Door43-Catalog_gu_tw/bible/kt/highpriest.md

6.9 KiB

પ્રમુખ યાજક, મુખ્ય યાજકો

વ્યાખ્યા:

“પ્રમુખ યાજક” શબ્દ એક ખાસ યાજકનો ઉલ્લેખ કરે છે જેને બીજા સર્વ ઈઝરાયેલી યાજકોના આગેવાન તરીકે એક વર્ષ સેવા કરવા નીમવામાં આવ્યો હોય છે. નવા કરારના સમયમાં, બીજા કેટલાક યાજકોને પણ બીજા યાજકો તથા લોકો પર અધિકાર સાથે મહત્વના યહૂદી ધાર્મિક આગેવાનો ગણવામાં આવતા હતા. તેઓ મુખ્ય યાજકો હતા.

  • પ્રમુખ યાજકની ખાસ જવાબદારીઓ હતી. મુલાકાતમંડપના કે ભક્તિસ્થાનના પરમ પવિત્રસ્થાનમાં વર્ષમાં એકવાર ખાસ બલિદાન ચઢાવવા જવા કેવળ તેમને જ છૂટ હતી.
  • ઈઝરાયેલીઓ પાસે ઘણા યાજકો હતા, પણ એક સમયે કેવળ એક જ પ્રમુખ યાજક હતા.
  • પ્રમુખ યાજક નિવૃત થાય પછી તેઓ તે શીર્ષક તથા કાર્યાલયની કેટલીક જવાબદારીઓ સાથે રાખી શકતા. દાખલા તરીકે, કાયાફાસ અને બીજાઓના યાજકપણા દરમિયાન આન્નાસને હજુયે પ્રમુખ યાજક તરીકે સંબોધવામાં આવતો હતો.
  • મુખ્ય યાજક ભક્તિસ્થાનમાં ભક્તિને માટે જે કંઈ જોઈએ તે સર્વને માટે જવાબદાર હતો. ભક્તિસ્થાનમાં જે નાણાં આપવામાં આવતા હતા તેનો પણ તે કારભારી હતો.
  • મુખ્ય યાજકો સામાન્ય યાજકો કરતાં દરજ્જા અને સત્તામાં ઉચ્ચ કક્ષાના હતા. કેવળ પ્રમુખ યાજકને જ વિશેષ અધિકાર હતો.
  • મુખ્ય યાજકો જ ઈસુના મુખ્ય શત્રુઓ હતા અને તેઓએ રોમન આગેવાનોને ઈસુને પકડવા અને મારી નાખવા પ્રબળ રીતે પ્રભાવિત કર્યા હતા.

અનુવાદ માટેના સૂચનો:

  • “પ્રમુખ યાજક” નું અનુવાદ “સર્વોચ્ચ યાજક” કે “યાજકના દરજ્જામાં ઉચ્ચ” તરીકે થઈ શકે.
  • “મુખ્ય યાજકો” શબ્દનું અનુવાદ “વડા યાજકો” કે “આગેવાની આપનાર યાજકો” કે “રાજ કરનાર યાજકો” તરીકે થઈ શકે.

(આ પણ જુઓ: [આન્નાસ], [કાયાફાસ], [યાજક], [ભક્તિસ્થાન])

બાઇબલના સંદર્ભો:

  • [પ્રેરિતોના કૃત્યો 5:27]
  • [પ્રેરિતોના કૃત્યો 7:1]
  • [પ્રેરિતોના કૃત્યો 9:1]
  • [નિર્ગમન 30:10]
  • [હિબ્રૂ 6:19-20]
  • [લેવીય 16:32]
  • [લૂક 3:2]
  • [માર્ક 2:25-26]
  • [માથ્થી 26:3-5]
  • [માથ્થી 26:51-54]

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [13:8] પડદા પાછળના ઓરડામાં પ્રમુખ યાજક સિવાય કોઈપણ પ્રવેશી શકતું નહીં, કારણ કે ઈશ્વર ત્યાં હતા.
  • [21:7] મસીહા જે આવશે તે સંપૂર્ણ પ્રમુખ યાજક હશે જે પોતાને સંપૂર્ણ બલિદાન તરીકે ઈશ્વરને અર્પી દેશે.
  • [38:3] યહૂદી આગેવાનોએ પ્રમુખ યાજક ની આગેવાનીમાં, ઈસુને પરસ્વાધીન કરવા યહૂદાને ત્રીસ ચાંદીના સિક્કા આપ્યા.
  • __[39:1]__પ્રમુખ યાજક ઈસુને પ્રશ્ન કરે તે માટે સૈનિકો ઈસુને પ્રમુખ યાજક ના ઘરે દોરી ગયા.
  • [39:3] છેવટે પ્રમુખ યાજકે પ્રત્યક્ષ ઈસુ તરફ જોયું અને કહ્યું, “અમને કહે, શું તું મસીહા, જીવતા ઈશ્વરનો દીકરો છે?”
  • [44:7] બીજા દિવસે, યહૂદી આગેવાનો પિતર તથા યોહાનને પ્રમુખ યાજક અને બીજા ધાર્મિક આગેવાનો પાસે લાવ્યા.
  • [45:2] તેથી ધાર્મિક આગેવાનોએ સ્તેફનને પકડ્યો અને તેને પ્રમુખ યાજક તથા યહૂદી લોકોના બીજા આગેવાનો પાસે લાવ્યા, જ્યાં બીજા ખોટા સાક્ષીઓએ સ્તેફન વિષે જૂઠ ઉચ્ચાર્યું.
  • [46:1] પ્રમુખ યાજકે શાઉલને દમસ્ક શહેરમાં જઈને ત્યાંના ખ્રિસ્તીઓને પકડવાની તથા તેઓને પાછા યરૂશાલેમ લાવવા માટેની પરવાનગી આપી.
  • [48:6] ઈસુ પ્રમુખ યાજક છે. બીજા યાજકોથી વિપરીત, તેમણે સૃષ્ટિના સર્વ લોકોના પાપો દૂર કરવા પોતાનું બલિદાન આપ્યું. ઈસુ સંપૂર્ણ પ્રમુખ યાજક હતા કેમ કે તેમણે કોઈપણ વ્યક્તિએ ગમે ત્યારે કરેલા દરેક પાપને માટે શિક્ષા ભોગવી.

શબ્દની માહિતી:

  • Strong's: H7218, H1419, H3548, G07480, G07490