Door43-Catalog_gu_tw/bible/kt/exhort.md

2.6 KiB

બોધ કરવો, બોધ

વ્યાખ્યા:

“બોધ કરવો” શબ્દનો અર્થ કોઈકને જે ખરું છે તે કરવા પ્રબળ રીતે ઉત્તેજન આપવું તથા અરજ કરવી. આ ઉત્તેજનને “બોધ” કહેવામાં આવે છે.

  • બોધનો હેતુ અન્ય લોકોને પાપને ટાળવા તથા ઈશ્વરની ઈચ્છાને અનુસરવા સમજાવવાનો છે.
  • નવો કરાર ખ્રિસ્તી વ્યક્તિઓને એકબીજાને પ્રેમમાં, કઠોરતાથી કે સભ્યતાપૂર્વક નહિ; બોધ કરવાનું શીખવે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભને આધારે, “બોધ કરવો” નું અનુવાદ આ રીતે પણ કરી શકાય, “પ્રબળ અરજ” અથવા “સમજાવવું” અથવા “સલાહ.”
  • એ સુનિશ્ચિત કરો કે આ શબ્દનું અનુવાદ એમ સૂચિત કરતું ન હોય કે બોધ કરનાર એ ક્રોધિત છે. આ શબ્દ બળ અને ગંભીરતાને વિદિત કરતો હોવો જોઈએ, પરંતુ ક્રોધિત વાણીનો ઉલ્લેખ કરતો ન હોવો જોઈએ.
  • મોટા ભાગના સંદર્ભમાં, “બોધ કરવો” શબ્દનું અનુવાદ “ઉત્તેજન આપવું” જેનો અર્થ કોઈકને પ્રેરણા આપવી, ખાતરી કરાવવી કે દિલાસો આપવો એમ થાય છે, તેથી અલગ રીતે થવું જોઈએ.
  • સામાન્ય રીતે આ શબ્દનું અનુવાદ “ચેતવણી આપવી,” જેનો અર્થ કોઈકને તેના ખોટા વ્યવહારને કારણે તાકીદ કરવી કે સુધારવા થાય છે, તેથી પણ અલગ રીતે થવું જોઈએ.

બાઇબલના સંદર્ભો:

  • [1 થેસ્સલોનિકી 2:3-4]
  • [1 થેસ્સલોનિકી 2:12]
  • [1 તિમોથી 5:2]
  • [લૂક 3:18]

શબ્દની માહિતી:

  • Strong's: G38670, G38700, G38740, G43890