Door43-Catalog_gu_tw/bible/kt/crucify.md

4.5 KiB

વધસ્તંભે જડવું, વધસ્તંભે જડ્યા

વ્યાખ્યા:

“વધસ્તંભે જડવું” શબ્દનો અર્થ કોઈકને વધસ્તંભ પર જડી દઈને અને તેને સહન કરવા તથા ખૂબ વેદનામાં મરણ પામવા દ્વારા મારી નાખવું.

  • ભોગ બનનારને વધસ્તંભ પર બાંધી દેવાતો અથવા જડી દેવામાં આવતો હતો. વધસ્તંભે જડવામાં આવેલ લોકો રક્ત વહી જવાને કારણે અથવા ગૂંગળામણને લીધે મૃત્યુ પામતા.
  • પ્રાચીન રોમન સમ્રાટ અવારનવાર લોકો જેઓ ભયંકર ગુનેગારો હતા અથવા જેઓએ તેમની સરકારની સત્તા સામે બંડ કર્યું હોય તેઓને શિક્ષા કરવા અને મારી નાખવા, મારી નાખવાની આ રીતને વાપરતા હતા.
  • યહૂદી ધાર્મિક આગેવાનો રોમન ગવર્નરને ઈસુને વધસ્તંભે જડવા તેમના સૈનિકોને હુકમ આપવા કહ્યું. સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યા. તેમણે ત્યાં છ કલાક સહન કર્યું અને પછી મરણ પામ્યા.

અનુવાદ માટેના સૂચનો:

  • “વધસ્તંભે જડવું” શબ્દનું અનુવાદ આ પ્રમાણે થઈ શકે, “વધસ્તંભે મારી નાખવું” અથવા “વધસ્તંભ પર જડવા દ્વારા મારી નાખવું.”

(આ પણ જુઓ: [વધસ્તંભ], [રોમ])

બાઇબલના સંદર્ભો:

  • [પ્રેરિતોના કૃત્યો 2:23]
  • [ગલાતી 2:20-21]
  • [લૂક 23:20-22]
  • [લૂક 23:34]
  • [માથ્થી 20:17-19]
  • [માથ્થી 27:23-24]

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [39:11] પરંતુ યહૂદી આગેવાનોએ તથા ટોળાંએ બૂમ પાડી તેને (ઈસુ) “વધસ્તંભે જડો!”
  • [39:12] પિલાત ભયભીત થયો કે ટોળું હિંસા કરવાની શરૂ કરશે, તેથી તેણે તેના સૈનિકોને ઈસુને વધસ્તંભે જડવા હુકમ કર્યો. played a major role in the crucifixion of Jesus Christ.
  • [40:1] સૈનિકોએ ઈસુની મશ્કરી કરી પછી, તેઓ તેમને વધસ્તંભે જડવા દૂર લઈ ગયા. જે વધસ્તંભ પર તે મૃત્યુ પામવાના હતા તે તેઓએ તેમની પાસે ઊંચકાવ્યો.
  • [40:4] ઈસુને બે લૂંટારાઓ વચ્ચે વધસ્તંભે જડવામાં આવ્યા.
  • [43:6] “ઈઝરાયેલના માણસો, ઈસુ એક માણસ હતા જેમણે ઈશ્વરના પરાક્રમથી જેમ તમે જોયું છે અને પહેલેથી જાણો છો તેમ ઘણાં ચિહ્નો તથા આશ્ચર્યકારક કામો કર્યા હતા. પરંતુ તમે તેમને વધસ્તંભે જડ્યા!”
  • [43:9] “આ માણસ ઈસુને તમે વધસ્તંભે જડ્યા.”
  • [44:8] પિતરે તેઓને જવાબ આપ્યો, “આ વ્યક્તિ ઈસુ મસીહાના પરાક્રમ વડે સાજો થઈને તમારી સમક્ષ ઊભો છે. તમે ઈસુને વધસ્તંભે જડયા, પરંતુ ઈશ્વરે તેમને સજીવન કર્યા!”

શબ્દની માહિતી:

  • Strong's: G03880, G43620, G47170, G49570