Door43-Catalog_gu_tw/bible/kt/covenant.md

11 KiB

કરાર

વ્યાખ્યા:

બાઇબલમાં “કરાર” શબ્દ બે પક્ષ વચ્ચે પદ્ધતિસર, બંધનકર્તા સહમતીનો ઉલ્લેખ કરે છે જે એક અથવા બંનેએ પરિપૂર્ણ કરવાની હોય છે.

  • આ સહમતી વ્યક્તિઓ વચ્ચે, લોકોના જુથ વચ્ચે અથવા ઈશ્વર અને લોકો વચ્ચે હોઈ શકે છે.
  • જ્યારે લોકો એકબીજા સાથે કરાર કરે છે, ત્યારે તેઓ વચન આપે છે કે તેઓ કંઈક કરશે અને તેઓએ એ કરવું જ પડે છે.
  • માનવી કરારનું ઉદાહરણ લગ્ન કરાર, વેપાર અંગેની સહમતી અને દેશો વચ્ચેની સંધિઓનો સમાવેશ કરે છે.
  • સમગ્ર બાઇબલમાં ઈશ્વરે તેમના લોકો સાથે અનેક જુદા જુદા કરારો કર્યા છે.
  • કેટલાક કરારોમાં ઈશ્વરે પોતાનો ભાગ શરત વિના પરિપૂર્ણ કરવાનું વચન આપ્યું. દાખલા તરીકે, જ્યારે ઈશ્વરે વિશ્વવ્યાપી જળપ્રલય વડે ફરી પૃથ્વીનો કદી નાશ ન કરવાનો તેમનો કરાર માણસજાત સાથે વચન આપીને સ્થાપિત કર્યો, ત્યારે લોકોને માટે આ વચન પરિપૂર્ણ કરવા કોઈ શરત રાખવામાં આવી ન હતી.
  • બીજા કરારોમાં, જો લોકો ઈશ્વરને આધીન થાય અને તેમનો ભાગ પરિપૂર્ણ કરે તો જ ઈશ્વરે તેમનો ભાગ પરિપૂર્ણ કરવાનું વચન આપ્યું.

“નવો કરાર” શબ્દ ઈશ્વરના દીકરા ઈસુના બલિદાન મારફતે ઈશ્વરે તેમના લોકો સાથે જે પ્રતિબદ્ધતા કે સહમતી કરી તેનો ઉલ્લેખ કરે છે.

  • ઈશ્વરના “નવા કરાર” ને બાઇબલના “નવા કરાર” ના ભાગમાં સમજાવવામાં આવ્યો હતો.
  • આ નવો કરાર એ “જૂના” કે “અગાઉ” નો કરાર જે ઈશ્વરે જૂના કરારના સમયોમાં ઇઝરાયેલીઓ સાથે કર્યો હતો તેથી વિપરીત છે.
  • નવો કરાર એ જૂના કરાર કરતાં સારો છે કારણ કે તે ઈસુના બલિદાન, જે લોકોના પાપોને સારું સદાકાળનું પ્રાયશ્ચિત છે, તે પર આધારિત છે. જૂના કરારમાં કરવામાં આવતા બલિદાનો આમ કરતાં ન હતા.
  • જેઓ ઈસુમાં વિશ્વાસીઓ બને છે તેઓના હ્રદયો પર ઈશ્વર નવો કરાર લખે છે. આ બાબત તેઓને ઈશ્વરને આધીન થવા તથા પવિત્ર જીવનો જીવવા કારણભૂત બને છે.
  • નવો કરાર સંપૂર્ણપણે અંત સમયોમાં જ્યારે ઈશ્વર તેમનું રાજ પૃથ્વી પર સ્થાપશે, ત્યારે પરિપૂર્ણ થશે. જ્યારે ઈશ્વરે પ્રથમવાર સૃષ્ટિનું સર્જન કર્યું હતું તેવું ફરીથી સઘળું ખૂબ સારું બની જશે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભને આધારે આ શબ્દનું અનુવાદ કરવાની રીતો આ પ્રમાણે સમાવેશ કરી શકે, “બંધનકર્તા સહમતી” અથવા “પદ્ધતિસર પ્રતિબદ્ધતા” અથવા “પ્રતિજ્ઞા” અથવા “કરાર.”
  • એક પક્ષે કે બંને પક્ષોએ વચન આપ્યું હોય કે તેઓ પાળશે તેને આધારે કેટલીક ભાષાઓમાં કરારને માટે અલગ શબ્દો હોઈ શકે છે. જો કરાર એકતરફી હોય, તો તેનું અનુવાદ “વચન” કે “પ્રતિજ્ઞા” તરીકે થવું જોઈએ.
  • આ શબ્દનું અનુવાદ લોકોએ કરારને સૂચિત કર્યો છે એમ ન થાય તે સુનિશ્ચિત કરો. ઈશ્વર અને લોકો વચ્ચેના સર્વ કરારોના કિસ્સામાં એ તો ઈશ્વર જ હતા જેમણે કરારને શરૂ કર્યો હતો.
  • “નવો કરાર” શબ્દનું અનુવાદ “નવી પદ્ધતિસરની સહમતી” કે “નવી સંધિ” કે “નવો કરાર” તરીકે થઈ શકે.
  • આ અભિવ્યક્તિમાં “નવી/નવો” શબ્દનો અર્થ “તાજો” અથવા “નવા પ્રકારનો” અથવા “બીજો” એમ થાય છે.

(આ પણ જુઓ: [કરાર], [વચન])

બાઇબલના સંદર્ભો:

  • [ઉત્પતિ 9:12]
  • [ઉત્પતિ 17:7]
  • [ઉત્પતિ 31:44]
  • [નિર્ગમન 34:10-11]
  • [યહોશુઆ 24:24-26]
  • [2 શમુએલ 23:5]
  • [2 રાજાઓ 18:11-12]
  • [માર્ક 14:24]
  • [લૂક 1:73]
  • [લૂક 22:20]
  • [પ્રેરિતોના કૃત્યો 7:8]
  • [1 કરિંથી 11:25-26]
  • [2 કરિંથી 3:6]
  • [ગલાતી 3:17-18]
  • [હિબ્રૂ 12:24]

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [4:9] પછી ઈશ્વરે અબ્રામ સાથે કરાર કર્યો. કરાર એ બે પક્ષો વચ્ચેની સહમતી છે.
  • [5:4] “હું ઇશ્માએલને પણ મોટું રાષ્ટ્ર બનાવીશ, પણ મારો કરાર ઇસહાક સાથે રહેશે.”
  • [6:4] લાંબા સમય બાદ, ઇબ્રાહિમ મરણ પામ્યો અને ઈશ્વરે જે સર્વ વચનો તેની સાથે કરાર માં કર્યા હતા તે ઇસહાક તરફ પસાર થઈ ગયા.
  • __[7:10] “__કરારના વચનો ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યા અને પછી ઇસહાકને અને પછી હવે યાકુબ તરફ પસાર થયા.”
  • [13:2] ઈશ્વરે મૂસા તથા ઇઝરાયેલ લોકોને કહ્યું, “જો તમે મારો અવાજ સાંભળશો અને મારો કરાર પાળશો, તો તમે મારી પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ અને પવિત્ર પ્રજા થશો.”
  • [13:4] પછી ઈશ્વરે તેઓને કરાર આપ્યો અને કહ્યું, “હું યહોવા, તમારો ઈશ્વર છું, જેણે તમને મિસરની ગુલામગીરીમાંથી બચાવ્યા. અન્ય દેવોની ભક્તિ કરશો નહિ.”
  • [15:13] પછી યહોશુઆએ લોકોને કરાર પાળવાની તેમની જવાબદારી યાદ કરાવી જે ઈશ્વરે ઇઝરાયેલીઓ સાથે સિનાઈ પાસે કરી હતી.
  • [21:5] યર્મિયા પ્રબોધક દ્વારા, ઈશ્વરે વચન આપ્યું કે તે એક નવો કરાર કરશે, પરંતુ ઈશ્વરે ઇઝરાયેલ સાથે સિનાઈ પાસે જે કરાર કર્યો હતો તેના જેવો નહિ. નવા કરારમાં, ઈશ્વર તેમનો નિયમ લોકોના હ્રદયો પર લખશે, લોકો ઈશ્વરને વ્યક્તિગત રીતે ઓળખશે, તેઓ તેમના લોક થશે, અને ઈશ્વર તેઓના પાપો માફ કરશે. મસીહા __નવા કરાર__ની શરૂઆત કરશે.
  • [21:14] મસીહાના મરણ તથા પુનરુત્થાન દ્વારા, ઈશ્વર પાપીઓનું તારણ કરવાની તથા નવો કરાર શરૂ કરવાની તેમની યોજનાને પરિપૂર્ણ કરશે.
  • [38:5] પછી ઈસુએ પ્યાલો લીધો અને કહ્યું, “આ પીઓ. તે નવા કરારનું મારું રક્ત છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે. તમે તે પીઓ ત્યારે દરેક સમયે મારી યાદગીરીને સારું આ કરો.”
  • [48:11] પરંતુ ઈશ્વરે હવે નવો કરાર કર્યો છે જે દરેક માટે ઉપલબ્ધ છે. આ __નવા કરાર__ને કારણે, ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા કોઈપણ વ્યક્તિ કોઈપણ લોકજુથમાંથી ઈશ્વરના લોકનો ભાગીદાર થઈ શકે છે.

શબ્દની માહિતી:

  • Strong's: H1285, H2319, H3772, G08020, G12420, G49340