Door43-Catalog_gu_tw/bible/kt/hope.md

4.9 KiB

આશા, આશા રાખવી

વ્યાખ્યા:

આશા એટલે કંઈક બને એ માટે પ્રબળ રીતે ઈચ્છા કરવી. આશા એ ભવિષ્યના બનાવના સબંધમાં ચોક્કસતા કે અચોક્કસતાને સૂચવી શકે છે.

  • બાઇબલમાં “આશા” શબ્દ “ભરોસા” નો અર્થ પણ ધરાવે છે જેમ આ વાક્યમાં છે તેમ, “મારી આશા પ્રભુમાં છે.” ઈશ્વરે જે વચન તેમના લોકોને આપ્યું છે તે પ્રાપ્ત કરવાની ચોક્કસ આશાનો ઉલ્લેખ કરે છે.
  • કેટલીકવાર ULT આ શબ્દનું અનુવાદ મૂળ ભાષામાં “ખાતરી” તરીકે કરે છે. આવું મોટેભાગે નવા કરારમાં જ્યાં લોકોએ ઈસુ પર તેમના તારનાર તરીકે વિશ્વાસ કર્યો તેઓ પાસે ઈશ્વરે જે વચન આપ્યું છે તે પ્રાપ્ત કરવાની ખાતરી (અથવા આત્મવિશ્વાસ કે આશા) છે, ત્યાં એવી પરિસ્થિતિઓમાં બને છે.
  • કોઈ “આશા નહીં” તેનો અર્થ કંઈક સારું બનશે તેની કોઈ અપેક્ષા નહિ. તેનો અર્થ એમ કે ખરેખર તે ઘણું ચોક્કસ છે કે તે બનશે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

  • કેટલાક સંદર્ભોમાં, “આશા” શબ્દનું અનુવાદ “ચાહવું” કે “ઈચ્છા” કે “અપેક્ષા” તરીકે પણ થઈ શકે છે.
  • “કોઈપણ બાબત માટે આશા નહિ” અભિવ્યક્તિનું અનુવાદ “કોઈપણ બાબતમાં ભરોસો નહિ” અથવા “કંઈપણ સારાની કોઈ અપેક્ષા નહિ” તરીકે થઈ શકે છે.
  • “કોઈ આશા નહિ” નું અનુવાદ “કંઈપણ સારાની કોઈ અપેક્ષા નહિ” કે “કોઈ સુરક્ષા નહિ” કે “સુનિશ્ચિત કે કંઈપણ સારું બનશે નહિ” તરીકે થઈ શકે છે.
  • “ના પર તમારી આશા રાખો” અભિવ્યક્તિનું અનુવાદ “માં તમારી ખાતરી રાખો” અથવા “માં ભરોસો છે” તરીકે થઈ શકે છે.
  • “તમારા વચનમાં મને આશા મળી છે” શબ્દસમૂહનું અનુવાદ “હું ખાતરીપૂર્વક છું કે તમારું વચન સત્ય છે” અથવા “તમારા પર ભરોસો રાખવાને તમારું વચન મને મદદ કરે છે” અથવા “જ્યારે હું તમારા વચનને આધીન થાઉં છું, ત્યારે આશીર્વાદિત બનવા હું ચોક્કસ છું” તરીકે પણ થઈ શકે છે.
  • ઈશ્વર “માં આશા રાખો” શબ્દસમૂહોનું અનુવાદ “ઈશ્વર પર ભરોસો રાખો” અથવા “ચોક્કસ રીતે જાણો કે ઈશ્વરે જે વચન આપ્યું છે તે એ કરશે” અથવા “ચોક્કસ બનો કે ઈશ્વર વિશ્વાસુ છે” તરીકે પણ થઈ શકે છે.

(આ પણ જુઓ: [આશીર્વાદ], [ખાતરી], [ઉત્તમ], [આધીન], [ભરોસો], [ઈશ્વરનું વચન])

બાઇબલના સંદર્ભો:

  • [1 કાળવૃતાંત 29:14-15]
  • [1 થેસ્સલોનિકી 2:19]
  • [પ્રેરિતોના કૃત્યો 24:14-16]
  • [પ્રેરિતોના કૃત્યો 26:6]
  • [પ્રેરિતોના કૃત્યો 27:20]
  • [કલોસ્સી 1:5]
  • [અયૂબ 11:20]

શબ્દની માહિતી:

  • Strong's: H0982, H0983, H0986, H2620, H2976, H3175, H3176, H3689, H4009, H4268, H4723, H7663, H7664, H8431, H8615, G00910, G05600, G16790, G16800, G20700