Door43-Catalog_gu_tw/bible/names/redsea.md

2.8 KiB

બરુનો સમુદ્ર, બરુનો સમુદ્ર, લાલ સમુદ્ર

હકીકતો:

ઇજિપ્ત અને અરેબિયા વચ્ચે સ્થિત પાણીનું વ્યાપનું નામ " બરુનો સમુદ્ર" હતું. હવે તેને "લાલ સમુદ્ર"પણ કહેવામાં આવે છે.

  • લાલ સમુદ્ર લાંબો અને સાંકડો છે. તે તળાવ અથવા નદી કરતાં મોટું છે, પરંતુ મહાસાગર કરતાં ઘણું નાનું છે.
  • ઈસ્રાએલીઓ ઈજિપ્તમાંથી ભાગી રહ્યા હતા ત્યારે તેઓએ લાલ સમુદ્ર પાર કરવો પડ્યો. ઈશ્વરે એક ચમત્કાર કર્યો અને સમુદ્રના પાણીને વિભાજીત કર્યા જેથી લોકો સૂકી જમીન પર થઈને ચાલી શકે.
  • કનાન દેશ આ સમુદ્રની ઉત્તરે હતો.
  • આનું ભાષાંતર “રાતો સમુદ્ર ” તરીકે પણ થઈ શકે છે.

(આ પણ જુઓ: અરેબિયા. કનાન, ઇજિપ્ત)

બાઇબલ સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 12:4 જ્યારે ઇઝરાયલીઓએ ઇજિપ્તની સેનાને આવતી જોઈ, ત્યારે તેઓ સમજી ગયા કે તેઓ ફારુનની સેના અને લાલ સમુદ્ર વચ્ચે ફસાયેલા છે.
  • 12:5 પછી ઈશ્વરે મૂસાને કહ્યું, "લોકોને લાલ સમુદ્ર તરફ જવા કહો."
  • 13:1 ઈશ્વરે ઈઝરાયલીઓને લાલ સમુદ્રમાંથી પસાર કર્યા પછી, તે તેમને રણમાંથી સિનાઈ નામના પર્વત પર લઈ ગયા.

શબ્દ માહિતી ;

  • સ્ટ્રોંગ્સ: H3220, H5488, G20630, G22810