Door43-Catalog_gu_tw/bible/kt/hades.md

3.7 KiB

હાદેસ, શેઓલ

વ્યાખ્યા:

“હાદેસ” (ગ્રીકમાં) અને “શેઓલ” (હિબ્રૂમાં) શબ્દો “અધ:સ્થાન” માટેના યોગ્ય નામો છે જેનો અર્થ ભૂગર્ભમાં રહેવાનું સ્થળ જ્યાં પ્રાચીન સંસ્કૃતિના લોકો એવું માનતા હતા કે મૃત વ્યક્તિ જ્યારે તે મરણ પામે ત્યારે તે ત્યાં જતો.

  • જૂના કરારમાં હિબ્રૂ શબ્દ “શેઓલ” યોગ્ય નામ કે સામાન્ય નામ તરીકે “ભૂગર્ભ” ના અર્થમાં વાપરી શકાય.
  • નવા કરારમાં ગ્રીક શબ્દ “હાદેસ” ને મૃત વ્યક્તિ જેણે ઈસુને નકાર્યા છે તેઓના સ્થળ તરીકે વર્ણવામાં આવ્યું છે. નવો કરાર લોકોનું વર્ણન હાદેસ તરફ “નીચે જનાર” તરીકે કરે છે.

અનુવાદ માટેના સૂચનો

  • જૂના કરારનો શબ્દ “શેઓલ” નું અનુવાદ સંદર્ભને આધારે વિવિધ રીતે થઈ શકે. કેટલીક શક્યતાઓ આ પ્રમાણે સમાવેશ કરે છે: “મૃત વ્યક્તિનું સ્થળ;” “મૃત આત્માઓનું સ્થળ;” “ખાઈ;” અથવા “મરણ.”
  • નવા કરારનો શબ્દ “હાદેસ” નું અનુવાદ સંદર્ભને આધારે વિવિધ રીતે થઈ શકે. કેટલીક શક્યતાઓ આ પ્રમાણે સમાવેશ કરે છે: “અવિશ્વાસુ મૃત આત્માઓનું સ્થળ;” “મૃત લોકોનું યાતનાનું સ્થળ;” અથવા “અવિશ્વાસુ મૃત લોકોના આત્માઓ માટેનું સ્થળ.”
  • કેટલાક અનુવાદો “શેઓલ” અને “હાદેસ” માટે તે જ નામોનો ઉપયોગ કરે છે, અનુવાદની ભાષામાં ધ્વનિ શૈલીમાં બંધબેસે તે જોડણી રાખો. (જુઓ: [અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું].)
  • દરેક શબ્દને સમજાવવા તેની સાથે એક શબ્દસમૂહને ઉમેરી શકાય, તેના ઉદાહરણો આ છે, “શેઓલ, જગ્યા જ્યાં મૃત લોકો છે” અને “હાદેસ, મરણનું સ્થાન.”

(અનુવાદ માટેના સૂચનો: [અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું])

(આ પણ જુઓ: [મરણ], [સ્વર્ગ], [નર્ક], [કબર])

બાઇબલના સંદર્ભો:

  • [પ્રેરિતોના કૃત્યો 2:31]
  • [ઉત્પતિ 44:29]
  • [યૂના 2:2]
  • [લૂક 10:15]
  • [લૂક 16:23]
  • [માથ્થી 11:23]
  • [માથ્થી 16:18]
  • [પ્રકટીકરણ 1:18]

શબ્દની માહિતી:

  • Strong's: H7585, G00860