Door43-Catalog_gu_tw/bible/kt/church.md

5.6 KiB

મંડળી, મંડળી

વ્યાખ્યા:

નવા કરારમાં, "મંડળી" શબ્દનો અર્થ ઈસુમાં વિશ્વાસીઓના સ્થાનિક જૂથનો છે જેઓ નિયમિતપણે પ્રાર્થના કરવા અને દેવના વચનને સાંભળવા માટે એકસાથે મળતા હતા. "મંડળી" શબ્દ મોટાભાગે બધા ખ્રિસ્તીઓનો સંદર્ભ આપે છે.

  • આ શબ્દ શાબ્દિક રીતે "તડાયેલ" સભા અથવા લોકોના મંડળનો ઉલ્લેખ કરે છે જેઓ ખાસ હેતુ માટે ભેગા થાય છે.
  • જ્યારે આ શબ્દનો ઉપયોગ ખ્રિસ્ત ની સમગ્ર દેહમાં દરેક જગ્યાએ તમામ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરવા માટે થાય છે, ત્યારે કેટલાક બાઈબલ અનુવાદો તેને સ્થાનિક મંડળીથી અલગ પાડવા માટે પ્રથમ અક્ષર ("મંડળી")ને મૂલ્ય કરે છે.
  • ઘણીવાર કોઈ ચોક્કસ શહેરમાં વિશ્વાસીઓ કોઈના ઘરે ભેગા થતા. આ સ્થાનિક મંડળીને શહેરનું નામ આપવામાં આવ્યું હતું જેમ કે "એફેસસ ખાતેની મંડળી."
  • બાઈબલમાં, “મંડળી” કોઈ ઇમારતનો ઉલ્લેખ કરતું નથી.

અનુવાદ સૂચનો:

  • "મંડળી" શબ્દનું ભાષાંતર "એકઠાં થવું" અથવા "સંમેલન" અથવા "સભા" અથવા "જેઓ એકસાથે મળે છે" તરીકે કરી શકાય છે.
  • આ શબ્દનો અનુવાદ કરવા માટે જે શબ્દ અથવા વાક્યનો ઉપયોગ કરવામાં આવે છે તે ફક્ત એક નાના જૂથને જ નહીં, પણ તમામ વિશ્વાસીઓને સંદર્ભિત કરવા સક્ષમ હોવા જોઈએ.
  • ખાતરી કરો કે "મંડળી" નું ભાષાંતર ફક્ત ઇમારતનો સંદર્ભ આપતું નથી.
  • જૂના કરારમાં "સભા" નો અનુવાદ કરવા માટે વપરાતો શબ્દ પણ આ શબ્દના અનુવાદ માટે વાપરી શકાય છે.
  • સ્થાનિક કે રાષ્ટ્રીય બાઈબલ અનુવાદમાં તેનું ભાષાંતર કેવી રીતે થાય છે તે પણ ધ્યાનમાં લો. (જુઓ: [કેવી રીતે અજ્ઞાત ભાષાંતર કરવું].)

(આ પણ જુઓ: [સભા], [માનવું], [ખ્રિસ્તી])

બાઈબલ સંદર્ભો:

  • [૧કરિંથી ૫:૧૨]
  • [૧ થેસ્સાલોનીકી ૨:૧૪]
  • [૧ તીમોથી ૩:૫]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૧]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૩]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૪૧]
  • [કોલોસી ૪:૧૫]
  • [એફેસી ૫:૨૩]
  • [માથ્થી ૧૬:૧૮]
  • [ફિલિપી ૪:૧૫]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [૪૩:૧૨] લગભગ 3,000 લોકોએ પિતરની વાત માની અને ઈસુના શિષ્યો બન્યા. તેઓએ બાપ્તિસ્મા લીધું અને યરુશાલેમ ખાતે _મંડળી_નો ભાગ બન્યા.
  • [૪૬:૯] અંત્યોખમાં મોટાભાગના લોકો યહૂદી ન હતા, પરંતુ પ્રથમ વખત, તેમાંથી ઘણા બધા વિશ્વાસીઓ પણ બન્યા. બાર્નાબાસ અને શાઉલ આ નવા વિશ્વાસીઓને ઈસુ વિશે વધુ શીખવવા અને મંડળી ને મજબૂત કરવા ત્યાં ગયા હતા.
  • [૪૬:૧૦] તેથી અંત્યોખમાં મંડળીએ બાર્નાબાસ અને શાઉલ માટે પ્રાર્થના કરી અને તેમના પર હાથ મૂક્યો. પછી તેઓએ તેઓને બીજી ઘણી જગ્યાએ ઈસુના સુવાર્તાનો પ્રચાર કરવા મોકલ્યા.
  • [૪૭:૧૩] ઈસુની સુવાર્તા સમાચાર ફેલાતી રહી, અને મંડળી વધતી ગય.
  • [૫૦:૧] લગભગ ૨,૦૦૦વર્ષોથી, વિશ્વભરમાં વધુને વધુ લોકો ઈસુ મસીહ વિશેની સુવાર્તા સાંભળી રહ્યા છે. મંડળી વધી રહી છે.

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: G15770