Door43-Catalog_gu_tw/bible/kt/bless.md

6.4 KiB

આશિષ, આશીર્વાદિત, આશીર્વાદ

વ્યાખ્યા:

કોઈને અથવા કંઈકને “આશીર્વાદ” આપવાનો અર્થ એ છે કે જે વ્યક્તિ અથવા વસ્તુને આશીર્વાદ આપવામાં આવે છે તેના માટે સારી અને ફાયદાકારક વસ્તુઓ થાય છે.

  • કોઈને આશીર્વાદ આપવાનો અર્થ એ પણ છે કે તે વ્યક્તિ સાથે સકારાત્મક અને ફાયદાકારક વસ્તુઓ થવાની ઇચ્છા વ્યક્ત કરવી.
  • બાઈબલ સમયમાં, પિતા વારંવાર તેમના બાળકોને ઔપચારિક આશીર્વાદ આપતા.
  • જ્યારે લોકો દેવને “આશીર્વાદ” આપે છે અથવા દેવને આશીર્વાદ આપે એવી ઈચ્છા વ્યક્ત કરે છે, ત્યારે આનો અર્થ એ થાય કે તેઓ તેમની સ્તુતિ કરી રહ્યા છે.
  • "આશીર્વાદ" શબ્દનો ઉપયોગ કેટલીકવાર ખોરાકને ખાવામાં આવે તે પહેલાં પવિત્ર કરવા અથવા ખોરાક માટે દેવનો આભાર માનવા અને વખાણ કરવા માટે થાય છે.

અનુવાદ સૂચનો:

  • “આશીર્વાદ”નું ભાષાંતર “પુષ્કળ પ્રમાણમાં આપવું” અથવા “ખૂબ દયાળુ અને અનુકૂળ બનવું” એમ પણ કરી શકાય.
  • "દેવ મહાન આશીર્વાદ લાવ્યાં છે" નો અનુવાદ "દેવે ઘણી સારી વસ્તુઓ આપી છે" અથવા "દેવે પુષ્કળ પ્રમાણમાં પ્રદાન કર્યું છે" અથવા "દેવે ઘણી સારી વસ્તુઓ થવાનું કારણ આપ્યું છે" તરીકે ભાષાંતર કરી શકાય છે.
  • "તે આશીર્વાદિત છે" નું ભાષાંતર "તેને ખૂબ લાભ થશે" અથવા "તે સારી વસ્તુઓનો અનુભવ કરશે" અથવા "દેવ તેને ખીલવશે."
  • “ધન્ય છે તે વ્યક્તિ જે”નું ભાષાંતર “તે વ્યક્તિ માટે કેટલું સારું છે.”
  • "પ્રભુને ધન્ય થાઓ" જેવા અભિવ્યક્તિઓનું ભાષાંતર "દેવની સ્તુતિ થાઓ" અથવા "પ્રભુની સ્તુતિ કરો" અથવા "હું પ્રભુની સ્તુતિ કરું છું" તરીકે ભાષાંતર કરી શકાય છે.
  • આશીર્વાદ ખોરાકના સંદર્ભમાં, આનું ભાષાંતર "ભોજન માટે દેવનો આભાર" અથવા "તેમને ખોરાક આપવા બદલ દેવની પ્રશંસા" અથવા "તેના માટે દેવની સ્તુતિ કરીને ખોરાકને પવિત્ર કર્યો" તરીકે ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: [પ્રશંસા])

બાઈબલ સંદર્ભો:

  • [૧ કરિંથી ૧૦:૧૬]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૩૪]
  • [એફેસી ૧:૩]
  • [ઉત્પત્તિ ૧૪:૨૦]
  • [યશાયાહ ૪૪:૩]
  • [યાકૂબ ૧:૨૫]
  • [લુક ૬:૨૦]
  • [માથ્થી ૨૬:૨૬]
  • [નહેમ્યા ૯:૫]
  • [રોમનોને પત્ર ૪:૯]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [૧:૭] દેવે જોયું કે તે સારું હતું અને તેણે તેઓને આશીર્વાદ દિધો.
  • [૧:૧૫] દેવે આદમ અને હવાને પોતાની પ્રતિમામાં બનાવ્યા. તેણે તેઓને આશીર્વાદ દીધો અને કહ્યું, "ઘણા બાળકો અને પૌત્રો ધરો અને પૃથ્વીને ભરી દો."
  • [૧:૧૬] તેથી દેવે તે જે કંઈ કર્યું હતું તેનાથી આરામ કર્યો. તેણે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર બનાવ્યો, કારણ કે આ દિવસે તેણે તેના કામમાંથી આરામ કર્યો.
  • [૪:૪] “હું તમારું નામ મહાન બનાવીશ. જેઓ તમને _આશીર્વાદ આપે છે તેઓને હું _આશીર્વાદ આપીશ અને જેઓ તમને શાપ આપે છે તેમને શાપ આપીશ. તમારા કારણે પૃથ્વી પરના તમામ પરિવારો આશીર્વાદ પામશે."
  • [૪:૭] મલખીસદેક અબ્રામને આશીર્વાદ આપ્યો અને કહ્યું, "આકાશ અને પૃથ્વીના માલિક સર્વોચ્ચ દેવ અબ્રામને આશીર્વાદ આપે."
  • [૭:૩] ઇસહાક એસાવને તેનો આશીર્વાદ આપવા માંગતો હતો.

[૮:૫] જેલમાં પણ, જોસેફ દેવને વફાદાર રહ્યો, અને દેવે તેને આશીર્વાદ આપ્યો.

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H0833, H0835, H1288, H1289, H1293, G17570, G21270, G21280, G21290, G31060, G31070, G31080, G60500