Door43-Catalog_gu_tw/bible/kt/bond.md

6.6 KiB

બાંધવું, બંધન, બંધનકર્તા

વ્યાખ્યા:

“બાંધવું” શબ્દનો અર્થ કશાકને ગાંઠ મારવી કે તેને સુરક્ષિત રીતે જોડવું એમ થાય છે. જે કશાકને ગાંઠ મારવામાં આવી હોય કે સાથે જોડવામાં આવ્યું હોય તેને “બંધન” કહેવામાં આવે છે. “બંધનકર્તા” એ આ શબ્દનું ભૂતકૃદંત છે.

  • “બંધનકર્તા” હોવુંનો અર્થ કશાકને ગાંઠ મારેલી હોવી અથવા બીજા કશાક સાથે આસપાસ લપેટાયેલું હોવું એમ થાય છે.
  • રૂપક તરીકેની સમજમાં, વ્યક્તિ કરાર સાથે “બંધાયેલ” હોઈ શકે, જેનો અર્થ તેણે જે કરવાનું વચન આપ્યું છે તે તેણે “પરિપૂર્ણ કરવું અનિવાર્ય” છે.
  • “બંધન” શબ્દ એવા કશાકનો ઉલ્લેખ કરે છે જે કોઈકને બાંધે છે, મર્યાદામાં રાખે છે અથવા કેદમાં રાખે છે. તે સામાન્ય રીતે ભૌતિક સાંકડો, પટ્ટાઓ અથવા દોરડા કે જે વ્યક્તિને આમતેમ સ્વતંત્ર રીતે ફરવાથી અટકાવે, તેનો ઉલ્લેખ કરે છે.
  • બાઇબલના સમયમાં દોરડા કે સાંકડો જેવા બંધન કેદીઓને પથ્થરવાળી જેલની દીવાલ કે ભોંય સાથે જોડવા વાપરવામાં આવતા હતા.
  • “બાંધવું” શબ્દનો ઉપયોગ ઘામાં રૂઝ આવે માટે તેની આસપાસ કપડું લપેટવા વિષે વાત કરવા પણ વાપરવામાં આવી શકે.
  • મૃત વ્યક્તિને દફનવિધિની તૈયારીને માટે કપડાં સાથે “બાંધવા” માં આવતો હતો.
  • “બંધન” શબ્દ રૂપક તરીકે જેમ કે પાપ કોઈકનું નિયંત્રણ કરે અથવા ગુલામ બનાવે એવા કશાકનો ઉલ્લેખ કરવા વપરાયો છે.
  • બંધનમાં લોકો વચ્ચે નજીકના સબંધો પણ હોઈ શકે જેમાં તેઓ એકબીજાને ભાવનાત્મક, આત્મિક અને શારીરિક રીતે પ્રોત્સાહન આપતા હોય. તે લગ્નના બંધનને લાગુ પડે છે.
  • દાખલા તરીકે, પતિ-પત્ની એકબીજાને “બંધાયેલા” અથવા એકગાંઠ છે. તે એવું બંધન છે જે વિષે ઈશ્વર નથી ઇચ્છતા કે તે તૂટે.

અનુવાદ માટેના સૂચનો:

  • “બાંધવું” શબ્દને “ગાંઠ” કે “આંટીઘૂટી” કે “લપેટવું (આસપાસ)” તરીકે થઈ શકે.
  • રૂપકાત્મક રીતે તેનું અનુવાદ “નિયંત્રણમાં રાખવું” કે “રોકવું” કે “થી દૂર રાખવું (કશાક)” એ રીતે થઈ શકે.
  • માથ્થી 16 અને 18 માં “બાંધવું” નો એક ખાસ ઉપયોગનો અર્થ “મનાઈ ફરમાવવી” કે “પરવાનગી ન આપવી” એમ થાય છે.
  • “બંધન” શબ્દનું અનુવાદ “સાંકડો” કે “દોરડાઓ” કે “કડીઓ” તરીકે થઈ શકે.
  • રૂપાત્મક રીતે “બંધન” શબ્દનું અનુવાદ “ગાંઠ” કે “જોડાણ” કે “નજીકના સબંધો” તરીકે થઈ શકે.
  • “શાંતિનું બંધન” શબ્દસમૂહનો અર્થ “સુમેળમાં રહેવું, જે લોકોને એકબીજા સાથેના નજીકના સબંધોમાં લાવે” અથવા “શાંતિ જે એકસૂત્રતાની ગાંઠ લાવે છે તે” એમ થાય છે.
  • “પાટો બાંધવો” નું અનુવાદ “આસપાસ લપેટવું” કે “ના પર પટ્ટી મારવી” તરીકે થઈ શકે.
  • કરાર સાથે કોઈકને “બાંધવું” નું અનુવાદ “કરારને પરિપૂર્ણ કરવા માટેનું વચન” કે “કરારને પરિપૂર્ણ કરવા સોંપવું” તરીકે થઈ શકે.
  • સંદર્ભને આધારે, “બંધનકર્તા” શબ્દનું અનુવાદ “એકગાંઠ” કે “આંટીઘૂંટી” કે “સાંકળો” કે “જવાબદાર(પરિપૂર્ણ કરવા)” કે “કરવા અનિવાર્ય” તરીકે પણ થઈ શકે.

(આ પણ જુઓ: [પરિપૂર્ણ], [શાંતિ], [જેલ], [ચાકર], [કરાર])

બાઇબલના સંદર્ભો:

  • [લેવીય 8:7]

શબ્દની માહિતી:

  • Strong's: H0247, H0481, H0519, H0615, H0631, H0632, H0640, H1366, H1367, H1379, H2280, H2706, H3256, H3533, H3729, H4147, H4148, H4205, H4562, H5650, H5656, H5659, H6029, H6123, H6616, H6696, H6872, H6887, H7194, H7405, H7573, H7576, H8198, H8244, H8379, G02540, G03310, G03320, G11950, G11960, G11980, G11990, G12100, G13970, G13980, G14010, G14020, G26110, G26150, G37340, G37840, G38140, G40190, G40290, G43850, G48860, G48870, G52650