Door43-Catalog_gu_tw/bible/kt/angel.md

7.0 KiB

દૂત, પ્રમુખ દૂત

વ્યાખ્યા:

દૂત એક સમર્થ આત્મા છે જેને ઈશ્વરે સૃજ્યો છે. ઈશ્વર જે કંઈ દૂતને કરવા કહે તે કરવા દ્વારા તેઓ ઈશ્વરની સેવા કરવા અસ્તિત્વ ધરાવે છે. “પ્રમુખ દૂત” શબ્દ એવા દૂતનો ઉલ્લેખ કરે છે જે બીજા સર્વ દૂતો પર અમલ ચલાવે છે અથવા દોરે છે.

  • “દૂત” શબ્દનો શાબ્દિક અર્થ “સંદેશવાહક” થાય છે.
  • “પ્રમુખ દૂત” શબ્દનો શાબ્દિક અર્થ “પ્રમુખ સંદેશવાહક” થાય છે. બાઇબલમાં “પ્રમુખ દૂત” તરીકે કેવળ મિખાયેલ દૂતનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  • બાઇબલમાં દૂતો ઈશ્વર પાસેથી લોકોને સંદેશો પાઠવતા હતા. આ સંદેશાઓ જે ઈશ્વર ઇચ્છતા હતા કે લોકો કરે તે વિષેની સૂચનાઓનો સમાવેશ કરતાં હતા.
  • દૂતોએ લોકોને બનાવો જે ભવિષ્યમાં બનવાના હતા અથવા જે અગાઉથી બની ગયા હતા તે વિષે પણ કહ્યું હતું.
  • દૂતો પાસે ઈશ્વરના પ્રતિનિધિઓ તરીકે તેમનો અધિકાર છે અને કેટલીકવાર બાઇબલમાં તેઓ એવી રીતે બોલ્યા જાણે ઈશ્વર પોતે બોલી રહ્યા હોય.
  • લોકોનું રક્ષણ કરીને અને બળ પૂરું પાડીને દૂતો બીજી રીતે ઈશ્વરની સેવા કરે છે.
  • ખાસ શબ્દસમૂહ “યહોવાનો દૂત,” નો એક કરતાં વધારે શક્ય અર્થ છે: (1) તેનો અર્થ “દૂત જે યહોવાનું પ્રતિનિધિત્વ કરે છે તે” અથવા “સંદેશવાહક જે ઈશ્વરની સેવા કરે છે” એવો થઈ શકે. (2) તે યહોવાનો ઉલ્લેખ કરી શકે, જે જ્યારે વ્યક્તિ સાથે વાત કરે ત્યારે દૂત સમાન લાગે છે. આ બે અર્થમાંથી એક દૂતનો “હું” નો ઉપયોગ જાણે યહોવા પોતે બોલતાહોય એમ સમજાવશે.

અનુવાદ માટેના સૂચનો:

  • “દૂત” નું અનુવાદ કરવાની રીત “ઈશ્વર તરફથી સંદેશવાહક” અથવા “ઈશ્વરનો સ્વર્ગીય ચાકર” અથવા “ઈશ્વરનો સંદેશવાહક આત્મા” નો સમાવેશ કરી શકે.
  • “પ્રમુખ દૂત” શબ્દનું અનુવાદ આ પ્રમાણે થઈ શકે, “પ્રમુખ દૂત” અથવા “મુખ્ય અમલ ચલાવનાર દૂત” અથવા “દૂતોનો આગેવાન.”
  • પ્રાદેશિક ભાષા અથવા બીજી સ્થાનિક ભાષામાં કેવી રીતે આ શબ્દોનું અનુવાદ થયું છે તે પણ ચકાસો.
  • “યહોવાનો દૂત” શબ્દસમૂહનું અનુવાદ “દૂત” અને “યહોવા” માટેના શબ્દોનો ઉપયોગ દ્વારા થવું જોઈએ. શક્ય અનુવાદો આ હોઈ શકે, “યહોવા તરફથી દૂત” અથવા “યહોવા દ્વારા મોકલવામાં આવેલ દૂત” અથવા “યહોવા, જે દૂત સમાન દેખાય છે.”

(આ પણ જુઓ: [અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું])

(આ પણ જુઓ: [મુખ્ય], [પ્રમુખ], [સંદેશવાહક], [મિખાયેલ], [અમલ ચલાવનાર], [ચાકર])

બાઇબલના સંદર્ભો:

  • [2 શમુએલ 24:16]
  • [પ્રેરિતોના કૃત્યો 10:3-6]
  • [પ્રેરિતોના કૃત્યો 12:23]
  • [કલોસ્સીઓ 2:18-19]
  • [ઉત્પતિ 48:16]
  • [લૂક 2:13]
  • [માર્ક 8:38]
  • [માથ્થી 13:50]
  • [પ્રકટીકરણ 1:20]
  • [ઝખાર્યા 1:9]

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [2:12] કોઈને પણ જીવનના વુક્ષ પરથી ફળ ખાવાને રોકવા વાડીના પ્રવેશમાર્ગ પાસે ઈશ્વરે મોટા, સમર્થ દૂતો મૂક્યા.
  • [22:3] દૂતે ઝખાર્યાને જવાબ આપ્યો, “આ શુભ સમાચાર તારી પાસે લાવવા માટે મને ઈશ્વર દ્વારા મોકલવામાં આવ્યો છે.”
  • [23:6] અચાનક પ્રકાશનો દૂત તેઓને (ઘેટાંપાળકોને) દેખાયો, અને તેઓ ભયભીત થયા. દૂતે કહ્યું, “ગભરાશો નહિ, કારણ કે મરીપાસે તમારે સારું કેટલાક સારા સમાચાર છે.”
  • [23:7] અચાનક આકાશ ઈશ્વરની સ્તુતિ કરતાં__દૂતોથી__ ભરાઈ ગયું.
  • [25:8] પછી દૂતો આવ્યા અને ઈસુની સંભાળ લીધી.
  • [38:12] ઈસુ ઘણા વ્યાકુળ થયા હતા અને તેમનો પરસેવો લોહીના ટીપાં સમાન થયો હતો. ઈશ્વરે એક દૂત તેમને બળ આપવા માટે મોકલ્યો.
  • [38:15] “હું મારું રક્ષણ કરવા માટે પિતા પાસે દૂતો નું સૈન્ય માગી શકું છું.”

શબ્દની માહિતી:

  • Strong's: H0047, H0430, H4397, H4398, H8136, G00320, G07430, G24650