Door43-Catalog_gu_tw/bible/kt/worship.md

42 lines
5.0 KiB
Markdown

# ઉપાસના
## વ્યાખ્યા:
"ઉપાસના" એટલે કોઈને માન આપવું, પ્રશંસાકરવી અને આધીન રહેવું, ખાસ કરીને ઈશ્વરને.
* આ શબ્દનો વારંવાર શાબ્દિક અર્થ નમ્રતાપૂર્વક કોઈને માન આપવા "નમવું" અથવા "પોતાને શરણે કરવું" એવો થાય છે.
* જ્યારે આપણે તેમની સ્તુતિ કરીને અને તેમને આધીન થઈને, તેમની સેવા અને સન્માન કરીએ છીએ ત્યારે તેમની ભક્તિ કરીએ છીએ.
* ઈસ્રાએલીઓ ઈશ્વરની ઉપાસના કરતી વખતે, ઘણીવાર પ્રાણીનું યજ્ઞવેદી પર બલિદાન આપતા હતા.
* કેટલાક લોકો જૂઠા દેવોની પૂજા કરતા હતા.
## અનુવાદ માટેનાં સૂચનો:
* " ઉપાસના " શબ્દનું " ઘૂંટણીયે પડવું " અથવા "માન આપવું અને સેવા કરવી" અથવા " માન આપવું અને આધીન થવું." તરીકે ભાષાંતર કરી શકાય છે
* કેટલાક સંદર્ભોમાં, તેને "નમ્રતાપૂર્વક પ્રશંસા" અથવા "માન અને સ્તુતિ આપો" તરીકે અનુવાદિત કરી શકાય છે.
(આ પણ જુઓ: [બલિદાન](../other/sacrifice.md), [વખાણ](../other/praise.md), [સન્માન](../kt/honor.md))
## બાઇબલના સંદર્ભો:
* [કલોસી 2:18-19](rc://gu/tn/help/col/02/18)
* [પુનર્નિયમ 29:17-19](rc://gu/tn/help/deu/29/17)
* [નિર્ગમન 3:11-12](rc://gu/tn/help/exo/03/11)
* [લૂક 4:5-7](rc://gu/tn/help/luk/04/05)
* [માથ્થી 2:1-3](rc://gu/tn/help/mat/02/01)
* [માથ્થી 2:7-8](rc://gu/tn/help/mat/02/07)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[13:4](rc://gu/tn/help/obs/13/04)__ પછી દેવે તેમને એ કરાર આપ્યો અને કહ્યું, "હું યહોવા તમારો દેવ છું, જેણે તમને ઇજિપ્તની ગુલામીમાંથી બચાવી લીધા. અન્ય દેવોની __ઉપાસના__ ન કરવી."
* __[14:2](rc://gu/tn/help/obs/14/02)__ કનાનીઓ ઈશ્વરની __ઉપાસના કરતા ન હતા__ અથવા ઈશ્વરની આજ્ઞા પાળતા ન હતા. તેઓએ ખોટા દેવતાઓની __ઉપાસના કરી__ અને ઘણા દુષ્ટ વસ્તુઓ કરી.
* __[17:6](rc://gu/tn/help/obs/17/06)__ દાઉદ એક મંદિરનું નિર્માણ કરવા માગતા હતા જ્યાં બધા ઈસ્રાએલીઓ __ઈશ્વરનું ભજન કરી શકે__ અને ઈશ્વરને બલિદાન આપી શકે.
* __[18:12](rc://gu/tn/help/obs/18/12)__ બધા રાજાઓ અને ઇઝરાયેલ રાજ્યના મોટાભાગના લોકો મૂર્તિઓની __પૂજા__ કરતા હતા.
* __[25:7](rc://gu/tn/help/obs/25/07)__ ઈસુએ જવાબ આપ્યો, "શેતાન, મારાથી દૂર જા! ઈશ્વરના વચનમાં તે પોતાના લોકોને આજ્ઞા આપે છે, 'કેવળ પ્રભુ તારા દેવનું ભજન કરો અને માત્ર તેમની સેવા કરો.”
* __[26:2](rc://gu/tn/help/obs/26/02)__ સાબ્બાથે , તે (ઈસુ)__ભજન__ સ્થાને ગયા.
* __[47:1](rc://gu/tn/help/obs/47/01)__ ત્યાં તેઓ લુદીય નામની સ્ત્રીને મળ્યા જે વેપારી હતી. તે ઈશ્વરને પ્રેમકરતી અને ઉપાસના કરતી.
* __[49:18](rc://gu/tn/help/obs/49/18)__ ઈશ્વરતમને કહે છે કે તમે પ્રાર્થના કરો, તેમના વચનોનો અભ્યાસ કરો, અન્ય ખ્રિસ્તીઓ સાથે ઉપાસના કરો અને અન્ય લોકોને જણાવો કે તેમણે તમારા માટે શું કર્યું છે.
## શબ્દ માહિતી:
* Strong's: H5457, H5647, H6087, H7812, G1391, G1479, G2151, G2318, G2323, G2356, G3000, G3511, G4352, G4353, G4573, G4574, G4576