2.8 KiB
2.8 KiB
નમ્ર, નમ્ર, નમ્રતા
વ્યાખ્યા:
"નમ્ર" શબ્દ એવી વ્યક્તિનું વર્ણન કરે છે જે પોતાને અન્ય લોકો કરતા શ્રેષ્ઠ નથી માનતો. તેને અભિમાન કે ઘમંડ નથી. નમ્રતા એ નમ્ર બનવાનો ગુણ છે.
- દેવ સમક્ષ નમ્ર બનવાનો અર્થ છે કે તેની મહાનતા, શાણપણ અને સંપૂર્ણતાની તુલનામાં તેની નબળાઈ અને અપૂર્ણતાને સમજવી.
- જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતને નમ્ર બનાવે છે, ત્યારે તે પોતાને નીચા મહત્વની સ્થિતિમાં મૂકે છે.
- નમ્રતા એ પોતાની જરૂરિયાતો કરતાં બીજાની જરૂરિયાતોની વધુ કાળજી લે છે.
- નમ્રતાનો અર્થ એ પણ છે કે કોઈની ભેટો અને ક્ષમતાઓનો ઉપયોગ કરતી વખતે નમ્ર વલણ સાથે સેવા કરવી.
- “નમ્ર બનો” વાક્યનું ભાષાંતર “અભિમાની ન બનો” તરીકે કરી શકાય છે.
- "દેવ સમક્ષ તમારી જાતને નમ્ર બનાવો" નો અનુવાદ "દેવને તમારી ઈચ્છા સ્વાધીન કરો, તેમની મહાનતાને ઓળખો."
(આ પણ જુઓ: [ગર્વ])
બાઈબલ સંદર્ભો:
- [યાકૂબ ૧:૨૧]
- [યાકૂબ ૩:૧૩]
- [યાકૂબ ૪:૧૦]
- [લુક ૧૪:૧૧]
- [લુક ૧૮:૧૪]
- [માથ્થી ૧૮:૪]
- [માથ્થી ૨૩:૧૨]
બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- [૧૭:૨] દાઉદ એક નમ્ર અને ન્યાયી માણસ હતો જેણે દેવ પર વિશ્વાસ કર્યો અને તેનું પાલન કર્યું.
- [૩૪:૧૯] "દેવ અભિમાની દરેકને નમ્ર કરશે, અને જે પોતાની જાતને નમ્ર બનાવે છે તેને તે ઊંચો કરશે."
શબ્દ માહિતી:
- સ્ટ્રોંગ્સ: H1792, H3665, H6031, H6041, H75100, H7807, H7512, H7807, H7112, H713, H8214, H8215, H8217, H8467, G08580, G42360, G42390, G42400, G42110, G50120, G50130, G53910