Door43-Catalog_gu_tw/bible/kt/dayofthelord.md

34 lines
3.6 KiB
Markdown

# પ્રભુનો દિવસ, યહોવાનો દિવસ
## વ્યાખ્યા:
જૂના કરારનો શબ્દ “યહોવાનો દિવસ” ચોક્કસ સમય દર્શાવવા વપરાયો છે કે જયારે દેવ લોકોને તેઓને પાપની સજા કરશે.
* નવા કરારમાં “પ્રભુનો દિવસ” શબ્દ, સામાન્ય રીતે એ દિવસ અથવા સમયને દર્શાવે છે કે જયારે અંતના સમયે પ્રભુ ઈસુ લોકોનો ન્યાય કરવા માટે પાછો આવશે.
* આ અંતિમ, “છેલ્લો દિવસને” પણ અમુકવાર ન્યાય અને પુનરુત્થાનના ભવિષ્યના સમય તરીકે દર્શાવામાં આવે છે.
જયારે પ્રભુ ઈસુ પાપીઓનો ન્યાય કરવા અને સદાકાળ માટે તેનું રાજ્ય સ્થાપવા પાછો આવે છે ત્યારે આ સમય શરૂ થશે.
* આ શબ્દસમૂહોમાં “દિવસ” શબ્દ, તે ક્યારેક શાબ્દિક દિવસ અથવા “સમય” અથવા “પ્રસંગ” કે જે દિવસ કરતા લાંબો હોઈ શકે છે, તેને દર્શાવે છે.
* ક્યારેક તેને એક પ્રકારની સજા તરીકે દર્શાવામાં આવે છે કે જેઓ તેના પર વિશ્વાસ કરતા નથી તેઓ પર “દેવનો કોપ રેડી દેવામાં” આવશે.
## ભાષાંતરના સૂચનો:
* સંદર્ભ પર આધાર રાખીને, “યહોવાનો દિવસ” શબ્દનું ભાષાંતર બીજી રીતે કરીએ તો તેમાં “યહોવાનો સમય” અથવા “સમય કે જયારે યહોવા તેના શત્રુઓ ને સજા કરશે” અથવા “યહોવાના કોપનો સમય” એમ કરી શકાય છે.
* “પ્રભુના દિવસનું” બીજી રીતે ભાષાંતર કરીએ તો તેને “પ્રભુના ન્યાયનો સમય” અથવા “સમય કે જયારે પ્રભુ ઈસુ લોકોનો ન્યાય કરવા પાછો આવશે” એવા શબ્દનો સમાવેશ કરી શકાય.
(આ પણ જુઓ: [દિવસ](../other/biblicaltimeday.md), [ન્યાયનો દિવસ](../kt/judgmentday.md), [પ્રભુ](../kt/lord.md), [પુનરુત્થાન](../kt/resurrection.md), [યહોવા](../kt/yahweh.md))
## બાઈબલની કલમો:
* [1 કરિંથી 5:3-5](rc://gu/tn/help/1co/05/03)
* [1થેસ્સલોનિકી 5:1-3](rc://gu/tn/help/1th/05/01)
* [2 પિતર 3:10](rc://gu/tn/help/2pe/03/10)
* [2 થેસ્સલોનિકી 2:1-2](rc://gu/tn/help/2th/02/01)
* [પ્રેરિતો 2:20-21](rc://gu/tn/help/act/02/20)
* [ફિલિપ્પી 1:9-11](rc://gu/tn/help/php/01/09)
## શબ્દ માહિતી:
* Strong's: H3068, H3117, G2250, G2962