Door43-Catalog_gu_tw/bible/kt/cross.md

50 lines
5.0 KiB
Markdown

# વધસ્તંભ
## વ્યાખ્યા:
બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.
* રોમન સામ્રાજ્યના સમય દરમ્યાન, રોમન સરકાર ગુનેગારોને મારી નાખવા માટે તેઓને વધસ્તંભે બાંધીને અથવા ખીલાથી જડીને મરવા માટે ત્યાં છોડી દેતા.
* ઈસુએ જે ગુનાઓ કર્યા નહોતા તેવા ખોટા તહોમત તેમના પર લગાવામાં આવ્યા અને રોમનોએ તેમને વધસ્તંભ ઉપર મારી નાખ્યા.
ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.
## ભાષાંતરના સૂચનો:
* લક્ષ્ય ભાષામાં આ શબ્દનું ભાષાંતર એવી રીતે કરવું કે જે એક ચોકડી આકારના (ક્રૂસ/વધસ્તંભને) દર્શાવે છે. ધ્યાન રાખો કે વધસ્તંભનું વર્ણન એવી વસ્તુથી કરવું કે જે પર લોકોને જડીને મારી નાખવા માટે વાપરવામાં આવતા, જેના માટે “દેહાંતદંડનો થાંભલો” અથવા “વૃક્ષના લાકડા પરનું મૃત્યુ” એવા શબ્દસમૂહનો ઉપયોગ કરવો.
* એ પણ ધ્યાનમાં રાખો કે બાઈબલના આ શબ્દનું ભાષાંતર સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે થયું છે.
(જુઓ: [અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-unknown)
(આ પણ જુઓ: [વધસ્તંભે જડવું](../kt/crucify.md), [રોમ](../names/rome.md))
## બાઈબલની કલમો:
* [1કરિંથી 1:17](rc://gu/tn/help/1co/01/17)
* [કલોસ્સી 2:13-15](rc://gu/tn/help/col/02/13)
* [ગલાતી 6:11-13](rc://gu/tn/help/gal/06/11)
* [યોહાન 19:17-18](rc://gu/tn/help/jhn/19/17)
* [લૂક 9:23-25](rc://gu/tn/help/luk/09/23)
* [લૂક 23:26](rc://gu/tn/help/luk/23/26)
* [માથ્થી 10:37-39](rc://gu/tn/help/mat/10/37)
* [ફિલિપ્પી 2:5-8](rc://gu/tn/help/php/02/05)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[40:1](rc://gu/tn/help/obs/40/01)__ ઈસુની મશ્કરી કર્યા પછી સિપાઈઓ, તેને વધસ્તંભે જડવા સારું દૂર લઈ ગયા.
તેઓએ જે __વધસ્તંભ__ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.
* __[40:2](rc://gu/tn/help/obs/40/02)__ સિપાઈઓ ઈસુને “ખોપડી” નામની જગ્યાએ લાવ્યા અને વધસ્તંભ પર તેના હાથો અને પગો ખીલાથી જડ્યા.
* __[40:5](rc://gu/tn/help/obs/40/05)__ યહૂદી આગેવાનો અને ટોળામાંના લોકોએ ઈસુની મશ્કરી કરી.
તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “__વધસ્તંભ__ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ!
પછી અમે તને માનીશું.
* __[49:10](rc://gu/tn/help/obs/49/10)__ જયારે ઈસુ __વધસ્તંભ__ પર મૃત્યુ પામ્યા, ત્યારે તેણે તમારી સજા સ્વીકારી.
* __[49:12](rc://gu/tn/help/obs/49/12)__ તમારે અવશ્ય માનવું જોઈએ કે ઈસુ દેવનો દીકરો છે, કે જે તમારે બદલે __વધસ્તંભ__ પર મૃત્યુ પામ્યો છે, અને દેવે તેને ફરીથી સજીવન કર્યો છે.
## શબ્દ માહિતી:
* Strong's: G4716