Door43-Catalog_gu_tw/bible/kt/compassion.md

36 lines
2.9 KiB
Markdown

# કરુણા, કરુણામય
## વ્યાખ્યા:
કરુણા શબ્દ ખાસ કરીને તેઓ માટે કે જેઓ પીડાય છે, તે લોકો માટે ચિંતાની લાગણી થાય તેને દર્શાવે છે.
“કરુણામય” વ્યક્તિ અન્ય લોકો વિશે કાળજી લે છે અને તેઓને મદદ કરે છે.
સામાન્ય રીતે “કરુણા” શબ્દ, લોકોની જરૂરિયાત વિશે સંભાળ લેવી, તેમજ તેઓને મદદ કરવા માટે કાર્ય કરે છે.
* બાઈબલ કહે છે કે દેવ “કરુણામય છે”, કેમકે તે પ્રેમ અને દયાથી ભરપૂર છે.
* કલોસ્સીઓને લખેલા પાઉલના પત્રમાં, તે તેઓને કહે છે “કરુણાના વસ્ત્રોથી પોતાને શણગારો.”
તે તેઓને લોકોની સંભાળ વિશે અને જેઓ જરૂરીયાતમાં છે તેઓને સક્રિય રીતે મદદ કરવા સૂચના આપે છે.
## ભાષાંતર માટેના સૂચનો:
* “કરુણા” નો વાસ્તવિક અર્થ “દયાનો ભાવ” છે
આ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ “દયા” અથવા “દયાભાવ” થાય છે.
બીજી ભાષાઓમાં તેના અર્થ માટે તેઓની પોતાની અભિવ્યક્તિ હોઈ શકે છે.
* “કરુણા” શબ્દના ભાષાંતરમાં, “બીજા માટે ગંભીરતાથી સંભાળ લેનાર” અથવા “મદદરૂપ દયા દર્શાવનાર” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
* “કરુણામય” શબ્દનું ભાષાંતર, “સંભાળ અને મદદરૂપ” અથવા “ખુબ જ પ્રેમાળ અને દયાળુ” એમ પણ કરી શકાય છે.
## બાઈબલની કલમો:
* [દાનિયેલ 1:8-10](rc://gu/tn/help/dan/01/08)
* [હોશિયા 13:14](rc://gu/tn/help/hos/13/14)
* [યાકુબ 5:9-11](rc://gu/tn/help/jas/05/09)
* [યૂના 4:1-3](rc://gu/tn/help/jon/04/01)
* [માર્ક 1:40-42](rc://gu/tn/help/mrk/01/40)
* [રોમનોને 9:14-16](rc://gu/tn/help/rom/09/14)
## શબ્દ માહિતી:
* Strong's: H2550, H7349, H7355, H7356, G1653, G3356, G3627, G4697, G4834, G4835