Door43-Catalog_gu_tw/bible/kt/grace.md

3.4 KiB

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેણે કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

  • ઈશ્વરની કૃપા એ પાપી માણસજાત માટે એક ભેટ છે કે જે મફત આપવામાં આવી છે.
  • કૃપા શબ્દનો વિચાર/ખ્યાલ દયાળુ હોવું એ પણ દર્શાવે છે, અને કોઈકે જેણે ખોટું અથવા હાનિકારક બાબતો કરી છે તેને માફ કરવું.
  • “કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ ઈશ્વર તરફથી દયા અને મદદ મેળવવી. ઈશ્વર કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, મહદઅંશે તે અર્થનો સમાવેશ તે કરે છે.

ભાષાંતરના સૂચનો:

  • “કૃપા” શબ્દના વિવિધ ભાષાંતરમાં, “ઈશ્વરીય કૃપા” અથવા “ઈશ્વરની તરફેણ” અથવા “ઈશ્વરની કૃપા” અને પાપીઓ માટે માફી” અથવા “દયાળુ કૃપા” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
  • “કૃપાળુ” શબ્દનું ભાષાંતર, “કૃપાથી ભરપૂર” અથવા “માયાળુ” અથવા “દયાળુ” અથવા “દયાળુ રીતે માયાળુ” કરી શકાય છે.
  • “તે ઈશ્વરની નજરમાં કૃપા પામ્યો” અભિવ્યક્તિનું ભાષાંતર, “તેણે ઈશ્વર પાસેથી દયા મેળવી” અથવા “ઈશ્વરે દયાળુ રીતે તેને મદદ કરી” અથવા “ઈશ્વરે તેમની કૃપા તેને દર્શાવી” અથવા “ઈશ્વર તેનાથી ખુશ હતા અને તેને મદદ કરી” તરીકે કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2580, H2587, H2589, H2603, H8467, G2143, G5485, G5543