Door43-Catalog_gu_tw/bible/kt/fulfill.md

45 lines
5.5 KiB
Markdown

# પરિપૂર્ણ થવું, પૂર્ણ થયું
## વ્યાખ્યા:
“પરિપૂર્ણ” શબ્દનો અર્થ, કંઈક કે જે અપેક્ષા હતી, તેને પૂર્ણ અથવા પરિપૂર્ણ કરવી.
* જયારે ભવિષ્યવાણી પૂર્ણ થાય છે, ત્યારે તેનો અર્થ કે ભવિષ્યવાણીમાં જે ભાખ્યું હતું તે દેવ થવા દે છે.
* જો વ્યક્તિ વચન અથવા પ્રતિજ્ઞાને પરિપૂર્ણ કરે છે, તો તેનો અર્થ કે જે તેણે વચન આપ્યું તે તે કરે છે.
* જવાબદારીને પૂર્ણ કરવી તેનો અર્થ કે જે કાર્ય કરવા સોંપેલ અથવા જરૂરી હતું તે પૂરું કરવું.
## ભાષાંતરના સૂચનો:
સંદર્ભ પર આધાર રાખીને, “પરિપૂર્ણ” નું ભાષાંતર, “પૂરું કરવું” અથવા “પૂર્ણ કરવું” અથવા “થવા માટેનું કારણ બનવું” અથવા “આજ્ઞા પાળવી” અથવા “કામ પૂર્ણ કરવું,” તરીકે કરી શકાય છે.
* “પૂર્ણ થઈ રહી છે” શબ્દસમૂહનું ભાષાંતર, “સાચું પુરવાર થયું છે” અથવા “થયું છે” અથવા “ તે બન્યું છે,” તરીકે પણ કરી શકાય છે.
* “તમારી સેવા પરિપૂર્ણ કરો,” જેમાં “પરિપૂર્ણ” શબ્દનું ભાષાંતર, “પૂર્ણ” અથવા “કામ પૂરું કરવું” અથવા “તેમ કરવું” અથવા “જેમ દેવે તમને બીજા લોકોની સેવા કરવા માટે બોલાવ્યા છે તેમ કરો” જેવા શબ્દનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: [પ્રબોધક](../kt/prophet.md), [ખ્રિસ્ત](../kt/christ.md), [મંત્રી](../kt/minister.md), [બોલાવવું](../kt/call.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 2:26-27](rc://gu/tn/help/1ki/02/26)
* [પ્રેરિતો 3:17-18](rc://gu/tn/help/act/03/17)
* [લેવીય 22:17-19](rc://gu/tn/help/lev/22/17)
* [લૂક 4:20-22](rc://gu/tn/help/luk/04/20)
* [માથ્થી 1:22-23](rc://gu/tn/help/mat/01/22)
* [માથ્થી 5:17-18](rc://gu/tn/help/mat/05/17)
* [ગીતશાસ્ત્ર 116:12-15](rc://gu/tn/help/psa/116/012)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[24:4](rc://gu/tn/help/obs/24/04)__ પ્રબોધકોએ જે જણાવ્યું હતું તે યોહાને __પૂર્ણ__ કર્યું, જેમકે હું મારા દૂતને તમારી આગળ મોકલી આપીશ કે જે તમારો માર્ગ તૈયાર કરશે.
* __[40:3](rc://gu/tn/help/obs/40/03)__ ઈસુના કપડાં માટે સિપાઈઓ જુગાર રમ્યા.
જયારે તેઓએ આ કર્યું, ત્યારે ભવિષ્યવાણીમાં જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ __પૂર્ણ__ કર્યું, તેઓએ મારા કપડાં પોતાની વચ્ચે વિભાજીત કર્યા, અને મારા કપડાં માટે જુગાર રમ્યા.
* __[42:7](rc://gu/tn/help/obs/42/07)__ ઈસુએ જણાવ્યું કે “હું તમને કહું છું કે ધર્મશાસ્ત્રમાં મારા વિશે જે બધું લખાયું છે તે અવશ્ય _પૂર્ણ_ થશે.
* __[43:5](rc://gu/tn/help/obs/43/05)__ પ્રબોધક યોએલ દ્વારા જે ભવિષ્યવાણી કરવામાં આવી છે તે અહીં __પરિપૂર્ણ__ થાય છે, જેમાં દેવે જણાવ્યું છે કે, ‘છેલ્લા દિવસોમાં, હું મારો આત્મા રેડી દઈશ.”
* __[43:7](rc://gu/tn/help/obs/43/07)__ ”આ ભવિષ્યવાણીને __પરિપૂર્ણ__ કરે છે જે કહે છે, તું તારા પવિત્રને કોહવાણ લાગવા દેશે નહીં.
* __[44:5](rc://gu/tn/help/obs/44/05)__ જો કે તમે જે કરી રહ્યા હતા તે તમે સમજ્યા નહીં, (પણ) દેવે તમારા કાર્યોને ભવિષ્યવાણીઓને __પરિપૂર્ણ__ કરવા વાપર્યા, જેમકે મસીહા દુઃખ સહન કરશે અને મરણ પામશે.
## શબ્દ માહિતી:
* Strong's: H1214, H5487, G1096, G4138