Door43-Catalog_gu_tw/bible/kt/adultery.md

3.7 KiB

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચારી, વ્યભિચારીણી

વ્યાખ્યા:

"વ્યભિચાર" શબ્દ એ પાપનો ઉલ્લેખ કરે છે જે ત્યારે થાય છે જ્યારે પરિણીત વ્યક્તિ કોઈ એવી વ્યક્તિ સાથે જાતીય સંબંધો બાંધે છે જે તે વ્યક્તિની પત્ની નથી. તે બંને વ્યભિચારના દોષિત છે. શબ્દ "વ્યભિચારી" આ પ્રકારના વર્તન અથવા કોઈપણ વ્યક્તિ કે જે આ પાપ કરે છે તેનું વર્ણન કરે છે.

  • "વ્યભિચારી" શબ્દ સામાન્ય રીતે વ્યભિચાર કરનાર કોઈપણ વ્યક્તિનો સંદર્ભ આપે છે.
  • કેટલીકવાર "વ્યભિચારી" શબ્દનો ઉપયોગ એ સ્પષ્ટ કરવા માટે થાય છે કે તે એક સ્ત્રી હતી જેણે વ્યભિચાર કર્યો હતો.
  • વ્યભિચાર એ વચનો તોડે છે જે પતિ-પત્નીએ તેમના લગ્નના કરારમાં એકબીજા સાથે કર્યા હતા.
  • દેવે ઈસ્રાએલીઓને વ્યભિચાર ન કરવાની આજ્ઞા આપી હતી.

અનુવાદ સૂચનો:

  • જો લક્ષ્ય ભાષામાં "વ્યભિચાર" નો અર્થ એવો એક શબ્દ ન હોય, તો આ શબ્દનો અનુવાદ "કોઈની પત્ની સાથે જાતીય સંબંધો" અથવા "બીજા વ્યક્તિના જીવનસાથી સાથે આત્મીયતા" જેવા શબ્દસમૂહ સાથે કરી શકાય છે.
  • કેટલીક ભાષાઓમાં વ્યભિચાર વિશે વાત કરવાની આડકતરી રીત હોઈ શકે છે, જેમ કે “કોઈના જીવનસાથી સાથે સૂવું” અથવા “પોતાની પત્ની સાથે બેવફાઈ”. (જુઓ: [વ્યક્તિત્વ])

(આ પણ જુઓ: [પ્રતિબદ્ધ], [કરાર], [જાતીય અનૈતિકતા], [સાથે સૂવું], [વિશ્વાસુ])

બાઈબલ સંદર્ભો:

  • [નિર્ગમન ૨૦:૧૪]
  • [હોશીયા ૪:૧-૨]
  • [લુક ૧૬:૧૮]
  • [માથ્થી ૫:૨૮]
  • [માથ્થી ૧૨:૩૯]
  • [પ્રકટીકરણ ૨:૨૨]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [૧૩:૬] "વ્યભિચાર ન કરો."
  • [૨૮:૨] વ્યભિચાર ન કરો.
  • [૩૪:૭] "ધર્મગુરુએ આ રીતે પ્રાર્થના કરી, 'દેવ, તમારો આભાર કે હું અન્ય માણસો જેવો પાપી નથી - જેમ કે લૂંટારાઓ, અન્યાયી માણસો, વ્યભિચારી અથવા તો તે કર ઉઘરાવનાર જેવો.'"

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H5003, H5004, G34280, G34290, G34300, G34310, G34320