Door43-Catalog_gu_tw/bible/kt/call.md

6.8 KiB

તેડુ, તેડાયેલ

વ્યાખ્યા:

"તેડુ" અને "તેડાયેલ" શબ્દોનો અર્થ સામાન્ય રીતે મોટેથી બોલવાનો થાય છે, પરંતુ "તેડુ" શબ્દનો અર્થ વ્યક્તિનું નામ લેવા અથવા બોલાવવા માટે પણ થઈ શકે છે. અન્ય કેટલાક અર્થો પણ છે.

  • કોઈને "તેડાવવાનો” અર્થ છે બૂમો પાડવી, જાહેરાત કરવી અથવા ઘોષણા કરવી. કોઈની મદદ માટે, ખાસ કરીને દેવને પૂછવાનો અર્થ પણ થઈ શકે છે.
  • ઘણી વાર બાઈબલમાં, "તેડુ" નો અર્થ "બોલાવવુ" અથવા "આવવાની આજ્ઞા" અથવા "આવવાની વિનંતી" એવો થાય છે.
  • દેવ લોકોને તેમની પાસે આવવા અને તેમના લોકો બનવા માટે બોલાવે છે. આ તેમનું "તેડુ" છે.
  • જ્યારે દેવ લોકોને " તેડે છે", તેનો અર્થ એ થાય છે કે દેવ લોકોને તેમના બાળકો બનવા, તેમના સેવકો અને ઈસુ દ્વારા મુક્તિના સંદેશના ઘોષણા કરવા માટે નિયુક્ત કર્યા છે અથવા પસંદ કર્યા છે.
  • આ શબ્દનો ઉપયોગ કોઈના નામના સંદર્ભમાં પણ થાય છે. ઉદાહરણ તરીકે, “તેનું નામ છે યોહાન ,” એટલે કે “તેનું નામ યોહાન છે” અથવા “તેનું નામ યોહાન રાખવામાં આવેલ છે.”
  • "ના નામથી બોલાવવા" નો અર્થ એ છે કે કોઈને કોઈ બીજાનું નામ આપવામાં આવે છે. દેવ કહે છે કે તેણે તેના લોકોને તેના નામથી બોલાવ્યા છે.
  • એક અલગ અભિવ્યક્તિ, "મેં તમને નામથી બોલાવ્યો છે" નો અર્થ છે કે દેવે તે વ્યક્તિને ખાસ પસંદ કરી છે.

અનુવાદ સૂચનો:

  • "તેડાયેલા" શબ્દનો અનુવાદ એવા શબ્દ દ્વારા કરી શકાય છે જેનો અર્થ થાય છે "બોલાવેલ", જેમાં તેડામાં ઈરાદાપૂર્વક અથવા હેતુપૂર્ણ હોવાનો વિચાર શામેલ છે.
  • "તમને બોલાવો" અભિવ્યક્તિનું ભાષાંતર "તમને મદદ માટે પૂછો" અથવા "તમને તાકીદે પ્રાર્થના કરો" તરીકે કરી શકાય છે.
  • જ્યારે બાઈબલ કહે છે કે દેવે આપણને તેના સેવકો બનવા માટે “કહ્યા” છે, ત્યારે તેનું ભાષાંતર “અમને ખાસ પસંદ કર્યા” અથવા “અમને તેમના સેવકો તરીકે નિયુક્ત કર્યા” તરીકે કરી શકાય.
  • "તમારે તેનું નામ બોલાવવું જ જોઈએ" નો અનુવાદ "તમારે તેનું નામ લેવું જ જોઈએ" તરીકે પણ કરી શકાય છે.
  • "તેનું નામ કહેવાય છે" નો અનુવાદ "તેનું નામ છે" અથવા "તેનું નામ બોલ્વામાં આવેલું છે" તરીકે પણ થઈ શકે છે.
  • "તેડાયેલા" નું ભાષાંતર "મોટેથી બોલો" અથવા "બૂમ પાડો" અથવા "મોટા અવાજે કહો" તરીકે કરી શકાય છે. ખાતરી કરો કે આના અનુવાદમાં વ્યક્તિ ગુસ્સે છે તેવું ન લાગે.
  • "તમારું તેડુ" અભિવ્યક્તિ "તમારો હેતુ" અથવા "તમારા માટે દેવનો હેતુ" અથવા "તમારા માટે દેવનું વિશેષ કાર્ય" તરીકે ભાષાંતર કરી શકાય છે.
  • "પ્રભુના નામનો પોકાર કરવો" નો અનુવાદ "દેવને શોધો અને તેના પર આધાર રાખો" અથવા "પ્રભુમાં વિશ્વાસ રાખો અને તેનું પાલન કરો" તરીકે કરી શકાય છે.
  • "બોલાવેલ" કહેવા માટે "માગ" અથવા "પૂછો" અથવા "આદેશ" દ્વારા ભાષાંતર કરી શકાય છે.
  • અભિવ્યક્તિ "તમે મારા નામથી બોલાવો છો" નો અનુવાદ "મેં તને મારું નામ આપ્યું છે, તે દર્શાવે છે કે તમે મારા છો."
  • જ્યારે દેવ કહે છે, "મેં તને નામથી બોલાવ્યો છે," ત્યારે તેનો અનુવાદ "હું તને ઓળખું છું અને તને પસંદ કર્યો છે."

(આ પણ જુઓ: [પ્રાર્થના], [રુદન])

બાઈબલ સંદર્ભો:

  • [૧રાજાઓ ૧૮:૨૪]
  • [૧ થેસ્સાલોનીકી ૪:૭]
  • [૨તીમોથી ૧:૯]
  • [એફેસી ૪:૧]
  • [ગલાતી ૧:૧૫]
  • [માથ્થી ૨:૧૫]
  • [ફિલિપ્પી ૩:૧૪]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગસ: H0559, H2144, H7121, H7173, H7169, H7773, G0169, H7773, G01540, G03630, G14580, G15280, G19410, G20460, G25640, G28210, G28220, G28400, G28220, G28400, G29190, G330040, G31060, G333330 , G33430, G36030, G36860, G36870, G43160, G43410, G43770, G47790, G48670, G54550, G55370, G55810