Door43-Catalog_gu_tw/bible/kt/deacon.md

23 lines
2.3 KiB
Markdown

# વડીલ, વડીલો
## વ્યાખ્યા:
વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.
* “વડીલ” શબ્દ સીધો જ ગ્રીક શબ્દમાંથી લેવાયો છે જેનો અર્થ, “સેવક” અથવા “કારભારી” થાય છે.
* શરૂઆત ખ્રિસ્તીઓના સમયથી માંડીને વડીલની ભૂમિકા અને સેવા મંડળીમાં વિશિષ્ટ અને સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે.
* ઉદાહરણ તરીકે, નવા કરારમાં વિશ્વાસીઓ જે કઈ પૈસા અથવા ખાદ્ય સામગ્રી આપતા તેનું વિતરણ સારી રીતે અને નીતિથી વિધવાઓને થાય તેનું વડીલો ધ્યાન આપતા.
* “વડીલ” શબ્દનું ભાષાંતર, “મંડળીનો સેવક” અથવા “મંડળીનો કાર્યકર” અથવા “મંડળીનો ચાકર,” અથવા અન્ય કેટલાક શબ્દસમૂહ કે જે બતાવે છે કે તે વ્યક્તિની ઔપચારિક રીતે નિમણુક આપવામાં આવતી, જેથી તે ચોક્કસ કાર્યો કરે, જેનાથી સ્થાનિક ખ્રિસ્તી સમાજને ફાયદો થાય.
(આ પણ જુઓ: [સેવક](../kt/minister.md), [ચાકર](../other/servant.md))
## બાઈબલની કલમો:
* [1 તિમોથી 3:8-10](rc://gu/tn/help/1ti/03/08)
* [1 તિમોથી 3:11-13](rc://gu/tn/help/1ti/03/11)
* [ફિલિપ્પી 1:1-2](rc://gu/tn/help/php/01/01)
## શબ્દ માહિતી:
* Strong's: G1249