Door43-Catalog_gu_tw/bible/kt/beloved.md

2.6 KiB

પ્રિય

વ્યાખ્યા:

શબ્દ "પ્રિય" એ સ્નેહની અભિવ્યક્તિ છે જે એવી વ્યક્તિનું વર્ણન કરે છે જે કોઈ બીજા માટે પ્રિય અને વ્હાલી છે.

  • "પ્રિય" શબ્દનો શાબ્દિક અર્થ થાય છે "પ્રેમિત (એક)" અથવા "(જે) પ્રિય છે."
  • દેવ ઈસુને તેમના “પ્રિય પુત્ર” તરીકે દર્શાવે છે.
  • ખ્રિસ્તી મંડળીને તેમના પત્રોમાં, પ્રેરિતો વારંવાર તેમના સાથી વિશ્વાસીઓને "પ્રિય" તરીકે સંબોધે છે.

અનુવાદ સૂચનો:

  • આ શબ્દનું ભાષાંતર “પ્રેમિત” અથવા “પ્રિય વ્યક્તિ” અથવા “સારા પ્રિય” અથવા “ખૂબ પ્રિય” તરીકે પણ થઈ શકે છે.
  • નજીકના મિત્ર વિશે વાત કરવાના સંદર્ભમાં, આનું ભાષાંતર "મારા પ્રિય મિત્ર" અથવા "મારા નજીકના મિત્ર" તરીકે કરી શકાય છે. અંગ્રેજીમાં "મારા પ્રિય મિત્ર, પાઊલ" અથવા "પાઊલ, જે મારા પ્રિય મિત્ર છે" કહેવું સ્વાભાવિક છે. અન્ય ભાષાઓને આને અલગ રીતે મૂકવું વધુ સ્વાભાવિક લાગી શકે છે.
  • નોંધ કરો કે "પ્રિય" શબ્દ દેવના પ્રેમ માટેના શબ્દ પરથી આવ્યો છે, જે બિનશરતી, નિઃસ્વાર્થ અને બલિદાન છે.

(આ પણ જુઓ: [પ્રેમ])

બાઈબલ સંદર્ભો:

  • [૧ કરિંથી ૪:૧૪]
  • [૧ યોહાન ૩:૨]
  • [૧ યોહાન ૪:૭]
  • [માર્ક ૧:૧૧]
  • [માર્ક ૧૨:૬]
  • [પ્રકટીકરણ ૨૦:૯]
  • [રોમનોને પત્ર ૧૬:૮]
  • [ગીતોનું ગીત ૧:૧૪]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H0157, H1730, H2532, H3033, H3039, H4261, G00250, G00270, G52070