Door43-Catalog_gu_tw/bible/kt/inherit.md

4.7 KiB

વારસો, વારસો, વારસ

વ્યાખ્યા:

“વારસો” શબ્દ માબાપના મરણ પછી માબાપ તરફથી કંઈક મૂલ્યવાન પ્રાપ્ત કરવાનો ઉલ્લેખ કરે છે. આ શબ્દ બીજા કોઈ વ્યક્તિ પાસેથી તે વ્યક્તિ સાથેના ખાસ સબંધને કારણે કંઈક મૂલ્યવાન પ્રાપ્ત કરવાનો પણ ઉલ્લેખ કરી શકે છે. “વારસો” એટલે જે વસ્તુઓ મળી તે અને “વારસ” એટલે જેને વારસો મળ્યો તે વ્યક્તિ.

  • ભૌતિક વારસો જે મળી શકે એ નાણાં, જમીન કે સંપત્તિનો બીજો કોઈ પ્રકાર હોઈ શકે.
  • ઈશ્વરે ઇબ્રાહિમ અને તેના વંશજોને વચન આપ્યું કે તેઓ કનાનની ભૂમિ પ્રાપ્ત કરશે જે તેઓ માટે સદાકાળને માટે રહેશે.

અનુવાદ માટેના સૂચનો:

  • હંમેશની જેમ પહેલા એ ધ્યાનમાં લો કે લક્ષ્યાંક ભાષામાં વારસના કે વારસાના ખ્યાલને માટે પહેલેથી કોઈ શબ્દો છે કે નહિ, જો હોય, તો તે શબ્દોનો પ્રયોગ કરો.
  • સંદર્ભને આધારે, “વારસો” શબ્દનું અનુવાદ કરવાની બીજી રીતો “પ્રાપ્ત કરવું” કે “ધરાવવું” કે “ના કબ્જામાં આવવું” નો સમાવેશ કરી શકે છે.
  • “વારસો” નું અનુવાદ કરવાની રીતો “વચનયુક્ત ભેટ” કે “સુરક્ષિત કબ્જો” નો સમાવેશ કરી શકે છે.
  • “વારસ” શબ્દનું અનુવાદ જે શબ્દ કે શબ્દસમૂહનો અર્થ “વિશેષાધિકૃત બાળક જે પિતાની માલિકી પ્રાપ્ત કરે છે” એમ થતો હોય તેથી કરી શકાય.
  • “વારસો” શબ્દનું અનુવાદ “વારસાગત આશીર્વાદો” તરીકે થઈ શકે.

(આ પણ જુઓ: [વારસ], [કનાન], [વચનનો દેશ], [ધરવવું])

બાઇબલના સંદર્ભો:

  • [1 કરિંથી 6:9]
  • [1 પિતર 1:4]
  • [2 શમુએલ 21:3]
  • [પ્રેરિતોના કૃત્યો 7:4-5]
  • [પુનર્નિયમ 20:16]
  • [ગલાતી 5:21]
  • [ઉત્પતિ 15:7]
  • [હિબ્રૂ 9:15]
  • [યર્મિયા 2:7]
  • [લૂક 15:11]
  • [માથ્થી 19:29]
  • [ગીતશાસ્ત્ર 79:1]

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [4:6] જ્યારે અબ્રામ કનાન આવ્યો ત્યારે ઈશ્વરે કહ્યું, “તારી ચારે તરફ જો. હું તને અને તારા વંશજોને જે ભૂમિ તું જોઈ શકે છે તે સર્વ વારસા તરીકે આપીશ.”
  • [27:1] એક દિવસ, યહૂદી નિયમશાસ્ત્રમાં પ્રવીણ એક જણ ઈસુની કસોટી કરવા તેમની પાસે એમ કહેતા આવ્યો, “ઉપદેશક, અનતજીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?”
  • [35:3] “ત્યાં એક માણસ હતો જેને બે દીકરાઓ હતા. નાના દીકરાએ પોતના પિતાને કહ્યું, ‘પિતા, મને મારો__વારસો__ હવે જોઈએ છે!' તેથી પિતાએ તેની સંપત્તિ તેના બે દીકરાઓ વચ્ચે વહેંચી દીધી.”

શબ્દની માહિતી:

  • Strong's: H2490, H2506, H3423, H3425, H4181, H5157, H5159, G28160, G28170, G28190, G28200