Door43-Catalog_gu_tw/bible/kt/exalt.md

31 lines
3.1 KiB
Markdown

# ઊંચુ કરવું, ઊંચું કરાયેલ, ઊંચો કરે છે, ઉન્નત
## વ્યાખ્યા:
ઊંચો કરવો એટલે કોઈના અત્યંત વખાણ અને સન્માન કરવા.
તેનો અર્થ કોઈને ઊંચા હોદ્દા પર મૂકવું પણ થાય છે.
* બાઈબલમાં, મોટેભાગે “ઊંચું” શબ્દ દેવને ઊંચો કરવા માટે વાપરવામાં આવ્યો છે.
* જયારે વ્યક્તિ પોતાને ઊંચો કરે છે, તેનો અર્થ એ કે તે અભિમાનમાં અથવા ઘમંડી રીતે પોતા વિશે વિચારે છે.
## બાઈબલના સૂચનો:
* ”ઊંચો કરવો” શબ્દનું ભાષાંતર, “અત્યંત વખાણ” અથવા “ખૂબજ સન્માન આપવું” અથવા “ગુણ ગાવા” અથવા “તેના અત્યંત વખાણ કરવા,” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
* કેટલાક સંદર્ભોમાં શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા ભાષાંતર, કે જેનો અર્થ “અત્યંત ઊંચા હોદ્દા પર મૂકવું” અથવા “ખૂબજ સન્માન આપવું” અથવા “ગર્વથી તે વિશે વાત કરવી” તરીકે કરી શકાય છે.
* “પોતાની જાતને ઊંચી ન કરો” શબ્દનું ભાષાંતર, “પોતા માટે વધુ ઊંચું ના વિચારો” અથવા “પોતા વિશે બડાઈ ન કરો,” તરીકે પણ કરી શકાય છે.
* “તેઓ કે જે પોતાને ઊંચા કરે છે” તેનું ભાષાંતર, “તેઓ કે જેઓ પોતાના વિશે ગર્વથી વિચારે છે” અથવા “તેઓ કે જેઓ પોતાના વિશે બડાઈ કરે છે,” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: [વખાણ](../other/praise.md), [આરાધના](../kt/worship.md), [મહિમા](../kt/glory.md), [બડાઈ](../kt/boast.md), [ગર્વ](../other/proud.md))
## બાઈબલની કલમો:
* [1 પિતર 5:5-7](rc://gu/tn/help/1pe/05/05)
* [2 શમુએલ 22:47-49](rc://gu/tn/help/2sa/22/47)
* [પ્રેરિતો 5:29-32](rc://gu/tn/help/act/05/29)
* [ફિલિપ્પી 2:9-11](rc://gu/tn/help/php/02/09)
* [ગીતશાસ્ત્ર 18:46-47](rc://gu/tn/help/psa/018/046)
## શબ્દ માહિતી:
* Strong's: H1361, H4984, H5375, H5549, H5927, H7311, H7426, H7682, G1869, G5229, G5251, G5311, G5312