6.9 KiB
6.9 KiB
જીવન, જીવતા, જીવવું, જીવીત
વ્યાખ્યા:
"જીવન" શબ્દ શારીરિક રીતે મૃત હોવાના વિરોધમાં શારીરિક રીતે જીવંત હોવાનો ઉલ્લેખ કરે છે.
1. ભૌતિક જીવન
- "જીવન" એક વ્યક્તિગત વ્યક્તિનો પણ ઉલ્લેખ કરી શકે છે જેમ કે "જીવન બચાવ્યું હતું".
- કેટલીકવાર "જીવન" શબ્દ જીવવાના અનુભવને દર્શાવે છે જેમ કે, "તેનું જીવન આનંદમય હતું."
- તે વ્યક્તિના જીવનકાળનો પણ ઉલ્લેખ કરી શકે છે, જેમ કે અભિવ્યક્તિમાં, "તેના જીવનનો અંત."
- "જીવંત" શબ્દ શારીરિક રીતે જીવંત હોવાનો ઉલ્લેખ કરી શકે છે, જેમ કે "મારી માતા હજી જીવે છે." તે ક્યાંક રહેઠાણનો ઉલ્લેખ પણ કરી શકે છે જેમ કે, "તેઓ શહેરમાં રહેતા હતા."
- બાઈબલમાં, "જીવન" ની કલ્પના ઘણીવાર "મૃત્યુ" ના ખ્યાલ સાથે વિરોધાભાસી છે.
2. અનંત જીવન
- જ્યારે વ્યક્તિ ઈસુમાં વિશ્વાસ કરે છે ત્યારે તેને અનંત જીવન મળે છે. દેવ તે વ્યક્તિને તેનામાં રહેલ પવિત્ર આત્મા સાથે પરિવર્તનશીલ જીવન આપે છે.
- અનંત જીવનની વિરુદ્ધ અનંત મૃત્યુ છે, જેનો અર્થ થાય છે દેવથી અલગ થવું અને અનંત સજાનો અનુભવ કરવો.
અનુવાદ સૂચનો:
- સંદર્ભના આધારે, "જીવન" નો અનુવાદ "અસ્તિત્વ" અથવા "વ્યક્તિ" અથવા "આત્મા" અથવા "હોવું" અથવા "અનુભવ" તરીકે કરી શકાય છે.
- "જીવંત" શબ્દનું ભાષાંતર "રહેવું" અથવા "રહે છે" અથવા "અસ્તિત્વ" દ્વારા કરી શકાય છે.
- "તેના જીવનનો અંત" શબ્દનું ભાષાંતર "જ્યારે તેણે જીવવાનું બંધ કર્યું" તરીકે કરી શકાય છે.
- "તેમના જીવ બચાવ્યા" શબ્દનું ભાષાંતર "તેમને જીવવા દીધું" અથવા "તેમને માર્યા નહિ" તરીકે કરી શકાય.
- "તેઓએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો" અભિવ્યક્તિનું ભાષાંતર "તેઓએ પોતાને જોખમમાં મૂક્યો" અથવા "તેઓએ એવું કંઈક કર્યું જેનાથી તેઓને મારી નાખ્યા."
- જ્યારે બાઈબલમાં લખેલ અનંત જીવન વિશે વાત કરે છે, ત્યારે "જીવન" શબ્દનો અનુવાદ નીચેની રીતે કરી શકાય છે: "અનાંત જીવન" અથવા "દેવ આપણને આપણા આત્મામાં જીવંત બનાવે છે" અથવા "દેવના આત્મા દ્વારા નવું જીવન" અથવા "જીવંત થવું આપણા આંતરિક મનુષ્યત્વમાં."
- સંદર્ભના આધારે, "જીવન આપો" અભિવ્યક્તિનું ભાષાંતર "જીવવાનું કારણ" અથવા "અનંત જીવન આપો" અથવા "અનંત જીવન જીવવાનું કારણ" તરીકે પણ થઈ શકે છે.
(આ પણ જુઓ: [મૃત્યુ], [અનંત])
બાઈબલ સંદર્ભો:
- [૨ પિત્તર ૧:૩]
- [પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૨]
- [ઉત્પત્તિ ૨:૭]
- [ઉત્પત્તિ ૭:૨૨]
- [હેબ્રી ૧૦:૨૦]
- [યર્મિયા ૪૪:૨]
- [યોહાન ૧:૪]
- [ન્યાયાધીશો ૨:૧૮]
- [લુક ૧૨:૨૩]
- [માથ્થી ૭:૧૪]
બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- [૧:૧૦] તેથી દેવે થોડી માટી લીધી, આને તેમાંથી તેણે એક માણસ બનાવ્યું, અને તેનામાં _જીવન_નો શ્વાસ નાંખ્યો.
- [૩:૧] લાંબા સમય પછી, ઘણા લોકો દુનિયામાં જીવતા હતા.
- [૮:૧૩] જ્યારે યુસુફના ભાઈઓ ઘરે પાછા ફર્યા અને તેમના પિતા યાકૂબને કહ્યું કે યુસુફ હજી જીવિત છે ત્યારે તે ખૂબ જ ખુશ થયો.
- [૧૭:૯] જોકે, તેના [દાઉદ] જીવનના અંતમાં તેણે દેવ સમક્ષ ભયંકર પાપ કર્યું.
- [૨૭:૧] એક દિવસ, યહૂદી કાયદાનો નિષ્ણાત ઈસુ પાસે તેની પરીક્ષા કરવા આવ્યો અને કહ્યું, "ગુરુજી, અનંત _જીવન_નો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?"
- [૩૫:૫] ઈસુએ જવાબ આપ્યો, "હું પુનરુત્થાન અને જીવન છું."
- [૪૪:૫] “તમે તે જ છો જેમણે રોમન અધિકારીએ ઈસુને મારી નાખવા કહ્યું તમે _જીવન_ના લેખકને મારી નાખ્યા, પરંતુ દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો."
શબ્દ માહિતી:
- સ્ટ્રોંગ્સ: H1934, H2416, H2417, H2421, H2425, H5315, G01980, G02220, G02270, G08060, G05900