Door43-Catalog_gu_tw/bible/names/egypt.md

4.0 KiB
Raw Blame History

મિસર, મિસરી, મિસરીઓ

સત્યો:

મિસર એ આફ્રિકાના ઇશાન ભાગમાં, કનાનની ભૂમિના દક્ષિણ પશ્ચિમમાં આવેલો દેશ છે. મિસરી વ્યક્તિ છે કે જે મિસર દેશમાંથી આવે છે.

  • પ્રાચીન સમયમાં, મિસર એ શક્તિશાળી અને શ્રીમંત દેશ હતો.

પ્રાચીન મિસર બે ભાગમાં વહેચાયેલું હતું, મિસરનો નીચેનો (ઉત્તર ભાગ જ્યાં નાઈલ નદી નીચે સમુદ્ર તરફ વહેતી હતી) અને મિસર નો ઉપરનો (દક્ષિણ ભાગ).

જૂના કરારમાં, આ ભાગોને મૂળ ભાષાના લખાણમાં “મિસર” અને “પત્રોસ” કહેવામાં આવે છે.

  • અનેક વાર જયારે કનાનમાં અનાજ ઓછું હતું, ત્યારે ઇઝરાએલના કુટુંબના વડાઓ તેમના કુટુંબો માટે અનાજ વેચાતું લેવા મિસરમાં પ્રવાસ કરતા હતા.
  • કેટલાક સો વર્ષો સુધી, ઇઝરાએલીઓ મિસરમાં ગુલામો હતા.
  • સમ્રાટ હેરોદથી બચવા માટે, યુસફ અને મરિયમ નાના બાળક ઈસુને લઈને મિસરમાં ચાલ્યા ગયા હતા.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: સમ્રાટ હેરોદ, યૂસફ (NT),, નાઈલ નદી, કુટુંબનો વડાઓ)

બાઇબલની કલમો:

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 8:4 ગુલામના વેપારીઓ યૂસફ ને મિસરમાં લઈ ગયા. મિસર એ નાઈલ નદીને મોખરે આવેલો વિશાળ, શક્તિશાળી દેશ હતો.
  • 8:8 ફારુન યૂસફથી ખૂબ પ્રભાવિત થયો હતો કે તેણે તેને પુરા મિસર ઉપર બીજા સ્થાને સૌથી શક્તિશાળી માણસ તરીકે નીમ્યો.
  • 8:11 જેથી યાકૂબે તેના મોટા દીકરાઓને અનાજ વેચાતું લેવા મિસર મોકલ્યા.
  • 8:14 યાકૂબ ઘરડો હોવા છતાં, તેના પુરા કુટુંબ સાથે મિસર માં સ્થળાંતર કર્યું, અને તેઓ બધા ત્યાં રહ્યા.
  • 9:1 યૂસફના મરણ બાદ, તેના બધા સંબંધીઓ મિસર માં વસ્યા.

શબ્દ માહિતી:

  • Strongs: H4713, H4714, G01240, G01250