Door43-Catalog_gu_tw/bible/kt/foolish.md

3.7 KiB

મૂર્ખ, બુદ્ધિહીન, મૂર્ખતા

વ્યાખ્યા:

“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (ઈશ્વરની આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે, તેનો ઉલ્લેખ કરે છે.

“બુદ્ધિહીન" શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે ડહાપણયુક્ત/જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.

  • બાઈબલમાં, સામાન્ય રીતે “મૂર્ખ” શબ્દ, વ્યક્તિ કે જે ઈશ્વરને માનતો અથવા આજ્ઞા પાળતો નથી, તેને દર્શાવે છે. આ વ્યક્તિના વિરોધાભાસમાં જ્ઞાની માણસ છે કે જે ઈશ્વરમાં વિશ્વાસ કરે છે અને ઈશ્વરની આજ્ઞા પાળે છે.
  • ગીતશાસ્ત્રમાં, દાઉદ મૂર્ખ વ્યક્તિનું વર્ણન કરે છે કે જે ઈશ્વરમાં વિશ્વાસ કરતો નથી, તે ઈશ્વરના સર્જનના બધાંજ પુરાવાને અવગણે છે.
  • જૂના કરારનું નીતિવચનનું પુસ્તક પણ મૂર્ખ શું છે અથવા બુદ્ધિહીન વ્યક્તિ કેવી હોય છે, તેના ઘણા વર્ણનો આપે છે. * “મૂર્ખતા” શબ્દ એક એવી ક્રિયા છે કે જે ડહાપણરૂપ નથી, કારણકે તે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ છે. મોટેભાગે “મૂર્ખતા” શબ્દના અર્થ માં કઇંક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

  • “મૂર્ખ” શબ્દનું ભાષાંતર, “નાદાન વ્યક્તિ” અથવા “અજ્ઞાની વ્યક્તિ” અથવા “મૂર્ખ વ્યક્તિ” અથવા “પાપી વ્યક્તિ” તરીકે કરી શકાય છે.
  • “બુદ્ધિહીન” શબ્દના ભાષાંતરમાં “સમજણનો અભાવ” અથવા “અજ્ઞાની” અથવા “મૂર્ખ” તેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.

(આ પણ જુઓ: જ્ઞાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H191, H196, H200, H1198, H1984, H2973, H3684, H3687, H3688, H3689, H3690, H5034, H5036, H5039, H5528, H5529, H5530, H5531, H6612, H8417, H8602, H8604, G453, G454, G781, G801, G877, G878, G3471, G3472, G3473, G3474, G3912