Door43-Catalog_gu_tw/bible/kt/goodnews.md

5.5 KiB

શુભ સમાચાર, સુવાર્તા

વ્યાખ્યા:

“સુવાર્તા” શબ્દનો શાબ્દિક અર્થ “શુભ સમાચાર” થાય છે તથા સંદેશો કે જાહેરાતનો ઉલ્લેખ કરે છે જે લોકોને કંઈક જણાવે છે જે તેઓને ફાયદો પહોચાડે છે અને તેઓને ખુશ કરે છે.

  • બાઇબલમાં આ શબ્દ સામાન્ય રીતે લોકોને માટે વધસ્તંભ પર ઈસુના બલિદાન મારફતે ઈશ્વરના તારણ વિષેના સંદેશાનો ઉલ્લેખ કરે છે.
  • મોટા ભાગના અંગ્રેજી બાઇબલોમાં, “શુભ સમાચાર” નું અનુવાદ સામાન્ય રીતે “સુવાર્તા” થયું છે અને “ઈસુ ખ્રિસ્તની સુવાર્તા,” ઈશ્વરની સુવાર્તા” અને “રાજ્યની સુવાર્તા” જેવા શબ્દસમૂહમાં પણ વપરાયું છે.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દનું અનુવાદ કરવાની જુદી રીતો આ પ્રમાણેનો સમાવેશ કરી શકે, “શુભ સંદેશ” અથવા “શુભ જાહેરાત” અથવા “ઈશ્વરનો તારણનો સંદેશ” અથવા “ઈસુ વિષે ઈશ્વર સારી બાબતો શીખવે છે.”
  • સંદર્ભને આધારે, “ના શુભ સમાચાર” શબ્દસમૂહનું અનુવાદ કરવાની રીતો આ પ્રમાણેનો સમાવેશ કરી શકે, “વિષેના શુભ સમચાર/સંદેશ” અથવા “તરફથી શુભ સંદેશ” અથવા “ના વિષે ઈશ્વર આપણને સારી બાબતો જણાવે છે તે” અથવા “ઈશ્વર કેવી રીતે લોકોને બચાવે છે તે વિષે તેઓ જે કહે છે તે.”

(આ પણ જુઓ: [રાજ્ય], [બલિદાન], [બચાવવું])

બાઇબલના સંદર્ભો:

  • [1 થેસ્સલોનિકી 1:5]
  • [પ્રેરિતોના કૃત્યો 8:25]
  • [કલોસ્સી 1:23]
  • [ગલાતી 1:6]
  • [લૂક 8:1-3]
  • [માર્ક 1:14]
  • [ફિલિપ્પી 2:22]
  • [રોમન 1:3]

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [23:6] દૂતે કહ્યું, “ભયભીત ન થશો, કારણ કે મારી પાસે તમારે સારું શુભ સમાચાર છે. બેથલેહેમમાં મસીહા, માલિક જન્મ્યા છે!”
  • [26:3] ઈસુએ વાંચ્યું, “ઈશ્વરે મને તેમનો આત્મા આપ્યો છે તેથી હું ગરીબોને શુભ સમાચાર, કેદીઓને સ્વતંત્રતા, અંધજનોને માટે દ્રષ્ટિ, અને પીડિતોનો છુટકારો પ્રગટ કરી શકું છું. આ પ્રભુનું માન્ય વર્ષ છે.”
  • [45:10] ફિલિપે પણ ઈસુના શુભ સમાચાર કહેવા બીજા શાસ્ત્રભાગોનો ઉપયોગ કર્યો.
  • [46:10] પછી તેમણે તેઓને ઈસુ વિશેના શુભ સમાચાર કહેવા બીજી સર્વ જગાઓમાં મોકલ્યા.
  • [47:1] એક દિવસ, પાઉલ અને તેનો મિત્ર સિલાસ ફિલિપ્પી નગરમાં ઈસુ વિશેના શુભ સમાચાર પ્રગટ કરવા સારું ગયા.
  • __[47:13]__ઈસુ વિશેના શુભ સમાચાર ફેલાતા ગયા અને મંડળી વૃદ્ધિ પામતી ગઈ.
  • [50:1] 2,000 વર્ષોથી, વિશ્વના સઘળા લોકો ઈસુ મસીહા વિષેના શુભ સમાચાર સાંભળી રહ્યા છે.
  • [50:2] જ્યારે ઈસુ પૃથ્વી પર જીવતા હતા, ત્યારે તેમણે કહ્યું હતું, “મારા શિષ્યો વિશ્વમાં સર્વત્ર લોકોને ઈશ્વરના રાજ્ય વિષે શુભ સમાચાર પ્રગટ કરશે, અને પછી અંત આવશે.”
  • [50:3] તે સ્વર્ગમાં ચઢી ગયા તે પહેલા, ઈસુએ ખ્રિસ્તી લોકોને શુભ સમચાર એવા લોકોને પ્રગટ કરવા કહ્યું કે જેઓએ કદી તે સાંભળ્યા નથી.

શબ્દની માહિતી:

  • Strong's: G20970, G20980, G42830