Door43-Catalog_gu_tw/bible/kt/guilt.md

3.4 KiB

અપરાધ, દોષિત

વ્યાખ્યા:

"અપરાધ" શબ્દ એ પાપ અથવા ગુનો કર્યાની હકીકતનો ઉલ્લેખ કરે છે.

  • “દોષિત” થવાનો અર્થ એ થાય કે નૈતિક રીતે કંઈક ખોટું કર્યું હોય, એટલે કે ઈશ્વરની આજ્ઞા તોડી હોય.
  • "દોષિત" નો વિપરીત "નિર્દોષ" છે.

અનુવાદ સૂચનો:

  • કેટલીક ભાષાઓ "અપરાધ" નો અનુવાદ "પાપનું વજન" અથવા "પાપોની ગણતરી" તરીકે કરી શકે છે.
  • "દોષિત" માં ભાષાંતર કરવાની રીતોમાં કોઈ શબ્દ અથવા શબ્દસમૂહનો સમાવેશ થઈ શકે છે જેનો અર્થ થાય છે, "દોષ હોવો" અથવા "કંઈક નૈતિક રીતે ખોટું કર્યું છે" અથવા "પાપ કર્યું છે."

(આ પણ જુઓ: [નિર્દોષ], [પાપ], [સજા], [પાપ])

બાઈબલ સંદર્ભો:

  • [નિર્ગમન ૨૮:૩૬-૩૮]
  • [યશાયા ૬:૭]
  • [યાકૂબ ૨:૧૦-૧૧]
  • [યોહાન ૧૯:૪]
  • [યૂના ૧:૧૪]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [૩૯:૨] તેઓ ઘણા સાક્ષીઓ લાવ્યા જેઓ તેમના (ઈસુ) વિશે જૂઠું બોલ્યા. જો કે, તેમના નિવેદનો એકબીજા સાથે સહમત ન હતા, તેથી યહૂદી આગેવાનો તે સાબિત કરી શક્યા ન હતા કે તેઓ કોઈપણ બાબતમાં દોષિત હતા.
  • [૩૯:૧૧] ઈસુ સાથે વાત કર્યા પછી, પિલાત ભીડની બહાર ગયો અને કહ્યું, "મને આ માણસમાં કોઈ દોષ નથી દેખાતો." પણ યહૂદી આગેવાનો અને ટોળાએ બૂમ પાડી, “તેને વધસ્તંભે જડો!” પિલાતે જવાબ આપ્યો, "તે દોષિત નથી." પરંતુ તેઓએ વધુ જોરથી બૂમો પાડી. પછી પિલાતે ત્રીજી વાર કહ્યું, "તે દોષિત નથી!"
  • [૪૦:૪] ઈસુને બે લૂંટારાઓ વચ્ચે વધસ્તંભે જડવામાં આવ્યા હતા. તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પણ બીજાએ કહ્યું, “શું તને ઈશ્વરનો ડર નથી? અમે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે."
  • [૪૯:૧૦] તમારા પાપને કારણે, તમે દોષિત છો અને મૃત્યુને લાયક છો.

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H0816, H0817, H0818, H5352, H5355, H7563, G03380, G17770, G37840, G52670