Door43-Catalog_gu_tw/bible/kt/abomination.md

3.7 KiB

તિરસ્કાર, તિરસ્કારપાત્ર

વ્યાખ્યા:

“તિરસ્કાર” શબ્દ એવા કંઈક વિષે ઉલ્લેખ કરવા માટે ઉપયોગમાં લેવાય છે કે જે નફરત અથવા અત્યંત અણગમો પેદા કરતું હોય.

  • મિસરના લોકો હિબ્રૂ લોકોને “તિરસ્કારપાત્ર” ગણતા હતા. તેનો અર્થ એમ કે મિસરના લોકો હિબ્રૂ લોકોને નાપસંદ કરતાં હતા તથા તેઓ સાથે જોડાવા કે તેઓની નજીક રહેવા માગતા ન હતા.

કેટલીક બાબતોને બાઇબલ “યહોવાને માટે કંટાળાજનક” તરીકે જણાવે છે જેમાં જુઠ્ઠું બોલવું, અભિમાન, માનવીઓનો વધ, મૂર્તિપૂજા, અને જાતીય પાપો જેવા કે વ્યભિચાર તથા સમલૈંગિક કૃત્યોનો સમાવેશ થાય છે.

  • ઈસુએ તેમના શિષ્યોને અંતના સમયો વિષે શીખવતા દાનિયેલ પ્રબોધક દ્વારા કરવામાં આવેલ ભવિષ્યકથન “ઉજ્જડની અમંગળપણાની નિશાની” વિષે ઉલ્લેખ કર્યો કે જે ઈશ્વરના ભક્તિસ્થાનને અશુદ્ધ કરશે તથા ઈશ્વર વિરુદ્ધ બંડ તરીકે ઊભું કરવામાં આવશે.

અનુવાદ માટેના સૂચનો:

  • “તિરસ્કાર” શબ્દનું અનુવાદ આ પ્રમાણે પણ થઈ શકે, “ઈશ્વર ધિક્કારે છે એવું કંઈક” અથવા “કંઈક કંટાળાજનક” અથવા “કંટાળાજનક વ્યવહાર” અથવા “અતિ દુષ્ટ કૃત્ય.”
  • સંદર્ભને આધારે, “ને તિરસ્કારપાત્ર છે” શબ્દસમૂહનું અનુવાદ કરવાની રીતો આ પ્રમાણે સમાવેશ કરી શકે, “ના દ્વારા અત્યંત નફરત પામેલ છે” અથવા “ને કંટાળાજનક” અથવા “ને સંપૂર્ણપણે અસ્વીકૃત” અથવા “ઊંડો કંટાળો ઉપજાવનાર.”
  • “ઉજ્જડની અમંગળપણાની નિશાની”શબ્દસમૂહનું અનુવાદ “અશુદ્ધ કરનાર બાબત જે લોકોને ખૂબ નુકસાન પહોચાડે છે” અથવા “કંટાળાજનક બાબત જે ખૂબ દુ: ખ પહોચાડે છે.”

(આ પણ જુઓ: [વ્યભિચાર], [ભ્રષ્ટ કરવું], [ઉજ્જડ], [જુઠ્ઠો દેવ], [બલિદાન])

બાઇબલના સંદર્ભો:

  • [એઝરા 9:1-2]
  • [ઉત્પતિ 46:34]
  • [યશાયા 1:13]
  • [માથ્થી 24:15]
  • [નીતિવચનો 26:25]

શબ્દની માહિતી:

  • Strong's: H0887, H6292, H8251, H8262, H8263, H8441, G09460