3.0 KiB
3.0 KiB
કબૂલ, કબૂલાત
વ્યાખ્યા:
કબૂલ કરવાનો અર્થ એ છે કે કંઈક સાચું છે તે સ્વીકારવું અથવા ભારપૂર્વક જણાવવું. "કબૂલાત" એ નિવેદન અથવા સ્વીકાર છે કે કંઈક સાચું છે.
- "કબૂલ" શબ્દનો અર્થ હિંમતભેર દેવ વિશે સત્ય જણાવવા માટે થઈ શકે છે. તે આપણે પાપ કર્યું છે તે સ્વીકારવાનો પણ ઉલ્લેખ કરી શકે છે.
- બાઈબલ જણાવે છે કે જો લોકો દેવ સમક્ષ તેમના પાપ કબૂલ કરશે, તો તે તેઓને માફ કરશે.
- પ્રેરિત યાકૂબે તેના પત્રમાં લખ્યું છે કે જ્યારે વિશ્વાસીઓ એકબીજા સમક્ષ તેમના પાપોની કબૂલાત કરે છે, ત્યારે આ આધ્યાત્મિક ઉપચાર લાવે છે.
- પ્રેરિત પાઊલે ફિલિપીઓને લખ્યું કે એક દિવસ દરેક વ્યક્તિ કબૂલ કરશે અથવા જાહેર કરશે કે ઈસુ પ્રભુ છે.
- પાઊલે એમ પણ કહ્યું કે જો લોકો કબૂલ કરે કે ઈસુ પ્રભુ છે અને માને છે કે દેવે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા છે, તો તેઓ તારણ પામશે.
અનુવાદ સૂચનો:
- સંદર્ભના આધારે, "કબૂલ" નો અનુવાદ કરવાની રીતોમાં, "કબૂલ" અથવા "સાક્ષી આપવી" અથવા "જાહેર કરો" અથવા "સ્વીકૃતિ" અથવા "પુષ્ટિ" શામેલ હોઈ શકે છે.
- "કબૂલાત" નો અનુવાદ કરવાની વિવિધ રીતો, "ઘોષણા" અથવા "જુબાની" અથવા "અમે જે માનીએ છીએ તેના વિશે નિવેદન" અથવા "પાપ સ્વીકારવું" હોઈ શકે છે.
(આ પણ જુઓ: [વિશ્વાસ], [સાક્ષી])
બાઈબલ સંદર્ભો:
- [૧ યોહાન ૧:૮-૧૦]
- [૨ યોહાન ૧:૭-૮]
- [યાકૂબ ૫:૧૬]
- [લેવીય ૫:૫-૬]
- [માથ્થી ૩:૪-૬]
- [નહેમ્યા ૧:૬-૭]
- [ફિલિપ્પી ૨:૯-૧૧]
- [ગીતશાસ્ત્ર ૩૮:૧૭-૧૮]
શબ્દ માહિતી:
- સ્ટ્રોંગ્સ: H3034, H8426, G18430, G36700, G36710