Door43-Catalog_gu_tw/bible/kt/cornerstone.md

3.5 KiB

ખૂણાનો પથ્થર

વ્યાખ્યા:

“ખૂણાનો પથ્થર” શબ્દ મોટા પથ્થરનો ઉલ્લેખ કરે છે જેને ખાસ રીતે કાપવામાં આવે છે તથા ઇમારતના પાયાના ખૂણામાં મૂકવામાં આવે છે.

  • ઇમારતના બીજા સર્વ પથ્થરોને ખૂણાના પથ્થર સાથે માપવામાં આવે છે તથા મૂકવામાં આવે છે.
  • સમગ્ર માળખાની મજબૂતાઈ તથા સ્થિરતા માટે તે ખૂબ મહત્વનું છે.
  • નવા કરારમાં વિશ્વાસીઓના સમૂહને રૂપાત્મક રીતે ઇમારત સાથે સરખાવવામાં આવે છે જેને ઈસુ ખ્રિસ્ત તેના “ખૂણાના પથ્થર” તરીકે છે.
  • એ રીતે જેમ ઇમારતનો ખૂણાનો પથ્થર સમગ્ર ઇમારતના સ્થાનને ટેકો આપે છે તથા નક્કી કરે છે, તેથી ઈસુ ખ્રિસ્ત એ ખૂણાનો પથ્થર છે જેના પર વિશ્વાસીઓના સમૂહની સ્થાપના થઈ છે તથા ટેકો આપવામાં આવ્યો છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “ખૂણાનો પથ્થર” શબ્દનું અનુવાદ “ઇમારતનો મુખ્ય પથ્થર” અથવા “પાયાનો પથ્થર” તરીકે થઈ શકે છે.
  • લક્ષ્યાંક ભાષામાં ઇમારતના પાયાનો ભાગ જે મુખ્ય આધાર હોય, તે માટે કોઈ શબ્દ છે કે નહિ તે ચકાસો. જો હોય, તો તેનો ઉપયોગ કરી શકાય.
  • તેનું અનુવાદ બીજી રીતે આમ થઈ શકે, “ઇમારતના ખૂણાને માટે ઉપયોગમાં લેવામાં આવેલ પાયાનો પથ્થર.”
  • આ વાસ્તવિક્તા જાળવી રાખવી કે આ મોટો પથ્થર ઇમારતની નક્કર તથા સુરક્ષિત સામગ્રી તરીકે વપરાય છે એ અગત્યનું છે. જો ઇમારતોના બાંધકામ માટે પથ્થરો ઉપયોગમાં લેવાતા નથી, તો બીજો શબ્દપ્રયોગ જેનો અર્થ “મોટો પથ્થર” (“શિલાખંડ” જેવો) થતો હોય એ કરી શકાય પરંતુ તે ઉચિત રચના ધરાવતો તથા બંધબેસતો એવો વિચાર દર્શાવતો હોવો જોઈએ.

બાઇબલના સંદર્ભો:

  • [પ્રેરિતોના કૃત્યો 4:11]
  • [એફેસી 2:20]
  • [માથ્થી 21:42]
  • [ગીતશાસ્ત્ર 118:22]

શબ્દની માહિતી:

  • Strong's: H0068, H6438, H7218, G02040, G11370, G27760, G30370