4.6 KiB
4.6 KiB
ઈઝરાએલ, ઈઝરાએલીઓ
સત્યો:
“ઈઝરાએલ” શબ્દ એક નામ છે જે ઈશ્વરે યાકૂબને આપ્યું હતું. મોટેભાગે તે રાષ્ટ્રનો ઉલ્લેખ કરે છે જેઓ તેના પરથી ઉતરી આવ્યા છે.
- તેનો અર્થ “તે ઈશ્વર સાથે સંઘર્ષ કરે છે” એમ થાય છે.
- યાકૂબના વંશજો “ઈઝરાએલપુત્રો” અથવા “ઈઝરાએલના લોકો” અથવા “ઈઝરાએલનો દેશ” અથવા “ઈઝરાએલીઓ” તરીકે જાણીતા બન્યા.
- ઈશ્વરે ઈઝરાએલના લોકો સાથે તેમનો કરાર સ્થાપ્યો. તેઓ તેમના પસંદ કરેલા લોકો હતા.
- ઈઝરાએલનો દેશ બાર કુળોનો બનેલો હતો.
- સુલેમાન રાજાના મરણ પછી ટૂંક સમયમાં, ઈઝરાએલનું બે રાજ્યોમાં વિભાજન થયું: દક્ષિણ રાજ્યને “યહૂદા” કહેવામાં આવ્યું, અને ઉત્તર રાજ્યને “ઈઝરાએલ” કહેવામાં આવ્યું.
- સંદર્ભ પર આધાર રાખીને, મોટેભાગે “ઈઝરાએલ” શબ્દનું ભાષાંતર, “ઈઝરાએલના લોકો” અથવા “ઈઝરાએલનો દેશ” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: [યાકૂબ], [ઈઝરાએલનું રાજ્ય], [યહૂદા], [દેશ], [ઈઝરાએલના બાર કુળો])
બાઈબલની કલમો:
- [1 કાળવૃતાંત 10:1]
- [1 રાજા 8:2]
- [પ્રેરિતોના કૃત્યો 2:36]
- [પ્રેરિતોના કૃત્યો 7:24]
- [પ્રેરિતોના કૃત્યો 13:23]
- [યોહાન 1:49-51]
- [લૂક 24:21]
- [માર્ક 12:29]
- [માથ્થી 2:6]
- [માથ્થી 27:9]
- [ફિલિપ્પી 3:4-5]
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- [8:15] બાર દીકરાઓના વંશજો__ઈઝરાએલ__ ના બાર કુળો બન્યા.
- [9:3] મિસરીઓએ__ઈઝરાએલીઓ__ ને ઘણી ઇમારતો અને સમગ્ર શહેરો પણ બાંધવા ફરજ પાડી.
- [9:5] અમુક__ઈઝરાએલી__ સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો.
- [10:1] તેઓએ કહ્યું, “ઈશ્વર આ પ્રમાણે કહે છે કે__ઈઝરાએલ__, મારા લોકને જવા દે!”
- [14:12] પણ આ બધું છતાં, ઈઝરાએલ ના લોકોએ દેવની અને મૂસાની વિરુદ્ધ ફરિયાદ અને કચકચ કરી.
- [15:9] તે દિવસે__ઈઝરાએલ__ માટે ઈશ્વર લડ્યા.તેમણે અમોરીઓને ગૂંચવી નાખ્યા અને મોટા કરા મોકલ્યા કે જેઓએ ઘણા અમોરીઓને મારી નાખ્યા.
- [15:12] આ યુદ્ધ પછી, ઈશ્વરે__ઈઝરાએલ__ ના દરેક કુળને વચનની ભૂમિમાં તેઓનો પોતાનો હિસ્સો આપ્યો. પછી ઈશ્વરે__ઈઝરાએલ__ ને તેઓની બધી સરહદોની સાથે શાંતિ આપી.
- [16:16] જેથી મૂર્તિઓની પૂજા કરવા માટે ઈશ્વરે__ઈઝરાએલ__ ને ફરીથી શિક્ષા કરી.
- [43:6] “ઈઝરાએલ ના માણસો, ઈસુ માણસ હતો કે જેણે ઈશ્વરના સામર્થ્ય દ્વારા ઘણા મહાન ચમત્કારો અને આશ્ચર્યકારક કામો કર્યા, જે તમે જોયું છે અને જાણો છો.”
શબ્દની માહિતી:
- Strong's: H3478, H3479, H3481, H3482, G09350, G24740, G24750