Door43-Catalog_gu_tw/bible/kt/abomination.md

33 lines
3.8 KiB
Markdown

# અમંગળ, અમંગળ વસ્તુઓ, અમંગળ થયેલ
## વ્યાખ્યા:
“અમંગળ” શબ્દનો ઉપયોગ એવી વસ્તુ માટે કરવામાં આવ્યો છે કે, જેને કોઈ વસ્તુ પ્રત્યે અણગમો અથવા સખત નાપસંદગી હોય.
* મિસરી લોકોને હિબ્રુ લોકો પ્રત્યે ખુબ જ “અણગમો” હતો
એટલે કે જે મિસરી લોકોને હિબ્રુ લોકો પ્રત્યે ખુબ જ અણગમો હતો, તેઓ તેની સાથે ભળતા ન હતા અથવા તેમની નજીક જતા નહીં.
* બાઈબલની અંદર અમુક બાબતોને “યહોવાહને અમંગળ” કહેવામાં આવી છે, જેમકે જુઠું બોલવું, અભિમાન, માનવ બલિદાન, મૂર્તિપૂજા, ખૂન, અને જાતિયતાના પાપો જેવા કે વ્યભિચાર, પુમૈથીનીઓ.
* જયારે ઈસુએ તેના શિષ્યોને અંતના દિવસોનું શિક્ષણ આપ્યું ત્યારે દાનિએલની ભવિષ્યવાણી બતાવીને દર્શાવ્યું કે જયારે “ઉજ્જ્ળતાની અમંગળ” નિશાની જોશો, જે ઈશ્વરની સામે એક બળવાખોર અને ભજનસ્થાનને અપવિત્ર કરનારી હશે.
## ભાષાંતર માટેના સૂચનો:
* “અમંગળ” શબ્દનું ભાષાંતર એવું થઇ શકે કે “જેનાથી ઈશ્વરને ધિક્કાર આવે” અથવા “અણગમો આવે એવી વસ્તુ” અથવા “અણગમો આવે એવી પ્રથા” અથવા “ખુબજ ભૂંડું કાર્ય.”
* સંદર્ભ પ્રમાણે “જે અમંગળ છે” તે શબ્દનું ભાષાંતર “જેને ખુબજ ધિક્કાર કરવામાં આવે છે તેવું” અથવા “જેનાથી અણગમો થાય તેવું” અથવા “જે સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે તેવું” અથવા “જેનાથી ઊંડો અણગમો થાય” તેમ થઈ શકે છે.
* “વેરાનકારક અમંગળ” શબ્દનું ભાષાંતર એવું થઇ શકે છે કે “એવી વસ્તુ હોય કે જેનાથી લોકોને ખુબજ નુકશાન થાય” અથવા “અણગમો લાવનાર બાબત જેનાથી ખુબજ વેદના આવે.”
(જુઓ: [વ્યભિચાર](../kt/adultery.md), [ધર્મભ્રષ્ટ](../other/desecrate.md), [વેરાનકારક](../other/desolate.md), [જુઠા દેવ](../kt/falsegod.md), [બલિદાન](../other/sacrifice.md))
## બાઈબલની કલમો:
* [એઝરા 9:1-2](rc://gu/tn/help/ezr/09/01)
* [ઉત્પત્તિ 46: 33-34](rc://gu/tn/help/gen/46/33)
* [યશાયા 1: 12-13](rc://gu/tn/help/isa/01/12)
* [માથ્થી 24: 15-18](rc://gu/tn/help/mat/24/15)
* [નીતિવચનો 26:24-26](rc://gu/tn/help/pro/26/24)
## શબ્દ માહિતી:
* Strong's: H887, H6292, H8251, H8262, H8263, H8441, G946