Door43-Catalog_gu_tw/bible/kt/atonementlid.md

33 lines
3.2 KiB
Markdown

# દયાસન, પ્રાયશ્ચિત્તનું ઢાંકણ
## વ્યાખ્યા:
“દયાસન” સોનાનું બનેલું હતું કે જે કરારકોશના ઉપરના ભાગને ઢાંકવા વપરાતું હતું.
ઘણા અંગ્રેજી ભાષાંતરમાં, તેને “પ્રાયશ્ચિતના ઢાંકણ” તરીકે પણ ઓળખવામાં આવ્યું છે.
* દયાસન આશરે 115 સેન્ટીમીટર લાંબુ અને 70 સેન્ટીમીટર પહોળું હતું.
* સોનાના બે કરૂબો તેમની પાંખો સાથે દયાસનની ઉપર જોડાયેલા હતા.
* યહોવાએ કહ્યું કે તે ઈઝરાએલીઓને દયાસનની ઉપર કરૂબોએ પાંખો ફેલાવેલી છે તેની નીચે મળશે.
* ફક્ત મુખ્ય યાજકને આ રીતે લોકોના પ્રતિનિધિ તરીકે યહોવાને મળવાની પરવાનગી હતી.
* ક્યારેક આ પ્રાયશ્ચિતના ઢાંકણને “દયાસન” તરીકે ઓળખવામાં આવ્યું છે, કારણકે તે દર્શાવતું હતું કે દેવની દયા માણસોને પાપથી છોડાવવા માટે નીચે આવે છે.
## ભાષાંતરના સુચનો:
* આ શબ્દને બીજી રીતે ભાષાંતર કરીએ તો “કરારકોશનું આવરણ કે જ દેવના વચન દ્વારા છૂટકારો આપે છે” અથવા “જગ્યા કે જ્યાં દેવ છૂટકારો આપે છે” અથવા “કોશનું ઢાંકણ જ્યાં દેવ માફ કરે છે અને પુનઃસ્થાપિત કરે છે.”
* તેનો અર્થ “રીઝવવાનું સ્થાન” પણ થઇ શકે છે.
* “પ્રાયશ્ચિત” “રીઝવવું” અને “છૂટકારો” સાથે આ શબ્દની સરખામણી કરો કે તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.
(આ પણ જુઓ: [કરારકોશ](../kt/arkofthecovenant.md), [પ્રાયશ્ચિત](../kt/atonement.md), [કરુબીમ](../other/cherubim.md), [રીઝવવું](../kt/propitiation.md), [છૂટકારો](../kt/redeem.md))
બાઈબલની કલમો
* [નિર્ગમન 25:15-18](rc://gu/tn/help/exo/25/15)
* [નિર્ગમન 30:5-6](rc://gu/tn/help/exo/30/05)
* [નિર્ગમન 40:17-20](rc://gu/tn/help/exo/40/17)
* [લેવીય 16:1-2](rc://gu/tn/help/lev/16/01)
* [ગણના 7:89](rc://gu/tn/help/num/07/89)
## શબ્દ માહિતી:
* Strong's: H3727, G2435