઢે છે. | |||
180 | 11:26 | kk3v | \# જો અશુદ્ધ આત્મા માણસને છોડે પરંતુ પછી પાછો ફરે, તો માણસની છેલ્લી દશા કેવી થશે? | માણસની છેલ્લી દશા પ્રથમના કરતાં ભૂંડી થશે. | |||
181 | 11:28 | f4db | \# જ્યારે એક સ્ત્રીએ મોટેથી ઈસુની મા ને આશીર્વાદિત કહ્યા, ત્યારે કોને ઈસુએ આશીર્વાદિત કહ્યા? | જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે. | |||
182 | 11:32 | aci8 | \# ઈસુએ કહ્યું કે તેઓ જૂના કરારના કયા બે માણસો કરતાં મોટા છે? | તેઓ સુલેમાન અને યુના કરતાં મોટા છે. | |||
183 | 11:39 | n0tr | \# ઈસુએ શું કહ્યું કે ફરોશીઓ અંદરથી ભરપૂર છે? | તેમણે કહ્યું તેઓ લોભ અને દુષ્ટતાથી ભરેલા છે. | |||
184 | 11:42 | efn9 | \# ઈસુએ શું કહ્યું કે ફરોશીઓએ પડતું મૂક્યું છે? | તેઓએ ન્યાય તથા ઈશ્વરના પ્રેમને પડતાં મૂક્યા છે. | |||
185 | 11:46 | e2xn | \# ઈસુએ શું કહ્યું કે નિયમશાસ્ત્રીઓ અન્ય માણસો પ્રત્યે કરી રહ્યા હતા? | તેઓ માણસો પર એવા બોજા ચઢાવતા હતા કે જે ઊંચકતાં મહામુસીબત પડે, પણ પોતે એ બોજાને પોતાની એક આંગળી પણ લગાડતા ન હતા. | |||
186 | 11:50 | a7kn | \# શેના માટે ઈસુએ કહ્યું કે આ પેઢી જવાબદાર ઠરશે? | સૃષ્ટિના આરંભથી સઘળા પ્રબોધકોના વહેવડાવેલા લોહી માટે આ પેઢીના લોકો જવાબદાર ઠરશે. | |||
187 | 11:54 | jqg1 | \# ઈસુના શબ્દો સાંભળ્યા બાદ શાસ્ત્રીઓ અને ફરોશીઓએ શું કર્યું? | તેમના શબ્દોમાં તેમને પકડી લેવા સારુ તેઓ ટાંપી રહ્યા. | |||
188 | 12:3 | y120 | \# ઈસુના જણાવ્યા પ્રમાણે, અંધકારમાં તમે જે બોલો તે સર્વનું શું થશે? | તે અજવાળામાં સંભળાશે. | |||
189 | 12:5 | uwuu | \# કોનાથી તમારે બીવું જોઈએ એવું ઈસુએ કહ્યું? | મારી નાખ્યા પછી નર્કમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તેમનાથી તમારે બીવું જોઈએ. | |||
190 | 12:8 | ibxm | \# જેઓ ઈસુના નામને માણસો આગળ કબૂલ કરે છે તે દરેકને માટે ઈસુ શું કરશે? | ઈસુ તે વ્યક્તિને ઈશ્વરના દૂતો સમક્ષ કબૂલ કરશે. | |||
191 | 12:15 | jap9 | \# ઈસુના જણાવ્યા પ્રમાણે, આપણું જીવન શેમાં નથી? | આપણું જીવન આપણી મિલકતની પુષ્કળતામાં નથી. | |||
192 | 12:18 | t13l | \# ઈસુના દ્રષ્ટાંતમાં, ધનવાન માણસને જમીનમાંથી ઘણી ઉપજ થઈ, તો તે હવે શું કરશે? | તે પોતાન વખારોને પાડી નાખશે, અને તે કરતાં મોટી બંધાવશે, અને ત્યાં તેનું બધું અનાજ તથા તેની માલમિલકત ભરશે. | |||
193 | 12:19 | hiid | \# ધનવાન વ્યક્તિ પાસે ઘણું અનાજ સંગ્રહ કરેલું છે માટે તેણે પોતાની જાતને શું કરવાનું કહ્યું? | તેણે પોતાને આરામ કરવા, ખાવા, પીવા અને આનંદ કરવાનું કહ્યું. | |||
194 | 12:20 | sz6u | \# ઈશ્વરે ધનવાન માણસને શું કહ્યું? | તેમણે કહ્યું, “ઓ મૂર્ખ, આ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે?” | |||
195 | 12:31 | g72l | \# જીવનના વાનાંઓ વિષે ચિંતાતુર થવાને બદલે ઈસુએ શું કહ્યું કે આપણે કરવું જોઈએ? | આપણે ઈશ્વરના રાજ્યને શોધવું જોઈએ. | |||
196 | 12:33 | rtvr | \# ક્યાં ઈસુએ કહ્યું કે આપણું દ્રવ્ય હોવું જોઈએ? | આપણું દ્રવ્ય સ્વર્ગમાં હોવું જોઈએ. | |||
197 | 12:37 | h23z | \# ઈસુના જણાવ્યા પ્રમાણે, ઈશ્વરના કયા દાસો આશીર્વાદિત છે? | તેઓ આશીર્વાદિત છે જેઓ જ્યારે ઈસુ આવશે ત્યારે રાહ જોતાં જોવા મળશે. | |||
198 | 12:40 | yngq | \# જ્યારે ઈસુ આવશે તે સમય શું આપણે જાણીએ છીએ? | ના, જ્યારે આપણે ધારતા નહિ હોય એ સમયે તેઓ આવશે. | |||
199 | 12:46 | pt7v | \# જે દાસ બીજા દાસો પર અત્યાચાર કરે છે તથા પોતાના માલિકના પરત ફરવા માટે તૈયાર નથી, તેનું શું થાય છે? | માલિક તેને કાપી નાખશે અને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે. | |||
200 | 12:48 | z0ob | \# જેઓને ઘણું આપવામાં આવ્યું છે તેઓ પાસેથી શું આવશ્યક છે? | તેઓ પાસેથી વધુ આવશ્યક છે. | |||
201 | 12:52 | tkcv | \# ઈસુના જણાવ્યા પ્રમાણે, પૃથ્વી પર તેઓ કેવા પ્રકારના ભાગલાઓ લાવશે? | એક જ ઘરમાં એવા લોકો હશે જેઓ એકબીજા વિરુદ્ધ વિભાજિત હશે. | |||
202 | 12:58 | hpl2 | \# ઈસુના જણાવ્યા પ્રમાણે, અધિકારી સમક્ષ આપણાં વિરોધી સાથે જતાં પહેલા આપણે શું કરવું જોઈએ? | આપણે અધિકારી પાસે પહોંચીએ તે પહેલા આપણાં બંધનકર્તા વચનથી છૂટા થવાને માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. | |||
203 | 13:3 | f9d1 | \# પિલાત દ્વારા મારી નંખાયેલ ગાલીલીઓ શું આ રીતે એટલા માટે સહન કર્યું કારણ કે તેઓ બીજા ગાલીલીઓ કર્તા વિશેષ પાપી હતા? | ના, તેઓ વધારે પાપી ન હતા. | |||
204 | 13:8 | o1ca | \# ઈસુના દ્રષ્ટાંતમાં, ચાકર અંજીરના ઝાડ કે જે ફળ ઉપજાવતું ન હતું તેની સાથે શું કરવા ચાહતો હતો? | તે તેની આસપાસ ખાડો કરવા માગતો હતો અને તેમાં ખાતર નાખવા માગતો હતો કે જેથી કદાચ તે ફળ ઉપજાવે. | |||
205 | 13:9 | p9ig | \# તે એક વર્ષ અંજીરના ઝાડમાં ખાતર નાખે પછી જો હજીયે તે ફળ ન ઉપજાવે, તો ચાકર તેની સાથે શું કરશે? | જો તે હજીયે ફળ ન ઉપજાવે, તો તેનો માલિક તેને કાપી નાખશે. | |||
206 | 13:11 | za5b | \# સભાસ્થાનમાં, અઢાર વર્ષથી કોણે સ્ત્રીને કૂબડી બનાવી દીધી હતી? | નબળાઈના આત્માએ તેને કૂબડી બનાવી દીધી હતી અને તે સીધી ઊભી રહેવા માટે અશક્તિમાન હતી. | |||
207 | 13:14 | gq6d | \# જ્યારે ઈસુએ સ્ત્રીને સાજી કરી, ત્યારે શા મટે સભાસ્થાનનો અધિકારી ગુસ્સે ભરાયો હતો? | તે ગુસ્સે થયો હતો કારણ કે ઈસુએ સ્ત્રીને વિશ્રામવારે સાજી કરી હતી. | |||
208 | 13:15 | vkjh | \# કેવી રીતે ઈસુએ દર્શાવ્યું કે સભાસ્થાનનો અધિકારી ઢોંગી હતો? | ઈસુએ તેને યાદ દેવડાવ્યું કે તે વિશ્રામવારે તેના પ્રાણીને ગભાણમાંથી છોડીને પાણી પીવા સારું લઈ જશે, તેમછતાં જ્યારે ઈસુએ સ્ત્રીને વિશ્રામવારે સાજી કરી ત્યારે તે ગુસ્સે ભરાયો હતો. | |||
209 | 13:19 | m29v | \# ઈશ્વરનું રાજ્ય રાઈના દાણા જેવુ કેવી રીતે છે? | ઈશ્વરનું રાજ્ય દાણાની જેમ નાનાથી શરૂ થાય છે, પરંતુ ત્યારબાદ તે કંઈક વધુ મોટામાં વૃદ્ધિ પામે છે. | |||
210 | 13:24 | mvua | \# જ્યારે પૂછવામાં આવ્યું કે ઘણાં ઉદ્ધાર પામશે, ત્યારે ઈસુએ શો જવાબ આપ્યો? | તેમણે કહ્યું, “સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ કે ઘણાં અંદર પ્રવેશ કરવા પ્રયત્ન કરશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ.” | |||
211 | 13:28 | r4nl | \# જે લોકોને બહાર નાખી દેવામાં આવ્યા છે અને જેઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા સક્ષમ નથી, તે લોકો શું કરશે? | તેઓ રડશે અને પોતાના દાંત પીસશે. | |||
212 | 13:28 | je79 | \# ઈશ્વરના રાજ્યમાં કોણ હશે? | ઇબ્રાહિમ, ઇસહાક, યાકુબ, પ્રબોધકો, અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, અને દક્ષિણથી ઘણાં લોકો રાજ્યમાં હશે. | |||
213 | 13:33 | ihpm | \# ક્યાં ઈસુએ કહ્યું કે પ્રબોધક મારી નંખાવવો જોઈએ? | કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર મૃત્યુ પામે એ શક્ય નથી. | |||
214 | 13:34 | uk84 | \# યરૂશાલેમના લોકો સાથે ઈસુએ શું કરવાની ઈચ્છા રાખી? | મરઘી જેમ પોતાનાં બચ્ચાંને એકત્ર કરે છે તેમ તેઓને એકત્ર કરવાની ઈચ્છા રાખી. | |||
215 | 13:34 | zdxk | \# યરૂશાલેમના લોકોએ ઈસુની તેમના માટેની ઈચ્છાનો કેવો પ્રતિભાવ આપ્યો? | તેઓ ઈસુ દ્વારા એકત્રિત થવા તૈયાર ન હતા. | |||
216 | 13:35 | oha4 | \# ઈસુએ યરૂશાલેમ અને તેના લોકો માટે શી ભવિષ્યવાણી કરી? | તમારું ઘર તમારે માટે ઉજ્જડ કરી મુકાયું છે, અને તેઓ જ્યાં સુધી તેઓ એમ ન કહે કે ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે,’ ત્યાં સુધી તેઓ ઈસુને જોશે નહીં.” | |||
217 | 14:3 | czam | \# ઈસુએ નિયમશાસ્ત્રીઓ અને ફરોશીઓને શું પૂછ્યું? | તેમણે તેઓને પૂછ્યું વિશ્રામવારે સાજા કરવું ઉચિત છે કે નહીં? | |||
218 | 14:4 | yqwn | \# નિયમશાસ્ત્રીઓ અને ફરોશીઓનો ઈસુને શો જવાબ હતો? | તેઓ મૌન રહ્યાં. | |||
219 | 14:5 | rh3a | \# ઈસુએ કેવી રીતે દર્શાવ્યું કે નિયમશાસ્ત્રીઓ અને ફરોશીઓ ઢોંગીઓ હતા? | ઈસુએ તેઓને યાદ દેવડાવ્યું કે તેઓ વિશ્રામવારે પોતાના દીકરાને અથવા બળદને જે કૂવામાં પડી જાય તેઓને મદદ કરશે . | |||
220 | 14:11 | u4nk | \# ઈસુએ શું કહ્યું કે જે પોતાને ઊંચો કરે છે તેને થશે? | જે પોતાને ઊંચો કરે છે તેને નીચો કરાશે. | |||
221 | 14:11 | zvck | \# ઈસુએ શું કહ્યું કે જે પોતાને નીચો કરે છે તેને થશે? | જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરાશે. | |||
222 | 14:14 | ntxe | \# ઈસુના જણાવ્યા પ્રમાણે, જે ગરીબને, અપંગને, પાંગળાને અને અંધજનને પોતાના ઘરે આમંત્રણ આપે છે તેને કેવી રીતે બદલો આપવામાં આવશે? | તેઓને ન્યાયીઓના મરણોત્થાનમાં બદલો આપવામાં આવશે. | |||
223 | 14:18 | o6dz | \# ઈસુના ભોજનના દ્રષ્ટાંતમાં, જે લોકોને પ્રથમ આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓએ શું કર્યું? | તેઓ કેમ ભોજનમાં આવી શકશે નહીં તે વિષે તેઓ બહાના કાઢવા લાગ્યા. | |||
224 | 14:21 | j9b0 | \# ત્યારબાદ ભોજનમાં માલિકે કોને આમંત્રણ આપ્યું? | તેણે ગરીબ, પાંગળા, અંધ અને અપંગને આમંત્રણ આપ્યું. | |||
225 | 14:24 | ogwc | \# ત્યારબાદ માલિકે ભોજનમાં જેઓને પ્રથમ આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓ વિષે શું કહ્યું? | તેણે કહ્યું કે તેઓમાંનો કોઈપણ તેના ભોજનને ચાખશે નહીં. | |||
226 | 14:26 | kmi9 | \# ઈસુના જણાવ્યા પ્રમાણે, તેમના શિષ્યોએ શું કરવું જોઈએ? | તેઓએ ઈસુના શિષ્યો બનવા પોતાના કુટુંબ અને જીવનનો દ્વેષ કરવો જોઈએ . | |||
227 | 14:27 | yhck | \# ઈસુના જણાવ્યા પ્રમાણે, તેમના શિષ્યોએ બીજું શું કરવું જોઈએ? | ઈસુના શિષ્યો બનવા માટે દરેક શિષ્યએ પોતાનો વધસ્તંભ ઊંચકીને ઈસુની પાછળ ચાલવું જોઈએ. | |||
228 | 14:28 | xrcf | \# ઈસુને અનુસરવા શું આવશ્યક છે તે વિષેના તેમના ઉદાહરણમાં, જે બુરજ બાંધવા ચાહે તેણે સૌપ્રથમ શું કરવું જોઈએ? | તે વ્યક્તિએ કિંમત ગણવી જોઈએ. | |||
229 | 14:33 | kl2t | \# ઈસુના જણાવ્યા પ્રમાણે, તેમના શિષ્યોએ શું કરવું જોઈએ? | તેઓએ સર્વ વસ્તુઓ જે તેઓ ધરાવે છે તેનો ત્યાગ કરવો જોઈએ. | |||
230 | 14:35 | q666 | \# જો મીઠું તેનો સ્વાદ ગુમાવે, તો તેની સાથે શું થાય છે? | તેને ફેંકી દેવામાં આવે છે. | |||
231 | 15:4 | kf6s | \# ઈસુના દ્રષ્ટાંતમાં, ઘેટાંપાળક તેના 100 ઘેટાંમાંથી એક ઘેટું ખોવાઈ જાય છે, તો શું કરે છે? | તે બાકીના 99 ને છોડીને ખોવાયેલા ઘેટાંને શોધવા જાય છે. | |||
232 | 15:5 | bcmr | \# ઈસુના દ્રષ્ટાંતમાં, જ્યારે ઘેટાંપાળકને પોતાનું ખોવાયેલું ઘેટું મળે છે, ત્યારે તે શું કરે છે? | તે આનંદસહિતતેને પાછું લાવે છે. | |||
233 | 15:8 | rayn | \# ઈસુના દ્રષ્ટાંતમાં, સ્ત્રી કે જે પોતાના દસ સિક્કામાંથી એક સિક્કાને ગુમાવી દે છે તે શું કરે છે? | તે તેને મળે નહીં ત્યાં સુધી ખંતપૂર્વક શોધ કરે છે. | |||
234 | 15:9 | xwq0 | \# ઈસુના દ્રષ્ટાંતમાં, જ્યારે સ્ત્રી પોતાનો ખોવાયેલ સિક્કો મેળવે છે, ત્યારે તે શું કરે છે? | તે પોતાના મિત્રો અને પાડોશીઓ સાથે આનંદ કરે છે. | |||
235 | 15:10 | zjx8 | \# જ્યારે એક પાપી પસ્તાવો કરે છે, ત્યારે સ્વર્ગમાં શું થાય છે? | ત્યાં ઈશ્વરના દૂતો સમક્ષ આનંદ થાય છે. | |||
236 | 15:12 | tjx8 | \# ઈસુના દ્રષ્ટાંતમાં, નાના દીકરાએ પોતાના પિતાને શી વિનંતી કરી? | તેણે તેના પિતાને પોતાના ભાગની મિલકત આપવા કહ્યું. | |||
237 | 15:13 | jcgn | \# નાના દીકરાએ પોતાના વારસા સાથે શું કર્યું? | તેણે મોજમજામાં નાણાં વેડફી નાખ્યા. | |||
238 | 15:15 | o8hb | \# તેના નાણાં ખલાસ થઈ ગયા પછી નાના દીકરાએ જીવવા માટે શું કર્યું? | તેણે બીજા માણસના ભૂંડો ચરાવવા પોતાને ભાડે આપ્યો. | |||
239 | 15:18 | rjhd | \# જ્યારે તેણે સ્પષ્ટ રીતે વિચારવાનું શરૂ કર્યું, ત્યારે નાના દીકરાએ શું કરવાનું નક્કી કર્યું? | તેણે પોતાના પિતા પાસે જઈને પોતાના પાપો કબૂલ કરવાનું નક્કી કર્યું. | |||
240 | 15:19 | pfko | નાના દીકરાએ તેના પિતાને તેના માટે શું કરવા કહેવાનું આયોજન કર્યું? | તેણે તેના પિતાને તેમના ચાકરોમાંના એકની જેમ તેને ભાડે રાખવા કહેવાનું નક્કી કર્યું. | |||
241 | 15:20 | k49o | જ્યારે પિતાએ નાના દીકરાને ઘરે પરત આવતો જોયો, ત્યારે પિતાએ શું કર્યું? | તેના પિતા અનુકંપાથી ભરાઈ ગયા, તેના તરફ દોડ્યા, અને તેને ભેટીને તેને ચુંબન કર્યું. | |||
242 | 15:22 | n982 | પિતાએ નાના દીકરાને માટે ઝડપથી શું કર્યું? | પિતાએ તેને ઝભ્ભો, વીંટી અને પગરખાં આપ્યા. | |||
243 | 15:23 | kzi7 | \# પિતાએ પોતાના નાના દીકરાના પરત ફરવાને કેવી રીતે ઉજવ્યું? | પિતાએ ચાકરોને પાળેલા વાછરડાને કાપવાનું કહ્યું કે જેથી તેઓ ખાઈને આનંદ કરી શકે. | |||
244 | 15:28 | d3im | \# નાના દીકરા માટે મિજબાની વિષે જ્યારે મોટા દીકરાને કહેવામાં આવ્યું, ત્યારે તેનો શો પ્રતિભાવ હતો? | તે ગુસ્સે ભરાયો અને મિજબાનીમાં ન ગયો. | |||
245 | 15:29 | xpls | \# મોટા દીકરાની તેના પિતા સમક્ષ શી ફરિયાદ હતી? | મોટા દીકરાએ ફરિયાદ કરી કે તેણે તેના પિતાના નિયમોને પાળ્યા હતા, પરંતુ તેમણે તેના મિત્રો સાથે મિજબાની કરવા લવારુંય કદી આપ્યું ન હતું. | |||
246 | 15:31 | oacm | \# મોટા દીકરાને પિતાનો શો પ્રતિભાવ હતો? | તેમણે કહ્યું, “દીકરા, તું હંમેશા મારી સાથે છે, અને મારૂ સઘળું તારું જ છે.” | |||
247 | 15:32 | gk62 | \# શા માટે પિતાએ કહ્યું કે નાના દીકરા માટે મિજબાની કરવી એ યોગ્ય હતું? | મિજબાની કરવી યોગ્ય હતી કારણ કે નાનો દીકરો ખોવાયેલો હતો અને પાછો જડ્યો હતો. | |||
248 | 16:1 | tesv | \# શ્રીમંત માણસે પોતાના કારભારી વિષે કેવા સમાચાર સાંભળ્યા? | તેણે સાંભળ્યુ કે કારભારી શ્રીમંત માણસની મિલકતને વેડફી દેતો હતો. | |||
249 | 16:5 | r9uo | \# કારભારીને પોતાનું કામ છોડી દેવા દબાણ કરવામાં આવે બિલકુલ તે પહેલા તેણે શું કર્યું? | તેણે પોતાના માલિકના દેવાદારોમાંના દરેકને બોલાવ્યા. | |||
250 | 16:6 | wcfw | \# કારભારીએ તેના માલિકના પ્રથમ દેવાદાર માટે શું કર્યું? | તેણે તેને તેનું દેવું ઘટાડવાની મંજૂરી આપી. | |||
251 | 16:7 | u323 | \# કારભારીએ તેના માલિકના બીજા દેવાદાર માટે શું કર્યું? | તેણે તેને તેનું દેવું ઘટાડવાની મંજૂરી આપી. | |||
252 | 16:8 | o750 | #<br>શ્રીમંત<br>માણસનો તેના કારભારીની<br>પ્રતિક્રિયા અંગે શો પ્રતિભાવ<br>હતો? | તેણે કારભારીના વખાણ કર્યા કારણ કે તે હોશિયારીપૂર્વક વર્ત્યો હતો. | |||
253 | 16:9 | cztp | \# આ વાતને આધારે ઈસુએ બીજાઓને શું કરવાનું કહ્યું? | તેમણે કહ્યું, “અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારુ મિત્રો કરો, કે જ્યારે તે થઈ રહે, ત્યારે તેઓ અનંતકાળના રહેઠાણોમાં તમારો અંગીકાર કરે.” | |||
254 | 16:10 | for6 | \# જે વ્યક્તિ બહુ થોડામાં વિશ્વાસુ છે તેના વિષે ઈસુએ શું કહ્યું? | તે વ્યક્તિ ઘણામાં વિશ્વાસુ રહેશે. | |||
255 | 16:13 | l7ey | \# ઈસુએ કહ્યું આપણે બે માલિકોની ચાકરી કરી શકતા નથી. તે કયા બે માલિકોનો ઉલ્લેખ કરી રહ્યા હતા? | આપણે ઈશ્વરની ચાકરી અને દ્રવ્યની ચાકરી વચ્ચે પસંદગી કરવી જોઈએ. | |||
256 | 16:16 | eljr | \# યોહાનના વખતથી ઈશ્વરના રાજ્યને સુવાર્તા તરીકે પ્રગટ કરાય છે.યોહાન પહેલા કઈ બે બાબતો અસ્તિત્વમાં હતી? | નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાન સુધી હતા. | |||
257 | 16:16 | mnwn | \# ઈસુના જણાવ્યા પ્રમાણે, હવે શેનો ઉપદેશ કરવામાં આવે છે? | હવે ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે. | |||
258 | 16:18 | j7t2 | \# ઈસુના જણાવ્યા પ્રમાણે, જે પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સાથે પરણે છે, તે કયું પાપ કરે છે? | જે પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સાથે પરણે છે, તે વ્યભિચારનું પાપ કરે છે. | |||
259 | 16:22 | q5ur | \# ઈસુની વાતમાં, લાજરસ ભિખારી તે મરણ પામ્યો પછી ક્યાં ગયો? | લાજરસ ભિખારીને દૂતો દ્વારા ઇબ્રાહિમની ગોદમાં લઈ જવામાં આવ્યો. | |||
260 | 16:23 | ll4n | \# શ્રીમંત માણસ મરણ પામ્યો પછી તેને શું થયું? | તેને હાદેસમાં પીડા આપવામાં આવી. | |||
261 | 16:24 | ehd8 | \# શ્રીમંત માણસે ઇબ્રાહિમને જે પ્રથમ વિનંતી કરી તે કઈ હતી? | તેણે લાજરસને મોકલવા ઇબ્રાહિમને કહ્યું કે તે થોડું પાણી લઈને આવે કેમ કે તે આગમાં ઘણી વેદના પામતો હતો. | |||
262 | 16:26 | exfb | \# શ્રીમંત માણસને ઇબ્રાહિમનો શો જવાબ હતો? | તેણે કહ્યું તેઓની વચ્ચે એક મોટી ખાઈ આવેલી છે કે કોઈપણ તેને પાર ન કરી શકે. | |||
263 | 16:27 | dpl1 | \# શ્રીમંત માણસે ઇબ્રાહિમને જે બીજી વિનંતી કરી તે કઈ હતી? | તેણે પોતાના પિતાના ઘરે લાજરસને મોકલવા ઇબ્રાહિમને કહ્યું. | |||
264 | 16:28 | uwyp | \# લાજરસને પોતાના પિતા પાસે જવા દેવા શ્રીમંત માણસ શા માટે ચાહતો હતો? | તે ચાહતો હતો કે લાજરસ તેના ભાઈઓને હાદેસ વિષે ચેતવે. | |||
265 | 16:29 | o62h | \# શ્રીમંત માણસને ઇબ્રાહિમનો શો જવાબ હતો? | તેણે કહ્યું શ્રીમંત માણસના ભાઈઓ પાસે મુસા અને પ્રબોધકો છે, અને તેઓ તેમનું સાંભળી શકે છે. | |||
266 | 16:31 | l14w | \# ઇબ્રાહિમે કહ્યું કે જો તેઓ મુસાનું અને પ્રબોધકોનું નહીં સાંભળે, તો બીજું શું તેઓને મનાવશે નહીં? | જો કોઈ મૂએલામાંથી ઊઠે તોપણ તેઓને મનાવી શકશે નહીં. | |||
267 | 17:4 | cfwv | \# જો દિવસમાં આપણો ભાઈ આપણી વિરુદ્ધ સાત વાર અપરાધ કરે અને સાત વાર એમ કહેતા આપણી પાસે આવે, “હું પસ્તાવો કરું છું,” તો ઈસુએ શું કહ્યું જે આપણે કરવું જોઈએ. | આપણે દર વખતે તેને માફ કરવું જોઈએ. | |||
268 | 17:10 | gpm0 | \# આપણાં માલિક દ્વારા આપવામાં આવેલ સર્વ આજ્ઞાઓ પ્રમાણે કર્યા બાદ, આપણે ચાકરો તરીકે શું કહેવું જોઈએ? | આપણે કહેવું જોઈએ, “આપણે નકામા ચકરી છીએ; આપણે જે કરવું જોઈએ તે જ કર્યું છે.” | |||
269 | 17:12 | ls84 | \# જ્યારે ઈસુ સમરૂન તથા ગાલીલની સરહદમાં પ્રવેશ્યા, ત્યારે તેઓ કોને મળ્યાં? | તેઓ દસ રક્તપિત્તીયાને મળ્યાં. | |||
270 | 17:13 | p3nl | \# દસ રક્તપિત્તીયાઓએ ઈસુને શું કહ્યું? | તેઓએ કહ્યું, “ઈસુ, સ્વામી, અમારા પર દયા કરો.” | |||
271 | 17:14 | nllg | \# ઈસુએ રક્તપિત્તીયાઓને શું કરવા જણાવ્યું? | તેમણે તેઓને જઈને પોતાને યાજકોને બતાવવા કહ્યું. | |||
272 | 17:14 | owkh | \# જ્યારે રક્તપિત્તીયાઓ યાજકો પાસે ગયા, ત્યારે તેઓને શું થયું? | તેઓ શુદ્ધ થયા હતા. | |||
273 | 17:15 | muqw | \# દસ રક્તપિત્તીયાઓમાંથી કેટલા ઈસુનો આભાર માનવા પાછા આવ્યા? | કેવળ એક જ પાછો આવ્યો. | |||
274 | 17:16 | q4d6 | \# જે રક્તપિત્તીઓ ઈસુનો આભાર માનવા પાછો આવ્યો તે ક્યાંનો હતો? | તે સમરૂનનો હતો. | |||
275 | 17:21 | sp3a | \# જ્યારે રાજ્યના આગમન વિષે પૂછવામાં આવ્યું, ત્યારે ઈસુએ ક્યાં ઈશ્વરનું રાજ્ય છે એમ કહ્યું? | તેમણે કહ્યું કે ઈશ્વરનું રાજ્ય તેઓમાં છે. | |||
276 | 17:24 | anle | \# ઈસુએ કહ્યું જ્યારે તેઓ ફરી આવશે, ત્યારે તેમના સમયમાં તે શેના જેવુ થશે? | તે જેમ વીજળી આકાશમાં એક દિશાથી બીજી દિશા સુધી પ્રકાશે છે એ પ્રમાણે થશે. | |||
277 | 17:25 | pw95 | \# ઈસુ પાછા આવે તે પહેલા તેમણે શું કહ્યું બનવું જોઈએ? | તેમણે ઘણું સહન કરવું જોઈએ અને તે પેઢીથી નાપસંદ થવું જોઈએ. | |||
278 | 17:27 | ds1v | \# નૂહના સમયમાં લોકો શું કરતાં હતા? | તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા, વિનાશનો દિવસ આવવાનો હતો તેથી અજાણ હતા. | |||
279 | 17:37 | py4q | \# ઈસુએ તેમના શિષ્યોના પ્રશ્ન “ક્યાં, પ્રભુ?” ના જવાબ માટે પ્રકૃતિમાંથી કયા ઉદાહરણનો ઉપયોગ કર્યો. | ઈસુએ મૃતદેહ અને ગીધોના ઉદાહરણનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે જ્યાં મૃતદેહ પડ્યો હશે ત્યાં ગીધો પણ એકઠાં થશે. | |||
280 | 18:1 | s08k | \# આ વાત પરથી ઈસુ તેમના શિષ્યોને શું શીખવવા માગતા હતા? | તેઓ તેમને એ શીખવવા માગતા હતા કે તેઓએ હંમેશા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું જોઈએ નહીં. | |||
281 | 18:3 | a184 | \# અન્યાયી ન્યાયાધીશ પાસેથી વિધવા શું સતત માગી રહી હતી? | તે તેના વિરોધી વિરુદ્ધ ન્યાય માગી રહી હતી. | |||
282 | 18:5 | cxla | \# થોડા સમય બાદ અન્યાયી ન્યાયાધીશે પોતાને શું કહ્યું? | તેણે કહ્યું, “આ વિધવા સ્ત્રી મને તસ્દી આપે છે, માટે હું તેને ન્યાય અપાવીશ, કે જેથી તે વારેઘડીએ આવીને મને તંગ કરે નહિ.” | |||
283 | 18:8 | yqaf | \# ઈશ્વર કેવી રીતે પ્રાર્થનાના જવાબો આપે છે તે વિષે ઈસુ તેમના શિષ્યોને શું શીખવવા માગતા હતા? | તેઓ તેમને એ શીખવવા માગતા હતા કે જેઓ ઈશ્વર સમક્ષ રડે છે તેઓ માટે ઈશ્વર ન્યાય લાવશે. | |||
284 | 18:9 | rai4 | \# ફરોશીઓનું પોતાના અને બીજા લોકોના ન્યાયીપણા વિષે કેવું વલણ હતું? | તેઓને એમ લાગતું હતું કે તેઓ બીજા લોકો કરતાં વિશેષ ન્યાયી હતા. | |||
285 | 18:10 | acgr | \# ઈસુની વાતમાં, ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરવા માટે કયા બે માણસો ગયા હતા? | ફરોશી અને દાણી ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરવા માટે ગયા હતા. | |||
286 | 18:11 | nhje | \# ફરોશીનું પોતાના અને બીજા લોકોના ન્યાયીપણા વિષે કેવું વલણ હતું? | તે માનતો હતો કે તે બીજા લોકોની જેમ પાપી ન હતો. | |||
287 | 18:13 | lq5b | \# ભક્તિસ્થાનમાં દાણીએ ઈશ્વરને શી પ્રાર્થના કરી? | તેણે આમ પ્રાર્થના કરી, “ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો.” | |||
288 | 18:14 | e8c5 | \# ઈશ્વર સમક્ષ કઈ વ્યક્તિ ન્યાયી ઠરીને પોતાના ઘરે ગયો? | ઈશ્વર સમક્ષ દાણી ન્યાયી ઠર્યો. | |||
289 | 18:16 | jpcd | \# કોના વિષે ઈસુએ કહ્યું કે ઈશ્વરનું રાજ્ય સબંધિત છે? | તેમણે કહ્યું જેઓ બાળકો જેવા છે તેઓ સાથે તે સબંધિત છે. | |||
290 | 18:22 | uunb | \# ઈસુએ અધિકારીને (એ વ્યક્તિ કે જે પોતાની જુવાનીથી ઈશ્વરની આજ્ઞાઓ પાળતો હતો) કઈ એક બાબત કરવાની કહી? | ઈસુએ તેને તેની પાસે જે સઘળું હતું તે વેચવા અને ગરીબોને આપવા કહ્યું. | |||
291 | 18:23 | zar7 | \# અધિકારીએ ઈસુના નિવેદનનો કેવો પ્રતિભાવ આપ્યો અને કેમ? | તે ખૂબ ઉદાસ થઈ ગયો કેમ કે તે ઘણો ધનવાન હતો. | |||
292 | 18:30 | ifxt | \# ઈશ્વરના રાજ્યને ખાતર જેઓએ પૃથ્વી પરના વાનાઓ છોડી દીધા છે તેઓને ઈસુએ શું વચન આપ્યું? | ઈસુએ તેઓને આ જગતમાં ઘણું બધુ, અને આવનાર જગતમાં અનંતજીવનનું વચન આપ્યું. | |||
293 | 18:32 | l5w9 | \# ઈસુના જણાવ્યા પ્રમાણે, માણસના દીકરા સબંધી જૂના કરારના પ્રબોધકોએ શું લખ્યું હતું? | કે તે વિદેશીઓને સોંપાશે, મશ્કરી કરાશે અને અપમાન કરાશે. | |||
294 | 18:33 | b3fz | \# ત્રીજે દિવસે માણસનો દીકરો જે કરશે તે વિષે જૂના કરારના પ્રબોધકોએ શું લખ્યું હતું? | તેઓએ લખ્યું હતું કે તે ત્રીજે દિવસે સજીવન થશે. | |||
295 | 18:38 | xibj | \# રસ્તાની બાજુએ બેઠેલ અંધ વ્યક્તિએ ઈસુને શો પોકાર કર્યો? | તેણે કહ્યું, “ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.” | |||
296 | 18:43 | ow6c | \# અંધ વ્યક્તિને સાજાપણું મળ્યું તે જોયા બાદ લોકોએ કેવો પ્રતિભાવ આપ્યો? | તેઓએ ઈશ્વરનો મહિમા કર્યો અને સ્તુતિ કરી. | |||
297 | 19:2 | j7em | \# ઈસુને જોવા કોણ ઝાડ પર ચઢ્યું, અને તેનો વ્યવસાય શો હતો? | ઝાડ પર જે વ્યક્તિ ચઢ્યો તે જાખ્ખી હતો. તે મુખ્ય દાણી હતો અને ધનવાન હતો. | |||
298 | 19:7 | h09q | \# જ્યારે ઈસુ જાખ્ખીના ઘરે ગયા, ત્યારે દરેકે શું ફરિયાદ કરી? | તેઓએ કહ્યું, “ઈસુ પાપી માણસને ઘરે મહેમાન તરીકે રહેવા ગયો છે.” | |||
299 | 19:9 | rhoa | \# જાખ્ખીએ પોતાની ભેટો ગરીબોને આપવાનું જાહેર કર્યું ત્યારપછી જાખ્ખી વિષે ઈસુએ શું કહ્યું? | તેમણે કહ્યું, “આજે આ ઘરે તારણ આવ્યું છે.” | |||
300 | 19:11 | d2yu | \# જ્યારે ઈસુ યરૂશાલેમ પહોંચ્યા, ત્યારે લોકો શું બનવાની અપેક્ષા રાખતા હતા? | તેઓ ધારતા હતા કે ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે. | |||
301 | 19:12 | f1eo | \# ઈસુના દ્રષ્ટાંતમાં, કુળવાન માણસ ક્યાં મુસાફરી કરવાનો હતો? | તે એક દૂર દેશમાં રાજ્ય પ્રાપ્ત કરવાને માટે જવાનો હતો, અને પછી પાછો ફરવાનો હતો. | |||
302 | 19:17 | mqaj | \# જે ચાકર વિશ્વાસુ રહ્યો હતો અને બીજી દસ મહોર કમાયો હતો તેને માટે કુળવાન માણસે શું કર્યું? | કુળવાન માણસે તેને દસ શહેર પર અધિકાર સોંપ્યો. | |||
303 | 19:19 | h4ao | \# જે ચાકર વિશ્વાસુ રહ્યો હતો અને બીજી પાંચ મહોર કમાયો હતો તેને માટે કુળવાન માણસે શું કર્યું? | તેણે તેને પાંચ શહેર પર અધિકાર સોંપ્યો. | |||
304 | 19:21 | wiup | \# દુષ્ટ ચાકરે વિચાર્યું કુળવાન માણસ કેવા પ્રકારનો માણસ હતો? | તે જાણતો હતો કે કુળવાન માણસ માંગનારો માણસ હતો. | |||
305 | 19:24 | x7uv | \# કુળવાન માણસે દુષ્ટ ચાકર સાથે શું કર્યું? | તેણે દુષ્ટ ચાકરના મહોર લઈ લીધા. | |||
306 | 19:27 | fsqf | \# જેઓ ચાહતા નહોતા કે કુળવાન માણસ તેઓના પર રાજ કરે તેઓ સાથે તેણે શું કર્યું? | કુળવાન માણસે તેઓને તેની સામે મારી નાખ્યા. | |||
307 | 19:30 | s06l | \# જ્યારે ઈસુ યરૂશાલેમમાં ગયા, ત્યારે તેમણે કયા પ્રકારના પ્રાણી પર બેસીને સવારી કરી? | તેઓએ ગધેડાના વછેરા પર સવારી કરી કે જેના પર કદી કોઈ બેઠું ન હતું. | |||
308 | 19:38 | spor | \# ઈસુએ જૈતૂન પહાડ તરફ પ્રયાણ કર્યું ત્યારે લોકોએ શેનો પોકાર કર્યો? | તેઓએ પોકાર્યું, “પ્રભુને નામે જે રાજા આવે છે તે આશીર્વાદિત છે!” | |||
309 | 19:40 | bsie | \# જો લોકો પોકારશે નહીં, તો ઈસુએ શું કહ્યું કે થશે? | તેમણે કહ્યું પથ્થરો પોકારી ઉઠશે. | |||
310 | 19:41 | guie | \# જ્યારે ઈસુ શહેર પાસે આવ્યા, ત્યારે તેમણે શું કર્યું? | તેઓ તેને લીધે રડ્યા. | |||
311 | 19:44 | aany | \# ત્યારબાદ ઈસુએ શી પ્રબોધવાણી કરી કે તે લોકો અને શહેર પ્રત્યે થશે? | તેમણે કહ્યું કે દુશ્મનો શહેરને જમીન પર પછાડી નાખશે, અને એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ. | |||
312 | 19:47 | n71a | \# જ્યારે ઈસુ ભક્તિસ્થાનમાં શિક્ષણ આપી રહ્યા હતા ત્યારે તેમને કોણ મારી નાખવા ચાહતું હતું? | મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ અને લોકોના આગેવાનો ઈસુને મારી નાખવા ચાહતા હતા. | |||
313 | 19:48 | e452 | \# આ સમયે તેઓ કેમ તેમને મારી ન શક્યા? | તેઓ તેમને મારી ન શક્યા કેમ કે લોકો તેઓનું ધ્યાનથી સાંભળી રહ્યા હતા. | |||
314 | 20:4 | zdty | \# જ્યારે યહૂદી આગેવાનોએ ઈસુને પૂછ્યું કે કયા અધિકારથી તેઓ શીખવે છે, ત્યારે ઈસુએ તેઓને કયો પ્રશ્ન કર્યો? | તેમણે પૂછ્યું, “યોહાનનું બાપ્તિસ્મા સ્વર્ગથી હતું કે માણસોથી?” | |||
315 | 20:5 | xr1d | \# ‘જો તેઓ જવાબ આપે કે, “સ્વર્ગથી,” તો યહૂદી આગેવાનો શું માનતા હતા કે ઈસુ તેઓને કહેશે? | યહૂદી આગેવાનો માનતા હતા કે ઈસુ કહેશે, “તો શા માટે તમે યોહાન પર વિશ્વાસ ન કર્યો?” | |||
316 | 20:6 | t8ln | \# ‘જો તેઓ જવાબ આપે કે, “માણસથી,” તો યહૂદી આગેવાનો શું માનતા હતા કે લોકો તેઓને કરશે? | તેઓ માનતા હતા કે લોકો તેઓને પથ્થરે મારશે. | |||
317 | 20:11 | nmxa | \# ઈસુના દ્રષ્ટાંતમાં, જ્યારે માલિકે તેના ચાકરોને વાડીના ફળ લાવવા માટે મોકલ્યા, ત્યારે ખેડૂતોએ શું કર્યું? | તેઓએ ચાકરોને માર્યા, તેઓનું અપમાન કર્યું અને તેઓને ખાલી હાથે મોકલ્યા. | |||
318 | 20:13 | wzkb | \# અંતે માલિકે ખેડૂતો પાસે કોને મોકલ્યો? | તેણે પોતાના વહાલા દીકરાને મોકલ્યો. | |||
319 | 20:15 | g3h7 | \# દીકરો વાડી પાસે આવ્યો, ત્યારે ખેડૂતોએ શું કર્યું? | તેઓએ તેને વાડીમાંથી બહાર ધકેલીને મારી નાખ્યો. | |||
320 | 20:16 | xvwt | \# વાડીનો માલિક તે ખેડૂતોનું શું કરશે? | તે આવીને તે ખેડૂતોને મારી નાખશે અને બીજાને વાડી આપશે. | |||
321 | 20:19 | vhxe | \# આ દ્રષ્ટાંત ઈસુએ કોની વિરુદ્ધમાં કહ્યું? | તેમણે આ દ્રષ્ટાંત શાસ્ત્રીઓ અને પ્રમુખ યાજકો વિરુદ્ધ કહ્યું. | |||
322 | 20:25 | xrkv | \# કાઇસારને કર ચૂકવવો ઉચિત છે કે નહીં એ વિષના પ્રશ્નનો ઈસુએ શો જવાબ આપ્યો? | તેમણે કહ્યું જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો. | |||
323 | 20:27 | llsb | \# સદૂકીઓ કયા બનાવમાં માનતા નથી? | તેઓ મૂએલાના પુનરુત્થાનમાં માનતા નથી. | |||
324 | 20:34 | om9w | \# આ જગતના લગ્ન વિષે ઈસુએ શું કહ્યું? | આ જગતના લોકો પરણે છે તથા પરણાવાય છે. | |||
325 | 20:35 | c6zf | \# પુનરુત્થાન પછીના લગ્ન વિષે ઈસુએ શું કહ્યું? | મૂએલાના પુનરુત્થાન પછી, તે લોકો પરણતા નથી કે પરણાવતા નથી. | |||
326 | 20:37 | lu0x | \# પુનરુત્થાનની સત્યતાને સાબિત કરવા ઈસુએ જૂના કરારની કઈ વાતને યાદ કરી? | તેમણે મૂસા અને ઝાડવાની વાતને યાદ કરી, જેમાં મૂસા પ્રભુને ઇબ્રાહિમના ઈશ્વર તથા ઇસહાકના ઈશ્વર તથા યાકુબના ઈશ્વર કહે છે. | |||
327 | 20:42 | x938 | \# ગીતશાસ્ત્રમાં પ્રભુએ દાઉદના પ્રભુને શું કહ્યું? | પ્રભુએ દાઉદના પ્રભુને કહ્યું, “મારે જમણે હાથે બેસ.” | |||
328 | 20:47 | piwf | \# શાસ્ત્રીઓ પોતાના બાહ્ય ન્યાયી વ્યવહારો પાછળ કઈ દુષ્ટ બાબતો કરતાં હતા? | તેઓ વિધવાઓની મિલકત પડાવી લેતા, અને ઢોંગથી લાંબી લાંબી પ્રાર્થનાઓ કરતાં હતા. | |||
329 | 20:47 | ffc7 | \# આ શાસ્ત્રીઓનો ન્યાય કેવી રીતે થશે, ઈસુએ શું કહ્યું? | તેમણે કહ્યું કે તેઓને ભારે શિક્ષા થશે. | |||
330 | 21:4 | a2e3 | \# શા માટે ઈસુએ કહ્યું કે ગરીબ વિધવાએ બીજાઓ કરતાં વધુ દાનપેટીમાં નાખ્યું? | ઈસુએ આમ કહ્યું કારણ કે તેની પાસે થોડું હતું અને તે સઘળું તેણે આપી દીધું, જ્યારે બીજાઓ પાસે વધારે હતું અને તેમનું આપવું એ બલિદાનયુક્ત ન હતું. | |||
331 | 21:6 | qugb | \# ઈસુએ શું કહ્યું કે યરૂશાલેમના ભક્તિસ્થાન સાથે થશે? | તેમણે કહ્યું કે તે પાડી નંખાશે અને એક પથ્થર બીજા પથ્થર રહેશે નહીં. | |||
332 | 21:7 | pc0u | \# ભક્તિસ્થાન વિષે કયા બે પ્રશ્નો લોકોએ ઈસુને પૂછ્યા? | તેઓએ પૂછ્યું, “એ ક્યારે થશે? અને જ્યારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે કઈ નિશાની દેખાશે?” | |||
333 | 21:8 | sdis | \# ઈસુએ ચેતવણી આપી કે ઘણાં છેતરનારાઓ આવશે. આ છેતરનારાઓ શું કહેશે? | તેઓ કહેશે, “હું તે છું,” અને “સમય પાસે આવી રહ્યો છે.” | |||
334 | 21:10 | wtnf | \# ઈસુએ શું કહ્યું અંત પહેલા શું થશે? | પ્રજાઓ અને રાજ્યો વચ્ચે યુદ્ધો થશે. | |||
335 | 21:11 | cpx5 | \# ઈસુએ શું કહ્યું કે અંત પહેલા કયા ભયંકર બનાવો બનશે? | ધરતીકંપો, દુષ્કાળ તથા મરકીઓ થશે અને સ્વર્ગમાંથી ભયાનક ચમત્કારિક ચિહ્નો થશે. | |||
336 | 21:13 | pqwx | \# વિશ્વાસીઓની સતાવણી કઈ તકનું સર્જન કરશે? | તે સાક્ષી માટેની તકનું સર્જન કરશે. | |||
337 | 21:16 | kfhb | \# ઈસુને અનુસરનારાઓને કોણ ધિક્કારશે? | તેઓને માબાપ, ભાઈઓ, સગાઓ અને મિત્રો ધિક્કારશે. | |||
338 | 21:20 | tqnb | \# કયો બનાવ સૂચવશે કે યરૂશાલેમનો નાશ નજીક છે? | જ્યારે યરૂશાલેમ લશ્કરથી ઘેરાઈ ગયું હશે, ત્યારે તેનો નાશ નજીક છે . | |||
339 | 21:21 | l94z | જેઓએ જોયું કે યરૂશાલેમનો નાશ નજીક હતો તે લોકોને ઈસુએ શું કરવા કહ્યું? | તેમણે તેઓને પર્વતો પર ભાગી જવા, શહેર છોડી દેવા, અને શહેરમાં ન પ્રવેશવા કહ્યું. | |||
340 | 21:22 | jp9s | \# યરૂશાલેમના નાશના દિવસોને ઈસુએ શું કહ્યા? | જે સઘળું લખાયું છે તે પરિપૂર્ણ કરવા ઈસુએ તેઓને વેર વાળવાના દિવસો કહ્યા. | |||
341 | 21:24 | jd6o | \# વિદેશીઓ દ્વારા કેટલો સમય યરૂશાલેમ ખૂંદી નંખાશે? | યરૂશાલેમ વિદેશીઓના સમયો પૂરા થશે ત્યાં લગી વિદેશીઓથી ખૂંદી નંખાશે. | |||
342 | 21:25 | h31e | \# ઈસુ પરાક્રમ અને મહા મહિમાસહિત આવશે તે પહેલા તેમણે કયા ચિહ્નો થશે એમ કહ્યું? | તેમણે કહ્યું સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો થશે, અને પૃથ્વી પરની દેશજાતિઓ ગભરાઈ જશે. | |||
343 | 21:30 | riia | \# જ્યારે ઋતુ પાસે આવી હોય, ત્યારે કેવી રીતે ઈસુના સાંભળનારાઓ જાણે છે, એ માટે તેમણે કયું ઉદાહરણ આપ્યું? | તેમણે કહ્યું કે જ્યારે તેઓ અંજીરી વૃક્ષના પાંદડાને ફૂટતા જુએ છે, ત્યારે તેઓ જાણે છે કે ઉનાળો નજીક છે. | |||
344 | 21:33 | x80a | \# ઈસુએ શું કહ્યું કે જે નાશ પામશે? | તેમણે કહ્યું કે આકાશ તથા પૃથ્વી નાશ પામશે. | |||
345 | 21:33 | ce6d | \# શું કદી નાશ નહીં પામે? | ઈસુના શબ્દો કદી નાશ નહીં પામે. | |||
346 | 21:34 | qbn6 | \# એ દિવસ ઓચિંતો આવી પડશે માટે ઈસુએ તેમના સાંભળનારાઓને શું ન કરવાની ચેતવણી આપી? | તેમણે તેઓને ચેતવણી આપી અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તેઓના મન જડ ન થઈ જાય. | |||
347 | 21:36 | to14 | \# એ દિવસ ઓચિંતો આવી પડશે માટે ઈસુએ તેમના સાંભળનારાઓને શું ન કરવાની ચેતવણી આપી? | તેમણે તેઓને સાવધ રહેવા અને પ્રાર્થના કરવા ચેતવણી આપી. | |||
348 | 22:1 | u719 | \# આ સમયે કયું યહૂદી પર્વ પાસે આવ્યું હતું? | બેખમીર રોટલીનું પર્વ એટલે પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું. | |||
349 | 22:6 | e60k | \# યહૂદા કયા સંજોગોમાં ઈસુને મુખ્ય યાજકોને સોંપી દેવા તક માટે રાહ જોઈ રહ્યો હતો? | જ્યારે ઈસુ ટોળાંથી દૂર હોય, ત્યારે તેમને પરસ્વાધીન કરવાની તક માટે રાહ જોઈ રહ્યો હતો. | |||
350 | 22:12 | lurc | \# ઈસુ અને શિષ્યોએ પાસ્ખાનું ભોજન ક્યાં કર્યું? | તેમણે યરૂશાલેમમાં મોટી, સુસજ્જ ઉપલી મેડીમાં ભોજન કર્યું. | |||
351 | 22:16 | odsz | \# ઈસુએ શું કહ્યું હવે તેઓ ફરીથી પાસ્ખાનું ભોજન ક્યારે ખાશે? | તેમણે કહ્યું તેઓ ફરીથી પાસ્ખાનું ભોજન જ્યારે ઈશ્વરના રાજ્યમાં તે પૂરું થશે ત્યારે ખાશે. | |||
352 | 22:19 | ltsc | \# જ્યારે ઈસુએ રોટલી ભાંગીને શિષ્યોને આપી, ત્યારે તેમણે તેઓને શું કહ્યું? | તેમણે કહ્યું, “આ મારું શરીર છે જે તમારે સારુ આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો.” | |||
353 | 22:20 | r654 | \# જ્યારે ઈસુએ પ્યાલો શિષ્યોને આપ્યો, ત્યારે તેમણે તેઓને શું કહ્યું? | તેમણે કહ્યું, “આ પ્યાલો તમારે સારુ વહેવડાવેલા મારા રક્તમાંનો નવો કરાર છે.” | |||
354 | 22:22 | yz83 | \# ઈસુ પરસ્વાધીન થાય એ શું ઈશ્વરની યોજના હતી? | હા, ઈશ્વરે નક્કી કર્યું હતું કે ઈસુ પરસ્વાધીન કરાશે. | |||
355 | 22:23 | j5qm | \# શું શિષ્યો જાણતા હતા કે કોણ ઈસુને પરસ્વાધીન કરવાનું હતું? | ના, ઈસુને કોણ પરસ્વાધીન કરશે તેની શિષ્યોને કશી ખબર ન હતી. | |||
356 | 22:26 | vo91 | \# ઈસુએ શું કહ્યું કે તેમના શિષ્યોમાંનો જે મોટો હોય તેણે શું કરવું જોઈએ? | તેમણે કહ્યું તેઓમાંના મોટાએ નાના જેવુ થવું જોઈએ. | |||
357 | 22:27 | a1ey | \# ઈસુ પોતાના શિષ્યો મધ્યે કેવી રીતે જીવ્યા? | તેઓ તેમની મધ્યે એક સેવા કરનાર તરીકે જીવ્યા. | |||
358 | 22:30 | u7qm | \# ઈસુએ તેમના શિષ્યોને ક્યાં બેસવાનું તેઓને વચન આપ્યું? | તેમણે કહ્યું તેઓ રાજયાસનો પર બેસશે, ઈઝરાયેલના બાર કુળનો ન્યાય કરશે. | |||
359 | 22:34 | kor8 | \# ઈસુએ પિતર માટે શી આગાહી કરી કે તે કરશે? | તેમણે કહ્યું મરઘો બોલ્યા અગાઉ પિતર એમ કહેતા ત્રણવાર નકાર કરશે કે તે ઈસુને ઓળખતો નથી. | |||
360 | 22:37 | ff1p | \# આ બનાવોમાં ઈસુ વિષેની કઈ લેખિત આગાહી પરિપૂર્ણ થવાની હતી? | ઈસુ વિષેની જે લેખિત આગાહી પરિપૂર્ણ થવાની હતી તે આ કે, “અને તે અપરાધીઓની સાથે ગણાયો.” | |||
361 | 22:40 | e6xc | \# જૈતૂન પહાડ પર ઈસુએ તેમના શિષ્યોને શા માટે પ્રાર્થના કરવા કહ્યું? | તે ઇચ્છતા હતા કે તેઓ પ્રાર્થના કરે કે તેઓ પરીક્ષણમાં ન પડે. | |||
362 | 22:42 | g3oo | \# જૈતૂન પહાડ પર ઈસુએ શી પ્રાર્થના કરી? | તેમણે આમ પ્રાર્થના કરી, “પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” | |||
363 | 22:45 | k50c | \# ઈસુ પ્રાર્થના કરીને પાછા આવ્યા, ત્યારે શિષ્યો શું કરી રહ્યા હતા? | તેઓ ઊંઘી રહ્યા હતા. | |||
364 | 22:48 | mv3k | \# યહૂદાએ ટોળાંની સામે ઈસુને કેવી રીતે પરસ્વાધીન કર્યા? | તેણે ચુંબન દ્વારા ઈસુને પરસ્વાધીન કર્યા. | |||
365 | 22:51 | wok5 | \# જે માણસનો કાન કપાઈ ગયો હતો તેની સાથે ઈસુએ શું કર્યું? | તેઓ તેના કાનને અડક્યા અને તેને સાજો કર્યો. | |||
366 | 22:53 | oe9b | \# ઈસુ પ્રમુખ યાજકો સાથે રોજ ક્યાં હતા જે તેમણે કહ્યું? | તેમણે કહ્યું તેઓ દરેક દિવસ ભક્તિસ્થાનમાં હતા. | |||
367 | 22:54 | c3la | \# ઈસુને પકડી લઈને ટોળું તેમને ક્યાં લઈ ગયું? | ટોળું તેમને પ્રમુખ યાજકના ઘરે લઈ ગયું. | |||
368 | 22:57 | kmui | \# જ્યારે દાસીએ કહ્યું કે પિતર ઈસુ સાથે હતો, ત્યારે પિતરે શું કહ્યું? | તેણે કહ્યું, “બહેન, હું તેમને ઓળખતો નથી.” | |||
369 | 22:60 | uifo | \# પિતરે ત્રીજી વાર ઈસુને ઓળખતો નથી એમ કહીને નકાર કર્યો ત્યારબાદ તરત જ શું થયું? | પિતરે ઈસુને ઓળખતો નથી એમ કહીને નકાર કર્યો ત્યારબાદ તરત જ મરઘો બોલ્યો. | |||
370 | 22:62 | a42q | \# ઈસુએ પિતર તરફ જોયું ત્યારપછી પિતરે શું કર્યું? | તે બહાર જઈને બહુ રડ્યો. | |||
371 | 22:63 | w011 | \# જે માણસો ઈસુની ચોકી કરતાં હતા તેઓએ તેમને શું કર્યું? | તેઓએ તેમની ઠેકડી ઉડાવી અને માર માર્યો. | |||
372 | 22:64 | p961 | \# જેઓ ઈસુની ચોકી કરતાં હતા તેઓએ કેવી રીતે તેમની ઠેકડી ઉડાવી? | તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે તને મારનાર કોણ હતું. | |||
373 | 22:67 | gohv | \# ન્યાયસભાએ માંગણી કરી કે જો ઈસુ તે ખ્રિસ્ત છે, તો તે તેઓને જણાવે. જો ઈસુએ તેઓને કહ્યું હોત, તો તેમણે શુ કહ્યું કે તેઓ કરશે નહીં? | તેમણે કહ્યું કે તેઓ ચોક્કસપણે માનશે નહીં. | |||
374 | 22:71 | ne3f | \# શા માટે ન્યાયસભાએ કહ્યું કે તેઓને ઈસુએ ખ્રિસ્ત હોવાનો દાવો કર્યો તે સાબિત કરવા સાક્ષીઓની જરૂર નથી? | તેઓએ કહ્યું તેઓને વધુ સાક્ષીઓની જરૂર નથી કારણ કે તેમણે ઈસુને તેમના મુખથી એવો દાવો કરતાં સાંભળ્યા કે તેઓ જ ખ્રિસ્ત હતા. | |||
375 | 23:2 | e9an | \# પિલાત સમક્ષ ઈસુ વિરુદ્ધ યહૂદી આગેવાનોએ કયો આરોપ મૂક્યો? | તેઓએ કહ્યું કે ઈસુ લોકોને ભૂલાવતા હતા, કાઈસારને કર આપવાની મના કરે છે, અને કહેતો હતો કે તે ખ્રિસ્ત, એક રાજા છે. | |||
376 | 23:4 | qedl | \# ઈસુને પ્રશ્નો કર્યા બાદ, પિલાતે તેમના વિષે શું કહ્યું? | તેણે કહ્યું, “આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.” | |||
377 | 23:8 | jwdg | \# શા માટે હેરોદ ઈસુને જોવા ચાહતો હતો? | હેરોદ ઈસુને કોઈક ચિહ્ન કરતાં જોવા ચાહતો હતો. | |||
378 | 23:9 | ygkx | \# ઈસુએ હેરોદના પ્રશ્નોનો કેવી રીતે જવાબ આપ્યો? | તેમણે હેરોદને કોઈ જવાબ ન આપ્યો. | |||
379 | 23:14 | wklx | \# જ્યારે ઈસુને પિલાત પાસે પાછા મોકલવામાં આવ્યા, ત્યારે પિલાતે ઈસુ વિષે ટોળાંને શું કહ્યું? | તેણે કહ્યું જે વાતોનો તેઓ તેમના પર આરોપ મૂકતાં હતા તે સંબંધી કંઈ પણ અપરાધ ઈસુમાં તેને જણાયો નથી. | |||
380 | 23:18 | h8lo | \# પિલાત પાસ્ખાપર્વ નિમિતે કોને જેલમાંથી છોડી દે એવું ટોળું ચાહતું હતું? | તેઓ ચાહતા હતા કે તે બરાબાસ, એક ગુનેગારને છોડી દે. | |||
381 | 23:21 | nim4 | \# ઈસુને શું કરવું જોઈએ તે વિષે ટોળાંએ શી બૂમ પાડી? | તેઓએ બૂમ પાડી કે, “એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો.” | |||
382 | 23:23 | u8mn | \# શા માટે પિલાતે અંતે ઈસુને વધસ્તંભે જડાવાની ટોળાંની માંગણીને અનુમતિ આપી? | તેણે તેઓની વિનંતીને અનુમતિ આપી કારણ કે તેઓ મોટે અવાજથી આગ્રહ કરતાં હતા. | |||
383 | 23:26 | h3ow | \# ઈસુનો વધસ્તંભ કોણે ઊંચક્યો અને ઈસુની પાછળ ચાલ્યો? | કુરેનીના સિમોને ઈસુનો વધસ્તંભ ઊંચક્યો. | |||
384 | 23:28 | rlh5 | \# યરૂશાલેમની સ્ત્રીઓને તેમની માટે રડવાને બદલે કોના માટે રડવું જોઈએ એવું ઈસુએ કહ્યું? | ઈસુએ કહ્યું કે તેઓએ પોતાને માટે ને તેમના બાળકોને માટે રડવું જોઈએ. | |||
385 | 23:32 | lwm9 | \# ઈસુ સાથે કોને વધસ્તંભે જડવામાં આવ્યા હતા? | બે ગુનેગારોને ઈસુ સાથે વધસ્તંભે જડવામાં આવ્યા હતા. | |||
386 | 23:35 | m8de | \# ઈસુએ ખ્રિસ્ત હોવાનો દાવો કર્યો તે કારણે લોકો, સૈનિકો અને ગુનેગારોમાંના એકે ઈસુને શું કરવાનો પડકાર આપ્યો? | તેઓએ તેમને પોતાને બચાવવાનો પડકાર આપ્યો. | |||
387 | 23:38 | df2h | \# ઈસુ પર કયો લેખ લખવામાં આવ્યો હતો? | લેખમાં આ પ્રમાણે લખવામાં આવ્યું હતું, “આ યહૂદીઓના રાજા છે.” | |||
388 | 23:42 | rv95 | \# બીજા ગુનેગારે ઈસુને શી અરજ કરી? | તેણે કહ્યું, “તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.” | |||
389 | 23:43 | og92 | \# બીજા ગુનેગારને ઈસુએ શું વચન આપ્યું? | તેમણે કહ્યું, “આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.” | |||
390 | 23:44 | f3di | \# ઈસુના મૃત્યુ પહેલા કયો ચમત્કારિક બનાવ બન્યો? | આખા દેશ પર ત્રણ કલાક સુધી અંધારપટ છવાઈ ગયો. | |||
391 | 23:45 | aojr | \# ઈસુના મૃત્યુ પહેલા કયો ચમત્કારિક બનાવ બન્યો? | સૂર્યનું તેજ ઘેરાઈ ગયું, અને સભાસ્થાનનો પડદો વચમાંથી ફાટી ગયો. | |||
392 | 23:47 | k2ix | \# ઈસુના મૃત્યુ પછી સૂબેદારે ઈસુ વિષે શું કહ્યું? | તેણે કહ્યું, “ખરેખર આ તો ન્યાયી માણસ હતા.” | |||
393 | 23:52 | oe25 | \# અરિમથાઈના યુસફે પિલાતને તેને શું આપવા વિનંતી કરી? | તેણે પિલાતને ઈસુનો મૃતદેહ આપવાની વિનંતી કરી. | |||
394 | 23:53 | pc7j | \# અરિમથાઈના યુસફે ઈસુના મૃતદેહ સાથે શું કર્યું? | તેણે ઈસુના મૃતદેહને નવી કબરમાં મૂક્યું. | |||
395 | 23:54 | f8c6 | \# જ્યારે ઈસુને દફનાવવામાં આવ્યા, ત્યારે કયો દિવસ શરૂ થવાનો હતો? | વિશ્રામવાર શરૂ થવાનો હતો. | |||
396 | 23:56 | uuy5 | \# જે સ્ત્રીઓ ઈસુ સાથે હતી તેઓએ વિશ્રામવારે શું કર્યું? | તેઓએ આજ્ઞા પ્રમાણે વિશ્રામ લીધો. | |||
397 | 24:1 | jor7 | \# સ્ત્રીઓ ઈસુની કબર પાસે ક્યારે આવી? | તેઓ અઠવાડિયાના પહેલે દિવસે વહેલી સવારે આવી. | |||
398 | 24:2 | ibne | \# સ્ત્રીઓએ શું જોયું જે કબર આગળ બન્યું હતું? | તેઓએ જોયું કે કબર આગળથી પથ્થર ગબડી ગયો હતો. | |||
399 | 24:3 | hrr8 | \# કબરની અંદર સ્ત્રીઓએ શું જોયું? | તેઓએ જોયું કે ઈસુનો મૃતદેહ ત્યાં ન હતો. | |||
400 | 24:6 | a7rz | \# ચળકતા વસ્ત્રો પહેરેલા (દૂતો) બે પુરુષોએ શું કહ્યું જે ઈસુ સાથે બન્યું હતું? | તેઓએ<br>જોયું કે ઈસુનો મૃતદેહ ત્યાં<br>ન હતો. | |||
401 | 24:11 | vnui | \# જ્યારે સ્ત્રીઓએ પોતાના કબર પાસેના અનુભવ વિષે કહ્યું, ત્યારે શિષ્યોનો શો પ્રતિભાવ હતો? | એ વાતો તેઓને અક્કલ વગરની લાગી, અને તેઓએ તેઓનો વિશ્વાસ કર્યો નહિ. | |||
402 | 24:12 | e9um | \# જ્યારે પિતરે કબરમાં જોયું, ત્યારે તેણે શું જોયું? | પિતરે શણના વસ્ત્રો એકલા પડેલા જોયા. | |||
403 | 24:16 | a00e | \# જ્યારે ઈસુ બે શિષ્યો કે જેઓ એમ્મૌસ જઈ રહ્યા હતા તેઓ સાથે જોડાયા, ત્યારે શા માટે તેઓ તેમને ઓળખી શક્યા નહિ? | તેમને ઓળખવાથી તેઓની આંખોને બંધ કરવામાં આવી હતી. | |||
404 | 24:21 | dvfy | \# જ્યારે ઈસુ જીવતા હતા, ત્યારે શિષ્યો શું આશા રાખતા હતા કે તે કરશે? | તેઓ આશા રાખતા હતા કે તે ઈઝરાયેલનો ઉદ્ધાર કરશે. | |||
405 | 24:27 | tm5e | \# ઈસુએ પવિત્રશાસ્ત્રમાંથી બે શિષ્યોને શું સમજાવ્યું? | તેમણે પવિત્રશાસ્ત્રમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. | |||
406 | 24:31 | ayx8 | \# જ્યારે ઈસુએ રોટલી પર આશીર્વાદ માગ્યો, તેને તોડી, અને તેઓને આપી, ત્યારે બે શિષ્યોને શું થયું? | તેઓની આંખો ખૂલી ગઈ અને તેઓએ તેમને ઓળખ્યા. | |||
407 | 24:36 | wfmy | \# જ્યારે ઈસુ યરૂશાલેમમાં શિષ્યોને દેખાયા, ત્યારે તેમણે પ્રથમ શું કહ્યું? | તેમણે કહ્યું, “તમને શાંતિ થાઓ.” | |||
408 | 24:39 | yaw3 | \# કેવી રીતે ઈસુએ પુરવાર કર્યું કે તેઓ કેવળ આત્મા જ ન હતા? | તેમણે શિષ્યોને પોતાને સ્પર્શ કરવા આમંત્રણ આપ્યું, અને તેઓને પોતાના હાથ તથા પગ બતાવ્યા. | |||
409 | 24:45 | krxh | \# શિષ્યો કેવી રીતે ત્યારપછી પવિત્રશાસ્ત્રને સમજવા સક્ષમ બન્યા? | ઈસુએ તેઓના મન પવિત્રશાસ્ત્રને સમજવા ખોલી દીધા. | |||
410 | 24:47 | wvir | \# ઈસુએ શું સઘળી પ્રજાઓને પ્રગટ કરાવવું જોઈએ એમ કહ્યું? | ઈસુએ કહ્યું કે પસ્તાવો તથા પાપોની માફી સઘળી પ્રજાઓને પ્રગટ કરાવાં જોઈએ. | |||
411 | 24:49 | gwbd | \# ઈસુએ શિષ્યોને શા માટે વાટ જોવા કહ્યું? | તેમણે તેઓને ઉપરથી પરાક્રમે વેષ્ટિત ન થાય ત્યાં સુધી વાટ જોવા કહ્યું. | |||
412 | 24:51 | ifly | \# બેથાનિયા પાસે જ્યારે ઈસુએ શિષ્યોને આશીર્વાદ આપ્યો, ત્યારે ઈસુ સાથે શું થયું? | તેમને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. | |||
413 | 24:53 | t0qp | \# શિષ્યોએ ત્યારબાદ પોતાનો સમય ક્યાં વિતાવ્યો અને તેઓએ શું કર્યું? | તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા. |