Door43-Catalog_gu_tw/bible/kt/apostle.md

4.7 KiB

પ્રેરિત, પ્રેરિતપણું

વ્યાખ્યા:

“પ્રેરિતો ”માણસો હતા જેઓને ઈસુ દ્વારા ઈશ્વર અને તેમના રાજ્ય વિષે ઉપદેશ કરવા મોકલવામાં આવ્યા હતા. “પ્રેરિતપણું” શબ્દ જેઓને પ્રેરિતો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા તેઓના પદનો તથા અધિકારનો ઉલ્લેખ કરે છે.

  • “પ્રેરિત” શબ્દનો અર્થ “એવું કોઈક જેને ખાસ હેતુને માટે મોકલવામાં આવેલ હોય” એમ થાય છે. પ્રેરિત પાસે જેણે તેને મોકલ્યો હોય તેવો જ અધિકાર હોય છે.
  • ઈસુના નજીકના ખાસ શિષ્યો પ્રથમ શિષ્યો બન્યા હતા. બીજા માણસો જેવા કે પાઉલ અને યાકુબ પણ પ્રેરિતો બન્યા હતા.
  • ઈશ્વરના પરાક્રમ દ્વારા પ્રેરિતો હિંમતપૂર્વક સુવાર્તા પ્રગટ કરવા અને લોકોને સાજા કરવા અને લોકોમાંથી અશુદ્ધ આત્માઓને કાઢવા સક્ષમ હતા.

અનુવાદ માટેના સૂચનો:

  • “પ્રેરિત” શબ્દને એક શબ્દ અથવા શબ્દસમૂહ જેનો અર્થ “એવું કોઈક જેને મોકલવામાં આવેલ છે” અથવા “મોકલવામાં આવેલ” અથવા “વ્યક્તિ કે જેને જવા માટે તથા લોકોને ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવા તેડવામાં આવ્યો હોય” થતો હોય તો એ પ્રમાણે પણ અનુવાદ કરી શકાય છે.
  • “પ્રેરિત” અને “શિષ્ય” શબ્દોનું અનુવાદ અલગ રીતે કરવામાં આવે તે અગત્યનું છે.
  • સ્થાનિક અથવા પ્રાદેશિક ભાષાના બાઇબલ અનુવાદમાં આ શબ્દનું અનુવાદ કેવી રીતે થયું હતું તેને પણ ચકાસો. (જુઓ [અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું])

(આ પણ જુઓ: [અધિકાર], [શિષ્ય], [યાકુબ (ઝબદીનો દીકરો)], [પાઉલ], [બાર])

બાઇબલના સંદર્ભો:

  • [યહૂદા 1:17-19]
  • [લૂક 9:12-14]

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [26:10] પછી ઈસુએ બાર માણસોને પસંદ કર્યા જેઓ તેમના પ્રેરિતો કહેવાયા. પ્રેરિતો એ ઈસુ સાથે મુસાફરી કરી અને તેમની પાસેથી શીખ્યા.
  • [30:1] ઈસુએ તેમના પ્રેરિતો ને પ્રગટ કરવા તથા લોકોને બોધ કરવા અલગ અલગ ઘણાં ગામોમાં મોકલ્યા.
  • [38:2] યહૂદા ઈસુના __પ્રેરિતો__માંનો એક હતો. તે પ્રેરિતોની નાણાંની થેલીનો દેખરેખ રાખનાર હતો, પણ તે નાણાંને પ્રેમ કરતો હતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો હતો.
  • [43:13] શિષ્યોએ પોતાને પ્રેરિતોના બોધ, સંગત, સાથે જમવા, અને પ્રાર્થનામાં સમર્પિત કર્યા હતા.
  • [46:8] પછી બાર્નાબાસ નામનો વિશ્વાસી શાઉલને પ્રેરિતો પાસે લઈ ગયો અને કેવી રીતે શાઉલે હિંમતથી દમસ્કમાં બોધ કર્યો એ તેઓને કહ્યું.

શબ્દની માહિતી:

  • Strong's: G06510, G06520, G24910, G53760, G55700