Door43-Catalog_gu_tw/bible/kt/apostle.md

4.9 KiB

પ્રેરિત, પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” ઈશ્વર અને તેમના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” શબ્દ જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા તેઓના હોદ્દા અને અધિકારનો ઉલ્લેખ કરે છે.

  • “પ્રેરિત” શબ્દનો અર્થ “જેને વિશેષ હેતુ માટે બહાર મોકલવામાં આવ્યા છે.” પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.
  • ઈસુના નજીકના બાર શિષ્યો પ્રથમ પ્રેરિતો બન્યા. બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા.
  • ઈશ્વરીય શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરવ અને લોકોને સાજા કરવા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી હાંકી કાઢવા માટે સક્ષમ હતા.

ભાષાંતરના સૂચનો:

  • “પ્રેરિત” શબ્દનું ભાષાંતર એક શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા થઇ શકે છે જેનો અર્થ થાય છે કે “જેને બહાર મોકલવામાં આવેલ છે” અથવા “બહાર મોકલેલ એક” અથવા “વ્યક્તિ કે જેને તેડવામાં આવ્યો છે કે તે ઈશ્વરનો સંદેશ લોકો પાસે લઈ જાય.”
  • “પ્રેરિત” અને “શિષ્ય” શબ્દોનું ભાષાંતર જુદી જુદી રીતે થાય તે મહત્વનું છે.
  • આ શબ્દનું સ્થાનિક અને રાષ્ટ્રીય ભાષાના બાઈબલમાં કેવી રીતે ભાષાંતર થયેલ છે તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. (જુઓ અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, તે બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 26:10 પછી ઈસુએ બાર માણસો પસંદ કર્યા જેઓ તેના પ્રેરિતો કહેવાયા. પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેમની પાસેથી શીખ્યા.
  • 30:1 ઈસુએ તેના પ્રેરિતોને ઘણા જુદા જુદા ગામોમાં લોકોને બોધ તથા શિક્ષણ આપવા મોકલ્યા.
  • 38:2 યહૂદા ઈસુના પ્રેરિતો માંનો એક હતો. તે પ્રેરિતોનાં નાણાંની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો હતો.
  • 43:13 શિષ્યોએ પોતાને પ્રેરિતોની સાથે બોધમાં, સંગતમાં, સાથે મળીને ભોજન કરવામાં અને પ્રાર્થનામાં સમર્પિત કર્યા.
  • 46 :8 પછી બાર્નાબાસ નામનો વિશ્વાસી શાઉલને પ્રેરિતો પાસે લઈ આવ્યો અને તેઓને જણાવ્યું કે કેવી રીતે શાઉલે હિંમતભેર દમસ્કમાં ઉપદેશ કર્યો.

શબ્દ માહિતી:

  • Strong's: G651, G652, G2491, G5376, G5570