Door43-Catalog_gu_tw/bible/kt/bornagain.md

3.7 KiB

નવો જન્મ, દેવથી જન્મેલો, નવો જન્મ

વ્યાખ્યા:

નવો જન્મ" શબ્દનો ઉપયોગ સૌપ્રથમ ઈસુ દ્વારા કરવામાં આવ્યો હતો તે વર્ણવવા માટે કે દેવ દ્વારા વ્યક્તિને આત્મિક રીતે મૃત્યુમાંથી આધ્યાત્મિક રીતે જીવંત બનાવવાનો અર્થ શું છે. "દેવથી જન્મેલા" અને "આત્માથી જન્મેલા" શબ્દો પણ વ્યક્તિને નવું આધ્યાત્મિક જીવન આપવામાં આવે છે.

  • બધા માણસો આધ્યાત્મિક રીતે મૃત જન્મે છે અને જ્યારે તેઓ ઈસુ ખ્રિસ્તને તેમના તારણહાર તરીકે સ્વીકારે છે ત્યારે તેઓને "નવો જન્મ" આપવામાં આવે છે.
  • આધ્યાત્મિક નવા જન્મની ક્ષણે, દેવનો પવિત્ર આત્મા નવા આસ્તિકમાં રહેવાનુ શરુ કરે છે, અને તેને તેના જીવનમાં સારા આધ્યાત્મિક ફ઼્ળ ઉત્પન્ન કરવાની શક્તિ આપે છે.
  • વ્યક્તિને નવો જન્મ પામવો અને તેનું બાળક બનવું એ દેવનું કામ છે.

બાઈબલ સંદર્ભો:

  • "નવો જન્મ" નો અનુવાદ કરવાની અન્ય રીતોમાં "નવેસરથી જન્મેલા" અથવા "આધ્યાત્મિક રીતે જન્મેલા" નો સમાવેશ થઈ શકે છે.
  • આ શબ્દનો શાબ્દિક અનુવાદ કરવો અને જન્મ લેવા માટે ઉપયોગમાં લેવાતા ભાષામાં સામાન્ય શબ્દનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.
  • "નવો જન્મ" શબ્દનું ભાષાંતર "આધ્યાત્મિક જન્મ" તરીકે થઈ શકે છે.
  • "દેવથી જન્મેલા” વાક્યનું ભાષાંતર “ દેવ દ્વારા નવજાત શિશુ જેવું નવું જીવન મળ્યું” અથવા “દેવેઆપેલું નવું જીવન” તરીકે કરી શકાય.
  • એ જ રીતે, "આત્માથી જન્મેલા" નું ભાષાંતર "પવિત્ર આત્મા દ્વારા નવું જીવન આપેલું" અથવા "પવિત્ર આત્મા દ્વારા દેવનું બાળક બનવાની શક્તિ" અથવા "આત્મા દ્વારા નવજાત શિશુની જેમ નવું જીવન મળે છે" તરીકે કરી શકાય છે. બાળક.”

(આ પણ જુઓ: [પવિત્ર આત્મા], [બચાવ])

બાઈબલ સંદર્ભો:

  • [૧યોહાન૩:૯]
  • [૧ પિત્તર ૧:૩]
  • [૧ પિત્તર ૧:૨૩]
  • [૧ યોહાન ૩:૪]
  • [૧ યોહાન ૩:૭]
  • [તિતસ ૩:૫]

શબ્દ માહિતી:

Strong's: G03130, G05090, G10800, G38240