Door43-Catalog_gu_tw/bible/kt/purify.md

4.6 KiB

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

  • જૂના કરારના નિયમોના સંબંધમાં, “શુદ્ધ કરવું” અને “શુદ્ધિકરણ” મુખ્યત્વે કોઈ વસ્તુ અથવા તો વ્યક્તિને જે બાબતો વિધિવત અશુદ્ધ કરે છે તે બાબતોથી શુદ્ધ કરવાનો ઉલ્લેખ કરે છે, જેમ કે રોગ, શરીરના પ્રવાહી સ્રાવ અથવા તો બાળકનો જન્મ.
  • જૂના કરારમાં લોકોએ કેવી રીતે પાપથી શુદ્ધ થવું તે ફરમાવતા નિયમો પણ હતા જે સામાન્યપણે પ્રાણીના બલિદાન દ્વારા થતું હતું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

  • નવા કરારમાં, શુદ્ધ થવું ઘણી વાર પાપથી શુદ્ધ થવું તેનો ઉલ્લેખ કરે છે.
  • લોકો માટે પાપથી સંપૂર્ણપણે અને સદાને માટે શુદ્ધ થવાનો એક માત્ર માર્ગ ઈસુ પર અને તેમના બલિદાન પર વિશ્વાસ કરવા દ્વારા પશ્ચાતાપ કરવો અને ઈશ્વરની માફી મેળવવી તે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “શુદ્ધ કરવું” શબ્દનો અનુવાદ “શુદ્ધ બનાવવું” અથવા તો “સાફ કરવું” અથવા તો “બધા જ પ્રદૂષણોથી સાફ કરવું” અથવા તો “બધા જ પાપ દૂર કરવા” તરીકે કરી શકાય.
  • “જ્યારે તેમના શુદ્ધિકરણનો સમય પૂરો થયો” શબ્દસમૂહનો અનુવાદ “જરૂરી દિવસો સુધી રાહ જોવા દ્વારા જ્યારે તેમણે પોતાને શુદ્ધ કર્યા” તરીકે કરી શકાય.
  • “પાપ માટે શુદ્ધિકરણ પૂરું પાડ્યું” શબ્દસમૂહનો અનુવાદ “લોકો માટે તેમના પાપથી સંપૂર્ણપણે શુદ્ધ થવાનો માર્ગ પૂરો પાડ્યો” તરીકે કરી શકાય.
  • “શુદ્ધિકરણ” નો અનુવાદ “સાફ કરવું” અથવા તો “આત્મિક અર્થમાં ધોવું” અથવા તો “વિધિવત રીતે શુદ્ધ બનવું” તરીકે પણ કરી શકાય.

(આ જૂઓ: પ્રાયશ્ચિત, સાફ કરવું, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1249, H1252, H1253, H1305, H1865, H2134, H2135, H2141, H2212, H2398, H2403, H2561, H2889, H2890, H2891, H2892, H2893, H3795, H3800, H4795, H5343, H5462, H6337, H6884, H6942, H8562, G48, G49, G53, G54, G1506, G2511, G2512, G2513, G2514