Door43-Catalog_gu_tw/bible/kt/godly.md

6.2 KiB

ઈશ્વરપરાયણ/ઈશ્વરીય, ધર્મનિષ્ઠા/ઈશ્વરપરાયણતા, અધર્મી, નાસ્તિક, નાસ્તિકતા/અનાસ્થા

વ્યાખ્યા:

“ઈશ્વરીય” શબ્દ એવી વ્યક્તિના વર્ણન માટે વાપર્યો છે કે જે તેના કાર્યોમાં ઈશ્વરને માન આપે છે, અને ઈશ્વર કેવા છે તે દર્શાવે છે. “ઈશ્વર પરાયણતા” ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરી તેમનું સન્માન કરવાનો ચારિત્ર્ય ગુણ છે.

  • વ્યક્તિ કે જેને ઈશ્વરીય ગુણો છે તે પવિત્ર આત્માના ફળો દર્શાવશે, જેવા કે પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, દયા, અને આત્મસંયમ.
  • ઈશ્વર પરાયણતાના ગુણ બતાવે છે કે વ્યક્તિમાં પવિત્ર આત્મા છે અને તે તેમની આજ્ઞા પાળે છે.
  • “નાસ્તિક” અને “અધર્મી” શબ્દો લોકો કે જેઓ ઈશ્વરની વિરુદ્ધ બળવો કરે છે તેનું વર્ણન કરે છે. ઈશ્વર વિશે વિચાર્યા વગર, દુષ્ટ રીતે જીવવાને “અધર્મી” અથવા “ઈશ્વર વિહોણો” કહેવાય છે.
  • આ શબ્દોના અર્થો ખૂબજ સમાન છે. જો કે, “નાસ્તિક” અને “નાસ્તિકતા” કદાચ વધુ આત્યંતિક પરિસ્થિતિ દર્શાવે છે કે જેમાં લોકો અથવા દેશો ઈશ્વરને સ્વીકારતા પણ નથી અને તેઓ પર તેમના શાસનના અધિકારનો નકાર કરે છે.
  • ઈશ્વર દરેક અધર્મી લોકો ઉપર, તે દરેક કે જે તેમને અને તેમના માર્ગોને નકારી કાઢે છે તેઓ પર તેમનો ન્યાય અને કોપ જાહેર કરે છે.

ભાષાંતરના સૂચનો:

  • “ઈશ્વરીય” શબ્દસમૂહનું ભાષાંતર, “ધાર્મિક લોકો” "ઈશ્વર પરાયણ લોકો" અથવા “લોકો કે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે” તરીકે કરી શકાય છે (જુઓ: નામધારી વિશેષણ)
  • “ઈશ્વરીય” વિશેષણનું ભાષાંતર, “ઈશ્વરને આજ્ઞાકારી” અથવા “ન્યાયી” અથવા “ઈશ્વરને પ્રસન્ન કરનાર” તરીકે કરી શકાય છે.
  • “ઈશ્વરીય રીતે” શબ્દસમૂહનું ભાષાંતર, “એક જે ઈશ્વરની આજ્ઞા પાળે છે” અથવા “કાર્યો અને શબ્દો સાથે કે જે ઈશ્વરને ખુશ કરે” તરીકે કરી શકાય છે.
  • “ઈશ્વરીય પરાયણતા” શબ્દનું ભાષાંતર કરવામાં આવે તો, “એવી રીતે વર્તવું કે જે ઈશ્વરને ખુશ કરે” અથવા “ઈશ્વરની આજ્ઞા પાળવી” અથવા “ન્યાયી રીતે જીવવું” જેવા (શબ્દોનો) સમાવેશ કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “અધર્મી” શબ્દનું ભાષાંતર, “ઈશ્વરને નાખૂશ કરવા” અથવા “અનૈતિક” અથવા “ઈશ્વરની આજ્ઞાનો અનાદર કરવો” તરીકે કરી શકાય છે.
  • “નાસ્તિક” અને “નાસ્તિકતા/અનાસ્થા” શબ્દોનો શાબ્દિક અર્થ કે જે “લોકો ઈશ્વર વિનાના” અથવા “ઈશ્વર વિષે વિચારતા નથી” અથવા “એવી રીતે વર્તે છે કે ઈશ્વરને સ્વીકારતા નથી.”
  • “અધર્મ” અથવા “નાસ્તિકતા/અનાસ્થા” શબ્દનું અન્ય રીતે ભાષાંતર “દુષ્ટતા” અથવા “દુષ્ટ” અથવા “ઈશ્વરની વિરુદ્ધ બળવો” થઇ શકે છે.

(આ પણ જુઓ દુષ્ટ, સન્માન, આજ્ઞા પાળવી, ન્યાયી, પ્રામાણિક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H430, H1100, H2623, H5760, H7563, G516, G763, G764, G765, G2124, G2150, G2152, G2153, G2316, G2317