Door43-Catalog_gu_tw/bible/kt/christ.md

7.3 KiB

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને ઈશ્વરનો દીકરો દર્શાવે છે.

  • નવા કરારમાં “મસીહ” અને ખ્રિસ્ત” બન્ને શબ્દ ઈશ્વરના પુત્રને દર્શાવવા માટે વાપરવામાં આવ્યા છે, જેને ઈશ્વરપિતાએ તેના લોકો ઉપર રાજા તરીકે, અને તેઓને પાપ અને મરણમાંથી બચાવવા નીમ્યા છે.
  • જૂના કરારમાં, ઈસુના પૃથ્વી પર જન્મ લીધાના ઘણા વર્ષો પહેલાં, પ્રબોધકોએ મસીહ વિશે ભવિષ્યવાણીઓ લખી હતી.
  • જૂના કરારમાં મોટેભાગે “અભિષેક થયેલ” શબ્દનો અર્થ મસીહ કે જે આવનાર છે, તે દર્શાવવા માટે વપરાયો છે.
  • ઈસુએ ઘણી ભવિષ્યવાણીઓ પૂરી કરી અને ઘણા અદભૂત કાર્યો કર્યા કે જે સાબિત કરે છે કે તે મસીહ છે અને બાકી રહેલી ભવિષ્યવાણીઓ તે પાછા આવશે ત્યારે પૂરી કરશે.
  • મોટેભાગે “ખ્રિસ્ત” શબ્દ શીર્ષક તરીકે વપરાય છે, જેમકે “ખ્રિસ્ત” અને “ઈસુ ખ્રિસ્ત.” તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દના અર્થનો ઉપયોગ કરીને તેનું ભાષાંતર, ”અભિષિક્ત થયેલ” અથવા “ઈશ્વરના અભિષિક્ત તારનાર” કરી શકાય છે.
  • ઘણી ભાષાઓએ લિપ્યાંતરિત કરીને આ શબ્દને વાપર્યો છે કે, જેનો ઉચ્ચાર અને દેખાવ “ખ્રિસ્ત” અથવા “મસીહ” જેવો લાગે છે.
  • જયારે આ શબ્દને લિપ્યાંતરિત કરીને વાપવામાં આવે છે, ત્યારે એ શબ્દની પાછળ તેની ટૂંકી વ્યાખ્યા આપવામાં આવવી જોઈએ, જેમકે “ખ્રિસ્ત, અભિષિક્ત થયેલા છે.”
  • બાઈબલમાં જયારે આ શબ્દનું ભાષાંતર કરવામાં આવે ત્યારે દરેક જગ્યા પર તેનું ભાષાંતર સુસંગત હોવું જોઈએ જેથી તેનો અર્થ સ્પષ્ટ થાય કે તે એક જ સમાન વ્યક્તિની વાત કરે છે.
  • જયારે “મસીહ” અને “ખ્રિસ્ત” બંને શબ્દો એક કલમમાં સાથે આવે ત્યારે ધ્યાનમાં રાખો કે તે બન્ને શબ્દો વાક્યમાં સારી રીતે ગોઠવાય છે (જેમકે યોહાન 1:41).

(આ પણ જુઓ: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ, અભિષિક્ત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

**17:7**મસીહ _તે ઈશ્વરનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

  • 17:8 એ પ્રમાણે થયું કે, મસીહ આવ્યા પહેલા ઈઝરાએલીઓને લગભગ 1000 વર્ષોના સમયગાળા સુધી રાહ જોવી પડી.
  • **21:1**શરૂઆતથી જ, ઈશ્વરે _મસીહ _ ને મોકલવાનું આયોજન કર્યું હતું.
  • 21:4ઈશ્વરે દાઉદ રાજાને વચન આપ્યું કે મસીહ દાઉદના પોતાના વંશજોમાંનો એક હશે.
  • 21:5 મસીહ નવા કરારની શરુઆત કરશે.
  • 21:6ઈશ્વરના પ્રબોધકોએ પણ કહ્યું કે મસીહ પ્રબોધક, યાજક, અને રાજા હશે.
  • **21:9**યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે મસીહ કુંવારીથી જન્મ લેશે.
  • 43:7 “પણ ભવિષ્યવાણી પૂરી થાય માટે ઈશ્વરે તેને ફરીથી ઉઠાડ્યો, જે કહે છે, તું તારા પવિત્રને કબરમાં કોહવાણ લાગવા નહીં દે.”
  • 43:9 "પણ ચોક્કસ જાણો કે, ઈશ્વરે ઈસુને પ્રભુ અને મસીહ બંને બનાવ્યા છે.
  • 43:11 પિતરે તેઓને જવાબ આપ્યો, “તમે દરેક જણાએ પસ્તાવો કરે અને ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ્તિસ્મા લે, જેથી ઈશ્વર તમારા પાપોને માફ કરે.”
  • 46:6 ઈસુ મસીહ હતા તે સાબિત કરવા, શાઉલે યહૂદીઓની સાથે ચર્ચા કરી.

શબ્દ માહિતી:

  • Strong's: H4899, G3323, G5547