Door43-Catalog_gu_tw/bible/kt/gentile.md

2.4 KiB

વિદેશી

તથ્યો:

“વિદેશી” શબ્દ એવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે યહૂદી ન હોય. વિદેશીઓ એવા લોકો છે જેઓ યાકુબના વંશજો નહોતા.

  • બાઇબલમાં, “બેસુન્નતી” શબ્દ પણ રૂપાત્મક રીતે વિદેશીઓનો ઉલ્લેખ કરવા વપરાય છે કેમ કે તેઓમાંના ઘણાંએ તેમના નર બાળકની ઈઝરાયેલની જેમ સુન્નત કરાવી ન હતી.
  • ઈશ્વરે યહૂદીઓને પોતાના ખાસ લોકો થવા પસંદ કર્યા હતા તેને કારણે તેઓ વિદેશીઓને બહારના લોકો તરીકે ગણતાં હતા કે જેઓ કદી ઈશ્વરના લોકો બની શકતા નહોતા.
  • યહૂદીઓને ઇતિહાસમાં જુદા જુદા સમયે “ઈઝરાયેલીઓ” અથવા “હિબ્રૂઓ” તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ બીજા કોઈને પણ “વિદેશી” તરીકે સંબોધતા હતા.
  • વિદેશીનું અનુવાદ આ રીતે પણ થઈ શકે, “યહૂદી નહિ” અથવા “બિન યહૂદી” અથવા “ઈઝરાયેલી નહિ” (જૂનો કરાર) અથવા “બિન યહૂદી.”
  • પરંપરાગત રીતે યહૂદીઓ વિદેશીઓ સાથે જમતા કે જોડાતા નહિ, જેને લીધે પ્રથમની મંડળીમાં સમસ્યાઓ પેદા થઈ હતી.

(આ પણ જુઓ: [ઈઝરાયેલ], [યાકુબ], [યહૂદી])

બાઇબલના સંદર્ભો:

  • [પ્રેરિતોના કૃત્યો 9:13-16]
  • [પ્રેરિતોના કૃત્યો 14:5-7]
  • [ગલાતી 2:16]
  • [લૂક 2:32]
  • [માથ્થી 5:47]
  • [માથ્થી 6:5-7]
  • [રોમન 11:25]

શબ્દની માહિતી:

  • Strong's: H1471, G14820, G14840, G16720