RepoConversions_gu_obs-tn/content/37/05.md

1.9 KiB

હું પુનરુત્થાન તથા જીવન છું 

"હું છું" એ અનેક સામર્થ્યવાન નિવેદનોમાંનું એક છે જેમાં ઈસુએ પોતાના આવશ્યક સ્વભાવ વિશે કંઈક કહે છે. આમાં, ઈસુએ જણાવ્યું હતું કે તેઓ "પૂરું પાડનાર" અથવા, પુનરુત્થાન અને જીવનનો "સ્ત્રોત" છે. જો શક્ય હોય તો, આ શબ્દસમૂહનો એવી રીતે અનુવાદ કરો કે એક રીતે તે સ્પષ્ટ કરે કે આ તેમનો આવશ્યક પ્રાકૃતિક સ્વભાવ છે. આવી રીતે પણ અનુવાદ કરી શકાય છે, "હું જ એકમાત્ર, જે લોકોને સજીવન કરનાર અને તેમના જીવંત રહેવા માટેનું કારણ છું."

મૃત્યુ પામ્યા છતાં, તે જીવશે 

એટલે કે, " તે મૃત્યુ પામ્યા છતાં, કાયમ જીવિત રહેશે,." આ અંગ્રેજી શબ્દ, "તે" માત્ર પુરૂષોનો સંદર્ભમાં નથી. જે મહિલાઓ ઈસુમાં માને તે પણ અનંતજીવન જીવશે.

માર્થા 

માર્થા લાજરસ અને મરિયમની બહેન હતી. જુઓ  37-01  .

કદી મૃત્યુ પામશે નહિ 

પણ આ રીતે ભાષાંતર કરી શકો છો, જેમ કે "કાયમ જીવશે."