Door43-Catalog_gu_tw/bible/kt/heaven.md

4.8 KiB

સ્વર્ગ, આકાશ, સ્વર્ગ, સ્વર્ગીય

વ્યાખ્યા:

શબ્દ કે જેને "સ્વર્ગ" તરીકે અનુવાદિત કરવામાં આવે છે તે સામાન્ય રીતે દેવ જ્યાં રહે છે તેનો ઉલ્લેખ કરે છે. સંદર્ભના આધારે સમાન શબ્દનો અર્થ "આકાશ" પણ થઈ શકે છે.

  • "સ્વર્ગ" શબ્દનો અર્થ સૂર્ય, ચંદ્ર અને તારાઓ સહિત પૃથ્વીની ઉપર આપણે જે જોઈએ છીએ તે દરેક વસ્તુને દર્શાવે છે. તેમાં સ્વર્ગીય પદાર્થોનો પણ સમાવેશ થાય છે, જેમ કે દૂરના ગ્રહો, જેને આપણે પૃથ્વી પરથી સીધા જોઈ શકતા નથી.
  • "આકાશ" શબ્દ પૃથ્વીની ઉપરના વાદળી વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેમાં વાદળો હોય છે અને આપણે શ્વાસ લઈએ છીએ. ઘણીવાર સૂર્ય અને ચંદ્રને "આકાશમાં ઉપર" પણ કહેવામાં આવે છે.
  • બાઈબલના કેટલાક સંદર્ભોમાં, "સ્વર્ગ" શબ્દ ક્યાં તો આકાશ અથવા દેવ જ્યાં રહે છે તે સ્થળનો સંદર્ભ આપી શકે છે.

અનુવાદ સૂચનો:

  • માથ્થીના પુસ્તકમાં "સ્વર્ગના રાજ્ય" માટે, "સ્વર્ગ" શબ્દ રાખવો શ્રેષ્ઠ છે કારણ કે આ માથ્થીની સુવાર્તા માટે વિશિષ્ટ છે.
  • "સ્વર્ગ" અથવા "સ્વર્ગીય શરીર" શબ્દોનું ભાષાંતર "સૂર્ય, ચંદ્ર અને તારાઓ" અથવા "બ્રહ્માંડના તમામ તારાઓ" તરીકે પણ કરી શકાય છે.
  • આ વાક્ય, "સ્વર્ગના તારાઓ" નો અનુવાદ "આકાશમાં તારાઓ" અથવા "ગેલેક્સીમાં તારા" અથવા "બ્રહ્માંડમાં તારા" તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: [દેવનું રાજ્ય])

બાઈબલ સંદર્ભો:

  • [૧ રાજાઓ ૮:૨૨-૨૪]
  • [૧ થેસ્સાલોનીકી ૧:૮-૧૦]
  • [૧ થેસ્સાલોનીકી ૪:૧૭]
  • [પુનર્નિયમ ૯:૧]
  • [એફેસી ૬:૯]
  • [ઉત્પત્તિ ૧:૧]
  • [ઉત્પત્તિ ૭:૧૧]
  • [યોહાન ૩:૧૨]
  • [યોહાન ૩:૨૭]
  • [માથ્થી ૫:૧૮]
  • [માથ્થી ૫:૪૬-૪૮]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [૪:૨] તેઓએ આકાશ સુધી પહોંચવા માટે એક ઉંચો ટાવર બનાવવાનું પણ શરૂ કર્યું.
  • _[૧૪:૧૧]તે (દેવે) તેઓને _સ્વર્ગમાંથી રોટલી આપી, જેને "મન્ના" કહે છે.
  • [૨૩:૭] અચાનક, આકાશ દેવની સ્તુતિ કરતા સ્વર્ગદૂતોથી ભરાઈ ગયું, અને કહેતા, "દેવને સ્વર્ગમાં મહિમા અને પૃથ્વી પર તેઓ જેની તરફેણ કરે છે તેમને શાંતિ!"
  • [૨૯:૯] પછી ઈસુએ કહ્યું, "જો તમે તમારા ભાઈને તમારા હૃદયથી માફ નહીં કરો તો મારા સ્વર્ગીય પિતા તમારામાંના દરેક સાથે આ જ કરશે."
  • [૩૭:૮] પછી ઈસુએ સ્વર્ગ તરફ જોયું અને કહ્યું, "પિતા, મને સાંભળવા બદલ તમારો આભાર."
  • [42:૧૧] પછી ઈસુ સ્વર્ગમાં ગયા, અને એક વાદળે તેને તેઓની નજરથી છુપાવી દીધો.

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H1534, H6160, H6183, H7834, H8064, H8065, G09320, G20320, G33210, G37700, G37710, G37720