Door43-Catalog_gu_tw/bible/kt/kingofthejews.md

3.8 KiB

યહૂદીઓનો રાજા

વ્યાખ્યા:

"યહૂદીઓનો રાજા" શબ્દ એ ઈસુ, મસીહાનો ઉલ્લેખ કરે છે.

  • જ્યારે જ્ઞાની પુરુષો બેથલેહેમમાં જે "યહૂદીઓનો રાજા" હતો તેને જોવા આવ્યા હતા તેમના દ્વારા પ્રથમવાર આ શીર્ષકનો ઉપયોગ કરવામાં આવ્યો એમ બાઇબલ નોંધે છે.
  • દૂતે મરિયમને પ્રગટ કર્યું કે તેણીનો દીકરો, દાઉદ રાજાનો વંશજ, રાજા બનશે જેનું રાજ સર્વકાળ ટકશે.
  • ઈસુ વધસ્તંભ પર જડાયા તે પહેલા, રોમન સૈનિકોએ ઈસુના ઠઠ્ઠા "યહૂદીઓનો રાજા" એમ કહીને કર્યા. આ શીર્ષકને લાકડાના ટુકડા પર પણ લખવામાં આવ્યું અને ઈસુના વધસ્તંભની ઉપર તેને લગાવવામાં આવ્યું હતું.
  • ઈસુ ખરેખર યહૂદીઓના રાજા અને સર્વ સર્જન પર રાજા હતા.

અનુવાદ માટેના સૂચનો:

  • "યહૂદીઓનો રાજા" શબ્દનું અનુવાદ "યહૂદીઓ પર રાજા" અથવા "રાજા જે યહૂદીઓ પર રાજ કરે છે" અથવા "યહૂદીઓનો સર્વોચ્ચ શાસક" એમ કરી શકાય.
  • "નો રાજા" શબ્દ સમૂહનું અનુવાદ બીજી અનુવાદની જગ્યાએ કેવી રીતે થયું છે તે જોવા તપાસ કરો.

(આ પણ જુઓ: [વંશજ], [યહૂદી], [ઈસુ], [રાજા], [રાજ્ય], [ઈશ્વરનું રાજ્ય], [જ્ઞાની પુરુષો])

બાઈબલના સંદર્ભો:

  • [લૂક 23:3]
  • [લૂક 23:38]
  • [માથ્થી 2:2]
  • [માથ્થી 27:11]
  • [માથ્થી 27:35-37]

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

  • [23:9] થોડાં સમય પછી, દૂરના પૂર્વના દેશોમાંથી જ્ઞાની પુરુષોએ અસમાન્ય તારો આકાશમાં જોયો. તેઓ સમજ્યા કે એનો અર્થ એક નવો યહૂદીઓનો રાજા જન્મ્યો હતો.
  • [39:9] પિલાતે ઈસુને પૂછ્યું, "શું તું__યહૂદીઓનો રાજા છે__?"
  • __[39:12]__રોમન સૈનિકોએ ઈસુને ચાબુક મારી અને શાહી ઝભ્ભો તેમણે પહેરાવ્યો અને કાંટાનો બનાવેલો મુગટ તેમના માથા પર મૂક્યો. પછી, તેઓએ એવું કહેતા તેમના ઠઠ્ઠા કર્યા કે, "જુઓ, યહૂદીઓનો રાજા!"
  • __[40:2]__પિલાતે હુકમ કર્યો કે તેઓ લખે, "યહૂદીઓનો રાજા" ચિહ્નપાટી પર અને તેને ઈસુના માથાની ઉપર વધસ્તંભ પર મૂકે.

શબ્દમાહિતી:

  • Strong's: G09350, G24530